Gujarati News

Gujarati News

News of Wednesday, 17th March 2021
રાજકોટ બિલ્ડર એન્ડ ડેવલોપર્સ એસો.ના ફાઉન્ડર ચેરમેન સુરેશભાઈ મણિયારનું દુઃખદ અવસાનઃ કાલે ટેલિફોનીક બેસણું

રાજકોટઃ (બિલખા વાળા) સ્વ.ગોરધનદાસ પ્રેમજીભાઈ મણિયારના પુત્ર સુરેશભાઈ ગોરધનદાસ મણિયાર (રાજકોટ બિલ્ડર એન્ડ ડેવલોપર્સ એસોસીએશનના ફાઉન્ડર ચેરમેન) (ઉ.વ.૭૩), તે સ્વ.નારણદાસભાઈ, વિનુભાઈ, જયસુખભાઈ, હરેશભાઈ તેમજ સ્વ.મંજુલાબેન હરગોવિંદદાસ કાનાબાર, સ્વ.મીનાબેન ભરતભાઈ રાચ્છના ભાઈ તથા વિકાસભાઈ અને કોમલબેન પિયુષકુમાર સચદેના પિતાશ્રી તથા ભગવાનજીભાઈ વલ્લભદાસ મારફતિયાના નાનાભાઈ નટવરલાલ વલ્લભદાસ શીંગાળા રાજકોટવાળાના જમાઈ તા.૧૭ને બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા સાદડી તા.૧૮ને ગુરૂવાર, સાંજે ૪ થી ૬ કલાકે નિવાસસ્થાને- ૪૦૧, રોયલ શાઈન, જલારામ-૩, રાજકોટ ખાતે રાખેલ છે. વિકાસભાઈ (બકુલ) મો.૯૦૯૯૦ ૩૯૯૯૮, વિનુભાઈ મો.૯૮૭૯૧ ૬૮૮૩૯, જયસુખભાઈ મો.૯૪૨૯૯ ૮૦૦૩૯, હરેશભાઈ (અંકિત) મો.૮૪૮૭૦ ૧૫૦૧૪, ભાવેશભાઈ મો.૯૪૨૭૪ ૩૨૩૯૪, પ્રદિપભાઈ શીંગાળા મો.૯૭૨૭૮ ૭૨૩૦૩, હંસાબેન શીંગાળા મો.૯૪૨૮૨ ૨૯૬૦૦

એડવોકેટ જતીન કારીયાના સસરાનું અવસાનઃ કાલે ઉઠમણું / સાદડી

રાજકોટઃ સ્વ.અમૃતલાલ જીવરાજભાઇ સાયાણી તથા કડવીબેન અમૃતલાલ સાયાણીના પુત્ર ચંદુલાલ સાયાણી, (ઉ.વ.૭૪) તે ધીરજલાલ, જેન્તીલાલ, શાંતીલાલ સાયાણીના નાનાભાઈ તથા સ્વ.નંદલાલભાઈ અનડકટના જમાઇ તથા પ્રવિણભાઈ, કનકભાઈ, દીલીપભાઇ અનડકટના બનેવી તથા નીરાલીબેન કમલેશકુમાર પાંઉ, ભુમીકા જતીનકુમાર કારીયા તથા સાગરના પિતાશ્રી તથા કમલેશકુમાર પાંઉ તથા એડવોકેટ જતીનકુમાર કારીયાના સસરાનું તા.૧૭ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતનુ ઉઠમણુ તથા પિયરપક્ષની સાદડી બંન્ને તા.૧૮ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫  ધારેશ્વર મંદીર, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

જયરાજભાઇ શેઠનો સંથારો સીજ્યોઃ પંડીત મરણ પામ્યા

રાજકોટ : જયરાજ શેઠ (ઉ.૪૧) જે ભરતભાઇ સ્મિતાબેનના દિકરા-ધનરાજભાઇના ભાઇ, કિરીટભાઇ, દિલીપભાઇ, ભૂપેશભાઇના ભત્રીજા, નીશાબેન બિપીનભાઇ મહેતાના જમાઇ-જસ્મીનના પતિ તા.૧૬/૩/ર૧ ને મંગળવારે બપોરના ૧ર-૩૩ કલાકે સંથારો સિઝયો પંડીત મરણ પામેલ છે. રાષ્ટ્ર સંત પૂ.ગુરૂદેવ નમ્રમુનિ મ.સાહેબ જયરાજને અંતિમ સમયની સુંદર આરાધના આલોચના કરાવી અનશનવ્રતના પચ્ચાપણ  અંગિકાર કરાવેલ સંથારો સિઝી જતા અનશન આરાધકની પાલખી યાત્રા રાજમાર્ગ ઉપર નીકળી મોટામવા ખાતે અંતિમ વિધિ કરેલ. ગોંડલ રોડ વેસ્ટના યુવા કાર્યકરોની ટીમની સેવા અદ્દભૂત રહી.

અવસાન નોંધ

સુભાષચંદ્ર જોષી

રાજકોટઃ  મેંદપરા નિવાસી સ્વ.વ્રજલાલ દયારામ જોશીનાં પૌત્ર મુકુન્દરાય જોષીના પુત્ર સુભાષચંદ્ર (ઉ.વ.૬૮) તે દિલીપ જોષી (વાસી મુંબઈ), નિલેશ જોષી (જુનાગઢ) તથા ભાવના હર્ષદકુમાર પંડયાનાં  પિતાશ્રી તથા જગદીશભાઈ (જૂનાગઢ), કિરીટભાઈ, હસમુખભાઈ મુખ્યાજી (શ્રીનાથજી હવેલી જુહુ મુંબઈ), યશવંતભાઈ, યોગેશભાઈ (વાસી મુંબઈ) તથા ગીતાબેન વિનોદરાય ભટ્ટ, હરસુતાબેન રાજેશકુમાર જોષી (જુનાગઢ), કુંદનબેન ભરતકુમાર વ્યાસનાં મોટાભાઈ તા.૧૫ સોમવારનાં રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેમનું બેસણું તા.૧૮ ગુરૂવારે સાંજે ૪ થી ૬ સુધી શુભેશ્વર મહાદેવ મંદિર જુનાગઢ ખલીલપુર રોડ, રાજ મંડપની બાજુમાં રાખેલ છે. મેંદપરા મુકામે તા.૧૯ શુક્રવારે ૪ થી ૬ રાખેલ છે.

કાંતાબેન જાની

વેરાવળ : વેરાવળ નિવાસી શ્રીગૌડ મેતવાડ બ્રાહ્મણ સ્વ. નાનાલાલ ગોરધનદાસ જાનીના પત્ની કાંતાબેન (ઉ.૮૦) તે સ્વ. અરૂણભાઇ, કીરીટભાઇ, યોગેશભાઇ, હેમલભાઇ, રંજનબેનના માતુશ્રી તા. ૧પ મીએ અવસાન પામેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧૭ ગુરૂવારે સાંજે ૪ થી ૬ બીલેશ્વર મંદિર વેરાવળ ખાતે રાખેલ છે.

આનંદ સોનૈયા

રાજકોટઃ આનંદ દિનેશભાઇ સોનૈયા (ઊ.વ ૧૭) તે સ્વ શ્રી હરીદાસ લાલજીભાઈ સોનૈયા નાં પૌત્ર તથા દિનેશભાઈ અને પ્રીતિબેનનાં પુત્ર તથા પ્રતીકભાઈનાં ભાઈ તથા નટુભાઈ/ નવીનભાઈ અનેજીતુભાઈના ભત્રીજાનું દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું - બેસણું તા. ૧૮ને ગુરૂવારે બપોરે ૩: ૩૦ થી ૪: ૩૦   લોહાણા મહાજન વાડી લાંબાબંદર ખાતે રાખેલ છે.

ભરતભાઈ બોસમીયા

રાજકોટઃ જેતપુર નિવાસી ભરતભાઈ (લાલાભાઈ) પન્નાલાલ બોસમીયા જે અનુપચંદ અંબારામ છાટબાર (રાજકોટ)ના જમાઈ તેમજ વિજયભાઈ, દેવેનભાઈ, સંજયભાઈના બનેવી તા.૧૫ સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું સાસરી પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૧૮ ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ રાખેલ છે. વિજયભાઈ અનુપચંદભાઈ છાટબાર મો.૯૫૧૦૮ ૯૨૯૯૦, રૂકમીણીબેન વિજયભાઈ છાટબાર, દેવેનભાઈ અનુપચંદ છાટબાર મો.૯૮૨૪૪ ૪૨૮૯૮, જલ્પાબેન દેવેનભાઈ છાટબાર, સંજયભાઈ અનુપચંદ છાટબાર મો.૯૭૭૩૧ ૬૨૧૨૪, ભાવિકાબેન સંજયભાઈ છાટબાર

ધવલભાઈ ચાવડા

રાજકોટઃ ધવલભાઈ જેન્તીભાઈ ચાવડા તે સ્વ.પરસોતમભાઈ રૂડાભાઈ ચાવડાના પૌત્ર તથા જેન્તીભાઈ પરસોતમભાઈ ચાવડાના પુત્ર તથા કિશન, વિશાલના મોટાભાઈ તા.૧૭ના રોજ રામચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૯ના શુક્રવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. જેન્તીભાઈ મો.૯૮૭૯૭ ૧૨૯૮૪, કિશનભાઈ મો.૮૨૩૮૩ ૩૬૫૪૪, સ્થળ- શ્રધ્ધાનગર-૨, શેરી નં.૩, બંધ શેરી આહિર ચોક પાસે, જાનકી પ્રોવિઝન સ્ટોરવાળી શેરી રાજકોટ

રમણીકલાલ ધાણક

રાજકોટઃ મુળ સતાપર, હાલ રાજકોટ નિવાસી સોની રમણીકલાલ જીવનલાલ ધાણક (ઉ.વ.૭૮) તે કંચનબેનના પતિ, પ્રહલાદભાઈના મોટાભાઈ, મહેશભાઈ, સંજયભાઈ, મિતાબેન ચેતનભાઈ ઝવેરીના પિતાશ્રી, હર્ષ મહેશભાઈના દાદા, પ્રિયાંક ચેતન ઝવેરીના નાના અને રણછોડભાઈ જાદવજી ધધડા ભાણવડના જમાઈ તા.૧૬ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું (ટેલીફોનીક) કાલે ગુરૂવારે તા.૧૮ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૮૧૪૦૪ ૬૬૯૮૯, મો.૮૧૪૦૯ ૦૪૩૮૫

મંજુલાબેન રૂપાણી

રાજકોટઃ જૂનાગઢ નિવાસી હાલ રાજકોટ મંજુલાબેન ગુણવંતરાય રૂપાણી (ઉ.વ.૭૬) તે સ્વ.ગુણવંતરાય વી. રૂપાણીના ધર્મપત્નિનું તા.૧૬ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૮ના ૪ થી ૬ રાખેલ છે. મો.૯૯૧૩૩ ૫૬૭૬૪, મો.૯૬૬૪૯ ૨૬૧૭૫

મુકેશભાઈ ખખ્ખર

રાજકોટઃ સ્વ.પ્રભાબેન અમૃતલાલ ખખ્ખરના પુત્ર મુકેશભાઈ અમૃતલાલ ખખ્ખર તેઓ સ્વ.જયંતભાઈ, મધુરીકાબેન ધીરજલાલ કુંડલીયા, મનીકાબેન, હર્ષદભાઈ, જશ્મીનાબેનના ભાઈ તથા રજતભાઈ, પુર્વીબેન, નેહાબેન અને તૃપ્તિબેનના પિતાશ્રી અને અમિતભાઈ હાલાણીના સસરા અને તેઓ સ્વ.નરભેરામ માવજીભાઈ કારીયા (મોરબીવાળા)ના જમાઈનું તા.૧૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૯ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૫ દરમ્યાન વરીયા પ્રજાપતિ સમાજની વાડી, બેડીનાકા ટાવર પાસે રાખેલ છે અને પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

ગોવિંદભાઈ ટાંક

રાજકોટઃ નિવાસી રમેશભાઈ ટાંક, હર્ષિદાબેન તથા હેમાલીબેનના પિતા સ્વ.ગોવિંદભાઈ ધનજીભાઈ ટાંક તા.૧૬ના રોજ અક્ષર-નિવાસ થયેલ છે. તેમનું બેસણું તા.૧૮ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કોઠારીયા મેઈન રોડ, ન્યુ રાધેશ્યામ સોસાયટી, ભાવેશ્વર મહાદેવના મંદિરે રાખેલ છે. મો.૯૮૨૪૫ ૯૧૫૫૪, ૬૩૫૫૦ ૮૩૯૪૧

નિલમબેન કીંગર

રાજકોટઃ નિલમબેન નારાયણભાઈ કીંગર (ઉ.વ.૭૩) જે સંજય અને સ્વ.ભારતના માતા તથા જીત, સોનુ, હિમેશ અને વાણીના દાદી, રાજુભાઈ, અર્જુનભાઈના ભાભી, અનિલભાઈ, પ્રકાશભાઈ, હિતેષભાઈ, વિમલભાઈ, પરેશભાઈ કિંગરના કાકી અને દિનેશકુમાર ગુરૂબક્ષાણીના સાસુનું તા.૧૫ના રોજ અવસાન થયેલ છે. કોરોના પરિસ્થિતિના કારણે સદ્દગતની ટેલીફોનીક (પગડી) બેસણાની વિધિ તા.૧૮ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. સંજય કિંગર મો.૯૯૦૪૩ ૮૩૪૩૬, જાનુબેન કિંગર મો.૯૯૯૮૮ ૦૦૭૭૦, જીત કિંગર મો.૯૬૬૨૭ ૩૧૦૫૬, હિના ગુરૂબક્ષાણી (રશ્મિ) મો.૯૯૨૪૪ ૪૩૩૧૫

મુકેશભાઈ સોની

રાજકોટઃ અ.ની. મુકેશભાઈ કાન્તીલાલ સોની, તે ઈન્દુબેનના પતિ, સોનમ ઋત્વિક બારભાયાના પિતાશ્રી, પ્રદિપભાઈ તથા ભરતભાઈના મોટાભાઈ તથા વૃજલાલ સવજીભાઈ ફીચડીયાના જમાઈ તા.૧૬ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેમની ટેલીફોનીક પ્રાર્થના સભા તા.૧૮ને ગુરૂવારના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૨ સુધી રાખેલ છે.

નાથાલાલ કાત્રોડીયા

રાજકોટઃ  નાથાલાલ દેવચંદભાઇ કાત્રોડીયા (મહિકાવાળા) (ઉ.વ.૬૯) નું તા.૧૭ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનુ બેસણું તા.૧૮ ગુરૂવારે સવારે ૧૦:૩૦ થી ૧૨ નિવાસ સ્થાને રાખેલ છે. સંદીપભાઇ નાથાલાલ કાત્રોડીયા (મો.૯૭૨૩૧ ૨૯૮૫૭), , અમિતભાઇ નાથાલાલ કાત્રોડીયા  (મો.૬૩૫૧૬ ૭૬૨૭૧) પીયરપક્ષઃ ઘનશ્યામભાઇ બાબુલાલ આડેસરા (૯૯૭૪૮ ૧૭૨૯૫), ભરતભાઇ બાબુલાલ આડેસરા (મોે.૯૮૨૪૨ ૦૧૫૬૭)

કૈલાસબેન દફતરી

રાજકોટઃ કૈલાસબેન ચંદ્રકાંતભાઇ દફતરી (મોટીબહેન) (ઉ.વ.૭૬) તે ચંદ્રકાંતભાઇ નંદલાલ દફતરી (એડવોકેટ જુનાગઢ)નાં પત્ની તથા સ્વ. નગીનભાઇ હરીલાલ કામદારના સુપુત્રી તથા પરેશભાઇ (બોબીભાઇ) કામાણી (દફતરી), આશાબેન (અમીબેન) તથા પારૂલબેન (પીન્કીબેન)ના માતૃશ્રી તથા હિમાંશુભાઇ, ગૌતમભાઇ તથા સ્મિતાબેનના સાસુનું તા.૧૬ને મંળગવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલના કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૮ને ગુરૂવારે, સાંજે પ થી ૬ કલાકે રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે.

ભરતભાઇ કથ્રેચા

રાજકોટ : મુળ ગામ : વડાવાળા, હાલ રાજકોટ નિવાસી, ગુર્જર સુતાર ભરતભાઇ જાદવજીભાઇ કથ્રેચા (ઉ.પ૧) તે સ્વ. જાદવજીભાઇ જીવરાજભાઇ કથ્રેચાના પુત્ર, સ્વ. મનિષભાઇ તથા સોનલબેન રાજેશકુમાર વડગામાના મોટાભાઇ, રાજેશકુમાર દામજીભાઇ વડગામના સાળા, શિવલાલ મોહનભાઇ ભાડેશીયાના ભાણેજનું તા. ૧પ ના અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૮ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬  તેઓના નિવાસ સ્થાને રાખેલ છે. સોનલબેન મો. ૭૬૦૦૬ ૬૦૧૩ર તથા રાજેશભાઇ મો. ૯૬ર૪૪ ૩૬૬૮૪ છે.

શોભનાબેન ભટ્ટી

રાજકોટ :.. વાળંદ બીલખા નિવાસી હાલ રાજકોટ ભટ્ટી રમેશભાઇના ધર્મપત્ની શોભનાબેન તે દિપક, દિવ્યેશ તથા નિશાબેનના માતુશ્રી તથા જોટંગીયા વિજયભાઇના સાસુનું તા. ૧૬ ના અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનીક બેસણું તા. ૧૮ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે (ઘરે) રાખેલ છે. મો. ૯૧૦૬પ ૮૮૧૩૩ (દિપકભાઇ ભટ્ટી)

સુભાષચંદ્ર જોશી

જૂનાગઢઃ મેંદપરા નિવાસી સ્વ. વ્રજલાલભાઈ દયારામભાઈ જોશીના પૌત્ર, સ્વ. મુકુન્દરાય જોશીના પુત્ર સુભાષચંદ્ર (ઉ.વ. ૬૮) તે દિલીપભાઈ જોશી (વાસી મુંબઈ) તથા નિલેશભાઈ જોશી-જૂનાગઢ તથા ભાવિશાબેન હર્ષદકુમાર પંડયાના પિતાશ્રી તથા જગદીશભાઈ જૂનાગઢ, કિરીટભાઈ તથા હસમુખભાઈ મુખ્યાજી-મુંબઈ તથા યશવંત જોશી તથા યોગેશ જોશી-મુંબઈના મોટાભાઈ તથા ગીતાબેન વિનોદરાય ભટ્ટ-જૂનાગઢ, કુંદનબેન ભરતકુમાર વ્યાસ-રાણપરડા તથા હરસુનાબેન રાજેશકુમાર જોશીના મોટાભાઈ તા. ૧૫ના સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. બેસણુ તા. ૧૮ ગુરૂવાર શુભેશ્વર મહાદેવ મંદિર- ખલીલપુર રોડ, રાજ મંડપની બાજુમાં સાંજે ૪.૦૦ થી ૬.૦૦ સુધી રાખેલ છે તથા શુક્રવારે તા. ૧૯ના સાંજે ૪.૦૦ થી ૬.૦૦ મેંદપરા મુકામે રાખેલ છે.

કાંતિલાલભાઈ વોરા

કાલાવડઃ મોટા વડાળા નિવાસી કાંતીલાલભાઈ સૌભાગ્યચંદ્ર વોરા (ઉ.વ.૭૫) તે સ્વ. અમૃતભાઈ, સ્વ. ચંદુભાઈ, સ્વ. બાબુભાઈ, નટુભાઈ તથા લલીતભાઈ (ટ્રસ્ટી શ્રી મોટા વડાળા-ગૌ સેવા રાહત ટ્રસ્ટ) તેમજ સ્વ. કંચનબેન ભૂપતરાય મહેતાના ભાઈ અને જયેશભાઈ, હિનાબેનના પિતા તથા રીનાબેન દેવેન્દ્રભાઈ અને નિરવભાઈના સસરાનું તા. ૧૫ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણુ તથા પ્રાર્થનાસભા તા. ૧૯ને શુક્રવારના રોજ મોટા વડાળા મુકામે રાખેલ છે.