Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018
સૈયદ હુશેનમિયા સુલ્તાનમિયા બુખારીનો ઇન્તકાલ : કાલે જીયારત

રાજકોટ : સૈયદ હુશેનમિયા સુલ્તાનમિયા બુખારી (ઉ.ર૩)  તે સૈયદ સુલ્તાનમિયા ગુલામ હુશેન બુખારીના પુત્ર તથા  સૈયદ ખાલિદમિયા સુલ્તાનમિયા બુખારીના ભાઇનુ  તા.ર૩ના ઇન્તેકાલ થયુ છે. તેઓની જીયારત તા.રપને બુધવારે જંગલેશ્વર ગૌષયા મસ્જીદ ખાતે સવારે ૧૦ વાગ્યે રાખેલ છે.

જીલ્લા પંચાયત પ્રમુખના પી.એ. એચ. એલ. જાડેજાના મોટાભાઇનું નિધન : સદ્ગતનું તા.ર૬ને ગુરૂવારે કાઠીયાવાડ જીમખાના ખાતે બેસણું

રાજકોટ : રાજપૂત અગ્રણી એચ. એલ. જાડેજાના મોટાભાઇ મહાવીરસિંહ લખધીરસિંહ જાડેજા (ઉ.૬૧) તે એમ. એલ. જાડેજા (જીલ્લા પંચાયત ભાવનગર) ના મોટાભાઇ તે આદીત્યસિંહ એચ. જાડેજા, કાર્તિકસિંહ એમ. જાડેજા ત્થા રાજેન્દ્રસિંહ ડી. ગોહીલના મોટાબાપુનું આજરોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગત મહાવીરસિંહ પુત્રી હેતલબા પરાક્રમસિંહ ગોહીલ સહિતના  પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે. તેમના અવસાનથી રાજપૂત સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

અવસાન નોંધ

ભુપતરાય રવાણી

અમરેલી : બળેલ પીપરીયા નિવાસી મોહનભાઇ રવજીભાઇ રવાણીના સુપુત્ર ભુપતરાય મોહનલાલ રવાણી (ઉ.૭૮) તે હિંમતભાઇ (મુંબઇ) ના લઘુબંધુ અને મહેન્દ્રભાઇ (મેઘાપીપરીયા) તેમજ પ્રવિણભાઇ (મુંબઇ)ના વડીલબંધુ તેમજ પ્રફુલભાઇના પિતાશ્રી અને નિધીબેન, હાર્દિક, અક્ષીતના દાદા તા. રર ના અરિહંત શરણ પામેલ છે.

પાયલબેન જોશી

રાજકોટઃ નીવાસી સ્વ. પાયલબેન જેન્તીભાઇ જોશી (ઉ.વ.૧પ) તે તા.ર૩નેસોમવારે સ્વર્ગવાસ પામેલ છે. તે જેન્તીભાઇ દયાશંકર જોશી, સોનલબેન જેન્તીભાઇ જોશીની પુત્રી તે મનોજભાઇ દયાશંકર જોશી, ઇન્દુબેન ધીરૂભાઇ જોશીની ભત્રીજી તથા રક્ષાબેન જેન્તીભાઇ જોશી, યશ જેન્તીભાઇ જોશીની બેનનું અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૬ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, શ્રી નગર શેરી નં.૬, ગુણેશ્વર મહાદેવનું મંદિર, સહકાર મેઇન રોડ ખાતે રાખેલ છે.

કિરણબેન નિર્મળ

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય ભગવાનજી રૂગનાથ નિર્મળ (ગોંડલ વાળા)ના પુત્ર નરેન્દ્રકુમાર ભગવાનજીનાં ધર્મપત્ની અ.સૌ. કિરણબેન નરેન્દ્રકુમાર તા.ર૩ના શ્રીજી ચરણ પામેલ છે. જે અંકિત નરેન્દ્રકુમાર  નિર્મળ તથા ફાલ્ગુની ભરતકુમાર કલ્યાણી (આરએમસી)ના માતુશ્રી તેમજ એશિયન ટેક્ષટાઇલ જેતપુર વાળા નલીનકુમાર તથા વિનોદકુમારનાં ભાભી તેમની પ્રાર્થનાસભા તા.૨૬ને ગુરૂવારે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતીની વાડી, પેડક રોડ, ખાતે સાંજે પ થી ૬ રાખેલ છે.

હેમતભાઇ દોમડીયા

રાજકોટઃ મુળ ગામ વેરતીયા - વિરપરના વતની હાલ બજરંગપુર ગામના રહેવાસી દામજીભાઇ ડાયાભાઇ દોમડીયાના પુત્ર હેમતભાઇ (ઉ.વ.પ૦) તે કેવલભાઇના પિતાશ્રી કુરજીભાઇ, લખમણભાઇ, રમેશભાઇના નાનાભાઇ શાંતીલાલ, ભાણજીભાઇ મનસુખભાઇના મોટાભાઇ તા.રરના બજરંગપુર ગામે અવસાન પામેલ છે.

રંજનબેન પારેખ

રાજકોટઃ ગં. સ્વ. રંજનબેન પારેખ (સુદાનવાળા), સ્વ.મહેન્દ્રભાઇ મોહનલાલ પારેખના ધર્મપત્ની તે બીજલબેન ભાવિકભાઇ દોશી, જુલીબેન સમીરભાઇ દોશી, વીમીબેન અમીનેષભાઇ રૂપાણી, રિધ્ધીબેન પુણ્યદર્શન દોશીના માતુશ્રી તેમજ જયંતિભાઇ ગોરધનદાસ મોદી, મહેન્દ્રભાઇ ગોરધનદાસ મોદી, જીતેન્દ્રભાઇ ગોરધનદાસ મોદી, દીનુમતીબેન અનંતરાય નાગોદ્રા, ચંદનબેન લલીતભાઇ પારેખ, જયશ્રીબેન રાજેન્દ્રભાઇ બાટવીયા તથા બા.બ્ર.પુ. રાજુલબાઇ સ્વામીના સંસારીબેનનું તા.રરના અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું પ્રાર્થનાસભા તા.ર૬ને ગુરૂવારે સવારે ૧૦ કલાકે તથા પ્રાર્થનાસભા સવારે ૧૦-૩૦ કલાકે નાગર બોર્ડીંગ, ટાગોર રોડ, વિરાણી હાઇસ્કૂલ સામે, રાખેલ છે.

મુકેશભાઇ જોષી

ધોરાજી : ઓૈદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ જ્ઞાતિ મુકેશભાઇ રમણીકભાઇ જોષી (ઉ.વ.૫૬) (રાજબેંકકર્મચારી) તે સ્વ. રમણીકભાઇ અમૃતલાલ જોષી (અમીરકુટુંબ) ના પુત્ર કોૈશલભાઇ તથા પાર્થવીના પિતા, પ્રફુલભાઇ, નલીનભાઇ ના લઘુબંધુ, પ્રતિમાબેન, હર્ષિદાબેન, અલ્કાબેન ના ભાઇ સ્વ. કાંતિલાલ ચત્રભુજભાઇ જોષી (માંડણકુંડલા વાળા)ના જમાઇનું તા. ૨૩ ના રોજ અવસાન થયેલ છે. પિતૃપક્ષ તથા સાસરીયા પક્ષનું બેસણું તા. ૨૬ ના ગુરુવારના સાંજના ૪:૩૦ થી ૬:૦૦ ધરમેશ્વર મહાદેવ, ધરમનગર ૧૫૦ ફુટ રીંગ રોડ વાળી શેરી રાજકોટ રાખેલ છે. કોૈશલભાઇ મો. ૯૦૩૩૦૦૦૭૧૨, પન્નાબેન મો. ૯૮૭૯૮૧૭૯૨૬

નીલમકુમાર જોષી

રસનાળઃ મોઢચાતુર્વેદી ખીજડીયા સમવાય બ્રાહ્મણ સ્વ. નીલમકુમાર છોટાલાલ જોષી (ઉ.વ. ૩૯) તે છોટાલાલ અમૃતલાલ જોષીના પુત્ર, સ્વ. ભોગીલાલ અમૃતલાલ જોષીના નાનાભાઇ તો પુત્ર, ચંદ્રકાંત અમૃતલાલ જોષીના  નાનાભાઇ નો પુત્ર, નટવરલાલ મોરારજી જોષી નાનાભાઇનો પુત્ર ધર્મેનદ્રભાઇ નટવરલાલ જોષી ના નાનાભાઇ તા. ૧૬ મીએ કૈલાસવાસી થયેલછે.ઉતરક્રિયા ધાર્મિક વિધિ તા. ૨૬ ને ગુરુવાર ને સવારે તેઓના નિવાસ સ્થાને રસનાળ તા-ગઢડા જિ- બોટાદ મુકામે રાખવામાં આવેલ છે.

લાભુબેન નળીયાપરા

રાજકોટઃ મુળગામ- લાલપુર હાલ રાજકોટ વરિયાવંશ પ્રજાપતિ ગોપાલભાઈ દામજીભાઈ નળીયાપરાના ધર્મપત્નિ લાભુબેન તે હરેશભાઈ, ધીરૂભાઈ, રાજુભાઈના માતુશ્રી તા.૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૬ને ગુરૂવારના રોજ તેમના નિવાસ સ્થાને સાંજે ૪ થી ૬ જામનગર રોડ મોચીનગર પાસે સંજય નગર-૨ તેમની ઉતરક્રિયા તા.૩ને ગુરૂવારના રોજ બજરંગવાડિ પ્રજાપતિની વાડીમાં રાખેલ છે.

ઈન્દીરાબેન દેસાઈ

રાજકોટઃ લાઠવાળા સ્વ.લવચંદ વછરાજ દેશાઈની પુત્રવધુ તે રસિકલાલ લવચંદ દેશાઈની ધર્મપત્ની ઈન્દિરાબેનનું દુઃખદ અવસાન મુંબઈ મુકામે તા.૨૩ના રોજ થયેલ છે. રાજકોટ ખાતે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

મોંઘીબેન સાગઠીયા

રાજકોટઃ સ્વ.મોંઘીબેન કાનજીભાઈ સાગઠીયા (ઉ.વ.૯૨) તે રમેશભાઈ, ગોવિંદભાઈ, ડાયાભાઈ, ધીરજભાઈ, કુવરબેન, નાનુબેન, જયાબેનના માતુશ્રી તથા વિજય, સંજય, આશિષ, કૃપાલ, વર્ષાબેન, જયોતિ, દિપુબેન, સંદિપ, પ્રભાબેન, સોનલબેન, પિન્કીબેન, જલ્પાના દાદીનું તા.૨૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સરનામુ ૩ સોરઠીયા પ્લોટ, જીલ્લા ગાર્ડન પાસે રાજકોટ

 

  મંજુલાબેન પુરોહિત

 રાજકોટઃ શ્રી જગદિશભાઇ અબોટી બ્રાહ્મણ રેવાશંકર રાઘવજી પુરોહિત (આજકવાળા)ના ધર્મપત્નિ શ્રીમતિ મંજુલાબેન (ઉ.વ.૭૩) કે જે   સુધીરભાઇ (મેનેેજર, મોનાર્ક નેટવર્ક પ્રા.લીમીટેડ)ના માતૃશ્રીનું તા.૨૨ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૬ને ગુરુવાર બપોરે ૪ થી ૬ કલાકે શ્રી જાગનાથ મહાદેવ મંદીર, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ મુકામે રાખેલ છે.

 પ્રભાબેન ચોહાણ

 રાજકોટઃ પ્રભાબેન રમણીકલાલ ચૌહાણ (ઉ.વ. ૭૨) તે મનોજ રમણીકલાલ ચૌહાણના માતુશ્રી તથા સાવત રાજેન્દ્રભાઇ ચૌહાણના દાદીશ્રીનું તા.૨૩ સોમવાર ના રોજ અવાસાન થયેલ છે. જેમનું બેસણું તા.૨૬ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે ભાવના સોસાયટી શેરી નં.૨ની પાછળ શીતલ પાર્ક મેઇન રોડ ગાંધીગ્રામ રાજકોટ મુકામે રાખેલ છે.

 ભુપેન્દ્રભાઇ ગોહેલ

 રાજકોટઃ શ્રી ગુ.ક્ષ. કડિયા ભુપેન્દ્રભાઇ ગીરધરલાલ ગોહેલ તે આશિષભાઇ, દિવ્યાબેન, કિંજલબેનના પિતાશ્રી, કિરણબેનના પતિ, પ્રફુલ્લાબેન ભીખાલાલ, મંજુલાબેન ધરમશીભાઇ, કુંદનબેન લલીતભાઇ ભાવનાબેન રસિકભાઇ અને પ્રતાપભાઇ તેમજ મહેશભાઇના ભાઇ અને ગુણવંતભાઇ તથા રજનીકાંતભાઇ રાઠોડના  બનેવીનું તા. ૨૩ના રોજ અક્ષરવાસ થયેલ છે. તેમનું બેસણું તા.૨૬ના રોજ ગુરૂવારે સાંજે ૫ થી ૭ તેમના નિવાસ સ્થાને હુડકો કવાર્ટરનં.૬૬ (જુના) અરવિંદભાઇ મણિયાર શેરી નં.૩૫, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ મુકામે રાખેલ છે.

હોજેફાભાઇ બારભાયા

રાજકોટઃ દાઉદી વ્હોરા હોજેફાભાઇ શબ્બીરભાઇ બારભાયા (ઉ.૩૮) તે શબ્બીરભાઇ મુ.અલીભાઇના પુત્ર તથા મહમદભાઇ મુ.અલીભાઇના ભત્રીજા તા. ૨૩/૪ શાબાન તા.૯ના રોજ જન્નતનશીન થયા છે. તેમના સિયુમના સિપારા તા. ૧૧ શાબાન તા. ૨૬/૪ના રોજ ઝકવી હોલ, ગાંધી સોસાયટી જામનગર રોડ ખાતે જોહર અસરની નમાઝ બાદ રાખેલ છે.