Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020
જીનામ સાઉન્ડવાળા યોગેશભાઈ કાપડીના પિતાશ્રી ઈશ્વરદાસનું અવસાન

રાજકોટઃ યોગેશભાઈ કાપડી જીનામ સાઉન્ડ વાળા અને ભાવેશભાઈના પિતાશ્રી ઈશ્વરદાસ પ્રેમદાસ કાપડી તા.૨૨ના રોજ રામચરણ પામેલ છે. સરનામું માધાપર ચોકડી મનહર પુર, ૧ હોલીડીમલ સ્કુલની સામે, સોમનાથ મંદીર વાળી શેરી રાજકોટ મો.૯૦૩૩૦ ૦૨૨૨૦

પોરબંદરના અકિલાના પત્રકાર હેમેન્દ્રકુમાર પારેખના ભત્રીજા તથા પ્રેસ ફોટોગ્રાફર પરેશભાઇ પારેખના નાનાભાઇ લલીતચંદ્રનું અવસાનઃસાદડી-લૌકિક પ્રથા બંધ

 

પોરબંદરઃ લલીતચંદ્રભાઇ ધનસુખભાઇ પારેખ (ઉ.૪૯) તે દશાશ્રીમાળી વણિક જ્ઞાતિના પૂર્વ પ્રમુખ અને પાંજરાપોળના મેનેજીંગ ટ્રસ્ટી સ્વ. ધનસુખભાઇ મંગલદાસભાઇ પારેખના પુત્ર તેમજ 'અકિલા' સાંધ્ય દૈનિકના વિક્રેતા અને પ્રેસ ફોટોગ્રાફર પરેશભાઇ પારેખ, સ્વ. ધમેન્દ્રકુમાર (નાથાલાલ), હરિશભાઇ અને અ.સૌ.ચંદનબેનના નાનાભાઇ તથા સૌરાષ્ટ્ર સાઇકલ એજન્સી (રાજકોટ) વાળા મિલનકુમાર ગાંધીના સાળા, ચિ. દક્ષેશ, દર્શાના મામા તથા અકિલાના પીઢ પત્રકાર હેન્દ્રકુમાર પારેખના ભત્રીજા  તા.ર૧મીએ ગૌલોકવાસ થયેલ છે.

સદ્દગત પાછળ સાદડી પ્રથા તથા લૌકિક પ્રથા સદ્દંતર બંધ રાખેલ છે. સ્વ. લલીતભાઇ 'અકિલા' પરિવાર સાથે પ્રારંભથી સંકળાયેલ છે અને અકિલાના વિતરક તરીકે પોતાની સેવા નિયમિત આપવામાં  મહત્વપૂર્ણ યોગદાન રહેલ. પારેખ પરિવારમાં તેમજ સ્નેહી સંબંધીઓમાં ટૂંકાનામ 'લાલાભાઇ' તરીકે જાણીતા હતા સદ્દગત બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા હતા.

અવસાન નોંધ

શૈલેષભાઇ ધંધુકિયાના પિતાશ્રીનું દુઃખ અવસાન : બેસણું બંધ રાખેલ છે

વાટલિયા પ્રજાપતિ યુવક મંડળના સદસ્ય

રાજકોટ : પ્રજાપતિ ચકુભાઇ આણંદભાઇ ધંધુકીયા તે શૈલેષભાઇ, નિલેષભાઇ અને નરેશભાઇ તેમજ નયનાબેન સુરેશભાઇ પુંભડિયાના પિતાશ્રી તથા વાટલીયા પ્રજાપતિ યુવક મંડળના પ્રમુખ મનસુખભાઇ ધંધુકીયા અને નરસીભાઇ ધંધુકીયાના કાકાનું તા. રર ને રવિવારના રોજ દુઃખ અવસાન થયગેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બેસણું બંધ રાખેલ છે. શોસ્યલ મીડીયા મોબાઇલ ઉપર શોક વ્યકત કરી શકશો મો. ૯૮રપ૩ ૦પ૮પ૮

ઉષાબેન મનાણી

રાજકોટઃ કડિયા- ઉષાબેન તે સૌ.યુનિના વિ.અધિકારી, હિંમતલાલ મનાણીના પત્નિ, નિલેષભાઈ મનાણી (સાયન્સ કોલેજ, મોરબી), પરેશભાઈ મનાણી (ઓમ શોપીંગ સેન્ટર) તથા હેમાબેન સંતાણી (વી.એમ. મહેતા કોલેજ, જામનગર)ના માતુશ્રી તથા મહેશભાઈ મનાણી (એડવોકેટ નોટરી) તથા પ્રવિણભાઈ મનાણી (એફ.સી.આઈ.)ના ભાભીશ્રી, ભરતકુમાર સંતાણી (વી.એમ. મહેતા, જામનગર)ના સાસુજી તા.૨૨ રવિવારે અક્ષરવાસી થયેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાને લઈને  પ્રાર્થનાસભા મુલતવી રાખેલ છે. સ્વજનોએ ફોન અથવા મેસેજ દ્વારા શોક સંદેશો પાઠવવા વિનંતી કરાઈ છે.

ઇન્દિરાબેન જોષી

રાજકોટઃ સ્વ. વલ્લભજીભાઇ લવજીભાઇ જોષીના પુત્ર વધુ તે સ્વ. વિનયકાન્ત જોષીના પત્નિ ઇન્દિરાબેન વિનયકાંત જોષી (ઉ.વ.૭૮) તે નિલેશભાઇ જોષી તથા કલાબેન અનંતકુમાર પુરોહીતના માતુશ્રી અને અંકીતના દાદીમાંનું તા.૨૨ના રોજ કૈલાશવાસ થયેલ છે. સમય સંજોગો અને વાતાવરણ તેમજ સરકારી જાહેરાતને અનુલક્ષીને તેમનું ટેલીફોનીક ઉઠમણું/બેસણું તા.૨૬ને ગુરૂવારના રોજ મો. ૯૯૨૫૯ ૯૯૩૬૧થી રાખેલ છે. તેમજ તેમની સરવણીની વિધિ તા.૨ એપ્રિલને ગુરુવારના રોજ રાખેલ છે.

પ્રવિણસિંહ ખીલોસીયા

જેતપુર : સ્વ. શાંતિલાલ ખમીચંદના જમાઇ પ્રવિણચંદ જવેરીલાલ ખીલોસીયા માંગરોળ નિવાસી હાલ ભાટાવાળા તે હસમુખભાઇ, જગદીશભાઇ રીશીભાઇ, ભરતભાઇ, ભુપતભાઇ રૂખડાના બનેવી તા. ર૦ ના રોજ અવસાન પામેલ સાદડી રાખેલ નથી.

ચંદુલાલ પૂજારા

રાજકોટ : ચોટીલા નિવાસી હાલ રાજકોટ ચંદુલાલ સુંદરજીભાઈ પૂજારા (ઉ.વ.૬૮) તે વિમલભાઈ, મિતુલભાઈ તથા સ્વ.જીજ્ઞેશભાઈના પિતા તેમજ સ્વ.ભાઈચંદભાઈ, સ્વ.કાનજીભાઈ, સ્વ.ચુનીભાઈના નાનાભાઈ તેમજ અમરશીભાઈ ખીમજીભાઈ નથવાણીના જમાઈનું તા.૨૨ના શ્રીજીચરણ પામેલ છે. હાલની કોરોના વાયરસની મહામારી તેમજ સરકારના આદેશ મુજબ બેસણું / ઉઠમણું જેવી લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

નિરૂબેન તન્ના

જૂનાગઢઃ મોટી ફાફણી, હાલ જુનાગઢ નિવાસી નિરૂબેન (ઉવ.૬૦ વર્ષ) જે રસીકલાલ હીરાલાલ તન્નાના ધર્મપત્ની જે કમલેશભાઇ, રાહુલભાઇ, વિશાલભાઇના માતૃશ્રી બાલકૃષ્ણભાઇના ભાભી, મિથીલભાઇ, જયભાઇ, વાલજીભાઇ મેઘજીભાઇ પાબારી (કોડીનાર) વાળાની પુત્રી તથા વિજયભાઇના મોટા બહેનનું તા.૨૩ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણુ મોકૂફ રાખેલ છે.

મનસુખભાઇ હરસોરા

ધોરાજીઃ ઉપલેટા નિવાસી લુહાર મનસુખભાઇ પોપટભાઇ હરસોરા (ઉંમર વર્ષ ૬૩) તે હરેશભાઈ તથા દીપકભાઈ તથા વિરમભાઈ હરસોરા તથા નયનાબેન સંદિપકુમાર મકવાણાના પિતાશ્રી તેમજ સંદિપકુમાર દિલીપ ભાઈ મકવાણાના સસરા તેમજ હર્ષ માનવ રુદ્ર બેબી તમન્ના નંદિતાના દાદા નું તા.૧૯ ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.બેસણું તા. ૨૩ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન કૈલાશ નિવાસ પોરબંદર રોડ સેન્ટ મેરી સ્કૂલ પાસે ઉપલેટા ખાતે રાખેલ છે.

વિક્રમસિંહ રાણા

ગોંડલ : વિક્રમસિંહ બાલુભા રાણા (નિવૃત એસ.ટી. કર્મચારી) ભડવાણા, હાલ ગોંડલ તે જયેન્દ્રસિંહ (પી.જી.વી.સી.એલ.-રાજકોટ), મનહરસિંહ (શકિત કેબલ) તથા શકિતસિંહના પિતાશ્રીનું તા. રરના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ આજે તા. ર૩ સોમવારના સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન વિજયનગર, વોરા કોટડા રોડ, બ્લોક નં. ૬પ, ગોંડલ ખાતે રાખેલ છે.

મહેન્દ્રભાઇ ગોકળગાંધી

રાજકોટઃ નવગામ ભાટીયા, મહેન્દ્રભાઇ નાનાલાલ ગોકળગાંધી (ઉ.વ.૭ર) તે તા.ર૦ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તે ગં. સ્વ. રતનબેન નાનાલાલ ગોકળગાંધી (ધ્રોલ) વાળાના પુત્ર, તે સ્વ.સુધીરભાઇ મથુરાદાસ સંપટના જમાઇ, તે ટંકારાવાળા સ્વ.ગોપાલદાસ હીરજી વેદના ભાણેજ, તે શૈલેષભાઇ તથા આનંદભાઇના ભાઇ, તે કલ્પેશ, ચિરાગ, જીજ્ઞેશ, અનીમેષના પિતાશ્રીની પ્રાર્થનાસભા તા.ર૩ના સોમવારે સાંજે પ થી ૬, ભાટીયા બોર્ડીંગ, રેલ્વે સ્ટેશન સામે રાખેલ છે.

મોરબીના  સુરેશભાઇ કોટેચાનું અવસાન : આજે બેસણું

મોરબી : સુરેશભાઇ ધીરજલાલ કોટેચા તે સ્વ. ધીરજલાલ મોરારજીભાઇ કોટેચાના પુત્ર તેમજ રાજેશભાઇ, દિનેશભાઇ, કિરણભાઇ, કૌશિકભાઇ અને ઇન્દીરાબેનના ભાઇ તેમજ અક્ષય, વૈભવીબેન અને ઉર્વીબેન રામકુમાર ભોજાણીના પિતા તથા રાજકોટ નિવાસી સ્વ. વસંતલાલ અમૃતલાલ કેસરીયાના જમાઇ અને અશોકભાઇ વસંતલાલ કેસરીયાના બનેવીનું તા. ૧૯ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું અને પિયર પક્ષની સાદડી તા. ર૩ ને સોમવારે સાંજે પ કલાકે નિવાસસ્થાન, ગ્રીનલેન્ડ પાર્ક, પંચવટી સોસાયટી પાસે, કન્યા છાત્રાલય રોડ, શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે.

જગદીશભાઈ જાજલ

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય ગો.વા.જાજલ જમનાદાસ છગનલાલના લઘુબંધુ ગો.વા. છોટાલાલ છગનલાલના પુત્ર જગદીશભાઈ જાજલ (ઉ.વ.૫૬) તે સ્વ.બાબુલાલ તથા કિશોરભાઈના ભત્રીજા તથા વિજયભાઈ, અજયભાઈ, પ્રદિપભાઈના મોટાભાઈ અને જોગી નવિનચંદ્ર ગીરધરલાલના ભાણેજ તા.૨૨ના શ્રીજીચરણ પામેલ છે.

બિજયકુમાર પ્રધાન

રાજકોટઃ બિજયકુમાર બિ.પ્રધાન (ઉ.વ.૭૨) તે બકુલાબેનના પતી, જવલંતભાઈ (યુએસએ) તથા વિવેક (ઓસ્ટ્રેલિયા)ના પિતા, શીતલ તથા પૂજાના સ્વસુર અને રિવા, આન્યા તથા ઈશાનના દાદા, રાજકોટ મુકામે તા.૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

નટુભાઇ બગથરીયા

ગોંડલ : નટુભાઇ લવજીભાઇ બગથરીયા તે અજયભાઇ તથા સંજયભાઇના પિતા, કનુભાઇ તથા ચંદુભાઇના મોટાભાઇ બાઉદીન ભાઇના ભત્રીજાનું અવસાન થયું છે. બેસણું આજે તા. ર૩ સોમવારે તેમના નિવાસસ્થાને સાંજે ૪ થી ૬, નાની બજાર ભટ્ટ ગોપાલની શેરી ખોડીયાર ફળી ગોંડલ ખાતે રાખેલ છે.