Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023
અવસાન નોંધ

યથાર્થ ટાંક

રાજકોટ : : ગુર્જર ક્ષત્રીય કડીયા, યથાર્થ તે રીટાબેન ગૌરાંગભાઇ ટાંક (ભાલીયા)ના પુત્ર, તે કુસુમબેન નટવરલાલ ટાંક (ભાલીયા)ના પૌત્ર તે મનીષભાઇ તથા માધવીબેનના ભત્રીજાનું તા.૨૦ના અવસાન થયેલ છે. બેસણુ આજે તા. ૨૨ના સોમવારે સાંજે ૫ થી ૭, ગોવિંદનગર શેરી નં. ૬, ‘શ્રી સાંતેશ્વર મહાદેવ મંદિર' ખાતે રાખેલ છે.

કાંતિલાલ  પાઉં

રાજકોટઃ કાંતિલાલ રામજીભાઈ પાઉં (ન્‍યુ ઈન્‍ડિયા) તે જેન્‍તીભાઈ, નટુભાઈ, શાંતિલાલ (નાગરીક બેંક), લીલાબેન રાચ્‍છ, મંગળાબેન તન્‍નાના મોટાભાઈ તથા સંદિપભાઈ (ગોપાલ), દક્ષાબેન કિરીટભાઈ  પુજારા, ભાવનાબેન અતુલભાઈ ચતવાણી, હર્ષાબેન મિતેષભાઈ કાનણીના પિતાશ્રી અને વિનીતાના દાદાજી, લક્ષ્મીદાસ પુંજાભાઈ કોટેચાના જમાઈનું તા.૧૯ શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ સોમવાર સાંજે ૫ થી ૬, પંચનાથ મહાદેવ મંદિર, પંચનાથ પ્‍લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

ચંપાબેન જોટંગીયા

રાજકોટઃ સંજયભાઈ જીવનભાઈ જોટંગીયા તથા મનિષભાઈ જીવનભાઈ જોટંગીયાના માતુશ્રી સ્‍વ.ચંપાબેન જીવનભાઈ જોટંગીયા તા.૨૧ રવિવાર રામ ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૨ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્‍થાને માણાવદર મુકામે રાખેલ છે.

કુરબાનહુસેન ભારમલ

રાજકોટઃ દાઉદી વ્‍હોરા કુરબાનહુસેન તાહેરઅલી ભારમલ- પાયાવાલા (નુરુભાઈ- ભારમલ ઈલેકટ્રીક, મીલપરા) તે દુરૈયાબેનના શોહર, અસગરભાઈ, શબ્‍બિરભાઈના ભાઈ અને હોઝેફાભાઈના પિતાશ્રી તા.૨૧ના રોજ રાજકોટ મુકામે વફાત થયેલ છે. ઝિયારતના સિપારા તા.૨૩ મંગળવારે કુત્‍બી મસ્‍જિદમાં  ઝોહરની નમાઝ બાદ રાખેલ છે. મો.૮૧૪૧૧ ૩૩૦૮૧, મો.૯૨૨૮૭ ૨૫૯૦૫

ચીમનલાલ ખૂનડિયા

વડીયા દેવળી :. ચીમનલાલ બાબુલાલ ખૂનડિયા (જુના ન્‍યુઝ પેપર એજન્‍સી વાળા) તે મનસુખભાઇ તથા સ્‍વ. નટુભાઇ ના મોટાભાઇનું તા. ર૦ શનિવાર અવસાન થયું છે. જેઓનું બેસણુ તા. રર સોમવાર ૪ થી પ લોહાણા મહાજનવાડી વડીયા ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

 

જામનગર જીલ્લા પંચાયતના નિવૃત કર્મચારી જગદીશભાઇ કોટેચાનું અવસાન

જામનગર : લોહાણા જગદીશભાઇ નંદલાલભાઇ કોટેચા (નિવૃત જામનગર જિલ્લા પંચાયત કર્મચારી) તે સ્‍વ. નરેન્‍દ્રભાઇ તથા અશ્વિનભાઇના નાનાભાઇ, ચૈતન્‍યભાઇ (વાસ્‍મો), દક્ષાબેન, સ્‍વ. ભાવનાબેનના પિતા તથા સંજયભાઇ તથા હિતેશભાઇના સસરાનું તા. ર૧ ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. રર ને સોમવારે સાંજે પ થી પ-૩૦ તળાવની પાળ પાબારી હોલ જામનગર ખાતે રાખેલ છે.