Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018
ભુપતલાલ શેઠનું દુઃખદ અવસાનઃ સોમવારે રાજકોટમાં બેસણું

રાજકોટ : મુળ ગણોદ નિવાસી ભુપતલાલ કલ્યાણજીભાઈ શેઠ (ઉ.વ.૮૨, રહે ૪૨/બી, ૩-બ પંચાયતનગર, રાજકોટ) તે કિર્તીભાઈ, મહેશભાઈ, નીલાબેન તથા ભાવનાબેનના પિતા તેમજ સ્વ. અમૃતલાલ, સ્વ. મનુભાઈ, સ્વ. આનંદભાઈ, સ્વ. પ્રભાબેન, સ્વ. વનીતાબેન તથા સ્વ. નિર્મળાબેનના નાનાભાઈ તેમજ ઈશ્વરભાઈ શેઠના મોટાભાઈ તા.૨૩ના રોજ અરિહંત શરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૬ને સોમવારના રોજ સવારના ૧૧ કલાકે શેઠ ઉપાશ્રય, ૧૫૦ ફૂટ રીંગ રોડ, કે.કે.વી. હોલ પાસે, પ્રસંગ હોલની બાજુમાં, રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

બુરહાને મિલ્લતના ગાદિપતિની વફાતઃ મુફતીએ આઝમ મધ્ય પ્રદેશ મૌલાના મહેમૂદમીંયાની સુન્ની સમાજને ખોટ પડી

રાજકોટ તા. ર૪: સુન્ની મુસ્લિમોના ધર્મગુરૂ, આ'લા હઝરતના અંતિમ ખલીફા અને બુરહાનુલ મિલ્લત તરીકે જાણીતા હઝરત મૌલાના બુરહાનુલહકક સાહેબ (રહે.) ના સુપુત્ર, હુઝુર મહેમુદેમિલ્લત, મુફતીએ આ'ઝમ મધ્ય પ્રદેશ હઝરત મૌલાના મુફતી મહેમુદ અહેમદ સાહેબનો ગુરૂવારે઼ બપોરે ઇન્તેકાલ થઇ જતાં સુન્ની સંસ્થાઓએ શોક પાળ્યો છે અને અનેક બુરહાની અનૂયાયીઓ ત્થા સુન્ની સમાજે આઘાતની લાગણી અનુભવી છે તેઓની દફતનવિધિ શુક્રવારે નમાઝ પછી બપોરે થઇ હતી અને આવતી કાલ રવિવારે ઝિયારત જબલપુર (મધ્ય પ્રદેશ) માં તેઓની ખાનકાહ સલામીયાહ-બુરહાનીયાહ ખાતે સંપન્ન થનાર છે.

સુન્ની ધર્મગુરૂ મુફતી મહેમુદમીંયા સાહેબની વિદાયથી સુન્ની સમાજને જબરૂ નુકશાન થયું છે તેઓ મસ્લકે આ'લા-હઝરતના પ્રખર સમર્થક હતા અને ૮પ વર્ષની વયોવૃદ્ધ અવસ્થાએ પણ તેના ઉપર અડગ રહી અનુયાયીઓને તેના પર જ કાયમ રહેવા શિખ આપતા હતા.

અત્રે એ યાદ રહે કે, હુઝુર બુરહાનેમિલ્લત ૧૯૮૩માં સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હતા જેમાં પોરબંદર, કુતિયાણા, ઉપલેટા, ધોરાજી, જેતપુર, ગોંડલ, જૂનાગઢ વિગેરે શહેરોમાં પધારતા આજે પણ તેઓના હજારો અનુયાયીઓ છે જેઓની વફાત તા. ર૦-૧ર-૧૯૮પમાં થયેલ હતી એ સમયે હુઝુર મહેમુદે મિલ્ત સાથે રહ્યા હતા.

હુઝુર બુરહાને મિલ્લત (રહે.) ના બે સુપુત્રી અને ત્રણ સુપુત્રો મૌલાના અન્વાર અહેમદ (કરાંચી) ત્થા મૌલાના મહેમુદ અહેમદ ત્થા મૌલાના ડો. હામીદ અહેમદનો સમાવેશ થાય છે.

મોહનભાઈ કુંડારિયાના પૂર્વ પી.એ.બી.કે. પટેલના ભાઈનું અવસાન

રાજકોટ :. અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના ખોડંબા નિવાસી લવજીભાઈ કચરાભાઈ પટેલ (ઉ.વ. ૬૩) તે મુકુંદભાઈના પિતાજી તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયાના પૂર્વ પી.એ. બી.કે. પટેલ અને પી.કે. પટેલના મોટાભાઈનું તા. ૨૨ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણુ આજે તેમના વતનમાં હતુ (બી.કે.નો મો. ૯૪૨૬૨ ૮૪૫૯૪)  

શારદાબેન રાજદેવ

વીરપુર (જલારામ): સ્વ. દ્વારકાદાસ (નટુ સાહેબ) એન. રાજદેવના ધર્મપત્ની શારદાબેન (ઉ.વ. ૮૮) તે ભરતભાઈ તથા દીપકભાઈ તેમજ તરૂબેન બી. જસાણી (બાબરા), મધુબેન એચ. માધવાણી (રાજકોટ)ના માતુશ્રી તેમજ વીશાલભાઈ, દર્શકભાઈ, મીલનભાઈ તથા ડોલીબેન સી. જસાણી (યુ.એસ.એ.)ના દાદીશ્રીનું તા. ૨૪મીએ અવસાન થયેલ છે. ઉઠમણુ તા. ૨૬ને સોમવારના રોજ સાંજના ૫ થી ૬ દરમ્યાન લોહાણા મહાજનવાડી, બસ સ્ટેન્ડ રોડ, વીરપુર(જલારામ) રાખેલ છે.

રાધાબેન બોરીસાગર

ગોંડલઃ ખાન ખીજડીયા (તા. વડીયા) નિવાસી રાધાબેન હરજીભાઈ બોરીસાગર (ઉ.વ.૯૬), અમૃતલાલના માતુશ્રી તથા રસીકભાઈ પુરોહીત (ગોંડલ)ના સાસુનું તા. ૨૩ના રોજ અવસાન થયેલ છે

મનિષભાઈ વાળા

રાજકોટઃ સોની રામજીભાઈ સવજીભાઈ વાળા મનુખલાલ દામોદરદાસ પાટડીયા (આર.ટી.ઓ. વાળા)ના પુત્ર મનિષભાઈ (ઉ.વ.૪૫) તે મિલનભાઈ પાટડીયાના મોટાભાઈ તા.૨૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૬ના સોમવારના રોજ સવારે ૧૧ થી ૧૨ શ્રીમાળી સોની સમાજની વાડી યુનિટનં-૨, ખીજડા શેરી, કોઠારીયાનાકા પાસે રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

અબ્બાસભાઈ ભારમલ

રાજકોટઃ અબ્બાસભાઈ કમરૂદ્દીનભાઈ ભારમલ (તાલીબભાઈ) તે મહમ્દી યુસુફ તથા હકીમુદ્દીન બાવાજી તે રશીદાબેન (રાજકોટ), ફરીદાબેન (અમરેલી), દુરયાબેન (સા.કંડુલા), અરવાબેન (રાજકોટ) તથા મ.જુજરભાઈ (રાજકોટ)ના ભાઈ  તા.૨૩ના રાજકોટ ખાતે વફાત થયા છે. તેમના સિયુમના સીયારા રાજકોટ મુકામે બદરી મસ્જીદ (ખાનપરા), જાહેર અશરની નમાઝબાદ તા.૨૬ સોમવારના રોજ રાખવામાં આવેલ છે.

સોમનાથભાઈ જોષી

જસદણઃ લીલાપુર નિવાસી સોમનાથભાઈ વૃજલાલભાઈ જોષી (ઉ.વ. ૬૨) તે શરદભાઈ રાજુભાઈ, ખુશાલભાઈના મોટાભાઈ, કિરણભાઈ, ધર્મેશભાઈના પિતાશ્રીનું  તા. ૨૩ના રોજ કૈલાસવાસ થયેલ છે.

નારણભાઈ ચાવડા

માણાવદરઃ મું. શેરડી (તા. માણાવદર) નિવાસી નારણભાઈ ગોવિંદભાઈ ચાવડા (ઉ.વ. ૫૮) (શારદા વિનય મંદિર-સ્કૂલ-કેશોદ) તે દિલીપભાઈ તથા રાજેશભાઈના મોટાભાઈનું તા. ૨૨ ના રોજ અવસાન થયું છે

રેખાબેન કક્કડ

રાજકોટ : નિવાસી શ્રીમતી રેખાબેન દિલીપભાઈ કક્કડ (ઉ.વ.૫૮) તે દિલીપભાઈ દામજીભાઈ કક્કડના ધર્મપત્નિ, રીષીતભાઈના માતુશ્રી, પન્નાબેનના ભાભી, આરતીબેનના સાસુ અને અભયના દાદીમાનું તા.૨૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું અને પિયર પક્ષની સાદડી તા.૨૬ના સોમવારે સાંજે ૫ વાગ્યે પંચનાથ મહાદેવ મંદિર રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. તેમજ સદ્દગતનું ચક્ષુદાન કરેલ છે.

શિરીનબેન અમરાવતીવાલા

રાજકોટ : હામ્મા શીરીનબેન હસનઅલી અમરાવતીવાલા જે મરહુમ હાજી ફખરૂદ્દીન શામ (નજમી સરબતવાલા)ના બૈરો તે ફિરોજભાઈ, સૈફુદ્દીનભાઈ, શબ્બીરભાઈ, અબ્બાસીભાઈ તથા મરહુમા હાજમા નરગીશબેન (ધોરાજી)ના મા તથા હાજી સૈફુદ્દીનભાઈ અબ્દુલ્લાહભાઈ ભારમલ (ધોરાજી)ના સાસુ તથા હોઝેફાભાઈ, મુરતુઝાભાઈ (સીરામીક એન્ટરપ્રાઈઝ રાજકોટ)ના દાદીમા, હાતીમભાઈ (ભારમલ સેલ્સ એજન્સી ધોરાજી), મુસ્તુફાભાઈ, અબ્બાસભાઈ (બુરહાની સીરામીક રાજકોટ)ના નાનીમા તા.૨૪ શનિવારના રોજ વફાત થયેલ છે. મરહુમના સીયુમના સીપારા જોહર અસરની નમાઝ બાદ તા.૨૬ના સોમવારના રોજ મરદો તથા બૈરોના મવાઈદ સૈફી કોલોનીમાં રાખેલ છે

કરમશીભાઈ ખારેચા

રાજકોટ : ગુર્જર સુતાર ધુળકોટવાળા હાલ રાજકોટ કરમશીભાઈ લવજીભાઈ ખારેચા (ઉ.વ.૮૬) તે ભરતભાઈ, હરેશભાઈ, ભાવેશભાઈ, ચંદ્રિકાબેન કિશોરભાઈ વડગામા (જામનગર)તથા સ્વ.જયશ્રીબેન હિતેષભાઈ બદ્રકીયાના પિતાનું તા.૨૩ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૬ને સોમવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ કલાકે શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ, ૭/૧૦, ભકિતનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

કનકભાઈ ઝાલેરા

રાજકોટ : મુળ રાજકોટ નિવાસી કનકભાઈ જમનાદાસ ઝાલેરા (ઉ.વ.૬૩) તે પૂનમબેનના પતિ, ચંદ્રેશભાઈ તથા જસ્મીનભાઈના પિતા સ્વ.પ્રાણલાલભાઈ જમનાદાસ ઝાલેરાના તથા ભરતભાઈ જમનાદાસ ઝાલેરાના ભાઈ, વિજયભાઈ પ્રાણલાલ ઝાલેરા (અજંતા સ્ટીલવાળા) તથા નિખિલભાઈ પ્રાણલાલભાઈ ઝાલેરાના કાકા, ભાવીનભાઈ ભરતભાઈ ઝાલેરાના ભાઈજી તથા કાર્તિક, પ્રતિક, ભાવિક, તૃપ્તિના દાદાનું તા.૨૩ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૨૬ને સોમવારે સાંજે ૪ થી ૬ પ્રગતિ મંડળ જૂના જકાતનાકા પાછળ, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

વિષનદાસ આસવાણી

વેરાવળ : વિષનદાસ રૂપચંદભાઇ આસવાણી (ઉ.પ૮) તે હેમંતભાઇ, હીતેષભાઇ, કૈલાશભાઇ (પપલી)ના પિતાશ્રી તા. રર ના રોજ અવસાન પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ર૪ ને સાંજે પ.૩૦ કલાકે ઉત્તરસિધ પંચાયત શાંતિ પ્રકાશ હોલ ૮૦ રોડ વેરાવળ ખાતે રાખેલ છે.

કાન્તાબેન ટાંક

જૂનાગઢ : કાન્તાબેન લાલજીભાઇ ટાંક, ઉ.૭૯ તે કાનજીભાઇ તથા દામોદરભાઇના બહેન તથા શૈલેષભાઇ (દેના બેંક) અને જયેશભાઇના ફઇનું તા. ર૩ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ર૬ મીએ સોમવારના રોજ ભુવનેશ્વર મંદિર, શેરી નં. ૪, ગાંધીગ્રામ જુનાગઢ સાંજે ૪ થી ૬ રાખેલ છે.