Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021
હર્ષિદાબેન યોગેશભાઈ મહેતાનું દુઃખદ અવસાનઃ કાલે ગુરૂવારે બેસણું

રાજકોટઃ યોગેશભાઈ (નિવૃત એસ.આર.પી.૧૩ એમ.ટી.)ના ધર્મપત્નિ હર્ષિદાબેન (ઉં.વ.૫૬) તે હર્ષિદાબેન વિશાલ અને નિરજના (રાજ બેટરી) તેમજ અવનિબેન અને ડિમ્પલબેનના માતુશ્રી તેમજ પ્રદિપભાઈ મહેતા (સુપ્રિન્ટેડીંગ એન્જી. પી.જી.વી.સી.એલ. બોટાદ), નિતીનભાઈ મહેતા (મનીષ જનરલ સ્ટોર), કિરીટભાઈ મહેતા અને આશિષભાઈ મહેતા (રાજગોકુલ પાન) અને બેન માલતીબેનના ભાભીશ્રી તેમજ ચિરંજીવ પૃથ્વીરાજના દાદીમાનું તા.૨૦ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૩ ડિસેમ્બરને ગુરૂવારના રોજ સાંજના ૪ થી ૬ દરમિયાન યોગેશભાઈના નિવાસસ્થાન ‘ગુરૂકૃપા’, ગાંધીગ્રામ, ગાંધીનગર શેરી નં.૬, રાજકોટ ખાતે રાખેલ છે. સદ્દગતની ઉંત્તરક્રિયા  તા.૩૦ ગુરૂવાર તથા તા.૩૧ને શુક્રવારે યોગેશભાઇના નિવાસસ્થાને રાખેલ છે.

 

સાવરકુંડલા વંડાના ગાંધીવાદી પ્યારભાઇ હાલાણીનું અવસાન

સાવરકુંડલા : વંડા ગામે 'સઘન ક્ષેત્ર યોજના' ના નામે ગ્રામ ઉદ્યોગની સંસ્થા ચલાવતા  પ્રખર ગાંધીવાદી મુ. શ્રી પ્યારભાઇ હાલાણીનું અમદાવાદ ખાતે ટૂંકી બીમારી બાદ ૯૧ વર્ષની વયે નિધન થયું છે.

પ્યારભાઇનાં નિધનના ખબર મળતા વંડા વિસ્તારમાં શોકનો માહોલ પ્રસરી ગયો હતો. સ્વ. પ્યારભાઇ ગ્રામ્ય પંથકના નાના અને આર્થિક નબળા લોકોનાં ઉત્થાન્ન માટે સતત પ્રયત્નશીલ રહી વંડા ગામમાં સઘન ક્ષેત્ર યોજનાનાં નામે ગ્રામ્ય વિસ્તારનાં લોકોને સ્વામાનભેર રોજગારી મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેતા હતાં. તેઓની સુજ-બુજથી ખાદી કાંતણ ક્ષેત્રે વિવિધ સુધારા વધારા કરી વિવિધ ખાદીની જાતોનું ઉત્પાદન શરૂ કર્યુ હતું. તેમનાં કેન્દ્રમાં તૈયાર થયેલી ખાદી ગુજરાતભરમાં વખણાઇ રહી છે અને મોટા પ્રમાણમાં વેચાઇ રહી છે.

ખાદી ઉપરાંત સઘન ક્ષેત્ર યોજનામાં પ્યોર સિંગતેલ, તલ તેલ, વિવિધ બેકરીઓની આઇટમોનું પણ ઉત્પાદન થઇ રહ્યું છે. જેમાં ગ્રામ્ય વિસ્તારનાં ઘણા લોકો રોજગારી મેળવી રહ્યા છે.

લલીતભાઈ દોશીનું દુઃખદ અવસાન : કાલે સવારે સદ્દગતનું ઉઠમણું અને પ્રાર્થનાસભા

રાજકોટ : સ્વ.નેમચંદ હિરાચંદ દોશીના પુત્ર લલીતભાઈ દોશી (ઉ.વ.૮૬) તે ભાનુબેનના પતિ અને આશા મુકેશકુમાર સંઘવી, ચારૂ પ્રદિપકુમાર ગાંધી, હેતુ સંજયકુમાર શાહ તથા તૃપ્તિ પરેશકુમાર દોશીના પિતાશ્રી તેમજ ઝવેરીભાઈ, જશુભાઈ, રમેશભાઈ, રાજુભાઈ અને સુરૂભાઈ દોશીના ભાઈ તથા નિલેશ, કૃણાલ અને જીનલના ભાઈજી તેમજ જીવરાજ માણેકચંદ શાહના જમાઈનું તા.૨૧ના મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પ્રાર્થનાસભા આવતીકાલે તા.૨૩ના ગુરૂવારના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ કલાકે બાલકુંજ હોબી સેન્ટર, એરપોર્ટ ફાટક પાસે, રાજકોટ મુકામે રાખેલ છે.

હેમાંગ(લખન) જાનીનું દુઃખદ અવસાનઃ કાલે બેસણું

રાજકોટઃ મુંદ્રા (કચ્છ) નિવાસી હેમાંગ (લખન) જયેશભાઈ જાની (ઉ.વ. ૧૫) તે પંકજભાઈ પ્રદીપભાઈ રાવલ, મયુરભાઈ પ્રદીપભાઈ રાવલ અને પારૂલબેન પીયુષભાઈ વરણવાના ભાણેજનું તા. ૧૭ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું મોસાળ પક્ષનું બેસણુ તા. ૨૩ને ગુરૂવારે પંકજભાઈ અને મયુરભાઈના નિવાસસ્થાન, પુષ્કરધામ સોસાયટી મેઈન રોડ, માધાપર-રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

અવસાન નોંધ

દમયંતીબેન ભીંડોરા

રાજકોટઃ શ્રીમતિ દમયંતીબેન વિનોદરાય ભીંડોરા તે વિનોદરાય જીવરાજભાઇ ભીંડોરા બામણબોરવાળાના ધર્મપત્નિ, સ્વ. કિશોરભાઇ ભીંડોરાના ભાભી, હરેશભાઇ, કૌશીકભાઇ, વર્ષાબેન સોમૈયા તથા નીતાબેન પોપટના માતુશ્રી તેમજ વાંકાનેરવાળા સ્વ. શ્રી રૂગનાથ વલમજીભાઇ માણેકના પુત્રી તા.રર/૧ર/ર૧ ના રોજ શ્રીજીચરણ પામેલ છે સ્વ.નુ ઉઠમણું તથા પીયરપક્ષની સાદડી રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર ચોક રૈયા રોડ રાજકોટ ખાતે  તા.ર૩/૧ર/ર૧ના ગુરૂવાર સાંજે પ કલાકે રાખેલ છે.

કાંતિલાલ ઉદેશી

રાજકોટઃ નવાગામ ભાટીયા રાજકોટ કાંતિલાલ બટુકભાઈ વિઠ્ઠલદાસ ઉદેશી (ઉ.વ.૮૮) (ઈકોનીમીક પેઈન્ટ્સ વાળા) તે સ્વ. પ્રભુદાસ કાનજી વેદ (લાલભાઈ)ના જમાઈ તે દલસુખરાય (બાબુભાઈ) તથા કલ્યાણજીભાઈ જીવણદાસ ઉદેશીના નાનાભાઈ તેમજ સ્વ.પ્રવીણભાઈ હસમુખભાઈ કિરીટભાઈ હરેશભાઈ લક્ષ્મીદાસ ઉદેશીના મોટાભાઈ તથા નિશિત હસમુખભાઈ ઉદેશીના દાદા તા.૨૦ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણું તા.૨૨ને બુધવારના રોજ સાંજે ૪ થી ૬ ટેલીફોનીક રાખેલ છે

મુકતાબેન પરમાર

રાજકોટઃ મોટા રામપરવાળા હાલ રાજકોટ સ્વ. મુકતાબેન (વાણંદ) તે કરશનભાઇ પરમારના ધર્મપત્નિ તે વિજય કે પરમાર તથા દિલીપ પરમાર તથા અશ્વિન પરમાર તથા ડો. રાજેશ પરમારના માતુશ્રી તા.૨૧ મંગળવારના રોજ રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૩ને ગુરૂવારે બપોરે ૩ થી ૫ તિરૂપતિ ગેઇટની બાજુમાં બાલા હનુમાન મંદિરે હુડકો ચોકડીથી આગળ, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૦૩૩૧ ૬૧૬૮૦, ૭૫૬૭૩ ૪૨૬૩૩

  છેલશંકરભાઇ જોષી

રાજકોટઃ નથુ તુલસી ઔદિચ્ય ગોહિલવાડી સમાજ રાજકોટ નિવાસી છેલશંકરભાઇ જેઠાલાલ જોષી (ઉ.વ.૮૫)  તે સ્વ. મનસુખભાઇ અને ભોગીલાલના મોટાભાઈ તેમજ અશ્વિનભાઈ (નિવૃત અ.મ.ઈ. સિંચાઈ વિભાગ), દિલીપભાઈ (દીપ કલી. લેબ), મહેન્દ્રભાઈ (મેનેજર સૌ. ગ્રા. બેન્ક), કિરીટભાઈ (જનરલ મેનેજર, કોન્કર્ડ બાયોટેક) તથા ઈન્દિરાબેન જયેશકુમાર મહેતા (નિવૃત્ત શિક્ષિકા-જામનગર)ના પિતાજી અને સ્વ, નવલશંકર જીવરામ ભટ્ટના જમાઈનું તા. ૨૧ ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૨૩ને ગુરુવારે સાંજે ૪ થી ૫, શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર, રામપાર્ક સોસાયટી રાજકોટ ખાતે રાખેલ છે.

રાજેન્દ્રભાઇ ઉપાધ્યાય

રાજકોટઃ વાલમ બ્રાહ્મણ રાજકોટ નિવાસી સ્વ. વિનોદકુમાર અને સ્વ. નિર્મળાબેન ઉપાધ્યાયના પુત્ર સ્વ.શ્રી રાજેન્દ્રભાઇ વિ. ઉપાધ્યાય (નિવૃત જીઇબી કર્મચારી જાણીતા કલાકાર)નું અવસાન બેંગલોર મુકામે તા.૨૦ના રોજ થયેલ છે. પત્નિ મીનાબેન, પુત્ર ધવલભાઇ મો.૮૨૬૪૦ ૫૦૧૯૭, મિથીલભાઇ ૭૨૨૬૮ ૭૫૫૧૬ ટેલીફોનીક બેસણું તા.૨૩ને સાંજે ૪ થી ૫ રાખેલ છે.

શાંતાબેન વરમોરા

રાજકોટઃ શાંતાબેન છગનભાઈ વરમોરા તે દિનેશભાઇ તથા સ્વ.મુકેશભાઈના માતા, પ્રજ્ઞાબેન વિરલકુમાર હરણેશા, ભાવેશ, વિશાલ તથા જયના દાદીમા તેમજ ભીખુભાઈ, ત્રિકમભાઇ, ભીમજીભાઇ તથા છગનભાઈના બહેનનું તા.૨૨ને બુધવારના રોજ અવસાન થયું છે. ઉતરક્રીયા તા.૧ ને શનિવારના રોજ તેમના નિવાસસ્થાન ડૈયા ગામ (તા. ગોંડલ, જિ. રાજકોટ) ખાતે રાખેલ છે.

બાલકૃષ્ણભાઇ ઝીઝુવાડીયા

રાજકોટઃ સોની સ્વ. પ્રાણજીવનભાઇ ડાયાલાલ ઝીઝુવાડીયાનાં પુત્ર બાલકૃષ્ણભાઇ પ્રાણજીવનદાસ ઝીઝુવાડીયા (ઉ.વ.૬૦) તે જયોતિન્દ્ર તથા દિવ્યાબેન પરેશકુમારનાં પિતાશ્રી તથા તે લલીતભાઇ, વિનોદભાઇ, અરવિંદભાઇ, શાંતીભાઇ, બીપીનભાઇ, પ્રમોદભાઇના ભાઇ તથા સોની ખીમચંદભાઇ ઓવડદાસ આડેસરા(કોંઢવાળા)ના જમાઇ તા.૨૧ને મંગળવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું બન્ને પક્ષનું બેસણું તા.૨૩ને ગુરૂવારના રોજ બપોરે ૪ થી ૫: ૩૦ કલાકે પારેખ વાડીે, ખત્રીવાડ, કબીર શેરીની સામે, રાજકોટ મુકામે રાખેલ છે.

જયોત્સનાબેન ઝીંઝુવાડીયા

રાજકોટઃ સોની વ્રજલાલભાઇ ભુદરજીભાઇ ઝીંઝુવાડીયાનાં પુત્રવધુ તથા ઘનશ્યામભાઇ(નાસીક)ના ધર્મપત્ની તે વિજય, આશિષ તથા રીનાનાં માતુશ્રી તથા (મહાદેવ ગોકળવાળા) ગો.વ. ચુનીલાલ મહાદેવભાઇના પુત્રી તે ધીરજલાલ તથા જેન્તીભાઇ નાં બહેન અ.સો. જયોત્સનાબેન તા. ર૦ને સોમવારે શ્રીજી ચરણ પામેલ છે.  બંને પક્ષનું બેસણું સંયુકત રાખેલ છે તા. ર૩ને ગુરૂવાર સવારે ૧૦:૩૦ થી ૧ર  સ્થળ ખીજડાવાળી વિભાગ નં. ૧ ખાતે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

જયોત્સનાબેન પારેખ

રાજકોટઃ ધોરાજી નિવાસી સ્વ. પ્રભુદાસ હકમીચંદ પારેખના ધર્મપત્નિ ગં.સ્વ. જયોત્સનાબેન પારેખ તે કશળચંદ મહેતાની પુત્રી તે ભાવેશ, હિતેશ સ્વ. શૈલેષ, આશા પ્રફુલભાઇ કામદાર, ભાવના ભાવિનભાઇ પીપલીયા તથા ભકિતમિહિરભાઇ પારેખના માતુશ્રી તે પારૂલ તથા દિપ્તીના સાસુ તેમજ નંદિની, સાહિલના દાદીમાં તા.૨૦ને સોમવારે અરિંહત શરણ પામેલ છે. સ્વર્ગસ્થનું ઉઠમણું તા.૨૩ને ગુરૂવારે સવારે ૧૦ કલાકે પારસધામ દેરાસર, નિર્મલા કોન્વેન્ટ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

વાસુદેવભાઇ શીલુ

જેતપુર : સ્વ. મુળશંકરભાઇ હરીભાઇ શીલુ (થાણાગાલોળવાળા) ના પુત્ર વાસુદેવભાઇ (આરોગ્ય કર્મચારી) તે ભરતભાઇ, બાબુભાઇ, મંજુલાબેન ભાઇશંકર બોરીસાગર, (ગોંડલ), રંજનબેન પ્રમોદરાય જોષી (રાજકોટ) ના લઘુબંધુ તેમજ દિવ્યકાંત, કૌશીકભાઇના કાકા તા. રર ના રોજ અવસાન પામેલ છે. ટેલીફોનીક બેસણું તા. ર૪ શુક્રવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે.

અમૃતલાલ કુંકણા

રાજકોટઃ બ્રહ્મક્ષત્રીય રાજકોટ નિવાસી અમૃતલાલ ત્રિભોવનદાસ કુંકણા (ઉ.વ.૭૪)  તે સ્વ.ત્રિભોવનદાસ મોહનલાલ કુંકણાના નાનાપુત્ર તેમજ રમણીકલાલ ત્રિભોવનદાસ કુંકણાના નાનાભાઈ અને દામનગરવાળા સ્વ.તારાચંદ ટોપણદાસ બોસમીયાના જમાઈ અને શૈલેષભાઈ, યોગેશભાઈ અને ગિરીશભાઈના પિતાશ્રી તા.૨૦ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા.૨૩ને ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ બ્રહ્મક્ષત્રીયની વાડી- પેડક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ધીરજલાલ કુંડલીયા

રાજકોટઃ ધીરજલાલ રણછોડદાસ કુંડલીયા (ઉ.વ.૮૨) તે સ્વ.રણછોડદાસ મંગળજી કુંડલીયાના પુત્ર, તે મનીષભાઈ, પુનમબેન, કીર્તિબેનના પિતાશ્રી, તે સ્વ.મનુભાઈ, સ્વ.હીરાભાઈ, ચંદુભાઈ, કાંતિભાઈ, હરસુખભાઈ, સ્વ.ભુપતભાઈના ભાઈ, તે સ્વ.ચુનીલાલ લક્ષ્મીચંદ નથવાણી (કાલાવડ)ના જમાઈનું તા.૨૦ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. પુનમબેન ધીરજલાલ કુંડલીયા મો.૯૯૭૮૮ ૨૩૦૬૦, જયકરભાઈ મનુભાઈ કુંડલીયા મો.૯૮૨૪૨ ૧૨૪૪૬, અશોકભાઈ હીરાભાઈ કુંડલીયા મો.૯૮૨૪૨ ૧૧૧૫૨, કૃષ્ણકુમાર (કિશન) ચંદુભાઈ કુંડલીયા મો.૯૪૨૬૨ ૬૯૦૦૭, અશ્વિનભાઈ ચુનીલાલ નથવાણી મો.૯૫૧૦૦ ૭૯૭૩૬, ઋષિભાઈ અરવિંદભાઈ નથવાણી મો.૯૯૧૩૮ ૦૦૦૦૮

ધોરાજીના મણીબેન પોપટનું ૧૦ર વર્ષની વયે નિધન

જસદણઃ ધોરાજી નિવાસી લોહાણા મણીબેન નાથાલાલ પોપટ (ઉ.વ.૧૦ર) તે સ્વ.નાથાલાલ પોપટલાલ પોપટના પત્ની તેમજ ડાયાભાઇ, દિલીપભાઇ, જયસુખભાઇ તથા મુકેશભાઇના માતુશ્રીનું તા.ર૦ના રોજ અવસાન થયું છેે. બેસણું તા.ર૩ ગુરૂવારે સાંજે ૩ થી ૪ લોહાણા મહાજનવાડી ધોરાજી રાખેલ છે.

પુજાબેન ચરાડવા

રાજકોટઃ સોની શાંતીલાલ મોહનલાલ ચરાડવા (જેતલસર વાળા) હાલ રાજકોટના સુપુત્ર મનીષભાઇના ધર્મપત્ની પુજાબેન મનીષભાઇ ચરાડવા (ઉ.વ.૪૦) તે મેહુલભાઇના ભાભીનું તા.ર૦ના અવસાન થયેલ છે. તેનું ટેલીફોનીક બેસણું તા.ર૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૮૭૮૦૩૧૨૭૪૩ તથા ૯૦૯૯૩ ૩૭૧૬૯ અને ૮૭૩પ૮ ૬ર૦૬૦ છે. 

શામજીભાઇ ડાભી

રાજકોટઃ જુનાગઢ ખાંટ (રાજપુત) ડાભી શામજીભાઇ રૂડાભાઇ (નિવૃત રેલ્વે કર્મચારી) (ઉ.વ.૮ર) તે કમલેશભાઇ (રેલ્વે), ગીતાબેન, પુષ્પાબેન, ભારતીબેનના પપ્પા તેમજ તરૂણ, શ્રુતીના દાદાનું તા.૧૯ ના અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.ર૩ને ગુરૂવારે શ્રી દેવેશ્વર મહાદેવ મંદિર, મુરલીધર સોસોયટી , ડો.અગ્રાવતના દવાખાના પાસે તેમજ ઉત્તરક્રિયા તા.૩૦ ગુરૂવારે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

કુંદનબેન જોષી

રાજકોટઃ કલકતા નિવાસી સારસ્વત બ્રાહ્મણ ગંસ્વ.કુંદનબેન ઇશ્વરલાલ જોશી (રત્નેશ્વર) (ઉ.વ.૭પ) તે સ્વ.ઇશ્વરલાલ જોશીના ધર્મપત્ની તથા રાજકોટવાળા સ્વ.દયાશંકર નારણજીભાઇવડીયાની પુત્રી તેમજ સ્વ.શશીકાંતભાઇ, અરવિંદભાઇ, હર્ષદભાઇ , જોશનાબેન, નયનાબેનના મોટા બહેનની સાદડી તા.ર૩ને ગુરૂવારે સાંજે પ થી ૬ કામનાથ મહાદેવ મંદિર, બેડીનાકા ટાવર અંદર રાખેલ છે. મો.નં. ૮૦૦૦૦ ૬૬૦૮૮.

પુષ્પાબેન ગોસ્વામી

મોરબીઃ જોડીયા નિવાસી પુષ્પાબેન ધનપરી ગોસ્વામી (ઉ.વ.૭૧) તે સ્વ.ધનપરી મહાદેવપરીના પત્ની તથા હિરેનપરી, મનોજપરી, યોગેશપુરી (એસટી)ના માતુશ્રીનું તા. ર૦ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.ર૩ને ગુરૂવારે સાંજે ૪ થી પ તેમના નિવાસસ્થાને બ્રાહ્મણશેરી મણી કનકેશ્વર મહાદેવ મંદિર બાજુમાં જોડીયા રાખેલ છે.

રાજનભાઇ શાહ

વાંકાનેરઃ ભોગીલાલ પોપટલાલ શાહના પુત્ર રોહીતભાઇનો પુત્ર રાજનભાઇ (ઉ.વ.૨૮) તે મુકેશભાઇ, ભાવેશભાઇ અને કિરણ શરદકુમાર ગાંધીનો ભત્રીજો તથા ઋષભ અને યશના ભાઇ તેમજ સુમતીચંદ ચંદુલાલ શેઠના ભાણેજનું તા.ર૦ના અવસાન થયેલ છે. ઉઠમણું તા.ર૩ને ગુરૂવારે સવારે ૧૦.૩૦ કલાકે જૈન ઉપાશ્રય મેઇન બજાર વાંકાનેર છે.

મિથીલેસ ચાપાનેરી

રાજકોટઃ અ.નિ.બાબુલાલ ચુનીલાલ ચાંપાનેરીનાં પૌત્ર તે પરેશભાઈ બાબુલાલ ચાંપાનેરીનાં પુત્ર મીથીલેસ પરેશભાઈ ચાંપાનેરી તે અશ્વિનભાઈ, રાજુભાઈનાં ભત્રીજા તે સ્વ.ચિરાગભાઈ, પાર્થ, શ્વેતા, ક્રિષ્નાનાં નાનાભાઈ, તે અમદાવાદ નિવાસી સ્વ.પ્રવિણચંદ્ર પોપટલાલ ઝીંઝુવાડિયા પરીવારના ભાણેજ શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષનું બેસણું તા.૨૩ ગુરૂવારનાં સાંજે ૩ થી ૫ રાખેલ છે. કોઠારીયા નાકા, ખીજડાવાડી યુનીટ નં.૧, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ધીરજલાલ કુંડલીયા

રાજકોટઃ ધીરજલાલ રણછોડદાસ કુંડલીયા (ઉ.વ.૮૨) તે સ્વ.રણછોડદાસ મંગળજી કુંડલીયાના પુત્ર, તે મનીષભાઈ, પુનમબેન, કીર્તિબેનના પિતાશ્રી, તે સ્વ.મનુભાઈ, સ્વ.હીરાભાઈ, ચંદુભાઈ, કાંતિભાઈ, હરસુખભાઈ, સ્વ.ભુપતભાઈના ભાઈ, તે સ્વ.ચુનીલાલ લક્ષ્મીચંદ નથવાણી (કાલાવડ)ના જમાઈનું તા.૨૦ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. પુનમબેન ધીરજલાલ કુંડલીયા મો.૯૯૭૮૮ ૨૩૦૬૦, જયકરભાઈ મનુભાઈ કુંડલીયા મો.૯૮૨૪૨ ૧૨૪૪૬, અશોકભાઈ હીરાભાઈ કુંડલીયા મો.૯૮૨૪૨ ૧૧૧૫૨, કૃષ્ણકુમાર (કિશન) ચંદુભાઈ કુંડલીયા મો.૯૪૨૬૨ ૬૯૦૦૭, અશ્વિનભાઈ ચુનીલાલ નથવાણી મો.૯૫૧૦૦ ૭૯૭૩૬, ઋષિભાઈ અરવિંદભાઈ નથવાણી મો.૯૯૧૩૮ ૦૦૦૦૮

સરોજબેન ટીલાવત

રાજકોટઃ રામાનંદી સાધુ મુળ ગામ લુણાગરા હાલ રાજકોટ નિવાસી સાધુશ્રી ઘનશ્યામદાસ ગોવિંદરામ ટીલાવતના ધર્મપત્નિ અ.સૌ.સ્વ.સરોજબેન (ઉ.વ.૬૨)  તે પારૂલબેન અને મોહિતભાઈના માતુશ્રી તેમજ જામખંભાળીયાવારા સ્વ.શાંતિલાલ દ્વારકાદાસ નિમાવતના પુત્રી તા.૧૯ને રવિવારના રોજ રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર, જનકપુરી મેઈન રોડ, સાધુવાસવાણી રોડ, રાજકોટ પારૂલબેન મો.૯૪૨૭૪ ૪૫૫૭૪, ઘનશ્યામદાસ મો.૯૨૬૫૦ ૮૨૯૭૬

નરેન્દ્રભાઈ ગાંધી

રાજકોટઃ મોઢ વણિક સ્વ.નરેન્દ્રભાઈ મંગળજીભાઈ ગાંધી (ઉ.વ.૬૭) જે સ્વ.મંગળજીભાઈ ગાંધીના પુત્ર તથા બીનાબેનના પતિ તથા મૌલીક, વિકીના પિતાશ્રી તેમજ મનાલીના સસરા, કાવ્યાના દાદા, તથા સ્વ.ડાયાભાઈ બેચરભાઈ મહેતાના જમાઈનું તા.૨૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૩ના રોજ ગુરૂવાર સાંજે ૪ થી ૬ રામેશ્વર ચોક, ગીત ગુર્જરી સોસાયટી, રામેશ્વર મંદિર, એરપોર્ટ ફાટકથી આગળ, રાજકોટ. બીનાબેન ગાંધી મો.૯૪૨૮૮ ૯૪૮૨૩, મૌલીક ગાંધી મો.૯૫૫૮૭ ૨૫૦૦૭, વિકી ગાંધી મો.૯૩૨૭૫ ૪૮૪૭૯, હરીશભાઈ મહેતા મો.૯૯૯૮૪ ૩૬૦૧૯, નિતીનભાઈ મહેતા મો.૯૯૨૪૧ ૧૫૦૧૦, દીલીપભાઈ મહેતા મો.૮૧૬૦૮ ૧૯૦૯૦

ચેતનભાઈ ગાદોયા

રાજકોટઃ નિવાસી શ્રી દશા સોરઠીયા વણિક સ્વ.વ્રજલાલ નરભેરામ ગાદોયાના પુત્ર ચેતનભાઈ (ઉ.વ.૪૯) તે હિતેષભાઈ વ્રજલાલ ગાદોયા (કલાઈમેકસ વોચવાળા)ના નાનાભાઈ નિધીબેનના પતિ, વત્સલના પિતાશ્રી તેમજ સ્વ.બંસીધરભાઈ મણિયારના જમાઈ તેમજ યતિનભાઈ બંસીધરભાઈ મણિયારના બનેવી તેમજ પ્રફુલ્લભાઈ, અશોકભાઈ, અતુલભાઈ, જીજ્ઞેશભાઈ, મેહુલભાઈ અક્ષયભાઈ ગાદોયાના પિતરાઈ ભાઈનું તા.૨૧ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બન્ને પક્ષનું બેસણું તા.૨૩ ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ વાગ્યે તેમના નિવાસસ્થાન આશ્રય ગ્રીન ૧૫૦ ફૂટ રિંગ રોડ ફોર્ચ્યયુન હોટલની બાજુમાં રાખેલ છે. મો.૯૮૯૮૦ ૯૭૯૮૧, મો.૬૩૫૫૧ ૫૫૫૭૮, મો.૯૯૭૯૯ ૧૮૪૦૦