Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018
નિવૃત એસ.ટી. ડ્રાઇવર પ્રવિણચંદ્ર ત્રિવેદીનું અવસાન

રાજકોટ : ઔદિચ્‍ય ગુજરાતી સાડા ચારસો બ્રહ્મણ જ્ઞાતિ મૂળ ખારચીયા (હનુમાન) હાલ રાજકોટ સ્‍વ. છોટાલાલ જેશંકરભાઇ ત્રિવેદીના પુત્ર, સ્‍વ. પ્રવિણચંદ્ર છોટાલાલ ત્રિવેદી (ઉ.વ.૬પ) નિવૃત એસ.ટી. ડ્રાઇવર,  તે ભરતભાઇ, મેનાબેન, નેહાબેન, ધરાબેનના પિતાશ્રીનું તા. ૧૯ના અવસાન થયેલ છે. બેસણું તા. ર૧ ને શુક્રવારના રોજ રાજકોટ પંચનાથ મહાદેવ મંદિરમાં સાંજે ૪થી ૬ રાખવામાં આવેલ છે.

અવસાન નોંધ

જશવંતીબેન કાચા

રાજકોટઃ સ્વ.દામજીભાઇ રણછોડભાઇ કાચા (માલીયાસણ)ના ધર્મપત્ની તેમજ ઉમેશભાઇ, ભાવનાબહેન, હિનાબહેન તૃપ્તિબહેનનાં માતાશ્રી જશવંતીબહેન દામજીભાઇ કાચા તા.૧૮ના શ્રીજી ચરણ પામ્યા છે. તેમનું બેસણું તા.ર૧ના શુક્રવારે મિલન હોલ નહેરૂનગર મેઇન રોડ મુકામે સાંજે પ થી ૭ રાખેલ છે.

ભીખાલાલભાઇ રાજાણી

રાજકોટઃ ભીખાલાલ કરશનદાસ રાજાણી (ઉ.વ.૮૦) તે સ્વ.વિઠ્ઠલદાસ, ભરતકુમાર, કીરીટકુમાર, હસમુખરાય, વિનોદરાયનાં ભાઇ તથા સંજયકુમાર, પરેશકુમાર, જયેશકુમારનાં પિતાનું તા.૧૯ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.ર૦ને ગુરૂવારે સાંજે ૪-૩૦ થી પ, શ્રી રોકડીયા હનુમાન મંદિર, સ્ટેશન રોડ, જામજોધપુર ખાતે રાખેલ છે. સાસરા પક્ષની સાદડી તા.ર૧ને શુક્રવારે સાંજે પ થી ૬, હાટકેશ્વર મહાદેવ મંદિર, જુનાગઢ ખાતે રાખેલ છે.

સુરેશભાઇ આસરા

રાજકોટઃ ગોંડલઃ બ્રહ્મક્ષત્રિય સૂરેશભાઇ હરીલાલ આસરા તે હરીલાલ જગજીવનદાસ આસરાનાં પૂત્ર તથા મગનભાઇ આસરાનાં મોટાભાઇ તેમજ ધર્મેશભાઇ, મીતેષભાઇના પિતાશ્રી તા.૧૯ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.ર૦ને ગુરૂવારે સાંજે પ થી ૬ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી મોટીબજાર ગોંડલ ખાતે રાખેલ છે.

ભીખુભાઇ રાજાણી

જામજોધપુરઃ ભીખુભાઇ કરશનભાઇ રાજાણી (ઉ.વ.૮૦) તે સંજયભાઇ, પરેશભાઇ, જયેશભાઇના પિતાશ્રી તથા સ્વ.કુમારભાઇ, ભરતભાઇ, કિરીટભાઇ, હસુભાઇ, વિનોદભાઇના મોટાભાઇનું તા.૧૯ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૦ ગુરૂવારે રોકડીયા હનુમાન મંદિર ૪-૩૦ થી પ-૦૦ સુધી રાખેલ છે.

અનિલભાઇ પાઠક

રાણપુર (બોટાદ): સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ અનિલભાઇ છગનલાલ પાઠક (ઉ.વ.પ૮) (શાસ્ત્રીજી) તે જગદીશભાઇ છગનલાલ પાઠકના મોટાભાઇનું તા.૧૯ના અવસાન થયુ છે. બેસણું તા.ર૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, કૈલાસધામ સોસાયટી, રાણપુર (બોટાદ) ખાતે રાખેલ છે.

રોહિત સેંદાણે

માણાવદરઃ રોહિત વિજયભાઇ સેંદાણે (ઉ.વ.૧પ) તે વિજયભાઇ શાંતારામ સેંદાણેના પુત્રનું તા.૧૯મીએ અવસાન થયેલ છે. બેસણું તા.ર૦ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬, સરકારી હોસ્પિટલ કવાર્ટર, માણાવદર રાખેલ છે.

યોગેશભાઇ શેઠ

રાજકોટઃ સ્વ.ચિમનલાલ માણેકચંદ શેઠના પુત્ર યોગેશભાઇ ચિમનલાલ શેઠ (ઉ.વ.૬૯), મોરબીવાળા (હાલ રાજકોટ) તે તેજસ શેઠ અને અંશિતા પારસભાઇ દેસાઇના પિતાશ્રી તેમજ સ્વ.છગનલાલ પાનાચંદ શેઠ-ગોંડલ નિવાસીના જમાઇ તા.૧૯ના અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું આજે તા.ર૦ના ગુરૂવારે સાંજે ૪ કલાકે, પારસધામ જીનાલય ઉપાશ્રય, જલારામ શેરી નં.૧, ફાયરબ્રિેગડ પાછળ નિર્મલા કોન્વેન્ટ રોડ, ખાતે રાખેલ છે.

કંચનબેન ભારડિયા

રાજકોટ : ગુર્જર સુથાર સ્વ. કેશવલાલ જેઠાલાલ ભારડિયાના ધર્મપત્ની કંચનબેન તે કમલેશભાઇ, રાજુભાઇ (મોર્ડન ટ્રેડર્સ), મીનાબેન તથા સ્મીતાબેનના માતુશ્રી, તે દિપકભાઇ ગજ્જરના સાસુનું તા. ૧૯-૮-ર૦૧૮ ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું આજે તા. ર૦-૯-ર૦૧૮ ના રોજ ગુરૂવારના સાંજે પ થી ૬ શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ ૭/૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

કુસુમબેન દોશી

રાજકોટઃ મોઢવણિક ભાડલાવાળા સ્વ.ચમનલાલ નંદલાલ દોશીના ધર્મપત્ની કુસુમબેન (ઉ.વ.૮૮) તે સ્વ.પ્રકાશભાઈ, વિનુભાઈ, સ્વ.રમેશભાઈના ભાભી તેમજ દક્ષાબેન દિપકકુમાર શાહ, ભારતી મુકુંદભાઈ પારેખ  અને હરેશ તથા પરેશના માતુશ્રી તથા હીના, જયોતિ (લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય)ના સાસુ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૧ના શુક્રવારે સાંજના ૫ થી ૬ જાગનાથ મહાદેવ મંદિર, યાજ્ઞિક રોડ ખાતે રાખેલ છે. સદ્દગતના ચક્ષુઓનું ચક્ષુદાન કરવામાં આવેલ છે.

ગુણવંતીબેન ઠાકર

રાજકોટઃ સ્વ.કાન્તીલાલ નર્મદાશંકર ઠાકરના ધર્મપત્ની ગં.સ્વ.ગુણવંતીબેન તે જીજ્ઞેશભાઈ ઠાકરના માતુશ્રી અને સ્વ.જેઠુભાઈ તથા પ્રતાપભાઈ ઠાકરના ભાભી અને દિપક ઠાકર તથા હીરેન ઠાકરના ભાભુનું તા.૧૯ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૨૧ને શુક્રવાર, સાંજે ૪:૩૦ થી ૫:૩૦ તેમના નિવાસસ્થાને ગોકુલનગર મકનસર ગામે રાખેલ છે.

ગીરીશભાઈ કોલાદરા

રાજકોટઃ સ્વ.ગીરીશભાઈ રાજાભાઈ કોલાદરા તેઓ (નિવૃત ગાર્ડ) રાજાભાઈ નાગજીભાઈ મનસુખભાઈના નાનાભાઈ, નરેન્દ્રભાઈ (ધરમ ટોકીઝ) તેમજ પીએસઆઈ વિજયભાઈ અને નિલેષભાઈ (પ્રતીક ટાઈમ્સ)ના કાકા, રાહુલભાઈ અને હર્ષદભાઈના પિતાશ્રીનું તા.૧૯ બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૧ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન ''રાજ મંદિર'', ભોમેશ્વર સોસાયટી શેરી નં.૧, ફળેશ્વર મંદિરની પાછળ, બજરંગ વાડી જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

જગદીશભાઈ પાટડીયા

રાજકોટઃ ચરાડવાવાળા સ્વ.સોની વનમાળીદાસ કાનજીભાઈ પાટડીયાના પુત્ર જગદીશભાઈ (ઉ.વ.૬૯) તે સ્વ.ભૂપતભાઈ, સ્વ.કાન્તીભાઈ તથા અરવિંદભાઈ, નરેન્દ્રભાઈના ભાઈ તે ધર્મેશ, અલ્પાબેન, વંદનાબેન, દેવીબેનના પિતાશ્રી તે માથકવાળા સોની પ્રાણજીવન પોપટલાલ ફીચડીયાના જમાઈ તા.૨૦ના રોજ શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષનું બેસણું શુક્રવાર, તા.૨૧ના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૨ ખીજડાવાડી, નં-૧, કોઠારીયા નાકા, રાજકોટ ખાતે રાખેલ છે.(લૌકીક પ્રથા બંધ રાખેલ છે.)

ધર્મિષ્ઠાબેન ભારદીયા

રાજકોટઃ શ્રી ગુર્જર સુતાર ધર્મિષ્ઠાબેન હિતેષકુમાર ભારદીયા (ઉ.વ.૪૨), જેન્તીભાઈ કરશનભાઈ વડગામાની પુત્રી તથા જીજ્ઞેષભાઇ તથા તુષારભાઈ બહેનનું તા.૧૯ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ને શનિવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦ કલાકે શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ- રાજકોટ, ૭/૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ ખાતે રાખેલ છે.

શશીકાંત વિચ્છી

રાજકોટ : વાંકાનેરવાળા બ્રહ્મક્ષત્રિય શશીકાન્ત જેચંદભાઈ વિચ્છી તે જયપ્રકાશ, સ્વ.ભરત, અતુલ તથા ચેતનના પિતાશ્રી તેમજ સ્વ. કેશવલાલ રામજી આશરાના જમાઈ શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૨૧ને શુક્રવારે સાંજે ૫ થી ૬ દરમિયાન બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી પેડક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

શાંતાબેન પરમાર

રાજકોટ : ગં.સ્વ.શ્રીમતી શાંતાબેન બચુભાઈ (ઉ.વ.૯૫) તે સ્વ.બચુભાઈ રામજીભાઈ પરમારના ધર્મપત્નિ, તે ટીનાબેન (શ્રી જય ખોડીયાર સેલ્સ), તે રમેશભાઈ (ઘોઘાભાઈ), રૂત્વી સેલ્સ, જયોતિબેન, રમાબેન, સુશીલાબેન, જયશ્રીબેન તથા રાજુબેન તેમજ રાજાભાઈ, બંટીભાઈ, જીગાભાઈ, ચાંદની, તથા જાગુના દાદીમાનું તા.૨૦ને ગુરૂવારના દિવસે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ને શનિવારના સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન - એન-૨, અંબિકા પાર્ક, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

મંગળાબેન કથ્રેચા

રાજકોટ : ગુર્જર સુથાર સ્વ.પ્રાણલાલ કાનજીભાઈ કથ્રેચાના ધર્મપત્નિ ગં.સ્વ. મંગળાબેન પ્રાણલાલ કથ્રેચા (ઉ.વ.૮૮) તે અરવિંદભાઈ, વિરેન્દ્રભાઈ, પ્રવિણાબેન પ્રમોદભાઈ છત્રાલીયા (જામનગર), ચંદાબેન રમેશકુમાર બકરાણીયા (અમદાવાદ), હર્ષિદાબેન વિનોદરાય દુદકીયા (અમદાવાદ), સ્વ.જયશ્રીબેન રમેશકુમાર શંખલપુરા (અમદાવાદ) અને ભારતીબેન ભરતકુમાર દુદકીયા (બોટાદ)ના માતુશ્રીનું તા.૧૯ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૧ને શુક્રવારે સાંજે ૪ થી ૬ શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ, ૭/૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

વર્ષાબેન રૂપારેલીયા

રાજકોટ : ભરતભાઈ કાંતીભાઈ રૂપારેલીયા (ભાવનગરવાળા)ના ધર્મપત્નિ વર્ષાબેન (ઉ.વ.૫૯) તે નૈમીષભાઈ રૂપારેલીયા અને પૂજાબેન ચિરાગભાઈ ગાદેશાના માતુશ્રી તથા જયેશભાઈ અને હિતેનભાઈ રૂપારેલીયાના ભાભી તેમજ નાથુભાઈ લાલજીભાઈ ખખ્ખરના પુત્રી, સુનિલભાઈ અને હીરેનભાઈ ખખ્ખરના બહેન તા.૧૮ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૧ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૫ પંચવટી કોમ્યુનિટી હોલ, પંચવટી રોડ, અમીન માર્ગ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

ધારીના ડેડાણ સ્ટેટના દરબાર ટપુબાપુ કોટીલાનું અવસાન

ડેડાણ : સ્ટેટના રાજરમાન દરબારશ્રી ટપુબાપુ ઉનડ બાપુ કોટીલા (ઉ.વ.૯પ) ડેડાણ રાજવી સ્વ. જીલુબાપુ તથા સ્વ. વલકુબાપુના નાના ભાઇ તેમજ કુમાર શ્રી જયવંતભાઇ તથા પૃથ્વીરાજભાઇ પિતાશ્રી તેમની અંત્યવઠીમાં સમસ્ત બાપુ દંતા કોટીલાના વારસો તેમજ મહાજન, બ્રહ્મસમાજ, મુસ્લિમ બીરાદરો તેમજ ડેડાણ સ્ટેટના પ્રજાજનો હાજર રહી આદર આપ્યો હતો. રાજાશાહી બાદ લોક શાસનમાં પણ સહકારી મંડળીમાં પ્રમુખ પદ શોભાવ્યું તેમજ ગ્રામ પંચાયતમાં ર૦ વર્ષ સેવા આપી તેઓએ વઢવાણ તાલુકા દાર કોલેજમાં મેટ્રીકયુલેટ સુધીનો અભ્યાસ ૧૯૪૬માં કરેલ હતો. ડેડાણના વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખીને શ્રદ્ધાંજલી અર્પી હતી. (૮.૯)

  • અમરેલી : ધારી ગીરપૂર્વ વિસ્તારમાં છેલ્લા 11 દિવસમાં 11 સિંહો ના મોત:6 સિંહબાળ સહિત 11 સિંહોના મોતથી વનવિભાગ પણ ચિંતામાં :તમામ સિંહોના મોતનુ કારણ અલગ અલગ: ઈન્ફાઈટ તેમજ ઇન્ફેક્શનના કારણે મોતની સત્તાવાર જાહેરાત કરતુ વનવિભાગ.:વનવિભાગની ટીમ દ્વારા ગીરના સિંહોનુ અવલોકન શરૂ કરવામાં આવ્યુ:સિંહોના મોતથી સમગ્ર જીલ્લામાં અરેરાટી વ્યાપી access_time 10:52 pm IST

  • અંબાજીથી દર્શન કરી પરત આવતા ટેમ્પોમાં મોડાસાના ઝાલોદર પાસે પદયાત્રીઓના જનરેટર બ્લાસ્ટમાં થતા ૧પ થી વધુ પદયાત્રીઓ દાજયા : આ યાત્રીકો અંબાજી મહીસાગર જતા હતા ચાલુ ટેમ્પોએ પદયાત્રીઓ ટેમ્પોમાંથી કૂદયાઃ ઘાયલોને સારવાર માટે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડયા access_time 1:37 pm IST

  • સાબરમતીમાં ઢગલા મોઢે પ્રદુષિત પાણી ઠલવાય છે :નદીના બ્યુટીફીકેશનના કરોડો રૂપિયાના ખર્ચા ઉપર મોટો ફટકો : ચંદ્ર ભાગા પાસે સાબરમતીમાં ગટરનું પાણી છોડાઈ રહ્યાના અહેવાલો access_time 3:05 pm IST