Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018
અવસાન નોંધ

કાન્તાબેન રાઠોડ

મોરબીઃ અહી નિવાસી ગુ. ક્ષ. કડીયા સ્વ. નારણભાઇ રાઠોડના ધર્મપત્નિ, જયેશભાઇ-દીપકભાઇના માતુશ્રી,  સાગર-વિવેક - પાર્થના દાદીમા કાન્તાબેન નું  તા. ૧૪/૯/૧૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે સ્વ.નું બેસણું તા. ૧૭ ને સોમવારે તેમના નિવાસસ્થાન સોમનાથ સોસાયટી, સોમનાથ એપા. બી માર્ટ પાસે, રવાપર રોડ મોરબી ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

અજયભાઈ બાબરીયા

રાજકોટ : દશા સોરઠીયા વણિક રાજપરાવાળા અજયભાઈ દ્વારકાદાસ બાબરીયા (ઉ.વ.૫૪) તે સ્વ. દ્વારકાદાસ ભાઈચંદભાઈ બાબરીયાના પુત્ર તે ભરતભાઈ તથા દિપકભાઈના લઘુબંધુ અને કિશનભાઈના મોટાભાઈ, તે ઋષિના પિતા, તેમજ ભારતીબેન જયેન્દ્રકુમાર જનાણી અને હસ્મિતાબેન તેમજ બોનીબેન કમલકુમાર શાહના ભાઈ તથા સ્વ.મણીલાલ શામજીભાઈ ધ્રુવ (ખંભાળીયાવાળા)ના જમાઈ તા.૧૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ના સોમવારે સાંજે ૪:૩૦ થી ૬ ભરતભાઈ દ્વારકાદાસ બાબરીયાના નિવાસસ્થાને, ન્યુ લાલબહાદુર સોસાયટી, શેરી નં.૩, ઢેબર રોડ, સાઉથ, અટીકા પાસે રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

મીનાબેન ત્રિવેદી

રાજકોટ : જામનગર નિવાસી શ્રીમાળી બ્રાહ્મણ મહેશભાઈ ચમનલાલ ત્રિવેદીના ધર્મપત્નિ તે કૃણાલ મહેશભાઈ ત્રિવેદીના માતુશ્રી મીનાબેનનું દુઃખદ અવસાન તા.૧૪ના રોજ થયેલ છે. તે સ્વ.મગનલાલ છોટાલાલ દવેના પુત્રી તથા નરેન્દ્રભાઈ મગનલાલ દવે (કેનેરા બેંક), રાજકોટ, પ્રફુલભાઈ મગનલાલ દવે (ગુજરાત મેરીટાઈમ બોર્ડ, વેરાવળ)ના બહેન તેમનું ઉઠમણું તા.૧૭ને સોમવારના રોજ શ્રીમાળી બ્રાહ્મણની વાડી, પાવન ટ્રાવેલ્સની બાજુમાં, પંચેશ્વર ટાવર પાસે, જામનગર મુકામે સાંજે ૫:૩૦ થી ૬ સુધી રાખેલ છે.

ચંપાબેન પાણેરી

રાજકોટ : શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચીભડીયા બ્રહ્મસમાજના ચંપાબેન નર્મદા શંકર પાણેરી (ઉ.વ.૯૩), તે સ્વ.નર્મદાશંકર નરભેરામ પાણેરીના પત્નિ, તે હસમુખભાઈ (એ.જી. ઓફીસ - રાજકોટ), ડો. નરેન્દ્રભાઈ (ભાવનગર), પ્રફુલ્લભાઈ (બીએસએનએલ), રાજેન્દ્રભાઈ (એફસીઆઈ), નિલેશભાઈ (શિવમ સાઉન્ડ, ભાજપ વોર્ડ નં.૩)ના માતુશ્રીનું તા.૧૪ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ના સોમવારે સાંજે ૫ થી ૬ તેમના નિવાસસ્થાને 'પંચવટી', ૧૦ જંકશન પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રેમીલાબેન ભણસાલી

રાજકોટ : માંગરોળ નિવાસી હાલ રાજકોટ ગં.સ્વ. પ્રમીલાબેન (ઉ.વ.૮૦) તે સ્વ.કાંતિલાલ વરજીવનદાસ ભણશાલીના ધર્મપત્નિ, હિતેશ, અતુલ, શૈલેષ, જીતેન (મોન્ટુ) તથા ચારૂ ભરત કામદારના માતુશ્રી માંગરોળ નિવાસી પ્રભુદાસ તુલસીદાસ શેઠના પુત્રી, જયેન્દ્ર, સ્વ.રસીક, અશ્વિન, હરેશ, કિશોર, વસંતા શાહ, ઉષા કામદારના મોટા ભાભી તા.૧૫ના અરિંહત શરણ પામેલ છે.(લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)

નવીનચંદ્ર શાહ

રાજકોટ : મોટી પાનેલીવાળા હાલ રાજકોટ તે સ્વ.ત્રિભોવનદાસ ભગવાનજી શાહ (ઘી વાળા) ના પુત્ર નવીનચંદ્ર ત્રિભોવનદાસ શાહ (ઉ.વ.૭૯) એ અરૂણાબેનના પતિ, તેજસભાઈ અને બંસીબેનના પિતા, સ્વ.મુકુંદભાઈ, સ્વ.દિનેશભાઈ, બીપીનભાઈ, કિશોરભાઈ, પ્રફુલભાઈ, કમલેશભાઈના ભાઈ, આશાબેનના સસરા, સુદાન નિવાસી પ્રેમચંદ અમરશીના જમાઈનું તા.૧૫ના અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તેમજ પ્રાર્થનાસભા તા.૧૭ના રોજ સવારે ૧૦ કલાકે શેઠ ઉપાશ્રય, ૧૫૦ ફૂટ રીંગ રોડ, પ્રસંગ હોલ પાસે, કાલાવડ રોડ, રાજકોટ મુકામે રાખેલ છે.

પ્રભાતબા ઝાલા

રાજકોટઃ મૂળ ગામ અડવાળ (હાલ રાજકોટ) નિવાસી ગં. સ્વ. પ્રભાતબા દિલુભા ઝાલા (ઉ.વ.૮પ) તે પ્રદ્યુમનસિંહ, ચંદ્રસિંહ તથા કિરીટસિંહના માતુશ્રી તા.૧૩ના અક્ષરવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તા.૧પને શનિવારે સાંજે ૩-૩૦ થી પ-૩૦, શ્રી અક્ષર પુરૂષોતમ સ્વામિનારાયણ મંદિર હોલ, કાલાવડ રોડ, ખાતે રાખેલ છે.

નર્મદાબેન ગોહેલ

રાજકોટઃ શ્રી મચ્છુ કઠિયા સઇ સુતાર જ્ઞાતિના નર્મદાબેન વલ્લભદાસ ગોહેલ (ઉ.વ.૬૮) ખજુરડા વાળા હાલ શાંતિધામ (શાપર - વેરાવળ) તે વલ્લભદાસ ગોહેલ (નિવૃત આચાર્ય પાદરીયા)ના ધર્મપત્ની તથા રજનીભાઇ, નિતાબેન, જયશ્રીબેન તથા શિતલબેનના માતુશ્રી તથા ભીખુભાઇ, પરષોતમભાઇ તથા ગોદાવરીબેનના બેન તા.૧૪ના અવસાન પામેલ છે. સ્વ.નું બેસણું તા.૧૭ને સોમવારે સાંજે ૩ થી પ નિવાસ સ્થાને રાખેલ છે. પિયર પક્ષની સાદળી સાથે રાખેલ છે.

રાજેશભાઇ લુહાર

જુનાગઢ :રાજેશભાઇ (રાજુભાઇ), લીલાધરભાઇ જીલ્કા (વિનસ મેન્સવેર વાળા) (ઉ.વ.૫૦) તે સ્વ. લીલાધરભાઇ સુંદરજીભાઇ જીલ્કાના પુત્ર તથા પરેશભાઇ લીલાધરભાઇ જીલ્કાના મોટાભાઇનું તા. ૧૪ના અવસાન થયેલ છે. બેસણું તા. ૧૭ને સોમવાર સાંજે ૪ થી ૬ રામેશ્વર મંદિર ગુજરાત હાઉસીંગ બોર્ડ મોતીબાગ રોડ એમ-૯, બ્લોક નં. ૭૨૩, જુનાગઢ ખાતે રાખેલ છે.

મંછાબા ભીખુભા જાડેજા

રાજકોટ : મુ.ગામ.રાજપરા ગઢ હાલ-રાજકોટ જયપાલસિંહ ભીખુભા જાડેજા તથા પ્રધ્યુમનસિંહ ભીખુભા જાડેજાના માતુશ્રી તથા નરેન્દ્રસિંહ ધીરૂભા જાડેજા તથા કિરીટસિંહ ધીરૂભા જાડેજાના ભાભીશ્રી તા.૧૫ના રોજ રામ ચરણ પામેલ છે. તેમનું બેેસણું તા.૧૭ને સોમવાર, તેમની ઉત્તરક્રિયા તા.૨૧ને શુક્રવારના રોજ રાખેલ છે. બેસણું અને ઉત્તરક્રિયા તેમના નિવાસ સ્થાને રાખેલ છે. બેેસણું સમય ૪ થી ૬ સુધી આશાપુરાનગર શેરીનં.૧૬ બંધ શેરી કોઠારીયા રોડ ખોડિયાર ટેકરી પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

જગજીવનભાઇ બાવળીયા

રાજકોટઃ મુ. ખીજડીયા રાજ વાણંદ જગજીવનભાઇ ત્રિકમજીભાઇ બાવળીયા તે ભરતભાઇના પિતાશ્રી, તે રમેશભાઇ અવચરભાઇ તથા મુનભાઇ ગોરધનભાઇના  મોટાબાપુ, તે પ્રાગજીભાઇ હરજીભાઇ વિઠ્ઠલપરા તથા રાઠોડ અમૃતલાલ ડાયાલાલના મોટા સાળા, તે વશરામભાઇ મનજીભાઇ બજાણીયાના સસરાનું તા.૧૩ના અવસાન થયેલ છે.

હરીશકુમાર ધાધલ

રાજકોટઃ હરીશકુમાર મેરામભાઇ ધાધલ (ઉ.વ.૭૪)નું તા.૧૩ના અવસાન થયેલ છે. એમનું બેસણું તા.૧૭ને સોમવારે સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી મુખ્ય માર્ગ નં.ર, પર સ્થિત સોમેશ્વર મહાદેવ મંદિરમાં સાંજના ૪ થી ૬ રાખેલ છે.

ભીખુભાઇ કુબાવત

રાજકોટઃ મુળ ગામ ભાયાવદરના વતની હાલ જામનગરના રહિશ રામાનંદીય સાધુ સમાજના ભીખુભાઇ (માધવદાસ) દામોદરદાસ કુબાવત (ઉ.વ.૭પ) તે સ્વ.બાબુભાઇ દામોદરદાસ કુબાવત-ભાયાવદરના મોટાભાઇ તેમજ કિશોરભાઇ, જયશ્રીબેન, મોળકંદા, મંજુલાબેન બેટદ્વારકા, પપુબેન-રાજકોટ, મનીષાબેન સુરતના પિતાશ્રી તા.૧૩ના અવસાન પામેલ છે. તેમનું બેસણું શીવનગર-ર શેરી નં.ર ગોકુલનગર પાસે, હરિયા કોલેજની પાછળ, રડાળ રોડ જામનગર ખાતે તા.૧પને શનીવારે સાંજના ૪ થી ૬ રાખેલ છે.

ભુરાભાઇ ખાંટ મકવાણા

રાજકોટઃ ખાંટ મકવાણા ભુરાભાઇ ગોપાભાઇ તે મૂળ મોટા ઉમવાડા, હાલ રાજકોટ નિવાસી તે કરશનભાઇ તથા યોગેશભાઇના પિતાશ્રીનું તા.૧૪ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૭ને સોમવારે સાંજે ૪ થી ૬, પીપળીયા હોલ મેઇન રોડ, રામેશ્વર મંદિર, ખાતે રાખવામાં આવેલ છે.

ભગવાનજીભાઇ ખરસાણી

રાજકોટ : અક્ષર નિવાસી રામજીભાઇ ખરસાણીના જયેષ્ઠ પુત્ર અક્ષર નિવાસી ભગવાનજીભાઇ ખરસાણી (ઉ.વ.૭૯) જે નિલેશભાઇ, મનીષભાઇ તથા બીનાબેનના પિતાશ્રી, ઇશ્વરભાઇ નટવરભાઇ અ.નિ. દુર્ગાબેન, અ.નિ. ગુણીબેન, અ.નિ. પદ્માબેન, ભદ્રાબેન તથા ભારતીબેનના મોટાભાઇ તેમજ અ.નિ. હિંમતભાઇ પરમારના જમાઇ, તપનભાઇના મોટાભાઇ બાપુજી તથા દિવ્યેશ ખરસાણીના દાદા તા. ૧૪ના રોજ અક્ષર નિવાસી થયેલ છે. બેસણું તા. ૧૭ ના રોજ સાંજે ૫ થી ૭ વચ્ચે તેમના નિવાસસ્થાન મેઘજી વાળાભાઇ બિલ્ડીંગ, ૩૧/૧૬ કરણપરા, રાજકોટ ખાતે રાખેલ છે

શારદાબેન રાવલ

રાજકોટઃ જુનાગઢ તોરણીયા ગીર નિવાસી ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મુકુંદરાય છોટાલાલ રાવલના પત્ની અ.સૌ.શારદાબેન મુકુંદરાય રાવલ (ઉ.વ.૫૬) તે મગનભાઈ છોટાલાલ રાવલના ભાઈના પત્ની, પ્રવિણભાઈ છોટાલાલ રાવલના ભાભી, વિપુલ, વંદના, આશાના માતુશ્રી વિશ્વા તથા ધૈર્યના દાદીમાં જીગ્નેશ, રાકેશ, નિલમના કાકી, જલ્પા, વૈશાલી, રોનક, શીવમના ભાભુ તથા જગદીશભાઈ વ્યાસ, મહેશભાઈ વ્યાસના નાની બહેનનું તા.૧૨ રાજકોટ ખાતે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૭ને સોમવારના તોરણીયા ગીર ગામે રાખેલ છે.

પ્રતાપસંગ સોલંકી

રાજકોટઃ કારડીયા રાજપૂત સ્વ.પ્રતાપસંગ દાનસીંગ સોલંકી (ઉ.વ.૯૪) તે અશોકભાઈ, ભરતભાઈ, સ્વ.મનસુખભાઈના પિતાશ્રી તથા રોહીત, ઉમંગ, પાર્થ, ગવેશના દાદાશ્રીનું તા.૧૩ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૭ને સોમવારે, સાંજે ૪ થી ૬ કલાકે, કારડીયા રાજપૂત સમાજની વાડી, ૧૫૦ ફૂટ રીંગ રોડ, મવડી ચોકડી, રાજકોટ ખાતે રાખેલ છે.

સુધિરભાઈ કોઠારી

રાજકોટઃ સુધીરભાઈ દુર્લભજીભાઈ કોઠારી (બિલખાવાળા) (ઉ.વ.૫૩) તે હિનાબેનના પતિ, તે સિધ્ધાર્થ અને ઈશિતાબેન અભિનવકુમાર શીંગાળાના પિતા તે સ્વ.ઈન્દુભાઈ રતિલાલ મહેતાના જમાઈ તે નરેન્દ્રભાઈ ધિરજલાલ શીંગાળા તથા મિતેશભાઈ મનહરલાલ મહેતાના વેવાઈ તે સરોજબેન મીઠાણી (લંડન), વસુબેન દેસાઈ (ઈન્દોર), શોભનાબેન દોશી (ઈન્દોર), મધુબેન શેઠ (રાજકોટ) તથા સ્મિતાબેન જસાણી (રાજકોટ)ના ભાઈનું તા.૧૪ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની ઉઠમણું તા.૧૫ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યે તેમના નિવાસ સ્થાન સવન રેસીડેન્સી, ૨- તિરૂપતિનગર, પારસ કોમ્યુનીટી હોલની બાજુમાં, રાજકોટ ખાતે રાખેલ છે.

હંસરાજભાઇ રાણપરિયા

ગોંડલ : હંસરાજભાઇ પોપટભાઇ રાણપરિયા (ઉ.વ.૭૫) તે હરેશભાઇ, તથા મહેશભાઇના પિતાશ્રીનું તા. ૧૪ના અવસાન થયેલ છે. બેસણું તા. ૧૭ સોમવાર સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ્થાન બ્રહ્માણી માતાજીના મંદિર પાસે, ગુંદાળા રોડ, ગોંડલ ખાતે રાખેલ છે.

ત્રિભોવનદાસ સોમૈયા

જામરાવલઃ લાલપુર નિવાસી ત્રીભોવનદાસ (ચકાભાઇ) ભીખાલાલ સોમૈયા (ઉ.વ. પર) તે ભીખાલાલ જાદવજી સોમૈયાના પુત્ર, મનીષભાઇ સોમૈયા (એડવોકેટ-જામનગર), ઉષાબેન ઠકરાર, જયશ્રીબેન રાયચુરા (પોરબંદર) વાળાના ભાઇ તથા કીશન, ધવલ તથા શીવાનીના પિતાશ્રી તથા તૃપ્તી પંચમતિયા, દેવીકા વાકાણીના સસરાનું તા. ૧૪ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૧પને શનિવારે સાંજે ૪-૦૦ થી ૪-૩૦ સુધી સીધ્ધનાથ મહાદેવ મંદિર હીરાબેન પ્રાર્થના હોલ સહકાર પાર્ક લાલપુર મુકામે રાખેલ છે.

ભગવાનજીભાઇ ખરસાણી

રાજકોટ : અક્ષર નિવાસી રામજીભાઇ ખરસાણીના જયેષ્ઠ પુત્ર અક્ષર નિવાસી ભગવાનજીભાઇ ખરસાણી (ઉ.વ.૭૯) જે નિલેશભાઇ, મનીષભાઇ તથા બીનાબેનના પિતાશ્રી, ઇશ્વરભાઇ નટવરભાઇ અ.નિ. દુર્ગાબેન, અ.નિ. ગુણીબેન, અ.નિ. પદ્માબેન, ભદ્રાબેન તથા ભારતીબેનના મોટાભાઇ તેમજ અ.નિ. હિંમતભાઇ પરમારના જમાઇ, તપનભાઇના મોટાભાઇ બાપુજી તથા દિવ્યેશ ખરસાણીના દાદા તા. ૧૪ના રોજ અક્ષર નિવાસી થયેલ છે. બેસણું તા. ૧૭ ના રોજ સાંજે ૫ થી ૭ વચ્ચે તેમના નિવાસસ્થાન મેઘજી વાળાભાઇ બિલ્ડીંગ, ૩૧/૧૬ કરણપરા, રાજકોટ ખાતે રાખેલ છે.

હરદાસભાઇ ધુલ

ઉપલેટાઃ હરદાસભાઇ ભુરાભાઇ ધુલ (ઉ.પ૦) તે કરશનભાઇ ધુલના પિતાશ્રીનું તા.૧૩ના અવસાન થયેલ છે.

  • ઉ.પ્ર.ના આઝમગઢમાં આંબેડકર પાર્કમાં આંબેડકરજીની મૂર્તિ સાથે ચેડાઃ તોડ ફોડઃ પોલીસ દ્વારા નરાધમોને ઝડપી લેવા પ્રયાસોઃ મૂર્તિ નવી મૂકવા તજવીજ હાથ ધરાઈ access_time 11:58 am IST

  • નરેન્દ્રભાઈના સ્વચ્છતા અભિયાનમાં અમિતાભ અને રતન ટાટા જોડાયાઃ 'સ્વચ્છતા હી સેવા' અભિયાનનો પ્રારંભ : આજથી ૨ ઓકટોબર સુધી સ્વચ્છતા માટે યોગદાન આપવા વડાપ્રધાનની અપીલ : ૩ લાખ બાળકોની જીંદગી બચી, ૪ વર્ષમાં ૯ કરોડ શૌચાલયો બન્યા access_time 3:19 pm IST

  • આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઈલના ભાવોમાં વધારો થતા દેશમાં પેટ્રોલના ભાવો વધ્યા : અરૂણ જેટલીઃ દેશભરમાં પેટ્રોલ - ડિઝલના દરરોજ ભાવ વધી રહ્યા છે ત્યારે આખરે મૌન તોડતા નાણામંત્રી અરૂણ જેટલીએ સમીક્ષા બેઠકમાં પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભારતીય અર્થ વ્યવસ્થાનો વિકાસદર ઉંચો છે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઈલના ભાવોમાં વધારો થતા પેટ્રોલ - ડિઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે : રાજકોષીય ખોટને કાબુમાં લાવવાના પ્રયાસો સતત ચાલુ હોવાનું તેમણે જણાવ્યુ હતું access_time 3:18 pm IST