Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020
જામનગરનાં વરિષ્ઠ પત્રકાર બિપીનભાઇ સુખપરીયાનું અવસાનઃ કાલે ટેલીફોનીક ઉઠમણુ

જામનગર : જામનગરના જાણીતા વરિષ્ઠ પત્રકાર બિપીનભાઇ ચીમનલાલ સુખપરીયાનું અવસાન થતા ઘેરો શોક  છવાયો છે.

જામનગરના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઇ ચીમનલાલ સુખપરીયા (ઉ.૭૬), તે વરિષ્ઠ ધારાશાસ્ત્રી ભરતભાઇ સુખપરીયાના ભાઇ, ભાનુબેનના પતિ, પાર્થભાઇ તથા પ્રણવભાઇ સુખપરીયાના પિતાનું ર૦ ના અવસાન થયેલ છે.

સદ્ગતની અંતિમયાત્રા આજે બુધવારે સવારે ૯ કલાકે પત્રકાર કોલોનીમાં આવેલ તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી.

વરિષ્ઠ પત્રકાર બિપીનભાઇ સુખપરીયાનું પત્રકારતા ક્ષેત્રે ખૂબ જ મોટુ યોગદાન રહ્યુ છે. અનેક સમસ્યાઓને પોતાની કલમથી વાચા આપીને સમસ્યાઓના નિરાકરણ માટે સિંહફાળો આપ્યો છે.

અવસાન નોંધ

અમરેલી જિલ્લા ભાજપ મંત્રી રાજુભાઇ ગીડાના પિતાનું અવસાન

બગસરા : ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા તેમજ નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને અમરેલી જીલ્લા યુવા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને હાલમાં અમરેલી જિલ્લા ભાજપ મંત્રી રાજુભાઇ ગીડાના પિતાશ્રી મેરામબાપુ નાગબાપુ ગીડાનું ટૂંકી બીમારીના લીધે અવસાન થતાં બગસરામાં ઘેરોશોક વ્યાપી ગયેલ હતો.

વર્ષાબેન અંબાસણા

રાજકોટઃ વર્ષાબેન નિલેશભાઈ અંબાસણા (ઉ.વ.૪૫) તે નિલેષભાઈ સુરેશભાઈ અંબાસણાના ધર્મપત્ની, ઠેબચડાવાળા બાબુભાઈ હરિભાઈ સીનરોજાના પુત્રી, તે ભાવનાબેન, સુરેશભાઈના નાનાબેન, સ્વ.કિશોરભાઈ, સ્વ.જયશ્રીબેનના મોટાબેન તા.૧૫ને ગુરૂવારના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૨ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક બેસણું રાખેલ છે. સુરેશભાઈ મો.૯૪૨૭૨ ૩૬૯૧૩, લલીતાબેન મો.૯૦૮૧૬ ૮૦૭૧૪, મિતાબેન મો.૯૦૮૬૨ ૮૮૬૪૮

અરવિંદભાઈ લોઢીયા

રાજકોટઃ કોટડા સાંગાણીવાળા સ્વ.સોની પીતાંબરભાઈ પરસોત્તમભાઈ લોઢીયાના પુત્ર અરવિંદભાઈ (બટુકભાઈ) (ઉ.વ.૬૨) તે મિતેષભાઈ તથા મોનીકાબેન (સુરત)ના પિતા તથા હરેષભાઈ, રાજેષભાઈ, વનીતાબેન, હંસાબેન તથા જયોત્સનાબેનના ભાઈ તથા વેરાવળવાળા સ્વ.સોની ખીમજીભાઈ જેરામભાઈ પાલાના જમાઈનું તા.૨૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સ્વ.નું ટેલીફોનીક બેસણું તા.૨૨ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મિતેશભાઈ મો.૯૮૯૮૧ ૯૫૦૦૮, હરેષભાઈ મો.૯૯૦૪૫ ૯૦૫૨૬, રાજેષભાઈ મો.૯૪૦૮૫ ૮૮૪૧૭

ઉર્મીલાબેન રાયજાદા

રાજકોટઃ ઉર્મીલાબેન ગોરધનદાસ રાયજાદા તે સ્વ.ગોરધનદાસ રામજીભાઈ રાયજાદાના પુત્રી તે રમણીય કુંવરબા શાળા નં.૭ના નિવૃત શિક્ષીકા તા.૨૦ના રોજ રામચરણ પામ્યા છે. વર્તમાન સંજોગોને લીધે ટેલીફોનીક બેસણું તા.૨૨ને ગુરૂવારના રોજ, બપોરે ૪ થી ૬ કલાકે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

હિરાલાલ હિંડોચા

રાજકોટઃ નિવાસી હિરાલાલ ગીરધરલાલ હિંડોચા (ઉ.વ.૮૫) તે ઉમેશભાઈ, ઉમા ટ્રેડીંગવાળા બીમલભાઈના પિતાશ્રી, જલારામ ટ્રાન્સપોર્ટવાળા મનુભાઈ, શશીકાંતભાઈ, શૈલેષભાઈ અને સ્વ.નગીનભાઈ (બચુભાઈ)ના મોટાભાઈ તેમજ હિતેષ, ચેતન, રીપુલ, ધર્મેશ, નૈનેસ, રવીના અદા તથા લીલાધર જાદવજી રૂપારેલ (કોડીનાર)ના જમાઈ તા.૨૦ના રોજ કૈલાશવાસી થયા છે. કોરોના વાઈરસની મહામારીને ધ્યાને રાખીને સદ્દગતશ્રીનું ટેલીફોનીક બેસણું તેમજ સ્વસુરપક્ષની સાદડી તા.૨૨ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. બીમલભાઈ મો.૯૧૦૬૪ ૨૦૯૨૦, શૈલેષભાઈ મો.૯૯૨૪૨ ૦૮૧૧૯, નૈનેશભાઈ મો.૯૦૧૬૩ ૪૦૪૪૨, ઉમેશભાઈ મો.૮૪૦૧૪ ૬૩૫૯૫, ધર્મેશભાઈ મો.૮૮૪૯૨ ૦૮૩૯૭, બીનાબેન મો.૯૪૨૬૬ ૦૩૩૦૩, સ્વસુર પક્ષના જયંતિભાઈ મો.૮૦૦૦૦ ૦૬૭૫૭, જયસુખભાઈ મો.૯૪૨૯૭ ૬૬૯૯૯, રીંકલભાઈ મો.૭૮૭૮૨ ૫૨૫૦૦

અનિલકુમાર વ્યાસ

રાજકોટઃ ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ ગાંધીનગર નિવાસી અનિલકુમાર નંદલાલ વ્યાસ તે ચંદ્રીકાબેનના પતિ તથા મનિષભાઈ (માહી ડેરી, રાજકોટ) અને પિયુષભાઈ (અખબાર ભવન, ર્ગાંધીનગર)ના પિતાશ્રી તેમજ ઋત્વીના દાદા તથા સ્વ.કાન્તિલાલ નંદલાલ (રાજકોટ), ભુપતલાલ નંદલાલ (રાજકોટ), રમાબેન મહેતા (રાજકોટ), નિર્મલાબેન પંડયા (લંડન)ના લઘુબંધુ અને ડોલીબેનના સસરા તથા ગિરીશભાઈ (રાજકોટ), ભરતભાઈ (પુના)ના કાકાનું તા.૨૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું તા.૨૨ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. મનિષ વ્યાસ મો.૮૯૮૦૦ ૨૨૮૦૬, પિયુષ વ્યાસ મો.૯૯૨૫૮ ૭૩૨૩૭

શાંતીલાલ કોટક

રાજકોટઃ સ્વ.વલ્લભદાસ મંગળજીભાઈ કોટકનાં પુત્ર તથા સ્વ.ભુદરભાઈ વલ્લભદાસ કોટકના નાનાભાઈ, વીરનગર નિવાસી સ્વ.ગોપાલજી ભગવાનજીભાઈ તન્નાના જમાઈ, વનમાળીદાસ, નાનાલાલભાઈ, વિનોદભાઈ, મનસુખભાઈ ગોપાલજીભાઈ તન્નાના બનેવી તેમજ સ્વ.દુર્લભજીભાઈ, સ્વ.ચત્રભુજભાઈ, સ્વ.લાભચંદભાઈ, સ્વ.ખુશાલદાસભાઈ, સ્વ.નટવરલાલ મંગળજીભાઈ કોટકનાં ભત્રીજા શાંતિલાલ વલ્લભદાસ કોટક (ઉ.વ.૬૩) (શ્રી કોટક પરિવાર કુળદેવી શ્રી જય ભવાની માતાજીના રાજકોટ તથા સણોસરા મઢનાં ભુવા તથા શ્રી રણછોડદાસજી મહારાજ આશ્રમ તથા શ્રી રામનિવાસી દ્વારકાદાસ ચેરીટેબલ ટ્રસ્ટનાં દવાખાનામાં સેવા) તા.૧૮ રવિવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૨ને ગુરૂવારના રોજ સાંજના ૪ થી ૬ રાખવામાં આવેલ છે. ગં.સ્વ.મીતાબેન શાંતીલાલ કોટક મો.૯૬૨૪૯ ૫૨૬૩૩, ભુપેન્દ્રભાઈ નટવરલાલ કોટક મો.૯૮૨૪૮ ૪૫૨૦૭, કલ્પેશભાઈ મનહરલાલ કોટક મો.૯૮૯૮૪ ૯૪૦૯૦ (પિયર પક્ષનું પણ સાથે જ રાખેલ છે.)

બાબુભાઇ સુરાણી

જસદણઃ વાણંદ બાબુભાઇ રાઘવજીભાઇ સુરાણી (ઉ.વ.૪૨) તે મહેન્દ્રભાઇ, નાનજીભાઇ, દિનેશભાઇ, કનૈયાભાઇના ભાઇનું તા.૨૦ને મંગળવારના રોજ આટકોટ મુકામે નિધન થયેલ છે સદગતનું બેસણું: તા.૨૨ને ગુરૂવારના રોજ ૩ થી ૬ સદગતના નિવાસસ્થાન કૈલાસનગર આટકોટ ખાતે રાખવામાં આવેલ છે.

રમાબેન ચોકસી

ગોંડલઃ દસા સોરઠીયા વણિક રમાબેન ચંપકલાલ ચોકસી(પારેખ) (ઉ.વ.૯૫)તે કિરણભાઈ તથા અશ્વિનભાઈના માતૃશ્રી તથા વિમલ, મયુર, પન્નાબેન, નિશા, ઉર્વીના દાદીનું તા.૧૯ ને સોમવાર ના રોજ અવસાન થયેલ છે, તેમનું ટેલિફોનિક બેસણું:તા.૨૨ ને ગુરુવાર ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. (મો.૮૩૨૦૦ ૬૬૪૦૦) (મો.૯૯૨૫૨ ૧૨૮૨૧)

રંજનબેન સતિકુંવર

જસદણઃ સતિકુંવર રંજનબેન નટવરલાલ, તે સતિકુંવર નટવરલાલ કેશવજીભાઇના પત્નિ તેમજ વિમલભાઇ તથા કપિલભાઇના માતૃશ્રીનું તા.૨૦ના રોજ અવસાન થયેલ છે.

ડો.જયસુખલાલ જસાણી

રાજકોટઃ ડો.જયસુખલાલ છગનલાલ જસાણી (ગાયનેકોલોજીસ, જુનાગઢ) તેઓ ડો.સરોજબેન (ગાયનેકોલોજીસ્ટ, જુનાગઢ)ના પતિ તેમજ ડો.આશિષ જસાણી (યુરોલોજીસ્ટ)ના પિતાશ્રી ડો.ગીતા જસાણીના સસરાનું તા.૨૦ મંગળવારના રોજ અરીહંત શરણ પામેલ છે. પ્રવર્તમાન સંજોગો અનુસાર પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ડો.આશીષ જસાણી મો.૯૮૨૫૦ ૭૫૫૮૨

અશ્વિનભાઈ કોટક

રાજકોટઃ ઓટાળાવાળા (હાલ રાજકોટ) સ્વ.નાનાલાલ ત્રિભોવનદાસ કોટકનાં પુત્ર, અશ્વિનભાઈ કોટક (ઉ.વ.૫૬), મીરાબેન કોટકનાં પતિ, વિરલ કોટકનાં પિતાશ્રી તથા વ્રજલાલ વનમાળીદાસ ઓંધિયા (વડોદરા)નાં જમાઈનું તા.૨૦ મંગળવારનાં રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૨ ગુરૂવારનાં રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ભારતીબેન ખાંડેકર

રાજકોટઃ ભારતીબેન કિશોરભાઈ ખાંડેકર તે કિશોરભાઈ ખાંડેકરના ધર્મપત્ની તથા મિતેશ કિશોરભાઈ ખાંડેકર, ફાલ્ગુની શ્યામલકુમાર પારેખ, એકતા ચિરાગકુમાર કોઠારી, ચાર્મી સમીરકુમાર મહેતાના માતુશ્રી તથા ઝંખનાબેન મિતેશભાઈ ખાંડેકરના સાસુ, સ્વ.દિલીપભાઈ વેલજીભાઈ દક્ષીણી, ગં.સ્વ.નિરુબેન સુરેશકુમાર માણેકના બેન તા.૧૮ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તથા પીયરપક્ષની સાદડી તા.૨૨ ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. કિશોરભાઈ ખાંડેકર મો.૯૨૭૬૧ ૦૮૦૪૦, ચિરાગકુમાર કોઠારી મો.૯૨૨૭૭ ૭૭૬૬૦, અમીત દક્ષિણી મો.૮૧૨૮૮ ૮૧૨૮૦ 

શિલ્પાબેન શેઠ

રાજકોટઃ નિવાસી અ.સૌ. શિલ્પાબેન નરેશકુમાર શેઠ (ઉ.વ.૫૮) તે નરેશકુમાર મનસુખલાલ શેઠ (પ્રકાશભાઈ)ના ધર્મપત્નિ, તે શાંતિલાલ પાનાચંદ મહેતાના પુત્રી, કાર્તિક નરેશકુમાર શેઠના માતુશ્રી તા.૧૯ના રોજ અરિહંત શરણ પામેલ છે.

પ્રફુલભાઇ પારેખ

રાજકોટ : સ્વ. પ્રતાપરાય જીવરાજભાઇ પારેખના સુપુત્ર સ્વ. ફુલભાઇ પારેખ (ઉ.વ.૭૭) (બેન્ક ઓફ ઇન્ડિયા), તે સ્મિતાબેન પારેખના પતિ, તે તુષારભાઇ પારેખના પિતાશ્રી તે નીતિનભાઇ પારેખ (એજી ઓફીસ)ના મોટાભાઇ, અલ્પાબેનના સસરા, તે ચાંદનીબેન હિતેષભાઇ શાહના પિતાશ્રી (ડેમ ફેશનવાળા) તથા સ્વ. તનસુખભાઇ સંઘાણીના જમાઇ તે દર્શનના દાદા, પરમ અને પરીના નાના તા.ર૦ના રોજ અરિહંતશરણ પામેલ છ. હાલના સંજોગોના કારણે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલિફોનિક બેસણું તા. ર૩ના શુક્રવારે સાંજે ૪થી ૬ વાગ્યે રાખેલ છે. તુષારભાઇ મો. નં. ૭૬૦૦૦ ૧પ૧૪૦, સ્મિતાબેન મો. નં. ૯૪૦૮૧ ૦૩૮રપ, હિતેષભાઇ મો.નં. ૯૪ર૮૦ ૩૪૧૪૧, નીતિનભાઇ મો.નં. ૯૪ર૭૭ ૪૧૬૦૯

ચંદનબેન જોષી

રાજકોટ : ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજના ચંદનબેન રસીકલાલ જોષી (ઉ.વ.૬૨) તે રસીકલાલ શાંતિલાલ જોષીના ધર્મપત્નિ તેમજ સ્વ. ચંદ્રકાન્તભાઇ  (અમરેલી), સ્વ. શશીકાન્તભાઇના નાનાભાઇના ધર્મપત્નિ તેમજ શૈલેષભાઇના ભાભી તેમજ હેતલબેન હાર્દીકભાઇ વાસુ (જામનગર), શીતલબેન આનંદભાઇ જોષી (જામનગર), રીનાબેનના માતુશ્રી તેમજ દિવ્ય, ધ્રુવી, જતનના નાનીમાનું તા. ૨૦ ના મંગળવારે અવસાન થયેલ છે. હાલની કોરોના પરિસ્થિતિ ધ્યાને લઇ ટેલીફોનીક બેસણું તા. ૨૨ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. રસીકભાઇ મો.૯૪૨૮૨ ૯૫૬૨૯, મો.૯૪૨૯૫ ૦૧૫૯૬ નો સંપર્ક થઇ શકશે.

બાબુલાલ ગાંધી

રાજકોટઃ બાબુલાલ બામનમલજી ગાંધી (ઉ.વ.૭૫) સીરોહી (રાજસ્થાન) હાલ રાજકોટ તે રાધિકા ઓર્નામેન્ટ અને રાજલક્ષ્મી જવેલર્સવાળા જૈન અગ્રણી જીતુભાઈ મારવાડી અને ઈન્દ્રમલ મારવાડીના ભાઈ, તે રાકશેભાઈના પિતાશ્રી અને સંજય, માનવના ભાઈજી તા.૨૦ને મંગળવારના રોજ અરિહંતશરણ પામેલ છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. જીતુભાઈ ગાંધી (મારવાડી) મો.૯૮૨૪૨ ૧૯૦૮૫, રાકેશ બાબુલાલ ગાંધી મો.૯૪૨૭૭ ૩૧૮૮૧

સવિતાબેન પાઠક

રાજકોટઃ અમરેલી નિવાસી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળા બ્રાહ્મણ ગં.સ્વ.સવિતાબેન રૂગનાથભાઈ પાઠક (ઉ.વ.૯૧, મુળ વતન સુર્યપ્રતાપગઢ) તે વિનોદભાઈ, નરેન્દ્રભાઈ, પ્રદિપભાઈ પાઠક (ચીફ ઓફિસર વીસનગર), પ્રફુલાબેન અને વર્ષાબેન વ્યાસ (રાજકોટ)ના માતુશ્રી તા.૨૦ના રોજ કૈલાસવાસ થયા છે. પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૨ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ બ્રાહ્મણ સોસાયટી, સ્વામિનારાયણનગર-૧, બ્લોક નં.૧૨૫, અમરેલી ખાતે રાખેલ છે. પ્રદીપભાઈ પાઠક મો.૯૪૨૬૨ ૭૬૬૦૦, હસુભાઈ પાઠક મો.૯૪૨૮૭ ૧૨૪૨૮, નરેન્દ્રભાઈ પાઠક મો.૯૪૨૬૪ ૩૮૧૯૨, અશ્વિનભાઈ પાઠક મો.૯૦૫૪૦ ૬૪૮૮૮

શાંતિલાલ કોટક

રાજકોટઃ શાંતિલાલ વલ્લભભાઈ કોટક (ઉ.વ.૬૩) (વિરનગર નિવાસી) સ્વ.ગોપાલજીભાઈ ભગવાનજીભાઈ તન્નાના જમાઈ તા.૧૮ના રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરીસ્થિતીને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક સાદડી તા.૨૨ના ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. નાનાલાલ ગોપાલજીભાઈ તન્નાના બનેવી, વનમાળીભાઈ ગોપાલજીભાઈ તન્નાના બનેવી (મો.૯૮૨૫૨ ૩૩૮૬૦), વિનુભાઈ ગોપાલજીભાઈ તન્નાના બનેવી (મો.૯૭૧૪૮ ૮૬૦૮૮), સ્વ.મનસુખભાઈ ગોપાલજીભાઈ તન્ના બનેવી (મો.૯૮૨૪૨ ૯૮૨૬૮)

ભરતભાઈ કાનાબાર

રાજકોટઃ નિવાસી ભરતભાઈ હરગોવિંદભાઈ કાનાબાર તે સ્વ.હરગોવિંદભાઈ પ્રાગજીભાઈ કાનાબાર (માળીયાહાટીના) વાળાના પુત્ર તેમજ બિલખાવાળા સ્વ.ગોરધનદાસ પ્રેમજીભાઈ મણિયારના ભાણેજ (હાલ રાજકોટ) તેમજ ગોંડલવાળા જયોતિષભાઈ કોટકના બનેવી તા.૧૯ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેઓની ટેલીફોનીક પ્રાર્થનાસભા તા.૨૨ને ગુરૂવારના રોજ સાંજના ૫ થી ૭ રાખેલ છે. બધાજ લોકોની પ્રાર્થનાસભા સાથે રાખેલ છે. વિનુભાઈ મણિયાર (મામા) મો.૯૮૭૯૬ ૭૧૪૧૭, જયસુખભાઈ મણિયાર (મામા) મો.૯૪૨૬૯ ૧૬૧૧૫, અંકિતભાઈ મણિયાર (ભાઈ) મો.૯૩૨૭૫ ૪૭૦૭૭, હિમાંશુભાઈ માણેક (બનેવી) મો.૯૮૨૫૨ ૪૦૬૭૧, જયોતિષભાઈ કોટક (સાળા) મો.૯૪૨૬૨ ૪૨૬૪૨, મેઘાબેન કારિયા (દિકરી) મો.૯૨૬૫૪ ૦૨૨૭૭, સુરેશભાઈ મણિયાર (મામા) મો.૯૯૭૮૩ ૦૦૦૯૯, ભાવેશભાઈ મણિયાર (ભાઈ) મો.૯૪૨૭૪ ૩૨૩૯૪, પ્રવીણભાઈ કાનાબાર (ભાઈ) મો.૯૮૭૯૪ ૪૬૩૨૭, નીતાબેન માણેક (બહેન) મો.૯૮૨૫૪ ૧૪૬૬૬, ધવલકુમાર કારિયા (જમાઈ) મો.૯૯૭૯૩ ૯૯૦૯૯, પૂજાબેન કેસરીયા (ભત્રીજી) મો.૯૧૦૬૪ ૮૪૧૨૧

નિતાબેન રાઠોડ

રાજકોટઃ નિતાબેન જયસુખભાઈ રાઠોડ (ઉ.વ.૪૯) (હાલ રાજકોટ નિવાસી) તે જયસુખભાઈ ભિમજીભાઈ રાઠોડના ધર્મપત્નિ, સ્વ.નિતાબેન જયસુખભાઈ રાઠોડ, હાર્દિક જયસુખભાઈ રાઠોડ તથા પુર્વેશ જયસુખભાઈ રાઠોડના માતુશ્રીનું તા.૧૯ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ સાંજે ૪ થી ૬ રાખેલ છે. સ્થળઃ ૫- તિરૂપતિનગર રૈયારોડ, હનુમાનમઢી પાસે, રાજકોટ, જયસુખભાઈ મો.૯૪૨૬૬ ૦૮૪૯૯, હાર્દિક મો.૯૮૨૫૨ ૦૦૧૦૫