Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019
મુંદ્રા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ધ્રુવરાજસિંહ ચુડાસમાના માતુશ્રીનું અવસાન

ભુજ : મુળ ઘોલેલા મુંદ્રા કચ્છના મુંદ્રા તાલુકાના યુવા  ક્ષત્રિય અગ્રણી તેમજ વિશ્વ હિન્દુ પરિષદ-મુંદ્રાના પ્રમુખ તથા ગોૈરડના સમિતીના ટ્રસ્ટી ધ્રુવરાજસિંહ ટી. ચુડાસમાના માતુશ્રી રાજકુંવરબા તેગબહાદુરસિંહ ચુડાસમા (જન સેવા સંસ્થાના સેવાભાવી) નું તા. ૧૨ ને રવિવારે અવસાન થયેલ છે. બેસણું તા. ૧૮ ને શનિવારે સવારે ૮ થી સાંજના ૬ વાગ્યા સુધી દરબાર ગઢ, ચોરો, ઘોલેરા ખાતે તેમજ ઉત્તરક્રિયા તા. ૨૩ ને ગુરૂવારે તેમના નિવાસ સ્થાન હિંગળાજનગર-ર, શિવ મંદિરની બાજુમાં બરોઇ રોડ, મુંદ્રા-કચ્છ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

ચંદ્રકાંત કાચા

રાજકોટ : નિવાસી સ્વ.વૃજલાલ શિવલાલ કાચાના દિકરા સ્વ.ચંદ્રકાંત વૃજલાલ કાચા (ઉ.વ.૬૨) તે ચિંતન ચંદ્રકાંત કાચાના પિતા તેમજ ભાર્ગવ મહેન્દ્રભાઈ કાચાના કાકા તેમજ પ્રફુલાબેન જીતેન્દ્રકુમાર રાઠોડના ભાઈ તેમજ રાષ્ટ્ર બુક ડેપોવાળા સ્વ.કનુભાઈ ચોટલીયાના જમાઈનું તા.૧૫ (બુધવાર)ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ના શુક્રવારના રોજ સાંજે ૫ થી ૭ દરમિયાન તેમનું નિવાસસ્થાન ૧૨/૨, યોગીદર્શન એપાર્ટમેન્ટ લક્ષ્મીવાડી, રાજકોટ ખાતે રાખેલ છે.

શરદચંદ્ર વખારીયા

રાજકોટ : દશા સોરઠીયા વણિક વાંકાનેર નિવાસી હાલ રાજકોટ શરદચંદ્ર નરશીદાસ વખારીયા (ઉ.વ.૯૧) તે રાજેશ વખારીયા (એલઆઈસી), ચંદ્રેશ વખારીયા, કલ્પના, જયશ્રી તથા કાશ્મીરા વખારીયાના પિતા, પાર્થના દાદા તેમજ સ્વ.ધીરજલાલ, સ્વ.વૃજલાલ તથા સ્વ.રસીકભાઈ વખારીયા, શોભના બેન બાબરીયાના ભાઈ, હેમેન્દ્ર કુમાર ગોરસીયા તથા જયેશભાઈ પારેખના સસરા તા.૧૬ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૧૭ના સાંજે ૫:૩૦ થી ૬:૩૦ નવદુર્ગા હોલ, બોમ્બે હાઉસીંગ સોસાયટી, શેરી નં.૧, ધોળકીયા સ્કુલની સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

પ્રવિણાબેન પંડ્યા

રાજકોટ : ગુજરાતી શ્રી ગૌડ માળવીયા બ્રાહ્મણ સ્વ.ચંદુલાલ દલપતરામ પંડ્યાના પુત્રી પ્રવિણાબેન ચંદુલાલ પંડ્યા (ઉ.વ.૭૯) તે સ્વ.પી.સી. પંડ્યા, કૌશિકભાઈ પંડ્યા, મુકેશભાઈ પંડ્યા તથા દિલીપભાઈ પંડ્યાના બહેનનું તા.૧૫ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૮ના શનિવારે સાંજે ૫ થી ૬ કલાકે પંચનાથ મંદિર ખાતે રાખવામાં આવેલ છે.

ઋચાબેન જોશી

રાજકોટઃ શ્રીમતી ઋચાબેન ભરતકુમાર જોશી (ઉ.વ.૪૩) તે શાસ્ત્રી મનસુખભાઇ જી. જોશી જામજોધપુર વાળા હાલ રાજકોટ કામનાથ પાઠશાળા તથા ગાયત્રી પરિવાર  રાજકોટ વાળાની પુત્રવધુનું તા.૧૪ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૬ને ગુરૂવારે સાંજે પ થી ૬, નંદિશ્વર મહાદેવ મંદિરે, નંદનવન સોસાયટી શેરી નં.૩, નાણાવટી ચોકથી (૧પ૦ રીંગ રોડ) રામેશ્વર રોડ ખાતે રાખેલ છે.

રેલ્વે હોસ્પિટલ વાળા હિતેષ મહેતાનું અવસાન

રાજકોટઃ ઝવેરચંદ વૃજલાલ મહેતાના પુત્ર હિતેષભાઇ (ડિમ્પલભાઇ) રેલ્વે હોસ્પીટલ વાળા, તે ઉન્નતિબેનના પતિ, તે હર્ષ, ખુશી તથા દેવના પિતાશ્રી, તે હર્ષદભાઇ, રીયાબેન તથા ધરાબેનના ભાઇ, પિયુષભાઇ ઉદાણી તથા ધનેષભાઇ દોશીના સાળાનું તા.૧પના અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું શુક્રવાર તા.૧૭ના સરદારનગર જૈન ઉપાશ્રય સરદારનગર શેરી નં.૯/૧૪,ના ખુણે સાંજે ૪-૩૦ વાગ્યે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પ્રદીપકુમાર આડતિયા

જૂનાગઢ- પ્રદીપકુમાર શાંતિલાલ હરિલાલ આડતિયા (ઉ.વ.૬૮) તે સ્વ.શાંતિલાલ હરિલાલ આડતિયાના પુત્ર, સુધાબેનના પતિ અને સમીર આડતિયા, સાગર આડતિયાના પિતાશ્રી, શરદભાઇ આડતિયા (જુનાગઢ), વિપુલભાઇ આડતિયા (અમદાવાદ), વિમલભાઇ આડતિયા (જુનાગઢ), તથા ભાવનાબેન (અમદાવાદ) ના ભાઇ તથા સ્વ.મોહનલાલ (છોટાલાલ) દામોદરભાઇ ગાથા (જુનાગઢ) ના જમાઇનું તા.૧૫ ના રોજ અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તા.૧૬ ગુરૂવારના રોજ સાંજના પ થી ૬ સુધી ભુતનાથ મહાદેવ મંદિર સત્સંગ હોલ જૂનાગઢ રાખેલ છે. પિયર પક્ષની પ્રાર્થના સભા સાથે જ રાખેલ છે.

ઝેહરાબેન ગાંધી

રાજકોટ : ઝેહરાબેન ફઝલેઅબ્બાસ ગાંધી (ઉ.વ.૭૪) તે હુસૈનભાઇ, તાહેરભાઇ, શબ્બીરભાઇ તથા મુસ્તફાભાઇ (રાજુભાઇ ક્રિસ્ટલ ગ્રુપ) ના માતુશ્રી તથા બાકીરભાઇહાતિમભાઇ ગાંધીના કાકીનું તા. ૧પ ને બુધવારે રાજકોટ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતની પ્રાર્થના સભા તા. ૧૭ શુક્રવારના રોજ સાંજે ૪-૩૦થી પ-૩૦ હોબી સેન્ટર એરપોર્ટ ફાટક પાસે રાખેલ છે.

જેન્તીલાલ પંડ્યા

રાજકોટઃ મુળ જામજોધપુર નિવાસી હાલ રાજકોટ જેન્તીલાલ મગનલાલ પંડ્યા (ઉ.વ.૭૫) તે દિપકભાઈ તથા હસમુખભાઈના પિતાશ્રીનું તા.૧૫ બુધવારના અવાસન થયેલ  છે. સદ્દગતનું બેસણું તા.૧૭ને શુક્રવારના સાંજે ૪ થી ૬, અમરનાથ મહાદેવ મંદિર હસનવાડી મેઈન રોડના છેડે રાખેલ છે.

પ્રભાબેન ગોેહેલ

રાજકોટઃ મ.ક.સ.સુ.જ્ઞાતી રાજકોટ નિવાસી સ્વ.પ્રભાબેન મોહનભાઈ ગોહેલ તે ભુપતભાઈ (સુરત), સ્વ.રમેશભાઈ, સ્વ.કિરીટભાઈ (રાજકોટ), સ્વ.શારદાબેન (જુનાગઢ), સ્વ.મંજુબેન (રાજકોટ) તથા ત્રીગુણાબેન (ઉપલેટા)ના માતુશ્રી તા.૧૫ના રોજ અવસાન થયેલ છે. જેમનું બેસણું તા.૧૭ને શુક્રવારે સાંજે ૫ થી ૬ સોમેશ્વર મહાદેવ મંદીરે, વિતરાગ સોસા.ગાંધીગ્રામ રાજકોટ ખાતે રાખેલ છે.

ફખરૂદીન લોટીયા

રાજકોટઃ ફખરૂદીન હસનઅલી લોટીયા (એસ.એચ.રાજકોટવાલા) (ઉ.વ.૭૨) તે શહિદાબેન દાઉદભાઈ બાબરાવાલાના શૌહર મુફફદલ તથા શબેહાના બાવાજી સૈફુદ્દીનભાઈ તથા પૂ.ઈદરીશભાઈ મ.ફુબરાબેન (ભાવનગર) જુમાનાબેન (સુરેન્દ્રનગર) શરીફાબેન ઊનાના ભાઈ ફૈયાઝભાઈના કાકા મુતુંઝા શબ્બીર, મુફફદલ બુરહાનુદ્દીન (સુરેન્દ્રનગર) તથા અમીરૂદ્દીનના મામા તા.૧૫ને બુધવારના વફાત થયા છે. તેમની ઝીયારતના સીપારા તા.૧૬ને ગુરૂવારના રોજ ઝૈની મસ્જીદ ગામની વ્હોરાવાડ મગરીબ ઈશાની નામાઝ બાદ રાખેલ છે.

કમળાબેન શર્મા

રાજકોટઃ કમળાબેન રામકુમાર શર્મા તે સ્વ.રામકુમાર શર્માના પત્નિ, ઓમપ્રકાશ શર્મા અને વિજય શર્માના માતુશ્રીનું તા.૧૪ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ને શુક્રવાર સાંજે ૫ થી ૬ ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, પંચાયત ચોક, યુનિવર્સિટી રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

શાન્તાબેન કટારીયા

રાજકોટઃ સ્વ.નરશીદાસ ઉકાભાઈ કટારીયાના પુત્રી શાન્તાબેન તે સ્વ.નાગજીભાઈ તથા અમૃતલાલ નરશીદાસ કટારીયાના બહેન તેમજ અરવીંદ, વિરેન તથા ઘનશ્યામના ફઈબા તે સ્વ.જયંતીલાલ ડાયાભાઈ ખખ્ખરના પત્નીનું ગાંધીનગર મુકામે તા.૧૩ના રોજ અવસાન થયેલ છે. સ્વ.ની સાદડી તા.૧૮ના શનિવારના રોજ સાંજના ૫ થી ૬ સુધી ધારેશ્વર મહાદેવ મંદિર ભકિતનગર સોસાયટી, ભકિતનગર સર્કલ પાસે રાજકોટ ખાતે રાખેલ છે.