Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018
ધકાણ હોસ્પિટલવાળા ડો.જગદિશ ધકાણના પિતાશ્રી શાંતિલાલ ધકાણનું અવસાનઃ આજે રાત્રે સ્મશાન યાત્રા

 રાજકોટઃ ધકાણ હોસ્પિટલવાળા જાણીતા ડો. જગદિશભાઇ ધકાણ તથા હિતેષભાઇ ધકાણના પિતાશ્રી મુળ ગામ વરસડા હાલ રાજકોટ નિવાસી સોની શાંતિલાલ વશરામભાઇ ધકાણ (ઉ.વ.૮૫) તે સ્વ. મોહનભાઇ, વનમાળીભાઇ, ગીરધરભાઇના ભાઇ અને તથા મનસુખભાઇ, પ્રવીણભાઇ, નંદલાલભાઇના કાકા તથા હરીશભાઇ તથા વિજયભાઇ, ચેતનભાઇના મોટાબાપુ તથા માનવ અને નમનના દાદાનું તા.૨૨ના રોજ અવસાન થયું છે. તેમની સ્મશાનયાત્રા આજે  મંગળવારે રાત્રે ૧૦ કલાકે તેમના નિવાસ સ્થાન ફલેટ નં.૩૦૧/૩૦૨, તનિષ્ક એપાર્ટમેન્ટ, માલવીયા ચોક, એચ.ડી.એફ.સી. બેંક સામે, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતેથી નિકળશે.

વઢવાણ ગેબનશાહપીર દરગાહના સેવક પરિવારના રહેમતબેનની વફાત

વઢવાણ તા ૨૨ : વઢવાણ શહેરના સિયાણી પોળ વિસ્તારમાં રહેતા અને વર્ષોથી  ગેબશાવલીમાં સેવા આપતા બાબુસા ચાંદશાના ધર્મપત્ની અને રજ્જબસાના માતુશ્રી રહેશતબેન હ્રયરોગના હુમલામાં રોજદાર હાલતમાં જન્નત નશીન થયા હતા.

રહેમતબહેન નેક નમાઝી અને કોમી હમદર્દ હતા, મિલનસાર સ્વભાવ ધરાવતા હતા જેના કારણે તેમની જનાજાયાત્રા તેમના પુત્ર રજ્જબસા દિવાન સુડવેલ સોસાયટી ખાતેથી નિકળતા અનેક મુસ્લીમ બિરાદરો જનાજાયાત્રામા઼ જોડાયા હતા.તમામ જ્ઞાતીના લોકો સ્વયંભુ જોડાયા હતા ત્યારે તેમજ ત્રિજિયા ની કુરાન શરીફના સિયારાની જગ્યાએથી વઢવાણ ગેબનશા દાદાની દરગાહ ખાતે તા. ૨૩/૫ ના રોજ સવારના ૯ થી ૧૨ દરમ્યાન રાખવામાં આવેલ છે.

તેમના બોહળા પરિવારમાં પતિ બાબુસા ચાંદસા દિવાન, પુત્ર રજ્જબસા અને ત્રણ પુત્રી જમાઇ નવાસા નજાસી પોૈત્રવધુ પોૈત્રો સહિત બહોળા પરિવાર જનોનેવિલાપ કરતા છોડી ગયા છે.

અવસાન નોંધ

મધુબેન વોરા

રાજકોટઃ માંગરોળ નિવાસી વડનગરા નાગર- બ્રાહ્મણ ડો.હરિપ્રસાદ એસ.વોરાના પત્નિ ગં.સ્વ. મધુબેન (ઉ.વ.૮૧) તે નરેન્દ્રભાઈ (નિવૃત શિક્ષક), ભુપેન્દ્રભાઈ (નિવૃત કોર્ટ), ધમેન્દ્રભાઈ (સહકારી ખાતું નિવૃત) તથા મલયભાઈ (સ્ટેટ બેંક) તથા ગં.સ્વ.વિશાખાના માતુશ્રીનું તા.૨૧મીના રોજ જૂનાગઢ ખાતે અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું ઉઠમણું તા.૨૪ને ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ નાગર- બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, લાલજી મંદિર, માંગરોળ ખાતે રાખેલ છે.

હીરાબેન વીછી

જેતપુર : બ્રહ્મક્ષત્રિય સ્વ. ધીરજલાલ ફુલચંદ વીછીના પત્નિ હીરાબેન (ઉ.વ.૭૪) તે જગદીશભાઇ, નરેન્દ્રભાઇ, બીપીનભાઇ, દિનેશભાઇ, ચંદ્રેશભાઇ (પાલીકા સદસ્ય), કુંદનબેન દિનેશકુમાર પડીયા,ના માતુશ્રી તા. ર૧ને સોમવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા તા. ર૪ ને ગુરૂવારે સાંજે ૪-૩૦ થી ૬-૩૦ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી ફુલવાડી ભાદર રોડ, જેતપુરમાં રાખેલ છે.

આનંદપ્રકાશ જોષી

જુનાગઢ : સ્વ. આનંદપ્રકાશ નવીનચંદ્ર જોષી તે ધીરજલાલ કેશવલાલ પંડયા તથા દિલીપ કેશવલાલ પંડયાના જમાઇ તથા ચિરાગ, મિતેષ, કોમલના બનેવીનું તા. ૧૯ ના અવસાન થયેલ છે. બેસણું જુનાગઢમાં અમારા નિવાસ સ્થાને તા. રપ ને શુક્રવારે સાંજે પ થી ૬ ગોપાલવાડી-૪, સુભાષનગર પાછળ, જોષીપરા, જુનાગઢ ખાતે રાખેલ છે.

નંદુબેન વારા

જૂનાગઢઃ નંદુબેન જીવનભાઈ વારા (ઉ.વ. ૯૦) તે માલદેભાઈના માતુશ્રી તથા અભિષેક ભરડવાના નાનીનુ તા. ૨૧ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૨૨ ને મંગળવારે સાંજે ૫ થી ૬ તેમના નિવાસ સ્થાન ટીવી સ્ટેશન પાસે ગાંધીગ્રામ જૂનાગઢ ખાતે રાખેલ છે.

પારૂલબેન જોગી

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય પારૂલબેન બિપીનભાઇ જોગી તે સ્વ. દુર્લભજીભાઇ દેવજીભાઇ દુબલના પુત્રી તથા ભરતભાઇ, જીતેન્દ્રભાઇ (જેતપુર), પ્રવિણાબેન હરેશકુમાર દગીયા (ભાવનગર), અરૂણાબેન જગદીશકુમાર મર્થક (રાજકોટ)ના બહેન શ્રીજીચરણ પામ્યા છે. સદ્દગતનું બેસણું ૨૪મીએ ગુરૂવારે સવારે ૧૦ થી ૧૧, બ્રહ્મક્ષત્રીય જ્ઞાતિની વાડી, પેડક રોડ સામા કાંઠે રાજકોટ-૩ ખાતે રાખેલ છે.

શાંતીલાલભાઇ વાછાણી

ઉપલેટાઃ મુળ કોટડા બાવીસી હાલ ઉપલેટા નિવાસી શાંતીલાલભાઇ ભીમજીભાઇ વાછાણી (ઉ.વ.૬૮) તે જયંતીભાઇ, અમુભાઇ, નરોતમભાઇના મોટાભાઇ તથા રાજુભાઇ તેમજ મહેશભાઇ (શ્રીજી ઇલેકટ્રીક સ્ટોર)ના પિતાશ્રીનું તા.ર૧ને સોમવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું ઉપલેટામાં તા.ર૪ના રોજ સવારના ૮ થી ૧૧ નિવાસ સ્થાન લાભ-શુભ એપાર્ટમેન્ટ, કોલકી રોડ, ખાતે રાખેલ છે. તેમજ કોટડા બાવીસી નિવાસ સ્થાન ખાતે બપોરના ૪ થી ૬ રાખેલ છે.

આનંદપ્રકાશ જોષી

જુનાગઢઃ સ્વ. આનંદપ્રકાશ નવિનચંદ્ર જોષી તે ધીરજલાલ કેશવલાલ પંડયા તથા દિલીપ કેશવલાલ પંડયાના જમાઇ તથા ચિરાગ, મિતેષ, કોમલના બનેવીનું તા.૧૯ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.રપ શુક્રવારે સાંજે પ થી ૬, ગોપાલવાડી-૪, સુભાષનગર પાછળ જોષીપરા - જુનાગઢ ખાતે રાખેલ છે.

નાનજીભાઇ વ્યાસ

કોટડા સાંગાણીઃ નાનજીભાઇ રામજીભાઇ વ્યાસ (પૈજા) (ઉ.વ.૮પ) જે મગનભાઇના નાનાભાઇ, સુરેશભાઇ, જયેશભાઇના પિતાશ્રી, અશોકભાઇના કાકા તથા અમીતના દાદાનું તા.ર૦ના અવસાન થયુ છે. સદ્દગતનું બેસણું તા.ર૪ને ગુરૂવારે સુથાર શેરી, કોટડા સાંગાણી ખાતે રાખેલ છે.

કેશવભાઇ વાઢેર

બાંટવાઃ બાંટવા નિવાસી વાઢેર કેશવભાઇ કાળાભાઇ (ઉ.વ.૮૭) તે જેમલભાઇ, વિરમભાઇ, તેજસિંહ, તથા ભગવાનજીભાઇના પિતાશ્રી તથા હેરમા અભયસિંહ ભીમજીભાઇના સસરાનું તા.૧૯ના શનિવારે અવસાન થયેલ છે.

ભનુભાઇ રાવરાણી

રાજકોટઃ ગામ મોટી મારડ (હાલ - રાજકોટ) વાણંદ ભનુભાઇ પરસોતમભાઇ રાવરાણી (ઉ.વ.૮ર) તે નટુભાઇ, ભરતભાઇ અને પ્રવિણભાઇના પિતાશ્રી તથા નાથાભાઇ કાનજીભાઇ ગાલોરીયાના બનેવીનું તા.ર૧ના અવસાન પામેલ છે. તેમનું બેસણું રાજકોટ મુકામે તા.રપ શુક્રવારે વાણંદ સમાજની વાડી, લક્ષ્મીનગર ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

પ્રતાપભાઇ શાહ

રાજકોટ : પ્રતાપભાઇ રામજીભાઇ શાહ (ઉ.વ.૭૬) તે જયેશભાઇ (એસબીઆઇ), જયંતભાઇ, અશ્વિનભાઇ (અમી કેટરર્સ)ના પિતાશ્રી તા. ર૧ના સોમવારે શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા. ર૪ ના ગુરૂવારે સાંજે પ-૩૦ થી ૭, નવીનનગર કોમ્યુનીટી હોલ-નીલકંઠ મહાદેવ મંદિર સામે જલારામ-ર મેઇન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

લલીતાબેન માણેક

રાજકોટ : વેરાવળ નિવાસી હાલ રાજકોટ લોહાણા અ.નિ. લલિતાબેન વિનોદરાય માણેક (ઉ.વ.૭૪) તે સ્વ. વિનોદરાય ભગવાનદાસ માણેકના પત્ની, અજયકુમાર દિનેશભાઇ બગડાઇના સાસુ તેમજ જયેશભાઇ, દિપેશભાઇ (મહાવીર ટ્રાન્સપોર્ટવાળા ૯૭ર૩૪ ૩પ૪૬૪), જીજ્ઞેશભાઇ (વેરાવળ), શિતલબેન બગડાઇના માતુશ્રીનું તા. ર૧ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ર૪ના ગુરૂવારે સાંજે પ થી ૬ રામનાથ મહાદેવ, ક્રિષ્ના પાર્ક શેરી નં. ર, પોપટપરા રેલનગર, રાજકોટ ખાતે રાખેલ છે. 

વલ્લભદાસભાઇ પિત્રોડા

ઉપલેટા : મચ્છુ કઠીયા લુહાર જ્ઞાતિના વલ્લભદાસભાઇ લક્ષમણભાઇ પિત્રોડા (ભારત કોલ ડીપો) (ઉ.વ.૮૮) તે પોપટભાઇ (ભાવનગર) ના લઘુબંધુ તથા ગોપાલભાઇ (રાજકોટ), મનહરભાઇ (મુંબઇ) ના મોટાભાઇ અને દિલીપભાઇ (ઉપલેટા), કિરીટભાઇ (કેનેડા), સુમીત્રા બેન (રાજકોટ), ઉષાબેન (વાંકાનેર), રસીલાબેન(વડોદરા), માલતીબેન (રાજકોટ) ના પિતાશ્રી તથા વિક્રાંત (કેનેડા), હર્ષ (ઉપલેટા) ના દાદા તથા સ્વ. હરજીભાઇ કાળાભાઇ હંસોરા (પોરબંદર) ના જમાઇ તા. ૨૦ રવિવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૪ ગુરૂવારે ૪ થી ૬ સુરજ વાડી, બગીચા સામે, ઉપલેટા રાખેલ છે.

મનુભા સિસોદીયા

 રાજકોટઃ નિવાસી સ્વ. મનુભા તખુભા સિસોદીયા (ઉ.વ.૭૪) તે શૈલેન્દ્રસિંહ (પીએસઆઇ) તળાજા કમલેશભાઇ (ગૃહફાઇનાન્સ ભુજ) તથા સુરેન્દ્રસિંહ (પીએસઆઇ) અમદાવાદના પિતાશ્રી તથા (કાવ્ય, અમીબા, હરદીપ તથા યુવરાજસિંહના દાદા) મનુબા સિસોદીયા નિવૃત શિક્ષિકા રવિ વિદ્યાલય, માધાપરના  પતિ તા.૨૧ સોમવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તેમનું બેસણું તા.૨૪ને ગુરૂવારના રોજ ફળેશ્વર મહાદેવ મંદીર બજરંગવાડી, જામનગર રોડ, રાજકોટ સાંજે ૫:૩૦ થી ૭ રાખેલ છે.

 પાર્વતીબેન  પીપળીયા

 ગોંડલઃ ઘોઘાવદરના પાર્વતીબેન લવજીભાઇ પીપળીયા (ઉ.વ.૭૦) તે સુરેશભાઇના માતૃશ્રી તથા મિલનના દાદીમાનું તા.૨૦ને રવિવારના રોજ અવસાન થયેલ છે.

નાનજીભાઈ પૈજા

રાજકોટ : કોટડાસાંગાણી નિવાસી વ્યાસ નાનજીભાઈ રામજીભાઈ પૈજા (ઉ.વ.૮૫) તે સુરેશભાઈ નાનજીભાઈ પૈજા તથા જયેશભાઈ નાનજીભાઈ પૈજાના પિતાશ્રીનું તા.૨૦ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૪ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬, નિવાસસ્થાન મુ. કોટડાસાંગાણી ખાતે રાખેલ છે.

મહેન્દ્રભાઈ પીઠળીયા

રાજકોટ : મચ્છુ કઠી સહી સુતાર જ્ઞાતિના મહેન્દ્રભાઈ ગોબરદાસ પીઠળીયા (લાલભાઈ ઉ.૫૯) તે અરવિંદભાઈના મોટાભાઈ તથા જીજ્ઞેશ કમલેશના પિતા (જેતપુર વાળા) તા.૨૧ને સોમવારના રાજકોટ ખાતે શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૪ને ગુરૂવારના સાંજે ૫ થી ૬, ૨૨ વિજય પ્લોટ, કમલ ગંગા મચ્છુ કઠીયા દરજી સુતાર જ્ઞાતિ, રાજકોટ ખાતે રાખેલ છે.

મીનાક્ષીબેન દેસાઈ

રાજકોટ : મોઢવણિક સ્વ.નવીનચંદ્ર સી. દેસાઈના ધર્મપત્નિ મીનાક્ષીબેન (ઉ.વ.૬૫) તે પ્રતિકના માતા, હંસાબેન, ભારતીબેન (જૂનાગઢ), હર્ષિદાબેન, પ્રદિપભાઈ તથા સ્વ.કિરીટભાઈના બહેનનું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની ઈચ્છાનુસાર તમામ પ્રકારની લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

અમરબેન હેરભા

રાજકોટ : હડમતીયા (પાલનપીર) નિવાસી સ્વ. ચકુભાઈ સવજીભાઈ હેરમાના ધર્મપત્નિ અમરબેન (ઉ.વ.૯૨) તે કિશોરભાઈ મુળજીભાઈ ડોડીયાના માસીનું તા.૨૧ને સોમવારના અવસાન થયેલ છે. સદ્દગતના મોક્ષાર્થે શાંતિ હવન તા.૨૬ને શનિવારના રોજ તેમના નિવાસસ્થાને હડમતીયા મુકામે રાખેલ છે.