Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019
જામનગર 'નોબત'ના તંત્રી પ્રદીપભાઇ માધવાણીના પત્ની ઉર્મિલાબેનનું અવસાનઃ ગુરૂવારે પ્રાર્થના સભા

જામનગરઃ જામનગર નિવાસી અને નોબતના તંત્રી પ્રદીપભાઇ માધવાણીના ધર્મપત્ની ઉર્મીલાબેન (ઉ.વ.૭૦) તે દર્શકભાઇ તથા હીના વિશાલકુમાર બદીયાણી (જામનગર)ના માતુશ્રી તથા કિરણભાઇ, સ્વ. શેખરભાઇ, સંજયભાઇ અને ચેતનભાઇના ભાભી તથા સ્વ. મગનલાલ દેવચંદ સેતા (મોરબી)ના સુપુત્રી તથા  મોરબી નિવાસી સ્વ. જેઠાલાલ મગનલાલ સેતા, સ્વ.ભગવાનજીભાઇ સેતા, સ્વ. ધીરજલાલ સેતા, સ્વ. પ્રવિણભાઇ સેતા તથા નિર્મલાબેન ગીરધરલાલ બુધ્ધદેવ (કોલકાતા), નીલાબેન ધીરજલાલ પોપટ (અમદાવાદ) અને ચંદ્રીકાબેન કિશોરભાઇ કોટેચા (રાજકોટ)ના બહેનનું આજ રોજ તા.ર૪-૬-ર૦૧૯ સોમવારના રોજ દુઃખદ અવસાન થયું છે.

સદગતની સ્મશાનયાત્રા સાંજે ૬ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળશે.

પ્રાર્થનાસભાઃ તા.ર૭-૬-ર૦૧૯ ગુરૂવાર, સાંજે પ થી પ.૩૦ વાગ્યે પંચાણભાઇ શામજીભાઇ કડવા પટેલ સમાજ વિકાસ ગૃહ રોડ પર ભાઇઓ તથા બહેનો માટે રાખેલ છે.

અવસાન નોંધ

પોરબંદર જલારામ મંદિરના આદ્યસ્થાપક ટ્રસ્ટી ડાયાલાલભાઇ દેવાણીનું અવસાન

પોરબંદર : પંચહાટડી જલારામ મંદિરના આદ્યસ્થાપક ટ્રસ્ટી ડાયાલાલભાઇ હિરાલાલભાઇ દેવાણી (ઉ.૯૦) તે સામાજીક કાર્યકર અને એડવોકેટ ભગુભાઇ દેવાણીના મોટાભાઇ અને કોંગ્રેસના પીઢ કાર્યકર નરસીભાઇ દેવાણીના નાના ભાઇ તેમજ ડો. કિરીટ દેવાણી (રાજકોટ) અને ડો. અનિલ દેવાણી (પોરબંદર)ના પિતાશ્રી તા. ર૩મીએ ગૌલોકવાસી થયેલ છે.

કોંગ્રેસના જૂના પીઢ કાર્યકર સ્વ. ડાયાલાલભાઇ સાદગીપૂર્ણ જીવન જીવતા અને આજીવન ખાદી પહેરતા હતા. તેઓ સ્વ. વલ્લભભાઇ દલાલ સાથે વર્ષો પહેલા ભાગીદારી કરીને વલ્લભભાઇ ડાયાલાલ એન્ડ કંપની કમિશ્નર એજન્ટ નામની દલાલી પેઢી શરૂ કરી હતી જે આજે કાર્યરત છે.

રાજપરા નિવાસી નાથાભાઇ દવેરાનું ૧૦૮ વર્ષની વયે દુઃખદ નિધન

રાજકોટઃ ગામ રાજપરા (સાતોદડ) નિવાસી નાથાભાઇ  પાલાભાઇ દવેરા (ઉ.વ.૧૦૮) તે દિવંગત પીઠીબેન નાથાભાઇ  દવેરાના પતિ, દિવંગત ખીમાભાઇના  વડીલ બંધુ તથા નારણભાઇ,  તેજાભાઇ, ગીરીશભાઇ  (નિવૃત સર્કલ ઇન્સ્પેકટર) રાજાભાઇ, મનોજભાઇ (આચાર્યશ્રી ચિત્રાવડ પાટી), પ્રવિણભાઇ (કોન્સ્ટેબલ રાજકોટ શહેર પોલીસ)ના પિતાશ્રી તથા મોહનભાઇ  (પૂર્વ સરપંચ-રાજપરા), બટુકભાઇના મોટાબાપુ તા.૨૧ને શુક્રવારના રોજ નિર્વાણ પામેલ છે. તેઓનું પુણ્યાનુમોદન (ઉત્તરક્રિયા) તા.૨૭ને ગુરૂવારના રોજ સવારના ૯ કલાકે તેમના નિવાસ સ્થાને રાજપરા મુકામે રાખેલ છે.

કિશોરભાઇ પારેખ

રાજકોટઃ કિશોરભાઇ (કનુભાઇ) હરસુખલાલ પારેખ (હિંમતલાલ પ્રેસ વાળા) મૂળ જુનાગઢ હાલ રાજકોટ તે રાજીવભાઇ પારેખ (રાજીવ એન્ટરપ્રાઇઝા, હિતેનભાઇ પારેખ (ફેવરીટ કેટરર્સ, ફેવરીટ ફીટનેસ), રૂપલબેન નિલેષકુમાર કતીરા (જામનગર વાળા)ના પિતાશ્રી, સ્વ.સુરેશભાઇ, સ્વ.અતુલભાઇ, બિપીનભાઇ, શૈલેષભાઇ તથા ચંદ્રેશભાઇ પારેખના ભાઇ, તે સ્વ.પ્રભુદાસભાઇ મુળજીભાઇ પોબારૂના જમાઇ તથા રજનીભાઇ (છબીલભાઇ) પોબારૂ તથા રાજુભાઇ પોબારૂ (રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ)ના બનેવી તા.રરના શનિવારે શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.ર૪ના સોમવાર સાંજે ૪ થી ૬, જનકલ્યાણ હોલ, રાજકોટ ખાતે રાખેલ છે.

કુંદનબેન વડગામા

રાજકોટઃ હરકાંતભાઇ અમૃતલાલ વડગામાના પત્ની (ઝાલા જોધપર વાળા) તથા હસમુખભાઇ, ચંદ્રકાંતભાઇ, મુકતાબેન હસમુખભાઇ પંચાસરાના ભાઇના પત્ની, સંદિપ હરકાંતભાઇ તથા જલ્પા પિયુષકુમાર સુરેલીયાના માતા અને મનસુખભાઇ મોહનભાઇ ઘોરેચા (જાઇવા ગામવાળા)ના દિકરી કુંદનબેનનું તા.રરના અવસાન થયેલ છે. સદ્દગત કુંદનબેનનું બેસણું બન્ને પક્ષનું તા.ર૪ના સોમવારે શ્રી રાજકોટ વિશ્વકર્માકેળવણી મંડળ ૭/૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ ખાતે ૪:૩૦ થી ૬:૦૦ રાખેલ છે.

મનસુખલાલ ગોટેચા

રાજકોટઃ ગોંડલ નિવાસી હાલ મુંબઇ મનસુખલાલ (મનુભાઇ) વૃજલાલ ગોટેચા તે મુળ વિરપુર (જલારામ) નિવાસી હાલ રાજકોટ સ્વ.દયાળજી ગોરધનદાસ ગંદાના જમાઇ (કંચનબેનના પતિ) સ્વ.જગજીવનભાઇ, સ્વ.મગનભાઇ, સ્વ.અમૃતલાલભાઇ, સ્વ.મનસુખલાલભાઇ, સ્વ.વૃજલાલભાઇ ગંદા તથા સ્વ.સવિતાબેન હરિલાલ આહ્યાના બનેવીનું તા.૧૮ના અવસાન થયેલ છે.

ઝેહરાબેન ભારમલ

ગોંડલ : દાઉદી વ્હોરા ઝેહરાબેન મર્હુમ કુરબાનભાઇ ભારમલ કાચવાલા, તે શબ્બીરભાઇ તથા હુસૈનભાઇ તે સૈફી ગ્લાસના કાકીનું તા. ર૩ ને રવિવારના રોજ ગુજરી  ગયેલ છે. જીયારતના મરદો અને બૈરોના સીપારા તા. રપ ને મંગળવારે બપોરે ૧૧-૩૦  વાગ્યે નવી મસ્જીદ આંબલી શેરીમાં રાખેલ છે.

ઉપેન્દ્રકુમાર ભટ્ટ

જુનાગઢ : સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મુળ બોરવાવ ગિર, હાલ મોણીયા નિવાસી ઉપેન્દ્રકુમાર અમૃતલાલ ભટ્ટ (ઉ.વ.પર) તે સ્વ. દુર્ગાશંકર રણછોડ જોષી (કડાયા)ના દોહિત્ર તથા કૃષ્ણકાંત ડી. જોષીના ભાણેજનું તા. ૧૭ના અવસાન થયેલ છે. સાદડી તા. ર૪ના સાંજે ૪ થી પ કલાકે નાગબાઇ માતાજી મંદિર, મોણીયા ખાતે રાખેલ છે.

મહંમદઆરીફભાઇ બેલીમ

રાજકોટઃ મહંમદઆરીફભાઇ હાસમભાઇ બેલીમ (દાદાભાઇ) (ટેલીફોન  એક્ષચેન્જના કર્મચારી)(અમરનગરવાળા) જન્નત નશીન થયા છે તેમની ઝીયારત તા.૨૬,૬ ના સવારે ૧૦ વાગ્યે ફારૂકી મસ્જીદ, દૂધસાગર રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

દિલીપસિંહ ઝાલા

રાજકોટઃ મુળ નેકનામ હાલ રાજકોટ સ્થિત સ્વ. દિલીપસિંહ મેઘરાજજી ઝાલા (ઉ.વ.૬૪) (નિવૃત એ.એસ.આઇ) તે રઘુવિરસિંહ તથા મયુરસિંહના પિતાશ્રીનું અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૮ના સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન 'ગીતા' ગાયત્રી ધામ શેરી નં.૧, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

કુસુમબેન કેસરીયા

રાજકોટઃ નિવાસી સ્વ. મંગળાબેન તથા સ્વ. શ્રી છબીલભાઇ ત્રિભોવનભાઇ કેસરીયા (દેવકરણ નરશીભાઇ કેસરીયા  વાળા) ના પુત્રવધુ કુસુમબેન (ઉ.વ.૬૬) તે દિનેશભાઇના ધર્મપત્નિ તેમજ અ.સૌ. વિભા વિષદકુમાર પોબારૂ તથા નીલેષના માતુશ્રી તથા વિનોદભાઇ, પ્રકાશભાઇ, અ.સૌ. રંજનબેન જીતેન્દ્રકુમાર જોબનપુત્રા, ગં.સ્વ. શોભા દિનેશકુમાર ડયા, ગં.સ્વ. નિલમ અતુલકુમાર ઠકકરના ભાભી તથા સ્વ. જમનાદાસ વસનજી ચંદે વંથલીવાળાના દિકરી તા.૨૧ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા.૨૪ના સાંજે ૫ થી ૬ દરમિયાન રાષ્ટ્રીય શાળા, વિદ્યાનગર મેઇન રોડ પાસે, રાજકોટ મધ્યે રાખેલ છે. સદ્ગતના પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

મધુસુદનભાઇ દોશી

રાજકોટઃ સ્વ. મોહનલાલ મકનજીભાઇ દોશીના પુત્ર મધુસુુદનભાઇ મોહનલાલ દોશી (સેન્ટ્રલ બેંક) (ઉ.વ.૮૦) નું તા.૨૦ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે.  લોકીક વ્યવહાર બંધ છે.

શબ્બીરભાઇ શેખ

રાજકોટઃ શેખ શબ્બીરભાઇ મુ. કાદરભાઇ ગોંડલવાળા (નેશનલ ર્સ્ટોસ, ગુજરી બજારવાળા) તે મુ.ફખરૂભાઇ, યુસુફભાઇ શેખ, ફઝલેઅબ્બાસભાઇ ના ભાઇ તથા અલીસગરભાઇ, અબ્બદુલ કાદીરભાઇના બાવાજી તથા ઇલીયાસભાઇ ભારમલના સસરા તા.૨૩ના રોજ ગુજરી ગયા છે. તેમના ઝયારતના સીપારા મંગળવારે રાત્રે ૮ વાગે મેવાઇદમાં રાખેલ છે.