Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019
કૃષિમંત્રીના પી.એસ. પ્રકાશ મોદીના પિતાજીનું નિધન : કાલે બેસણું

રાજકોટ : રાજયના કૃષિ મંત્રીના અંગત સચિવ તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર પ્રકાશચંદ્ર મોદી (મો. ૯૯૭૮૪ ૦૫૭૯૪) અને રજનીકાંત મોદીના પિતાજી બાબુલાલ માણેકલાલ મોદી (ઉ.વ.૮૫), તે સ્વ. છોટાલાલ અને રસિકલાલના ભાઇ તથા પ્રણય અને હર્ષિલના દાદા તેમજ ઇલોલવાળા કોદરલાલ ગણેશરામ મોદી પરિવારના જમાઇનું તા.૨૦ માર્ચે દુઃખદ અવસાન થયેલ છે.સદ્ગતનું બેસણું (સસરા પક્ષનું પણ સાથે) આવતીકાલે તા. ૨૪ રવિવારે બપોરે ૧ થી૪ શ્રી મોઢેશ્વરી મોદી સમાજ ભવન, પેથાપુર- રાંધેજારોડ, પેથાપુર, ગાંધીનગર ખાતે રાખેલ છે.

જાણીતા ન્યુરોફિઝિશ્યન ડો.ગૌરવ દવેના પિતાશ્રીનું દુઃખદ અવસાનઃ સાંજે બેસણું

રાજકોટઃ હળવદ નિવાસી હાલ રાજકોટ ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ગુજરાતી ભવનના પૂર્વ રીડર પ્રો.ડો.રસિકભાઈ નિર્ભયરામ દવે (ઉ.વ.૮૪) તે ડો.ગૌરવ રસિકભાઈ દવે (ન્યુરોફિઝિશ્યન) રાજકોટના પિતાશ્રીનું તા.૨૧ ગુરૂવારના રોજ રાજકોટ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૩ શનિવાર સાંજે ૪ થી ૬ દરમ્યાન નૂતન નગર કોમ્યુનીટી હોલ, કોટેચાનગર મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

પુષ્પાબેન ધીરજલાલ આશરનું કાલે રવિવારે રાજકોટમાં ઉઠમણું

રાજકોટઃ સ્વ.પુષ્પાબેન (ઉ.વ.૮૨) તે સ્વ.ધીરજલાલ હરિદાસ આશરના ધર્મપત્ની તે ચન્દ્રેશભાઈ, ધમેન્દ્રભાઈ, વિદ્યાબેન પ્રફુલભાઈ જસાણી, નયનાબેન હર્ષદભાઈ વેદ, પ્રીતિબેન હેમંતભાઈ સુરૈયા તથા ક્રિષ્નાબેન ચેતનભાઈ તન્નાના માતુશ્રી તે સિધ્ધાર્થ, ભુષણ, માધવ અને ખુશ્બુના દાદી, તે કિશનભાઈ, હરગોવિંદભાઈ તથા છબીલભાઈના ભાભીશ્રી તે જોડીયા વાળા દયાળજી મોરારજી વેદના દીકરી તથા ભીખુભાઈ અને બાબુભાઈના બહેન તા.૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૨૪ રવિવારે સાંજે ૫ કલાકે શ્રી કાઠિયાવાડ ભાટિયા વિદ્યાર્થી ભવન (ભાટિયા બોર્ડિંગ), રેલ્વે જંકશન સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

જામજોધપુરનાં પૂર્વ કોર્પોરેટર મહેન્દ્રભાઇ  ચુડાસમાના માતુશ્રીનું અવસાન

જામજોધપુર : જયાબેન મનસુખભાઇ ચુડાસમા (ઉ.વ.૭૨) તે મહેન્દ્રભાઇ ચુડાસમા(પૂર્વ કોર્પોરેટર, નગરપાલિકા) ના માતુશ્રી તા. ૨૧ના અવસાન થયેલ છે. બેસણું તા. રપને સોમવારે સાંજે પ થી ૬ કલાકે સંન્યાસ આશ્રમ જામજોધપુર ખાતે રાખેલ છે.

વિલાસબા જાડેજા

મોરબીઃ નાનાવાગુદળ (ધ્રોલ-જામનગર) નિવાસી અજીતસિંહ ચનુભા જાડેજાના પત્ની વિલાસબા (ઉ.વ.૬૦) તે કિરીટસિંહ, મહીપતસિંહ અને ગણપતસિંહના ભાભી અને ભગીરથસિંહના માતુશ્રી તા. ૨૧ના રોજ અવસાન પામેલ છે.

મધુબેન ઠાકર

રાજકોટઃ રાજકોટ નિવાસી યોગેશભાઇ નંદલાલ ઠાકર (ઇન્કમટેકસ ઇન્સ્પેકટર) ના ધર્મપત્ની તથા ડો. વરદાબેન ઠાકરના માતુશ્રી શ્રીમતી મધુબેન યોગેશભાઇ ઠાકર તા. રરના કૈલાસવાસી થયેલ છે. સદ્દગતનું બેસણું તા. રપ ને સોમવારે સાંજે ૪ થી ૬ અવંતિકા પાર્ક સોસાયટી હોલ, ગેઇટ નં.ર, શિતલ પાર્ક પાસે, બજરંગવાડી, ખાતે રાખેલ છે.

અશોકભાઇ જોશી

રાજકોટઃ કોઠારીયા નિવાસી ગુજરાતી શ્રી ગૌડ માળવીય બ્રાહ્મણ સ્વ.ચમનલાલ દેવશંકર જોશીના સુપુત્ર અશોકભાઇ જોશી (ઉ.વ.૪૫) તે હરેશભાઇ જોશીના નાનાભાઇ તથા નટવરલાલ જોશી, ભાનુભાઇ જોશીના ભત્રીજા તથા મોટા પાંચ દેવડા નિવાસી સ્વ. જનકભાઇ ઓ. પંડયાના જમાઇ તથા દિલીપભાઇ, પંકજભાઇ, શૈલેષભાઇ, કૃષ્ણકાંતભાઇ, સુનિલભાઇનાભાઇ તા. ૨૧ના કૈલાસવાસ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.રપ ને સોમવારે સાંજે ૪ થી ૬ જાગનાથ મહાદેવ મંદિર ખાતે રાખેલ છે

પુષ્પાબેન આશર

રાજકોટઃ સ્વ. પુષ્પાબેન (ઉ.વ.૮૨), તેઓ સ્વ. ધીરજલાલ હરિદાસ આશરના ધર્મપત્ની તેઓ ચન્દ્રેશભાઇ, ધર્મેન્દ્રભાઇ, વિદ્યાબેન, પ્રફુલભાઇ જસાણી, નયનાબેન  હર્ષદભાઇ વેદ,પ્રીતિબેન હેમંતભાઇ સુરેૈયા તથા ક્રિષ્નાબેન ચેતનભાઇ તન્નાના માતુશ્રી, તે સિદ્ધાર્થ, ભુષણ, માધવ અને ખુશ્બુના દાદી, તે કિશનભાઇ, હરગોવિંદભાઇ તથા છબીલભાઇના ભાભીશ્રી, તે જોડીયા વાળા દયાળજી મોરારજી વેદના દીકરી તથા ભીખુભાઇ અને બાબુભાઇના બેન, તેઓ તા. રરના શ્રીજી ચરણ પામેલ છે. તેઓનું ઉઠમણું તા. ૨૪ના રવિવારે સાંજે પ કલાકે શ્રી કાઠિયાવાડ ભાટિયા વિદ્યાર્થી ભવન (ભાટિયા બોર્ડિંગ), રેલ્વે જંકશન સામે, રાખેલ છે.

મીનાબેન રાવલ

મોરબીઃ શકત શનાળા નિવાસી મીનાબેન રજનીકાંત રાવલ (ઉ.વ.૭૫) તે રજનીકાંત એસ. રાવલના પત્ની તથા અતુલભાઇ રાવલ અને જયેશભાઇ રાવલના માતા તેમજ જય દવેના નાનીમાનું તા.રરના રોજ દુખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૨૪ને શનિવારે સાંજે ૪ થી ૬ કલાકે નિવાસસ્થાન ગામ શકત શનાળા તા. મોરબી રાખેલ છે.

રોહિતભાઈ ખંધેડીયા

રાજકોટઃ નિવાસી સ્વ.જયંતિલાલ ગીરધરલાલ ખંધેડીયાના પુત્ર રોહિતભાઈ તે હરેશભાઈ, જયેશભાઈ, પિયુષભાઈના ભાઈનું (ઉ.વ.૪૫) તે ગોંડલવાળા વિનોદરાય લક્ષ્મીદાસ મહેતાના ભાણેજ તેમજ સ્વ.કનૈયાલાલ ભાઈ સ્વ.નવીનભાઈ તથા પ્રફુલભાઈ, ભરતભાઈ તથા મુકેશભાઈ તથા કૃષ્ણદાસ ગોકળદાસ ભાયાણી (મીઠાપુરવાળા)ના ભત્રીજાનું તા.૨૨ના દુઃખદ અવસાન થયેલ છે. પિયર પક્ષની સાદડી તથા મોસાળપક્ષની સાદડી સાથે રાખેલ છે. તેમનું ઉઠમણું તા.૨૫  સોમવાર સાંજે ૫:૩૦ કલાકે પંચનાથ મહાદેવ મંદિર, પંચનાથ પ્લોટ, રાજકોટ મુકામે રાખેલ છે.

કેશવલાલ દવે

રાજકોટઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ મું.માધાપર હાલ રાજકોટ નિવાસી તે સ્વ.કાનજીભાઈ કુંવરજીભાઈ દવે તે સ્વ.જેઠાલાલભાઈ, સ્વ.દુર્ગાશંકરભાઈ, સ્વ.કરૂણાશંકરભાઈ, સ્વ.શાંતિલાલ, સ્વ.ચંદ્રશંકરભાઈ તથા શિવશંકરભાઈના નાનાભાઈ તથા યોગેશભાઈ (શાસ્ત્રી)ના કાકા તથા સ્વ.ઉમિયાબેન ભટ્ટ રાજકોટ, સ્વ.નંદકુંવરબેન પંડ્યા વાંકાનેર તથા ચંપાબેન ભટ્ટ અમદાવાદનાં નાનાભાઈનું તા.૨૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૫ને સોમવારે સાંજે ૫:૩૦ થી  ૬:૩૦ ચા.મ.મોઢ બ્રાહ્મણ બોર્ડીંગ મીલપરા શેરી નં.૧, રાજકોટ ખાતે રાખેલ છે.

હસમુખભાઇ કારીયા

રાજકોટઃ માણાવદર, જી.જૂનાગઢના હસમુખભાઇ કારીયા (ઉ.વ.૬૯) તે લીલમબેનનાં પતિ તથા છોટુભાઇ કારીયાના નાનાભાઇ તથા ચેતનભાઇ એચ. કારીયા, કૈલાસભાઇ, અલ્પાબેન અને વર્ષાબેનના પિતાશ્રી તેમજ રોહિતભાઇ એસ. રાજાણી, જગતભાઇ રાયઠઠ્ઠા અને સિદ્ધિબેનનાં સસરા તથા તારાબેન રૂપારેલ, સવિતાબેન ચંદારાણા અને રમાબેન વસંતના ભાઇનું તા.રરનાં અવસાન થયેલ છે. બેસણું તા. ૨૩ને શનિવારે બપોરે ૪.૩૦ થી પ.૩૦ જલારામ મંદિર હોલ, નરનારાયણનગર -ર, ભુજ ખાતે રાખેલ છે.

દમયંતીબેન પીઠડીયા

રાજકોટ : મચ્છુ કડીયા સઇ સુતાર મકાજી મેકપરવાળા સ્વ. મનસુખલાલ ધરમશીભાઇ પીઠડીયા ના દિકરા રમેશભાઇ ના પત્ની દમયંતીબેન તે અરવિંદભાઇ  ,અશોકભાઇના ભાભી, તે જયંેશભાઇ, હિરેનભાઇ ના માતુશ્રી, તે મોરબીવાળા, સ્વ. મુળજીભાઇ રૂગનાથભાઇ પરમારના પુત્રી તે કિશોરભાઇના બેનનું તા. ૨૨ ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તથા સાદડી મચ્છુ કડીયા સઇ સુતાર જ્ઞાતીની વાડી, કમળ ગંગા, વિજય પ્લોટ,રર-ર૪ ખાતે તા. ૨૫ ના સોમવારે સાંજે ૪.૩૦ થી ૫.૩૦ રાખેલ છે.

કિરીટસિંહ જાડેજા

આમરણઃ ખારચિયા નિવાસી કિરીટસિંહ ગોવુભા જાડેજા (ભજનિક) (ઉ.વ.૭૬) તે પૂર્વ સરપંચ પરાક્રમસિંહ (મુન્નાભાઇ) તથા દશરથસિંહના પિતા અને રઘુભાના ભાઇ તેમજ હરદીપસિંહ, મિતરાજસિંહ, અનિરૂધ્ધસિંહ, યશપાલસિંહના દાદાનું તા.૨૦-૩ના રોજ અવસાન થયેલ છે.

કાયુભા ઝાલા

મોરબી : શકત શનાળા નિવાસી કાયુભા દીપસંગજી ઝાલા (ઉ.૬ર) તે સ્વ. બાબુભા, સ્વ. ચંદુભા, કિરીટસિંહ અને સ્વ. પ્રવિણસિંહના ભાઇનું તા. ર૧ના રોજ અવસાન થયું છે. બેસણું તા. રપ સોમવારે સાંજે ૪થી ૬ કલાકે ઝાલા રાજપુત સમાજની વાડી, રામજી મંદિરની બાજુમાં શકત શનાળા (મોરબી) રાખેલ છે. ઉત્તરક્રિયા તા. ર૯ શુક્રવારે રાખેલ છે.

પુષ્પાબેન ત્રિવેદી

ભાવનગર : પછેગામ નિવાસી પુષ્પાબેન રેવાશંકર ત્રિવેદી તેઓ સદગુણરાય, જગદીશભાઇ અને કિશોરભાઇ, શુભદ્રબેન, ઘનશ્યાભાઇ ઓઝા સ્વ. કૈલાસબેન મહેન્દ્રભાઇ ત્રિવેદીના માતુશ્રી તેમજ વિશાલભાઇ, જગદીશભાઇ ત્રિવેદીના દાદીમારામચરણ પામેલ છે. તા. ર૮ ગુરૂવારના રોજ બાર-તેરની વિધી તેમના નિવાસસ્થાને પછે ગામે રાખી છે.

રમેશભાઇ અમરેલીયા

રાજકોટ : વાણંદ રમેશભાઇ કરશનભાઇ અમરેલીયા (ઉ.વ.૫૮) તે સ્વ. કરશનભાઇ કાનજીભાઇના પુત્ર તેમજ સ્વ. લલીતભાઇ કરશનભાઇ, મનસુખભાઇ કરશનભાઇ, ભરતભાઇ કરશનભાઇના ભાઇ તેમજ ધર્મેશભાઇના પિતાશ્રીનું તા.૨૨ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૨૫ ના સાંજે ૪ થી ૬ ગોંડલ રોડ, ખોડીયારનગર શાક માર્કેટ પાસે, આશાપુરા માતાજીના મંદિર, રાજકોટ ખાતે રાખેલ છે.

કાળુભાઇ જાડેજા

રાજકોટ : કાળુભાઇ ચકુભા જાડેજા ગામ હડમતીયા જંકશન હાલ રાજકોટ તે હરીસિંહ ચકુભા જાડેજા, સ્વ. અજીતસિંહ બાવુભા જાડેજા, ખોડુભા રામસંજી જાડેજાના મોટાભાઇ તેમજ મનહરસિંહ કાળુભા જાડેજાના પિતાશ્રી તેમજ ભગીરથસિંહ અજીતસિંહ જાડેજા, સહદેવસિંહ અજીતસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ હરીસિંહ જાડેજા અને જયદિપસિંહ ખોડુભાના મોટાબાપુનું અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૨૫ ના સોમવારે સાંજે ૪ થી ૮ મોહનેશ્વર મહાદેવ મંદિર, પુનિતનગર, ૧૫૦ ફુટ રોડ ખાતે તેમજ ઉત્તરક્રિયા તા. ૧ ના સોમવારે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

મનહરલાલ પારેખ

રાજકોટ : સ્વ.મનહરલાલ ભગવાનજી પારેખ (ઉ.વ.૮૪) તે હસમુખરાય (ભાવના પ્રિન્ટર્સ)ના ભાઈ તથા નિવીદભાઈ (એડવોકેટ)ના પિતા તથા હેમાંશુભાઈ (એડવોકેટ)ના ભાઈનું તા.૨૨ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૪ના રવિવારના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે વિરાણી પૌષધશાળા, શિલ્પા જવેલર્સની સામે, પેલેસ રોડ, રાજકોટ તથા પ્રાર્થનાસભા તા.૨૪ના રવિવારના રોજ ૧૧ વાગ્યે વિરાણી વાડી, કોઠારીયા નાકા, રાજકોટ ખાતે રાખેલ છે.

ગાંડુભાઈ ભુત

રાજકોટઃ સ્વ.ગાંડુભાઈ અરજણભાઈ ભુત તે સાકરબેન ગાંડુભાઈ ભુતના પતિ તથા દામજીભાઈ, ચંદુભાઈ, મગનભાઈના પિતાશ્રી તથા સમજુબેન, હિનાબેન, રેખાબેનના સસરા તથા તે સોનલ, હર્ષા, શિલ્પા, કાજલ, ભુમિ, દેવીકા, વૈશાલી, વિજય, ધવલ, રોહિતના દાદાશ્રીનું તા.૨૦ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૫ને સોમવારે સાંજે ૪ થી ૬ ''શ્રી રામ નિવાસ'' સહકાર સોસાયટી શેરી નં.૮ના છેડે ૩ કૃષ્ણજી સોસાયટી નિવાસ સ્થાને રાજકોટ ખાતે રાખેલ છે. પાણીઢોળ તા.૩૧ને રવિવારના રોજ નિવાસસ્થાને રાખેલ છે.