Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019
પૂ. હરીરામબાપાના નાનાભાઇ ઠા.શાંતિલાલ ઠકરાળનું અવસાન

નાગપુર (મહારાષ્ટ્ર) : જસદણ અને નાગપુર ખાતે જલારામ મંદિરના સ્થાપક અને સંત શિરોમણી પૂ. શ્રી હરીરામબાપાના નાનાભાઇ ઠા. શાંતિલાલ કાનજીભાઇ ઠકરાળ (ઉ.વ.૮૬) તે સ્વ. રતિલાલભાઇ, સ્વ. મગનભાઇ, સ્વ. મનસુખભાઇના નાનાભાઇ સ્વ. ભાયલાલભાઇના મોટાભાઇ તા. ૧પ ના રોજ નાગપુર (મહારાષ્ટ્ર) ખાતે શ્રીજીચરણ પામ્યા છે.

જામનગરનાં ઠા. જયાબેન પોબારૂનું અવસાનઃ સાંજે ઉઠમણું

આટકોટઃ જામનગરના ઠા. જયાબેન ખેતશીભાઇ પોબારૂ ઉ. વર્ષ ૮ર તે ખેતશીભાઇ દામજીભાઇ પોબારૂના ધર્મ-પત્નિ, ધીરૂભાઇ, સુરેશભાઇ, મહેશભાઇ, નિતાબેન શિંગાળા, છાયાબેન કોટેચા, પુનમબેન વસાણીના માતુશ્રી તા. ૧પ ના રોજ શ્રીજીચરણ પામ્યા છે.

સદ્દગતનું ઉઠમણું તા. ૧૬ના સાંજે ૪-૩૦ થી પ શ્રી હઠીલા હનુમાન ગણેશ કોલ્ડ સ્ટોરેજ પાસે રાજ પાર્ક રાજકોટ રોડ, જામનગર ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

ઉપલેટાના અગ્રણી ઉદ્યોગપતિ દાનવીર ડો.હસમુખભાઇ ઘેટીયાનું અવસાન

ઉપલેટાઃ અહિંના કડવા પટેલ સમાજ તથા શહેરની જુદી જુદી સામાજીક સેવાકીય શૈક્ષણીક અને ધાર્મિક સંસ્થાઓમાં જેમનું ખૂબજ મોટુ આર્થિક યોગદાન રહ્યું છે. તેવા સમાજના અગ્રગણી જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ કૃષ્ણ કેઇક ઇન્ડસ્ટ્રીઝવાળા ડો. હસમુખભાઇ રવજીભાઇ ઘેટીયા ઉ.૭ર નું તા. ૧પ/૧ર રવિવારના રોજ દુઃખદ અવસાન થતાં કડવા પટેલ સમાજ સહીત શહેરભરમાં ઘેરા શોક અને દુઃખની લાગણી છવાઇ જવા પામેલ છે.

તેમની સ્મશાન યાત્રા જવાહર સોસાયટીના તેમના નિવાસસ્થાનેથી  નિકળેલ જેમાં શહેરભરના આગેવાનો ઉદ્યોગપતિઓ વેપારીઓ ડોકટરો જુદા જુદા સમાજના આગેવાનો ભાઇ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

તેમનું બેસણું તા.૧૬-૧ર સોમવારે ૪ થી૬ જે. મુ.કંટેશરીયા કડવા પટેલ સમાજ સરકારી કોટેજ હોસ્પીટલ સામે, ઉપલેટા મુકામે રાખેલ છે.

ડો. અરૂણકુમાર વજરીયા

જુનાગઢ : ડો. અરૂણકુમાર ચંદુલાલ વજરીયા ઉ.વ.૭પ (મોરબી વાળા), તે જુનાગઢ નિવાસી નવનીતભાઇ શાહ (ભારતીય મજદૂર સંઘ તથા સમસ્ત વણિક સમાજના અગ્રણી)ના બનેવી તે હેમલભાઇ વજરીયાના પિતાશ્રી તા. ૧૧ના શ્રીજીચરણ પામેલ છે. પિયર પક્ષની સાદડી તા. ૧૯ ને ગુરૂવારે સાંજે પ થી ૬ સુધી મોઢ વણિકની વાડી જવાહર રોડ, જુનાગઢ ખાતે રાખેલ છે.

ભાનુમતીબેન દેવાણી

વે૨ાવળઃ ભાનુમતીબેન જયંતીલાલ દેવાણી ઉ.૭૮ તે સ્વ.જમનાદાસ કેશવજીભાઈ ઠક૨ા૨(જુનાગઢ)ના ૫ુત્રી તથા જયેશભાઈ, ૨ીટાબેન,જયેન્દ્રભાઈ(પ્રોફેશનલ કુ૨ીય૨), અનીલભાઈ ના માતૃશ્રી તા.૧૫ના  અવસાન થયેલ છે.  બેસણુ  તથા ૫ીય૨૫ક્ષની સાદડી તા.૧૬ ને સોમવા૨ે સંાજે ૪ થી ૫ બીલેશ્વ૨ મહાદેવ મંદિ૨ શિક્ષક કોલોની વે૨ાવળ ખાતે ૨ાખેલ છે.

ચંદ્રીકાબેન પરમાર

મોરબીઃ લુહાર ચંદ્રીંકાબેન રમેશભાઇ પરમાર (ઉ.વ.૬૪)તે સ્વ. ગણેશભાઇ અમરશીભાઇના પુત્રવધુ તેમજ સ્વ. દયાલજીભાઇ તથા સ્વ.કરશનભાઇના નાનાભાઇના પત્ની તે રમેશભાઇના ધર્મપત્ની  તથા વલ્લભભાઇના ભાભી તેમજ મનીષાબેન રાજકારેલીયાના ભાભુનું અવસાન તા.૧૪ને શનીવારે થયેલ છે તેમનું બેસણું તા.૧૬ને સોમવારના રોજ સાંજના ૪ થી પ શનાળા રોડ સ્વામીનારાયણના મંદિરના ગેટવાળી શેરી શ્રી સોરઠીયા લુહાર જ્ઞાતિની વાડીમાં રાખેલ છે.

કસ્તુરબેન મેરજા

મોરબીઃ બગથળા નિવાસી સ્વ. સવજીભાઇ ભુરાભાઇ મેરજાના પત્ની ગં.સ્વ.કસ્તુરબેન (ઉ.વ. ૭૭) તે મનસુખભાઇ, રમેશભાઇ, અશોકભાઇ, વિનોદભાઇ, પ્રવિણભાઇ અને ચમનભાઇના માતુશ્રી તા.૧૪ના રોજ અવસાન પામેલ છે.

રાધે કાસુન્દ્રા

મોરબીઃ મુળ ધુનડા (ખાનપર) નિવાસી તુલસીભાઇ દેવજીભાઇ કાસુન્દ્રાના પૌત્ર રાધે (ઉ.વ.૧૧) તે જયેશભાઇના સુપુત્ર અને મનોજભાઇ, દિપકભાઇ તથા યોગેશભાઇના ભત્રીજાનું તા.૧૩ના રોજ અવસાન થયેલ છે.

સુશીલાબેન શુકલ

ખંભાળીયાઃ ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ દયાશંકર બ્રહ્મપુરી જામનગર વહેવારવાળા સ્વ. યોગેશ્વર મનસુખલાલ શુકલના ધર્મપત્ની સુશિલાબેન શુકલ તે જેઓ પ્રણવકુમાર શુકલ તથા કૃષ્ણકુમાર શુકલના માતુશ્રી તથા દમયંતી શુકલ તથા મિનાક્ષી શુકલના સાસુનુ તા.૧૪ના અવસાન થયેલ છે પ્રાર્થનાસભા તા.૧૬ને સોમવારે ખંભાળીયામા કલ્યાણબાગ સોસાઇટી, ઘી ડેમ રોડના કોમ્યુનીટી હોલમાં સાંજે ૪ થી પ ભાઇઓ તથા બહેનો માટે રાખેલ છે.

નિર્મલાબેન ત્રિવેદી

ઉનાઃ તાલુકાના નવીવાજડી ગામના નિર્મલાબેન નટવરલાલ ત્રિવેદી (ઉ.૭પ) તેયોગેશભાઇ, રાજેશભાઇ, ધર્મેશભાઇ ત્રિવેદીના માતૃશ્રી ત્થા દર્શિલના દાદીમાં ૧૩ના વડોદરા મુકામે અવસાન પામેલ છે બેસણું તા.૧૭નેમંગળવારે બપોરે ૩ થી ૬ તેમના નિવાસસ્થાને નવીવાજડી મુકામે રાખેલ છે.

વસંતબા જાડેજા

મોરબીઃ મૂળ ગંુગણ નિવાસી વસંતબા ધીરૂભા જાડેજા તે સ્વ. ધીરૂભા રાઘુભા જાડેજાના પત્ની અને ભીખુભા જાડેજા (નગરપાલિકા કોન્ટ્રાકટર) ના માતાનું તા.૧૪ ના અવસાન થયેલ છે. બેણું તા.૧૬ને સોમવારે સાંજે ૪ થી૬ કલાકે નિવાસસ્થાન માતૃવંદના, ધર્મસૃષ્ટિ સોસાયટી, કંડલા બાયપાસ રોડ મોરબી ખાતે રાખેલ છે.

ખીમજીભાઈ રાઠોડ

રાજકોટ : ગુ.ક્ષ. કડીયા ખીમજીભાઈ રામજીભાઈ રાઠોડ (ધોરાજીવાળા) તે સંજયભાઈ, ચેતનભાઈ, વિજયભાઈ, અમિતભાઈના પિતા, પાર્થના દાદાઅને સ્વ.ભગવાનજી સવજીભાઈ ટાંકના જમાઈ તા.૧૫ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણંુ તા.૧૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ માધવ હોલ, ૮૦ ફૂટ રોડ,કોઠારીયા રોડ, ગોવિંદનગર પાછળ રાજકોટ ખાતે રાખેલ છે.

મુકતાબેન સાપરીયા

રાજકોટઃ સ્વ.કચરાભાઇ ભાણજીભાઇ સાપરીયાના ધર્મપત્ની તથા રાજેષભાઇ તેમજ મનસુખભાઇનાં માતુશ્રી મુળ નિવાસી તરસાઇ વાળા મુકતાબેન કચરાભાઇ સાપરીયા (ઉ.વ.૮પ)નું તા.૧૪ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ને સોમવારે સવારે ૮ થી ૧૦ શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, જનકપુરી મેઇન રોડ, ખાતે તેમજ મુળ વતન તરસાઇ મુકામે ૧૯ ને ગુરૂવારે સવારે ૮ થી ૧ર કલાકે પટેલ સમાજ, તરસાઇ ખાતે રાખવામાં આવેલ છે.

બાબુભાઇ પાદરીયા

ગોંડલ : બાબુભાઇ પાંચાભાઇ પાદરીયા ઉ.૭ર તે કૌશિકભાઇના પિતાશ્રી તા. ૧૩ ના અવસાન થયેલ છે. બેસણું તા. ૧૬ ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાક તેમના નિવાસ સ્થાને કપુરીયા પરા, બાલ મંદિર પાછળ, રામદેવપીરના મંદિર પાસે શેરી નં. ર મુકામે રાખેલ છે.