Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018
જૂનાગઢ-ભૂજમાં સેવા આપી હતી અસંખ્ય છાત્રોનું ઘડતર કરનાર પ્રાધ્યાપક ડો.રસિક મહેતાનું નિધન

મુંબઇ : લાલન કોલેજ-ભૂજ તથા બહાઉદ્દીન કોલેજ-જૂનાગઢના પૂર્વ પ્રાધ્યાપક ડો. રસિકભાઇ મહેતા (ઉ.વ.૮૭) નું મુંબઇ ઘાટકોપર ખાતે અવસાન થયું છે. ગુજરાતી વિષયના નિષ્ણાંત તરીકે ડો. મહેતાએ ભૂજ  અને જૂનાગઢમાં નિષ્ઠાપૂર્વક સેવા આપી હતી અને અસંખ્ય વિદ્યાર્થીઓનું ઘડતર કર્યું હતું. ડો.મહેતાના નિધનના સમાચારથી તેમના જીવનમાંથી પ્રેરણા લેનાર છાત્રો અને ચાહકોમાં શોકની લહેર ફેલાઇ છે. ડો. મહેતાએ વિદ્યાર્થીઓમાં અપ્રતિમ ચાહના પ્રાપ્ત કરી હતી. ડો. મહેતાનો કોૈટુંબિક સંપર્ક : ૨૦, શોભના કો-ઓપ. સોસાયટી,નોર્થ બોમ્બે સ્કૂલ પાસે, રાઇફલ રેન્જ, ઘાટકોપર (પશ્વિમ) મુંબઇ. મો. ૦૯૭૬૯૪ ૩૨૮૭૮.

અવસાન નોંધ

કંચનબા ઝાલા

રાજકોટઃ ગં. સ્વ. કંચનબા (લીલાબા) મોહનસિંહ ઝાલા, હાલ રહેવાસી રાજકોટ મુળ ગામ વણા તે સ્વ.મોહનસિંહ નારાયણસિંહ ઝાલાના ધર્મપત્ની અને સનતસિંહ નારાયણસિંહ ઝાલાના ભાભીશ્રી, અને મુકેશસિંહ, નિલેશસિંહ અને મયુરસિંહના માતુશ્રી તથા દીવ્યરાજસિંહ, રૂષીરાજસિંહ, રાજદિપસિંહ, દુષ્યંતસિંહ અને યોગીરાજસિંહના દાદીશ્રીનું તા.ર૩ના સ્વર્ગવાસ થયેલ છે. બેસણું તા.રપના ગુરૂવારે જીમખાના હોલ,માં  સાંજે ૪ થી ૬ રાખેલ છે. ઉતરક્રિયા તા.૩ નવે.ના શનિવારે રાજકોટ રાખેલ છે.

ડાયાલાલભાઇ જોષી

રાજકોટઃ ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ ગરનારા નિવાસી હાલ રાજકોટ તે પ્રતાપકુંવરબા તાલુકા શાળા નં.પના નિવૃત આચાર્ય ડાયાલાલ અંબારામ જોષી (ઉ.વ.૯ર) તે ગીરીશભાઇ (જી.ઇ.બી. નિવૃત કર્મચારી) લોધીકા તેમજ મનસુખભાઇ, જયસુખભાઇ, રંજનબેન અશોકકુમાર જોષી, રેખાબેન વિજયકુમાર પાઠક, ઉષાબેન વિરેન્દ્રકુમાર પંડયાના પિતાશ્રી તેમજ સ્વ.લક્ષ્મીશંકર તુલશીભાઇ ભટ્ટના જમાઇનું તેમજ સ્વ. હર્ષદરાય લક્ષ્મીશંકર ભટ્ટના બનેવી (ભટ્ટ શેરી દરબારગઢ રાજકોટ)નું તા.ર૩ના અવસાન થયેલ છે. બન્ને પક્ષનું ઉઠમણું-બેસણું તા.રપને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર ચોક, સુભાષનગર મેઇન રોડ, એરપોર્ટ રોડ પાસે રાખેલ છે.

જટાશંકર ભટ્ટ

રાજકોટઃ મુળ જેતલસર જંકશન જટાશંકર અનોપરામ ભટ્ટ (ઉ.વ.૯૦) તેઓ દિલિપભાઇ તથા જયંતભાઇ, સુભાષભાઇ તથા રાજેન્દ્રભાઇ (રેલ્વે)ના પિતાશ્રી તથા આનંદભાઇ (જે.જે. મેડીટ્રોન) દર્શન, દર્શિત તથા ઉદિતના દાદાશ્રી તા.ર૩ના કૈલાશવાસી થયેલ છે. તેમનું બેસણું તા.રપને ગુરૂવારે સાંજે ૪ થી ૬ પૂર્ણીમાં હોલ, પૂર્ણીમાં સોસાયટી, ચંદ્રેશનગર મેઇન રોડ ખાતે રાખેલ છે.

રજનીકાંતભાઇ પંડયા

રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ રજનીકાન્ત પ્રેમશંકરભાઇ પંડયા (નિવૃત આર.ટી.ઓ. અધીકારી-જામનગર) (ઉ.વ.૬૯) ઋુચા જોશી તેમજ યજ્ઞા રાવલના પિતાશ્રી તથા ભરતભાઇ જોશી અને ભાવેશભાઇ રાવલના સસરાનું તા.ર૧ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.રપના ગુરૂવારે સાંજે પ થી ૬ ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધર્મનગર, ર્સ્ટલીંગ હોસ્પિટલ પાછળ, ૧પ૦ ફુટ રીંગ રોડ, ખાતે રાખેલ છે.

શશીકાંતભાઇ વ્યાસ

રાજકોટઃ વેરાવળ-શાપરઃ વાંકાનેર નિવાસી હાલ વેરાવળ શાપર સુરેશભાઇ શશીકાંતભાઇ વ્યાસના પિતાશ્રી શશીકાંતભાઇ (ઉ.વ.૮૩)નું તા.રરના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.રપના ગુરૂવારે ગાયત્રી મંદિર શાપર વેરાવળ મુકામે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

રમણીકભાઇ મેર

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય રમણીકભાઇ ચમનલાલ મેર (ઉ.વ.૭ર) તે અરવિંદભાઇ, વિનોદભાઇ, પ્રવિણભાઇ તથા નિતાબેનના મોટાભાઇ તેમજ દિપકભાઇ, વંદુબેન, નિશાબેન, છાયાબેન, નયનાબેનના પિતાશ્રી તા.રરના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.રપને ગુરૂવારે સવારે ૧૦ વાગ્યે રાખેલ છે. સાથે પિયર પક્ષ સ્વ.દામોદરદાસ પરસોત્તમદાસ પડીયા જુનાગઢની સાદડી શીતલા માતાજીના મંદિરે, પટેલ વાડી સામે, ભાવનગર રોડ, રાજકોટ મુકામે રાખેલ છે.

પાર્વતીબેન સીતાપરા

રાજકોટઃ ચુંવાળીયા કોળી ગં. સ્વ. પાર્વતીબેન ઠાકરશીભાઇ સીતાપરા (ઉ.વ.૮પ) તે સ્વ.ઠાકરશીભાઇ પોપટભાઇ સીતાપરાના ધર્મપત્ની તેમજ ધનજીભાઇ ઠાકરશીભાઇ સીતાપરા, દિલીપભાઇ ઠાકરશીભાઇ સીતાપરા, દેવરાજભાઇ ઠાકરશીભાઇ સીતાપરા, જયાબેન વા/ઓ રામજીભાઇ માલકીયાના માતુશ્રી તથા ભરત સીતાપરા (એડવોકેટ), કેશુભાઇ સીતાપરા, સંજયભાઇ સીતાપરા, ચેતનભાઇ સીતાપરા, હરેશભાઇ સીતાપરાના દાદીમાનું તા.રરના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.રપના ગુરૂવારે સાંજના ૪ થી ૬ તથા ઉતરક્રિયા (પાણીઢોર) તા.ર૭ના કૃષ્ણનગર, શેરી નં.૩, ડો.ખેરા સાહેબના દવાખાના સામે, પોપટપરા મેઇન રોડ, નિવાસ સ્થાને રાખેલ છે.

મંજુલાબેન રાવરાણી

રાજકોટઃ વાળંદઃ મુ. રીબડા હાલ રાજકોટ સ્વ.શામજીભાઇ ટપુભાઇ શીશાંગીયાના દિકરી મંજુલાબેન નવિનચંદ્ર રાવરાણીનું કલોલ મુકામે તા.ર૧ના અવસાન પામેલ છે. તે કાંતીભાઇ, શામજીભાઇ શીશાંગીયા તેમજ ચંદુભાઇ, નટુભાઇ, હર્ષદભાઇ, પ્રકાશભાઇ, રાજુભાઇ, તારાબેન પ્રવિણકુમાર ભટ્ટી તેમજ મંગુબેન દિનેશકુમાર રાઠોડના બહેન રામચરણ પામેલ છે. તો સદ્દગતનું બેસણું તા.રપના ગુરૂવારે સાંજે ૪ થી ૬ વાછડા ડાડા, ઉદયનગર-૧, મહુડી મેઇન રોડ ખાતે રાખેલ છે.

ધિરજલાલ કોટેચા

રાજકોટઃ ધીરજલાલ ઓધવજી કોટેચા (ઉ.વ.૭૫)  તે સ્વ.ઓધવજી ગોકળદાસ કોટેચાનાં પુત્ર પોપટલાલ ધરમશી ભગદેવ (ટંકારા)નાં જમાઈ, મુકુંદભાઈ અને સ્વ.હસમુખભાઈનાં ભાઈ, મુકુંદભાઈ અને નીલેષભાઈ (અંબિકા સ્ટોર્સ), પ્રીતિબેનનાં પિતાજી, શ્રેયનાં દાદા તેમજ લીનાબેન (આચાર્યા રમેશભાઈ એમ.છાયા કન્યા શાળા)નાં સસરાનું તા.૨૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું બેસણું તથા પીયર પક્ષની સાદડી તા.૨૫નાં ગુરૂવારનાં સાંજે ૫ થી ૬ કલાકે ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

હીનાબેન મહેતા

રાજકોટઃ વઢવાણ નિવાસી હાલ રાજકોટ સ્વ.કુલચંદભાઈ અમુલખભાઈ મહેતાના પુત્ર કેતનભાઈના ધર્મપત્ની હીનાબેન (ઉ.વ.૪૭) તે સ્વ.અમીતભાઈ તથા અનીલાબેન નિતીનભાઈ શાહના ભાભી તથા સ્વ.વિરેન્દ્રભાઈ વેલજીભાઈ દોશીના પુત્રી અને જયેશભાઈ તથા છાયાબેન અમીતભાઈ વોરાના બહેનનું તા.૨૩ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૫ને ગુરૂવારે સવારે ૧૦:૪૫ કલાકે, ૩૭, પ્રહલાદ પ્લોટ જૈન ઉપાશ્રય, રાજકોટ ખાતે અને પ્રાર્થનાસભા તા.૨૫ને ગુરૂવારના રોજ, સવારે ૧૧:૧૫ કલાકે, સ્થળઃ વિશાશ્રીમાળી વાડી, ૧૧,કરણપરા, રાજકોટ ખાતે રાખેલ છે.

મનસુખભાઈ મછોયા

રાજકોટઃ મનસુખભાઈ નથુભાઈ મછોયા (રાવળદેવ) તે હરસુખભાઈ નથુભાઈ મછોયાના મોટાભાઈ, તથા જગદીશભાઈ મનસુખભાઈ મછોયા, સહદેવભાઈ મનસુખભાઈ મછોયાના પિતાજી તેમજ કમલેશભાઈ હરસુખભાઈ મછોયાના મોટા ભાઈજી તથા (હકાભાઈ) મુકેશભાઈ મછોયાના પિતાજીનું તા.૨૩ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૫ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ હરસુખભાઈ નથુભાઈ મછોયા જગદીશભાઈ, મનસુખભાઈ મછોયા આનંદનગર કોલોની બી ૩૪, કવાટરનં૨૩૭, શુભમ સ્કુલ સામે, કોઠારીયા મેઈન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

રતિલાલ બોસમીયા

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય રતિલાલ ત્રિભોવનદાસ બોસમીયા તે ગોપાલભાઈના મોટાભાઈ, તે નિમેશભાઈ, અજયભાઈ તથા મેહુલભાઈના પિતાશ્રી તા.૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૨૫ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ જોગેશ્વર મહાદેવ મંદિર, રવિપાર્ક શેરી નં.૪, પ્રેમમંદિર પાછળ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રાગજીભાઇ બાસીડા

રાજકોટઃ પ્રાગજીભાઇ કરશનભાઇ બાસીડા (ઉ.વ.૮૯) તે નાગજીભાઇ, ગોપાલભાઇ, રમેશભાઇ બાસીડાના પિતાશ્રીનું તા.રરના અવસાન થયેલ છે. બેસણું તા.રપના ગુરૂવારે સાંજે ૪ થી ૬, બેડીપરા, પટેલ વાડી, યુનિટ નં.ર, ખાતે રાખેલ છે.

જયંતિલાલ રવાણી

રાજકોટઃ દશાશ્રીમાળી દિગમ્બર જૈન મોટા આકડીયા નિવાસી હાલ રાજકોટ જયંતિલાલ માણેકચંદ રવાણી તે શીરીષભાઇ, શરદભાઇ, સ્વ.ધર્મેન્દ્રભાઇ, કલ્પનાબેન દામાણી, સુધાબેન પારેખ, ભાવનાબેન મહેતાના પિતાશ્રી તેમજ નિતાબેન અને નયનાબેનના સસરા તે બાબરા નિવાસી સ્વ.નરભેરામ છગનલાલ અજમેરાના જમાઇ તા.રરના ચંદીગઢ મુકામે અરિહંત શરણ પામેલ છે.  તેમની પ્રાર્થનાસભા તા.ર૬ના શુક્રવારે સવારે ૧૦-૩૦ કલાકે  નાગર બોર્ડીગ, વિરાણી હાઇસ્કુલ સામે, ટાગોર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રતિલાલભાઇ અઘેરા

બાદપર : (જોડીયા) સ્વ.રતિલાલ લવજીભાઇ અઘેરા (ઉ.વ.૬) તે રાજેન્દ્રભાઇ તથા ગૌરવભાઇના પિતાશ્રી તથા સ્વ.વૃજલાલભાઇ, નટવરલાલ, તથા દયાળજીભાઇના ભાઇનું તા.રરના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૬ શુક્રવારે બાદનપર જોડીયા મુકામે શ્રી બાલા મંદિરે બપોરે ૩-૦૦ થી ૪-૩૦ રાખેલ છે. બંને પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

ભાવનાબેન મહેતા

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ સ્વ.જનાર્દનભાઇ ગીરધરલાલ મહેતાના પુત્રી  ભાવનાબેન તે કીરીટભાઇ મહેતા તથા ભરતભાઇ મહેતા તથા નીરૂબેન મહેતાના નાના બહેનનું તા.ર૩ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.રપના ગુરૂવારે સાંજે ૪ થી ૬ ભીડભંજન મહાદેવ મંદીરે, તીરૂપતી-૪નો ખુણો, નવી કેન્સર હોસ્પિટલ આગળ, રૈયા રોડ ખાતે રાખેલ છે. લૌકીક પ્રથા બંધ રાખેલ છે.

સવિતાબેન કુબાવત

રાજકોટઃ કુબાવત અમૃતલાલ નારણદાસના ધર્મપત્ની સવિતાબેન (ઉ.વ.૭૬) તે નિતીનકુમાર (શ્રી રામાનંદી પરફયુમ્સ-રાજકોટ)ના માતુશ્રી તા.રરના અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું તા.રપને ગુરૂવારે, સાંજે ૪ થી ૬, જીત્રીયાબાલા હનુમાનજી મંદિર, મવડી મેઇન રોડ, ખાતે રાખેલ છે.

ગજેન્દ્રસિંહ ઝાલા

રાજકોટઃ ગજેન્દ્રસિંહ ભીખુભા ઝાલા (ઉ.વ.પ૦) તે ભીખુભા ઘેલાજી ઝાલાનાં મોટા પુત્ર તેમજ અનિરૂધ્ધસિંહ ભીખુભા ઝાલા, પ્રવિણસિંહ ભીખુભા ઝાલા તેમજ રાજેન્દ્રસિંહ ભીખુભા ઝાલા તેમના મોટાભાઇ અને પ્રદ્યુમનસિંહ ગજેન્દ્રસિંહ ઝાલાનાં પિતાશ્રી તા.ર૩ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.રપને ગુરૂવારે સાંજે ૪ થી ૬, શ્રી ગુર્જર રાજપુત ક્ષત્રિય સમાજની વાડી, વિદ્યાનગર શેરી નં.ર, વિદ્યાનગર રોડ ખાતે રાખેલ છે.

ચંદ્રીકાબેન જોશી

રાજકોટઃ શ્રી નથુ તુલસી ઔદિચ્ય જ્ઞાતીસમાજના નીતીનભાઇ યશવંતભાઇ જોશીના ધર્મપત્ની સૌ. ચંદ્રીકાબેન જોશી (ઉ.વ.૬૪) હિતેશભાઇ નરોત્તમભાઇ વ્યાસના બહેન, સુનીલભાઇ, મુકેશભાઇ તથા શ્રીમતી વૃંદાબેન મહેન્દ્રભાઇ શુકલના ભાભી, ગૌરાંગભાઇ (રાઇટર ગાર્ડ) અને પૂર્વિ પ્રશાંતભાઇ ત્રિવેદીના માતુશ્રીનું તા.ર૩ના અવસાન થયેલ છે. બન્ને પક્ષનું બેસણું તા.રપના ગુરૂવારે સાંજે પ થી ૬, નાગર બ્રાહ્મણ બોર્ડીંગ, વિરાણી હાઇસ્કુલ સામે, ટાગોર માર્ગ રાખેલ છે.

જયાબેન બદ્રકિયા

રાજકોટઃ ઝીંઝુડાવાળા ગુર્જર સુથાર જયાબેન જેઠાભાઇ બદ્રકિયા (ઉ.વ.૮૧) તે સ્વ.જેઠાભાઇ પરસોત્તમભાઇ બદ્રકિયાના ધર્મપત્ની, તે અરવિંદભાઇ, સ્વ.પ્રફુલભાઇ, રંજનબેન, જયોત્સનાબે, દયાબેન તથા મીનાબેનના માતુશ્રી, તે અંકિતભાઇ તથા અલ્પાબેનના દાદીમાં  તે સ્વ.દામજીભાઇ, સ્વ.અરજણભાઇના નાનાભાઇના ધર્મપત્ની તે ધનજીભાઇ તથા બચુભાઇના મોટાભાઇના પત્ની તે ચંદ્રપુરવાળા સ્વ.રાઘવજીભાઇ ડુંગરશીભાઇ ભાડેશીયાના દિકરીનું તા.ર૩ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.રપના ગુરૂવારે સાંજે ૪ થી પ-૩૦, વિશ્વકર્મા કેળવણી મંડળ ખાતે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

નાનજીભાઇ કાનજીભાઇ

ઉના : નાનજીભાઇ કાનજીભાઇ પડશાળા (ઉ.૭૭) તે કમલભાઇ (વકીલ),ના પિતાશ્રી તથા ધ્રુવના દાદા ત્થા ધીરૂભાઇ પડશાળા, હિંમતભાઇ પડશાળાનાં કાકા તા. ર૩ મીએ અક્ષરવાસી થયા છે. બેસણું તા. રપ નેગુરૂવારે સવારે ૯ થી સાંજે પ.૩૦ સુધી પટેલ વિદ્યાર્થી આશ્રમ ખોડલધામ ઉના નગર સોસાયટી ઉના મુકામે રાખેલ છે.

ભાગીરથીબેન દિક્ષિત

ઉના : શ્રી ગોડ મેડતવાળ બ્રાહ્મણ ભાગીરથીબેન ઉમીયાશંકર દિક્ષિત (ઉ.૮૦) તે શાસ્ત્રી રમેશભાઇ દિક્ષીત વિલાસભાઇ દિક્ષિતના માતુશ્રી તથા ધ્રુવભાઇ (જામનગર) ચિરાગભાઇ (ઉના)ના દાદીમાં ત્થા મુળશંકરભાઇ (ઘાંટવડવાળા) ના ભાઇના પત્ની અને નવલશંકરભાઇ દિક્ષીત (ઘાંટવડ), પુષ્કરભાઇ શાસ્ત્રી (મુંબઇ) ના કાકી તા. રર નાં રોજ અવસાન પામેલ છે. ઉઠમણુ બેસણુ તા. રપ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ શાસ્ત્રીનગર સોસાયટી, સંતોષી માં ના મંદિર પાસે દેલવાડા રોડ ઉના રાખેલ છે.

વૃજલાલભાઇ મહેતા

ઉના : તાલુકાના પાણખાડા નિવાસી સિમ્બર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ વૃજલાલભાઇ અમૃતલાલ મહેતા, (ઉ.૭૦) તે સ્વ. અમૃતલાલ મગનલાલ મહેતાનો મોટા દિકરા ત્થા દિપકભાઇ, મુકેશભાઇ, હિતેષભાઇ, ભાવિષાબેન, રાકેશ કુમાર જોષી ભાદ્રોડના પિતાશ્રી ત્થા ભુપતભાઇ દુલેરાય, પ્રવિણભાઇ, જનકભાઇ, અશોકભાઇ, હીરાબેન નાનાલાલ વડીયા (મુંબઇ), કુંદનબેન ભરતકુમાર દેશાઇ (બારપટોળી), નિર્મળાબેન પ્રદીપકુમાર જોષી (જુનાગઢ), શારદાબેન વિલાશકુમાર જોષી (બલાણા), અલ્કાબેન મહેશકુમાર જોષી (ધોકડવા)નાં મોટાભાઇ ત્થા સ્વ. મણીશંકર ટબાભાઇ વડીયા (હેમાળ)નાં જમાઇ તથા રાજયગુરૂ દેવશંકર રેવાશંકર, ગીરજાશંકર રેવાશંકર, લાભશંકર ત્રિભોવનભાઇ ના ભાણેજ તા.ર૩ મીએ અવસાન પામેલ છે. સાદડી તા. રપ સવારે ૯ થી પ તેમના નિવાસ સ્થાન પાણખાડા રાખેલ છે.

ચંદ્રીકાબેન જોશી

રાજકોટ : શ્રી નથુ તુલસી ઓૈદિચ્ય જ્ઞાતિસમાજના શ્રી નીતિનભાઇ યશવંતભાઇ જોશીના ધર્મપત્ની સોૈ ચંદ્રીકાબેન જોશી (૬૪ વર્ષ), શ્રી હિતેશભાઇ નરોત્તમભાઇ વ્યાસના બહેન, સુનીલભાઇ, મુકેશભાઇ તથા શ્રીમતી વૃંદાબેન મહેન્દ્રભાઇ શુકલના ભાભી, ગોૈરાંગભાઇ અને પુર્વિ પ્રશાંતભાઇ ત્રિવેદીના માતુશ્રીનું તા. ૨૩ના રોજ અવસાન થયેલ છે. બન્ને પક્ષનું બેસણું તા. રપ ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ નાગર બ્રાહ્મણ બોર્ડિગ, વિરાણી હાઇસ્કૂલ સામે,ટાગોર માર્ગ રાજકોટ ખાતે રાખેલ છે.

મહેન્દ્રભાઇ બારભાયા

વાંકાનેર : ઝવેરી સ્વ. મનજીભાઇ મગનલાલ બારભાયાના પુત્ર મહેન્દ્રભાઇ (ઉ.વ.૬૬) તે સ્વ. રસીકભાઇ તથા કીર્તીભાઇના નાનાભાઇ તથા જયદીપ અને પ્રશાંતભાઇના પિતાશ્રી તથા સ્વ. ભોગીભાઇ ધનજીભાઇ પાટડીયા (રાજકોટ વાળા)ના જમાઇનું તા. રર ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. રપ-૧૦-૧૮ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, હેમચંદ જેચંદ જૈનવાડી, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર ખાતે રાખેલ છે.

હેમગીરી ગોસ્વામી

કેશોદ : હેમગીરી રામગીરી ગોસ્વામી (ઉ.૮૦) તે અનિલગીરી ગોસ્વામી (પૂર્વ પ્રમુખ દશનામ ગોસ્વામી સમાજ કેશોદ તથા સદસ્ય નગરપાલિકા તથા કૈ. વા. મહેશગીરીના પિતાશ્રી તથા કૈ. વા. રવિગીરી તથા વિવેકગીરીના દાદાનું તા. ૧૯ ને શુક્રવારે અવસાન થયેલ છે. સદ્્ગતનો ભંડારો તા. ૩૦ ને મંગળવારે દશનામ ગોસ્વામી સમાજ, જલારામ મંદિર પાસે કેશોદ ખાતે રાખેલ છે.

કંચનબેન પોપટ

બાબરા : ઠા. સ્વ. લાભુભાઇ માધવજીભાઇ પોપટના પુત્રી કંચનબેન (ઉ.૭ર) તે સ્વ. રતીભાઇ, સ્વ. રસીકભાઇ, પ્રવિણભાઇ, રોહીતભાઇ, કિસનભાઇ, રજનીભાઇના બેનનું મુંબઇ ખાતે અવસાન થયેલ છે. સાદડી તા. રપ ને સાંજે ૪ થી ૬ બાબરા લોહાણા મહાજનવાડી ખાતે રાખેલ છે.

નરેશભાઇ કક્કડ

રાજકોટ : કરાંચીવાળા સ્વ. ઠા. વેલજીભાઇ લવજીભાઇ કકકડના પુત્ર નરેશભાઇ વેલજીભાઇ કકકડ તે સ્વ. કિશોરભાઇ તથા વિજયભાઇ (કાનાભાઇ) ના નાનાભાઇ તથા શીંગાળા સાઉન્ડ સર્વિસવાળા જગદીશભાઇ દાવડાના સાળા તેમજ સ્વ. કિશોરભાઇ જીવણલાલ સેજપાલના જમાઇ તેમજ દિનેશભાઇ તથા અજયભાઇના બનેવી તા. ર૪ ના શ્રીજીચરણ પામેલ છે. તેનું ઉઠમણુ તેમજ પિયર પક્ષની સાદડી બોમ્બે હાઉસીંગ સોસાયટી શેરી નં. ૬ સૌ. યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

મુકતાબેન કોટેચા

વાંકાનેર : સ્વ.ચંદુલાલ વાલજીભાઇ કોટેચાના પત્ની મુકતાબેન ઉ.વ.૯૦ તે સ્વ. અશ્વીનભાઇ,નલીનભાઇ અને જુગલભાઇના માતુશ્રીનુ તા.૨૧-૧૦-૧૮ના અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા. ૨૫-૧૦-૧૮ને ગુરૂવારે સાંજે પ વાગ્યે શ્રી વિશ્વકર્મા મંદિર-જીનપરા, વાંકાનેર ખાતે ભાઇઓ તથા બહેનોનું સાથે રાખેલ છે.

વ્રજલાલભાઇ બાવડા

વાંકાનેરઃ બ્રહ્મક્ષત્રિય વ્રજલાલ પ્રભુદાસ બાવડા (ઉ.વ.૯૧) તે હસુભાઇ (નાનીબજાર) ના પિતાશ્રી તેમજ ગાયત્રી મંદિર વાંકાનેરના બુક સ્ટોલ સંચાલકનું તા. ૨૩-૧૦-૧૮ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૨૫ને ગુરૂવારે સાંજે ૪ થી પ શ્રી હિંગળાજ માતાજી મંદિર, રૂગનાથજી શેરી વાંકાનેર રાખેલ છે.

રંભાબેન ચૌહાણ

રાજકોટ : સ્વ.કેશરભાઈ કાનજીભાઈ ચૌહાણના ધર્મપત્નિ ગં.સ્વ. રંભાબેન તે રણજીતભાઈ (ભયલુભાઈ) (રીટા. પીજીવીસીએલ), જગદીશભાઈ તથા નરેન્દ્રભાઈ (રીટા. ગ. પ્રેસ)ના માતુશ્રી તા.૨૨ના સોમવારના અક્ષરધામ થયેલ છે. ઉઠમણું તા. ૨૬ને શુક્રવારના રોજ બપોરે ૪ થી ૫, લક્ષ્મીવાડી કોલોની, આઈશ્રી કુવાવાળી ખોડીયાર મંદિરે રાખેલ છે. ઉત્તરક્રિયા તા.૧-૧૧ને ગુરૂવારે નિવાસસ્થાને રાખેલ છે.

કાંતાબેન ઠકરાર

રાજકોટ : દોલતપરા (જૂનાગઢ) સ્વ. કાન્તાબેન મોહનલાલ ઠકરાર તે કાન્તિલાલ મોહનલાલ ઠકરારના માતુશ્રી તથા રાકેશ અને ભાવેશના દાદીમા તથા જૂનાગઢવાળા વિઠ્ઠલજી હંસરાજના દિકરી, કેશવજીભાઈ સોનપાળના બહેન તથા અનિલભાઈ સોનપાળના ફઈબાનું દુઃખદ અવસાન તા.૨૩ના રોજ થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.૨૫ને ગુરૂવારના રોજ સાંતેશ્વર મંદિર, દોલતપરા ખાતે સાંજે ૪ થી ૫ રાખેલ છે.

નિલમબેન બોસમીયા

રાજકોટ : બ્રહ્મક્ષત્રિય કિરણભાઈ કાન્તીલાલ બોસમીયાના ધર્મપત્નિ નીલમબેન કિરણભાઈ બોસમીયા (ઉ.વ.૫૫) તે રાજકોટ નિવાસી સ્વ.કાંતિલાલ નાનજી બોસમીયાના પુત્રવધુ તેમજ સ્વ.રમણીકલાલ, સ્વ.પ્રવિણભાઈ, ભુપતભાઈના નાનાભાઈના ધર્મપત્નિ અને મુકેશભાઈ બોસમીયાના ભાભી તથા કુમારભાઈ બોસમીયા અને નિમીષાબેન સોનેજીના માતુશ્રી તા.૨૦ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની સંયુકત સાદડી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, પેડક રોડ, રાજકોટ ખાતે કાલે તા.૨૫ના ગુરૂવારે સાંજે ૪ થી ૫ રાખેલ છે.

મણીલાલ ગોરવાડીયા

રાજકોટઃ ગુર્જર પ્રજાપતી મણીલાલ કાનજીભાઇ ગોરવાડીયા (લોહાણાપરા) (ઉંમર વર્ષ ૮ર) તે ધીરજલાલ મણીલાલ ગોરવાડીયા (રા.મ્યુ.કો. નિવૃત) તથા રસીકભાઇ તથા શૈલેષભાઇ એડવોકેટ તથા વિનુભાઇ ચાંદીકામવાળાના પિતાશ્રી તથા રાવજીભાઇ કાનજીભાઇ ગોરવાડીયાના મોટાભાઇ તથા જેન્તીભાઇ મેઘજીભાઇ ગોરવાડીયા તથા કિશોરભાઇ મેઘજીભાઇ ગોરવાડીયાના કાકાનું તા. રરના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ર૬ના શુક્રવારે બપોરે ૪ થી ૬ રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતી વાડી નં.-૧, યુનીટ નં.-ર પહેલા માળે, રામનાથપરા જૂની જેઇલ સામે, દુધસાગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. એકજ દિવસે લૌકિક વ્યવહાર રાખેલ છે.

રતિલાલભાઇ અઘેરા

રાજકોટઃ ગુર્જર સુતાર બાદનપર (જોડીયા) રતિલાલ લવજીભાઇ અઘેરા (ઉ.વ.૬૪) તે અઘેરા રાજેન્દ્રભાઇ તથા ગૌરવભાઇના પિતાશ્રી, તથા સ્વ.વૃજલાલભાઇ તથા નટવરલાલ તથા દયાળજીભાઇના ભાઇ તા.રરના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૬ના શુક્રવારે બાદનપર (જોડીયા) ગીતામંદિરે બપોરે ૩ થી ૪-૩૦, બંને પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

વામનભાઇ જોષી

રાજકોટઃ ભાવનગર વતની હાલ રાજકોટ વામનભાઇ સોમનાથભાઇ જોષી (ઉ.વ.૭૦) તા.રરના અવસાન પામેલ છે. તે હંસાબેનના પતિ, રાકેશ અને ચંદ્રકાંતના પિતાશ્રી, પ્રવિણભાઇ જોષી અને કિશોરભાઇ જોષીના મોટાભાઇ, તથા રૂપલબેનના સસરાનું બેસણું તા.રપના સાંજે ૪ થી ૬, શ્રીજી એવેન્યુ, નાગેશ્વર તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

સવિતાબેન ખખ્ખર

રાજકોટઃ મે. જયંતિલાલ પાનાચંદ દાણાપીઠ રાજકોટ વાળા હિંમતલાલ પાનાચંદ ખખ્ખર (હેમુકાકા)ના ધર્મપત્ની સવિતાબેન (ઉ.વ.૮ર) તે સ્વ.જયંતિભાઇ તથા નટુભાઇના નાનાભાઇના ધર્મપત્ની તથા મનુભાઇના ભાભી, તે ભાવેશભાઇ, સુષ્માબેન પરેશભાઇ વડગામા-રાજકોટ, શિલ્પાબેન મુકેશભાઇ તન્ના (સિકંદરાબાદ), મીતાબેન આશીષભાઇ માણેક (રાયપુર એમ.પી.)ના માતુશ્રી, તેમજ સ્વ.હિરાલાલભાઇ, રશ્મીભાઇ, પ્રફુલભાઇ (હૈદ્રાબાદના) બહેન તા.રરના શ્રીજી ચરણ પામ્યા છે. સદ્દગતનું ચક્ષુદાન કરેલ છે. સ્વ.ની પ્રાર્થનાસભા તા.રપના ગુરૂવારે સીધ્ધનાથ મહાદેવ મંદિર, શ્રીરામ પાર્ક શેરી નં.૬, પંચાયતનગર પાછળ, યુનિવર્સીટી રોડ ખાતે રાખેલ છે.

રંજનબેન મેતા

જામનગરઃ શાંતિલાલ કસ્તુરચંદ મેતાના ધર્મપત્ની અંજનાબેન (ઉ.વ.૮પ) તે કપુરચંદ ડાયાભાઇની પુત્રી (ભાણવડ) સ્વ.ચંચળબેન, કંચનબેન, સ્વ.જમનભાઇ, રંજનબેન, હરસુખભાઇ, કિશોરભાઇના ભાભી તા.ર૧ના અરિહંત ચરણ પામેલ છે. તેમનું ઉઠમણું રણજીતનગર ઉપાશ્રયમાં તા.રપના સવારે ૮-૩૦ વાગ્યે, હરજી મિસ્ત્રી રોડ, જામનગર મુકામે રાખેલ છે.

માંગરોળ સ્ટેટના પ્રિન્સ - પૂર્વ રણજી ટ્રોફીના : કેપ્ટન શેખ જાહીદમીંયાનું અવસાન

જુનાગઢ જીલ્લાના માગરોળ સ્ટેટના પ્રિન્સ અને પુર્વ રણજી વિજેતા કેપ્ટનઙ્ગ ર્ંશેખ જાહીદમીર્યાં નુ ૮૩ વર્ષીયે નીધન થતા સમગ્ર સૌરાષ્ટ્રના રાજવી પરીવારઙ્ગ સહીત ક્રીકેટ રસીકોમા શોક વ્યાપી ગયો છે. સ્વ જાહીદમીયાને સુપુર્દે ખાક આવતી કાલે સવારે હાજી સીદ્દીક કબ્રસ્તાન મા કરવામા આવશે, છેલ્લા કેટલાક દીવસથી બીમારી સબબ જાહીદમીયા ખાટલા વંશ હતા આજે સાજના સમયે મકતુપુર ઝાપા પાસે નાગદા રોડ પરઙ્ગ તેમના નીવાસ સ્થાને અંતીમ સશ્વાસ લીધો, જાહીદમીયા અને તેમના પરીવારનો માગરોળ તેમજ દેશમાટે અનેરુ યોગદાન રહ્યુ છે. આઝાદી પહેલા ઝાહીદમીયાના દાદા જહાગીરમીયા અને પીતા અબ્દુલ ખાલીકમીયા માગરોળ સ્ટેટના રાજા હતા,તેમણે તે સમયે બનાવેલો ઈમારતોનુ આજે પણ માગરોળની પ્રજા લાભ રહી છે.

જાહીદમીયાના સગા ચાર ભાઈઓમા એક સ્વ. મેજર મોહંમદ અલી ૧૯૬૫ના પાકીસ્તાન સામેના યુધ્ધમા સહીદ થયા હતા, જાહીદમીયા પુર્વ ક્રીકેટર અને સોરાષ્ટ્ર ક્રીકેટ ટીમના વિજેતા કેપ્ટન રહી ચુકયા છે. તેઓ ઈગ્લેન્ડ પ્રવાસે ગયેલ ટીમના કેપ્ટન પણ રહી ચુકયા છે, દેશ અને રાજયના રાજકારણી જેવા કે જવાહરલાલ નહેરૂ, ઈન્દીરા ગાંધી, સુરેશ મહેતા,ચીમન પટેલ શંકરસીહ વાઘેલા એહમદ પટેલ સહીતઙ્ગ ના ઉચા નેતાઓ તેમજ રાજવી પરીવારના નીકટ રહીયા છે, જાહીદમીયા શહેરના હીન્દુ મુસ્લીમ અનેક પરીવારને ઉપયોગી તેમજ માર્ગદશક રહીયા છે. સ્વ. જાહીદમીયા ૨૨ વર્ષ સુધી ફીશરીસઙ્ગ વિભાગમાના ડાયરેકટર પણ રહી ચુકયા છે. હાલ માગરોળ વકફ બોર્ડના સભ્ય પદે ચાલુ હતા ઉપરાત જાહીદમીયા શહેર તેમજ આસપાસના ક્રીકેટ રસીકોઙ્ગ માટે ક્રીકેટ કોચ તરીકે ટ્રેનિંગ પણ આપતા હતા

રિટા.ફોરેસ્ટ ઓફિસર કાનજીભાઈ હિન્ડોચાનું દુઃખદ નિધનઃ કાલે પ્રાર્થનાસભા

રાજકોટઃ નિવાસી કાનજીભાઈ મગનલાલ હિન્ડોચા (ઉ.વ.૮૫) (રિટાયર્ડ ફોરેસ્ટ ઓફિસર), તે દિલીપભાઈ હિન્ડોચા (પીજીવીસીએલ), અશોકભાઈ હિન્ડોચા (બીએસએનએલ)ના પિતાશ્રી તે પાર્થ હિન્ડોચા તથા હર્ષ હિન્ડોચાના દાદાનું તા.૨૩ના રોજ રાજકોટ મુકામે દુઃખદ અવસાન થયુ છે. સ્વ.કાનજીભાઈ હિન્ડોચાની પ્રાર્થનાસભા આવતીકાલે તા.૨૫ ગુરૂવારે સાંજે ૫ થી૬ દરમ્યાન શ્રી પંચનાથ મહાદેવ મંદિર- વિભાગ બી- લીમડા ચોક, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.(અશોકભાઈ હિંડોચા મો.૯૪૨૬૨ ૦૧૯૯૯)