Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018
અવસાન નોંધ

વિશાલભાઈ ચોટાઈ

રાજકોટ : ધ્રાફાવાળા સ્વ.રમણીકલાલ પોપટલાલ ચોટાઈ તથા સ્વ.મધુબેન રમણીકલાલ ચોટાઈના પુત્ર વિશાલભાઈ રમણીકલાલ ચોટાઈ (ઉ.વ.૪૪) તે નિલેશભાઈ, રૂપેનભાઈ તથા રાજુલબેન રસીકકુમાર તન્નાના ભાઈ, કરણ, દક્ષીકા ચોટાઈના કાકા, જય, કુંજ તન્નાના મામા, તેમજ મુંબઈવાળા અમૃતલાલ ભીમજીભાઈ સેજપાલના ભાણેજ તા.૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૫ના ગુરૂવારે પંચનાથ મંદિર, રાજકોટ ખાતે સાંજે ૫ વાગ્યે રાખેલ છે.

મંજુલાબેન રાવરાણી

રાજકોટ : મુ. રીબડા હાલ રાજકોટ સ્વ.શામજીભાઈ ટપુભાઈ શીશાંગીયાના દિકરી મંજુલાબેન નવીનચંદ્ર રાવરાણી તે કાંતિભાઈ શામજીભાઈ શીશાંગીયા તેમજ ચંદુભાઈ, નટુભાઈ, હર્ષદભાઈ, પ્રકાશભાઈ, રાજુભાઈ, તારાબેન, પ્રવિણકુમાર ભટ્ટી તેમજ મંગુબેન દિનેશકુમાર રાઠોડના બહેન કલોલ મુકામે અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૫ને ગુરૂવારના રોજ વાછડા દાદાનો મઢ, ઉદયનગર-૧, મહુડી મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

અતુલભાઈ સેજપાલ

રાજકોટ : અતુલભાઈ કાંતિલાલ સેજપાલ (ઉ.વ.૬૦) (રાજકોટ, અશોક હોઝીયરી માર્ટ) તેઓ સ્વ.કાંતિલાલ હરીલાલ સેજપાલના પુત્ર, તેમજ વિકીભાઈ અતુલભાઈ સેજપાલ, વિરાબેન છત્રાના પિતા, નિલમબેન પોપટ, ભારતીબેન મહેતાના ભાઈશ્રી તેમજ અશોકભાઈ છત્રા, કનુભાઈ વસાણીના વેવાઈ તેમજ સ્વ.દયાળજીભાઈ નારણજીભાઈ માનસાતાના જમાઈ તેમજ કેતનભાઈ ચિરાગભાઈના બનેેવીનું દુઃખદ અવસાન તા.૨૨ના રોજ થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તેમજ સસરા પક્ષની સાદડી તા.૨૫ને ગુરૂવારના સાંજે ૫ થી ૬ કલાકે શ્રી જાગનાથ મહાદેવ મંદિર, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

કિરીટભાઈ ચાવડા

રાજકોટ : કિરીટભાઈ નાનજીભાઈ ચાવડા તે ગૌરવભાઈ, મીરલબેન તથા વંશના પિતાશ્રી અને યોગેશભાઈ વી. ટાંક, રાજેશભાઈ વી. ટાંક તથા ધર્મેશભાઈ વી. ટાંકના બનેવી તે તા.૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૫ને ગુરૂવારે શકિતનગર સોસાયટી શેરી નં.૩, નાગેશ્વર મહાદેવના મંદિરે (કોઠારીયા સોલવન્ટ રાજકોટ) ખાતે રાખેલ છે.(મો.૮૮૪૯૧ ૫૯૨૮૦)

 ઉમેદસિંહ રાઠોડ

 રાજકોટઃ સ્વ. ઉમેદસિંહ માધવસિંહ રાઠોડ (ઉ.વ.૯૨) તે શ્રી મહેન્દ્રસિંહ , નટવરસિંહ તથા લખધીરસિંહ (પી.ડબલ્યુ.ડી) તેમજ ઉષાબા સિસોદીયા (આસી.ચેરીટી કમિશ્નર કચેરી)ના સસરાનું તા.૨૨ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.  તેમનું બેસણું તા.૨૫ના (ગુરૂવાર) સાંજે ૫ થી ૬ કલાકે માસ્તર સોસાયટીની વાડી, ઇન્દ્રેશ્વર મહાદેવ મંદીર પાસે રાખેલ છે.

રમાગોૈરી દવે

ઉનાઃ મોઢત્રિવેદી બ્રાહ્મણ ગં.સ્વ. રમાગોૈરી જન્માશંકર દવે(ઉ.વ.૭૫) તે સ્વ. મહેશભાઇ દવે, બકુલભાઇ દવે, સંજયભાઇ દવે, અરવિંદાબેન (અનુબેન)ના માતુશ્રી તથા જયદેવભાઇ દવે (સ્ટેમ્પ વેન્ડર ઉના), ધર્મેશભાઇ દવે(વકીલ)નાં ભાભી તા. રર સોમવારે શ્રીજી ચરણ પામેલ છે. ઉઠમણું તા. ૨૩ ને મંગળવારે સાંજે ૫ કલાકે સોમનાથ મંદિર પોલીસ લાઇન ઉના તથા બેસણું રપમીને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન શ્રીજી એવન્યુ ખાઉધરીગલી ઉના રાખેલ છે.

હેમીબેન સાટોડીય

ગોંડલઃ રણછોડભાઇ લવજીભાઇ સાટોડીયાના પત્ની હેમીબેન ઉ.૬૪ તે હિરેનભાઇ, હાર્દિકભાઇના માતુશ્રીનું તા. ૨૧ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૨૫ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ વાડોદરિયા પરિવારના મંદિરે, સાટોડીયા સોસાયટી, આઇ ટી આઇ પાસે ગોંડલ મુકામે રાખેલ છે.

રતિલાલભાઇ ઘોરેચા

રાજકોટઃ (વાડાસડા વાળા) ગુર્જર સુતાર રતીલાલ વાલજીભાઇ ઘોરેચા (ઉ.વ.૮ર) તે ભગવાનજીભાઇના મોટાભાઇ તેમજ શાંતીભાઇ, રસીકભાઇ તથા કિશોરભાઇના પિતાશ્રી તા.રરના શ્રીજી ચરણ પામ્યા છે. તેમનું બેસણું તા.રપને ગુરૂવારે સાંજના ૪ થી ૬, પુનિતનગર શેરી નં.૭, બાલવી કૃપા, ખાતે રાખેલ છે.

પ્રહલાદભાઇ રાવલ

ગોંડલઃ સુરેન્દ્રનગરના પ્રહલાદભાઇ લીલાધરભાઇ રાવલ તે નિલેશભાઇ પી. રાવલ, પંકજભાઇ પી. રાવલના પિતાનું તા. ર૧ના અવસાન થયેલ છે. બેસણું ગુરૂવાર તા. રપ સાંજે ૪ થી ૬ કલાકે, એ.ડી. જાની હોલ, ઔદીચ્ય બ્રહ્મસમાજની વાડી, સુરેન્દ્રનગર, પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

ગંગાબેન ડઢાણીયા

જામજોધપુરઃ શેઠવડાળા નિવાસી ગં.સ્વ.શાંતાબેન ત્રિકમભાઈ ડઢાણીયા તે સ્વ.જમનાદાસ, હરીભાઈ, અમૃતલાલ તથા વલ્લભભાઈ ડઢાણીયાના માતુશ્રીનું તા.૨૧ના રવિવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૫ ગુરૂવારે સવારે ૯ થી ૧૧ તિરૂપતી સત્સંગ હોલ, જામ જોધપુર તથા બપોરે ૩ થી ૫ શેઠવડાળા પટેલ સમાજ, શેઠવડાળા ખાતે રાખેલ છે

રઘુભાઈ મકવાણા

રાજકોટઃ રઘુભાઈ નારણભાઈ મકવાણા તે સ્વ.જયસુખભાઈ, નટુભાઈ તથા ટપુભાઈ મેરૂભાઈના ભાઈ તથા હીતેષભાઈના કાકા તથા રાજેશભાઈ, સ્વ.હિરેનભાઈ, વિજયભાઈ, ગીરીશભાઈના પિતાશ્રી તેમજ નરેશભાઈના મોટાબાપુ તથા ઉત્સવ, દર્શન અને મોહિતના દાદાનું તા.૧૯ના શુક્રવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૫ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન 'હિરેન' કૃષ્ણ નગર શેરી નં.૧૦, સ્વામીનારાયણ ચોક પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.