Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019
મુંબઈના જૈન અગ્રણી દાનવીર સંઘમાતા ધનવંતીબેન ગોગરીની ૯૦ વર્ષે વિદાય

રાજકોટઃ મુંબઈમાં મુલુંડ સ્થાનકવાસી જૈન સંઘમાં વર્ષો સુધી સંઘપ્રમુખપદે સેવા આપનાર અને પવઈ સંઘ દ્વારા સંઘમાતાના બિરૂદ મેળવનાર આરતી ઈન્ડસ્ટ્રીઝના માલિક ચંદ્રકાંતભાઈ અને રાજુભાઈ ગોગરી (કચ્છ- નાના ભાડીયા)ના માતુશ્રી ધનવંતીબેન વલ્લભજી ગોગરીને છેલ્લાં ધનવંતીબેન વલ્લભજી ગોગરીને છેલ્લાં દિવસોમાં પરખ હોસ્પિટલ ઘાટકોપરમાં દાખલ કરાતાં પૂ.ગુરૂદેવ શ્રી ધીરજમુનિ મ.સા.ના દર્શન સુપાત્રદાન, માંગલિક શ્રવણનો લાભ મેળવી ધન્ય બન્યા હતા. કચ્છી સમાજના અગ્રણી ચંદ્રકાંતભાઈ ગોગરી પરિવારનું કરોડો રૂપિયાનું યોગદાન વિવિધ ક્ષેત્રે છે. ૯૦ વર્ષની વયે સ્વૈચ્છિક રીતે મુલુંડ સંઘના પ્રમુખપદેથી ગત વર્ષે નિવૃત્તિ લીધી હતી.

શેઠ હાઇસ્કૂલના પૂર્વ શિક્ષક હિંમતભાઇ રાજાણીનું અવસાન : ચક્ષુદાન : સાંજે ઉઠમણું

રાજકોટઃ હિંમતલાલ છોટાલાલ રાજાણી (ઉ.વ.૭૯) (પૂર્વ શિક્ષક, પી. એન્ડ ટી.વી. શેઠ હાઇસ્કૂલ, રાજકોટ) તે રાજેશભાઇ રાજાણી (ડોલ્ફીન ગિફટ આર્ટીકલ્સ) કૃપાબેન કામદાર અને ભાવનાબેન હરખાણીના પિતાશ્રી, સ્વ.કનકભાઇ છોટાલાલ રાજાણી તથા અમૃતલાલ જેઠાલાલ રાજાણી (લંડન)ના ભાઇ, પ્રોફે. ડો. સંજય કામદાર (શ્રીમતી કણસાગરા કોલેજ), આનંદભાઇ હરખાણી (એ.જી. ઓફિસ) અને વંદનાબેન રાજાણીના સસરા, ગિરીશભાઇ કોટક અને જગદીશભાઇ કોટક (જગદીશ પ્લાસ્ટીક) તથા અરવિંદભાઇ જીવરાજાની, સ્વ.દિનેશભાઇ જીવરાજાની અને સ્વ.હસુભાઇ જીવરાજાનીના બનેવી, ધર્મેન્દ્રકુમાર મગનલાલ કામદાર, કિશોરભાઇ ચકુલાલ રાચ્છ અને છોટાલાલ કરસનદાસ લાલના વેવાઇ, જીમીતના દાદા તથા સંકેત, આર્જવી, કર્ણવી અને જયના નાના શુક્રવાર તા.૧૧ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. ઉઠમણું ભાઇઓ તથા બહેનોનું બંને પક્ષનું સાથે આજે શનિવારે તા.૧રના સાંજે પ-૦૦ કલાકે શ્રી પંચનાથ મંદિર ખાતે રાખેલ છે. સ્વ.હિંમતલાલભાઇ ખૂબજ સેવાભાવી હતા. વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા હતા અને નિસ્વાર્થભાવે કાર્ય કરતા હતા. સ્વ. હિંમતલાલ રાજાણીના ચક્ષુનુ દાન કરેલ છે.

ગંગાબેન માનસીંગભાઇ વિરસોડીયાનું દુઃખદ અવસાનઃ સોમવારે બેસણું

રાજકોટઃ ગંગાબેન માનસીંગભાઇ વિરસોડીયા (ઉ.વ.૮૫) તે સ્વ. અરજણભાઇ, વિરજીભાઇ, વશરામભાઇ અને ગોવિંદભાઇના માતુશ્રીનું તા.૧૦ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૪ના સોમવારે સાંજે ૪ થી ૬ શ્રી કાશી વિશ્વનાથ મંદિર, સદર બજાર, પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની બાજુમાં રાજકોટ ખાતે રાખેલ છે. (મો.૯૯૨૪૯ ૦૨૧૯૯)

કાંતિલાલ મસરાણીના ધર્મપત્ની સરલાબેનનું અવસાનઃ સોમવારે ઉઠમણું

રાજકોટઃ સ્વ.અમૃતલાલ વાઘજીભાઈ મસરાણી (ભાયાવદરવાળા)ના પુત્ર.ઠા. કાંતિલાલ અમૃતલાલ મસરાણીના ધર્મપત્ની સરલાબેન (ઉ.વ.૭૫) તે પોરબંદર વાળા સ્વ.ભગવાનજી છગનલાલ હાથીના પુત્રી તથા સ્વ.પ્રવિણચંદ્ર, સ્વ.દિનેશચંદ્ર, અશોકભાઈ તથા વિનુભાઈના ભાભીશ્રી તે જાગૃતિબેન, જયશ્રીબેન, કામિનીબેન, સ્વ.પૂનમબેન તથા મીરાબેનના માતુશ્રી તે કેતનભાઈ, કેયુરભાઈ,નીરજભાઈ તથા હાર્દિકભાઈના ભાભુશ્રી તા.૧૧ના શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૧૪ના સોમવારે સાંજે ૫ વાગ્યે પંચનાથ મહાદેવ મંદિર પુનિતહોલ રાજકોટ ખાતે રાખેલ છે. પીયરપક્ષની સાદડી પણ સાથે જ રાખેલ છે.

અવસાન નોંધ

જોડીયાવાળા હિતેશભાઇ રાચ્છના માતુશ્રીનુ સોમવારે ઉઠમણુ

વાંકાનેરઃ જોડીયાવાળા સ્વ.- પ્રભુલાલ કાકુભાઇ રાચ્છના પત્ની પુષ્પાબેન -(ઉ.વ.-૬૬) તે હીતેષભાઇ તથા રીટાબેનના માતુશ્રી તથા હીરેન, કીંજલ અને સીમાના દાદીમાંનુ તા. ૧૧-૧૦-૨૦૧૯ના અવસાન થયેલ છે.

સદગતનું ઉઠમણુ તા.૧૪-૧૦-૧૯ને સોમવારે સાંજે ૫-૦૦ વાગ્યે 'આરાધના ધામ' હરીપાર્ક, ધર્મનગર- સોસાયટી વાંકાનેર રાખેલ છે. પીયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

વિજયભાઇ સંઘવી

રાજકોટઃ મુળ મોરબી નિવાસી સ્વ.હીરાબેન અમરચંદ સંઘવીના પુત્ર વિજયભાઇ અમરચંદભાઇ સંઘવી (ઉ.વ.૬૩) તેઓ વિણાબેનના પતિ, રાજેશભાઇ સંઘવીના ભાઇ, ચાર્મીબેન હિરેનભાઇ મહેતા તથા ડોલી સંઘવીના પિતાશ્રી, તથા સ્વ.ચુનીલાલ જમનાદાસ બાવીસીના જમાઇ આફ્રિકા મુકામે તા.૧૦ના ગુરૂવારે અરિહંત શરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૪ને સોમવારે સાંજના ૪-૦૦ કલાકે, ગોડાનો ઉપાશ્રય, ભકિતનગર શેરી નં.૧ ખાતે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

જયપાલસિંહ જાડેજા

રાજકોટઃ ગામ વચલીઘોડી (હાલ રાજકોટ) નિવાસી જયપાલસિંહ લખધિરસિંહ જાડેજા (સેલ્સ ટેકસ ઈન્સ્પેકર) (ઉ.વ.૫૭) તે નરેન્દ્રસિંહ તથા પરાક્રમસિંહના નાનાભાઈ અને કિશોરસિંહ, અનિરૂધ્ધસિંહ, શકિતસિંહના મોટાભાઈ તેમજ પાર્થરાજસિંહના પિતાશ્રીનું તા.૧૧ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૪ને સોમવારે સાંજે ૪ થી ૬ વાગ્યે પુષ્કરધામ મંદિર, પુષ્કરધામ મેઈન રોડ, યુનિ.રોડ, રાજકોટ ખાતે તેમજ ઉત્તરક્રિયા સોમવાર તા.૨૧ના રોજ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

સુશીલાબેન શીંગાળા

રાજકોટઃ સ્વ.અંદરજીભાઇ ભગવાનજીભાઇ પોપટના પુત્રી સુશીલાબેન ધીરજલાલ શીંગાળા (ઉ.વ.૬૮) તે સ્વ.ધીરજલાલ લક્ષ્મીદાસ શીંગાળાના ધર્મપત્ની તા.૧૧ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તથા પીયરપક્ષની સાદડી તા.૧રના શનિવારે સાંજે પ થી ૬, ધરમનગર, ૧પ૦ ફુટ રીંગ રોડ સ્ટર્લીંગ હોસિપ. પાછળ રાખેલ છે.

દેવપ્રસાદ પંડિત

 

રાજકોટ : મુળ ભાણવડના હાલ રાજકોટ નિવાસી બરડાઈ બ્રાહ્મણ દેવપ્રસાદ દેવીદાસ પંડિત (શ્રી ધર્મભકિત સ્કુલના માલિક) તે મુકતાબેન પંડિતના પતિ, મુકેશભાઈ પંડિત તથા ગં.સ્વ. ચંદ્રિકાબેન પ્રવિણચંદ્ર જોષીના પિતા, સ્વ.જટાશંકર ડી. પંડિત, હર્ષદભાઈ ડી. પંડિત, ભાલચંદ ડી.પંડિત, કમળાબેન કાનજીભાઈ જોષી, કમળાબેન કાનજીભાઈ જોષી, સ્વ.હંસાબેન દામજી મોઢાના મોટાભાઈનું રાજકોટ ખાતે તા.૧૧ના રોજ દુઃખદ નિધન થયેલ છે.

પ્રવીણચંદ્ર દડીયા

રાજકોટઃ જુનાગઢ નિવાસી હાલ રાજકોટ પ્રવીણચંદ્ર છોટાલાલ દડીયા (ઉ.વ.૮પ) તે શારદાબેનના પતિ, દીપક-સંજયના પિતાશ્રી તથા ચારૂ-ડૈઇઝીના સસરા તથા સ્વ.ભૂદરજીભાઇ હપાણીના જમાઇનું તા.૧૧ના અવસાન થયેલ છે. સદ્દગતની અંતિમવિધિ તા.૧રને શનિવારે સાંજે ૪ કલાકે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

નિરંજનાબેન દવે

રાજકોટઃ કેશીયા નિવાસી હાલ રાજકોટ ઔદિચ્ય ઝાલાવાડી સ્વ.વિનોદરાય મોતીલાલ દવેનાં ધર્મપત્ની ગં. સ્વ. નિરંજનાબેન દવે (ઉ.વ.૭૦) તે જશવંતરાય દવેના ભાભી તેમજ ચામુંડા બાઇન્ડર્સવાળા વિજયભાઇ તથા સહાની ડેન્ટલવાળા સંજયભાઇના માતુશ્રી અને હાર્દિક, પાર્થ, કુજલ, અને રૂચીના દાદીમા તા.૧૧ના કૈલાસવાસ પામેલ છે. સ્વર્ગસ્થનું ઉઠમણું તા.૧૪ને સોમવારે સાંજે ૪ થી ૬, મેઘાણી રંગ ભવન, ભકિતનગર સર્કલ ખાતે રાખેલ છે.

લીલાબેન વિરમગામા

રાજકોટઃ રાજકોટ નિવાસી સ્વ.બાબુભાઇ સવજીભાઇ વીરમગામાના પત્ની સ્વ.લીલાબેન બાબુભાઇ વિરમગામા (ઉ.વ.૮૯) તે સુરેશભાઇ તથા અનીલભાઇના માતા તથા ચંદ્રકાન્તભાઇ (અમદાવાદ) તથા વિરેન્દ્રભાઇ (રાજકોટ)ના સાસુનું તા.૧૧ના અવસાન થયું છે. તેમનું બેસણું તા.૧રને શનિવારે સાંજે ૪ થી ૬, કલ્યાણજી નરસી જાની કોમ્યુનિટી હોલ, મોઢ બ્રાહ્મણવાડી, ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરની સામે, ચંદન પાર્ક મેઇન રોડ, રૈયાચોકડી પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

કમલેશભાઇ અનડકટ

રાજકોટઃ સ્વ.મનસુખભાઇ પોપટલાલ અનડકટના પુત્ર કમલેશ મનસુખભાઇઅનડકટ (ઉ.વ.૪પ)નું તા.૧૦ના અવસાન થયું છે. જે મહેશભાઇના મોટાભાઇ પરમના પિતા અને કેતનભાઇ જેન્તીભાઇ ખખ્ખરના બનેવીનું ઉઠમણું તા.૧૪ને સોમવારે પ વાગ્યે કુવાડવા રોડ ડિમાર્ટની પાછળ, નરસી મહેતા ટાઉનશીપ ખાતે રાખેલ છે.

રવજીભાઇ શુકલ

કાલાવડ (શિતલા) : રવજીભાઇ જીવાભાઇ શુકલ (ઉ.વ.૭૪) તે પ્રવિણભાઇ તથા અનિલભાઇના પિતાશ્રીનું તા.૯ના અવસાન થયુ છે. બેસણું તા.૧૪ને સોમવારે સાંજે પ થી૬ પિપડેશ્વર મહાદેવ મંદિર બસ સ્ટેન્ડ રોડ પ્રાર્થનાસભા રાખેલ છે.  ભાઇઓ બહેનોનું સાથે રાખેલ છે.

વિશ્વનાથભાઇ પંડયા

મોરબી : રાજપર (મોરબી) ચા.મ.મોઢ બ્રાહ્મણ વિશ્વનાથભાઇ હરજીવનભાઇ પંડયા (ઉ.વ.૯૪) તે પ્રહલાદભાઇ (રેલ્વેવાળા), દિનેશભાઇ (નવસારી/ગુજકોમાસોલ), રજનીકાંતભાઇ, ગુણવંતભાઇ, પ્રબોધભાઇ, અનસુયાબેન (રાજકોટ), પુષ્પાબેન (રાજકોટ) તથા ઇન્દુબેન (જામનગર)ના પિતા તથા ઉદિત, દર્પણ, રવિ, મિલન, ભાવિક, નીરવના દાદાનું તા. ૧૦ના રોજ અવસાન થયું છે. ઉઠમણું તા. ર૪ ને સોમવારે સાંજે ૪ થી પ કલાકે ગામ રાજપરા તા. મોરબી ખાતે રાખેલ છે.

સાગરભાઇ રાજા

મોરબી : સાગરભાઇ રતિલાલ રાજા (ઉ.વ.૪૬) તે સ્વ. રતિલાલ કલ્યાણજીભાઇ રાજાના પુત્ર અને કમલેશભાઇ રાજાના નાનાભાઇ અને રાજેશ્રીબેન નાથાલાલ ઘડીયાળી (મોરબી), જાગૃતિબેન ગીરીશકુમાર તેજુરા (રાજકોટ)ના ભાઇનું તા. ૧૧ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૪ ને સોમવારે સાંજે પ થી પઃ૩૦ કલાકે શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.

રળીયાતબેન જોષી

રાજકોટ : ગુર્જર પુષ્કર્ણા બ્રાહ્મણ રળીયાતબેન જટાશંકર જોષી (ઉ.વ.૯૫) તે સ્વ.જટાશંકર ખીમજીભાઈ જોષીના ધર્મપત્નિ, જગદીશચંદ્ર જટાશંકર જોષી, લાભશંકર જટાશંકર જોષી, નરેન્દ્રભાઈ જટાશંકર જોષી તથા નીરૂબેન ભરતકુમાર જોષીના માતુશ્રી, સ્વ.ભગવાનજીભાઈ હરીશંકર ભટ્ટ, પ્રભુલાલ હરીશંકર ભટ્ટ તથા ધીરજલાલ હરીશંકર ભટ્ટના બહેન, સંદીપ જગદીશચંદ્ર જોષી, હિતેશ નરેન્દ્રભાઈ જોષી, શિવમ લાભશંકરભાઈ જોષી તથા અભય નરેન્દ્રભાઈ જોષીના દાદીમા, પીન્ટુ ભરતકુમાર ભટ્ટના નાનીમાનું તા.૧૧ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૪ના સોમવારના બપોરે ૪ કલાકે શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર, રાજારામ સોસાયટી શેરી નં.૪, સંત કબીર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

સુરેશભાઈ જાની

રાજકોટ : મુળ જેતપુર (કાઠી) નિવાસી હાલ રાજકોટ નિવાસી ઔદિચ્ય બ્રાહ્મણ સુરેશભાઈ નર્મદાશંકર જાનીનું તા.૧૦ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું  તા.૧૪ના રોજ તેમના નિવાસસ્થાન 'અન્નપૂર્ણા' ધ્રુવનગર શેરી નં.૨, રૈયા રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

પાલીબેન વાઢેર

 

ખંભાળીયા : તાલુકાના વીરમદળના પાલીબેન ગોવાભાઇ વાઢેર (ઉ.વ.૮૦) તે અળશીભાઇ ગોવાભાઇ વાઢેર (શિવમ સીમેંટ ડીપો ખંભાળીયા), કુંતાભાઇ (સંતોષ પેટ્રોલીયમ), મુળુભાઇ, ઉકાભાઇ તથા માંડણભાઇના માતા તથા કાકુભાઇ, વિજયભાઇ, દિનેશભાઇ, ભરતભાઇ તથા કનુભાઇ, નારણભાઇ તથા યશ વાઢેરના દાદીમા તા. ૮ ના રોજ અવસાન પામ્યા છે. ઉતરક્રિયા તા. ૧૮/૧૦ ને શુક્રવારના રોજ સુરજવાડી વિરમદળ ખાતે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

વિજયભાઇ ત્રિવેદી

જામનગર : ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના સ્વ. ઝવેરલાલ  ફુલશંકર ત્રિવેદીના પુત્ર વિજયભાઇ ઝવેરલાલ ત્રિવેદી (ઉ.વ.૫૮) કો.કો.બેંક (ગ્રેઇનમાર્કેટ બ્રાંચ) ,  તે  દિનેશભાઇ (નિવૃત આયુર્વેદ યુનિ.), રાજુભાઇ (એસ.બી.આઇ), સ્વ. રજનીકાંત (કો.કો.બેંક), દેવેન્દ્ર (ભોલાભાઇ) ના નાનાભાઇ તેમજ ચંદ્રકાંતભાઇ ત્રિવેદી તથા મહેન્દ્રભાઇ ત્રિવેદી ના ભત્રીજા અને ભાવનાબેનના પતિ, તેમજ નિશાંત  અને આદિત્યના પિતા, જસદણ નિવાસી બટુકભાઇ (હરકાંતભાઇ) બાબુભાઇ ભટ્ટના જમાઇ અને વિશાલ, અભિષેક (રીલાયન્સ), નિરવ, વત્સલ, હાર્દિક (કો.કો.બેંક), સાગર તથા શિતલ, અવની અને પુજાના કાકાનું અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું  શનિવાર તા. ૧૨ ના રોજ ૫.૦૦ થી પ.૩૦ ભાઇઓ-બહેનો માટે તેમજ પિયરપક્ષનું  બેસણું  પાબારી  હોલ, તળાવની પાળ, જામનગર ખાતે રાખેલ છે.

વિપુલ જોશી

રાજકોટઃ સારસ્વત બ્રાહ્મણ ભાટિયા નિવાસી વિપુલ જેઠાલાલ જોશી (લહેરૂ) (ઉ.વ.૪૦) તેઓ સ્વ. જેઠાલાલ ભીમજી જોશીનાં પુત્ર સ્વ.નિલેશભાઈ, ઈલાબેન, શીતલબેન, આરતીબેનના ભાઈ સયમભાઈના પિતા હિતાર્થભાઈના કાકા, સ્વ.નરેન્દ્રભાઈ, સ્વ.સુરેશભાઈ, દિલીપભાઈ, હર્ષદભાઈ, કમલેશભાઈ સાતા પોરબંદવાળાના ભાણેજનું દુઃખદ અવસાન લંડન મુકામે થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૪ને સોમવાર સાંજે ૩: ૩૦ થી ૪:૩૦ ભાઈઓ- બહેનોનું સંયુકત ભાટિયા દુધેશ્વર મહાદેવ મંદિરે રાખેલ છે. (જેઠાલાલ ભીમજી જોશી જુની ગરબી ચોક, ભાટિયા)

ધર્મિલ દવે

રાજકોટઃ ગાંધીનગર નિવાસી જયેશભાઈ ભાસ્કરભાઈ દવેનાં પુત્ર ધર્મિલ જયેશભાઈ દવે (ઉ.વ.૨૨)નું દુઃખદ અવસાન તા.૧૧ શુક્રવારે થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૪ સોમવારનાં રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન તેમના નિવાસસ્થાન ૧૬૬/૨, આનંદ વટિકા સોસાયટી, સેકટર- ૨૨, ગાંધીનગર ખાતે રાખેલ છે.

સકીનાબેન હાથી

રાજકોટઃ સકીનાબેન મહંમદઅલી હાથી તે ઈકબાલભાઈ (સુપરફાઈન ફૂટવેર) તથા જેબુનબેન (બીએસએનએલ)ના તથા મિકાઈલના દાદીમા તથા મુશ્કતાકભાઈ હાથીના સાસુમાનું અવસાન થયેલ છે. તેના શિયુમના સિપારા તા.૧૪ સોમવારનાં રોજ જોહર અસરની નમાઝ બાદ એકજાન હોલમાં રાખેલ છે. સદ્દગતનું બેસણું કાલે રવિવારે તા.૧૩ના સાંજે ૫ થી ૬ 'રોશની' ૧ પત્રકાર કોલોની એરપોર્ટ રોડ, રાજકોટ મુકામે રાખેલ છે.

 રતિલાલ ઠાકરનું અવસાન

રાજકોટઃ રતિલાલ શિવશંકર ઠાકર (ઉ.વ.૭૬) વતન સમઢીયાળા (ગીર) હાલ જૂનાગઢ જે કમલેશભાઈ ઠાકર અને હિતેશભાઈ ઠાકરના પિતાશ્રી તેમજ અશોકભાઈ ઠાકરના મોટભાઈ અને અમિતભાઈ ઠાકરના મોટા બાપુજી તા.૧૨ને શનિવારના કૈલાસવાસી થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૪ને સોમવાર સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે.