Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019
અવસાન નોંધ

હેમકુંવરબેન ટાંક

રાજકોટ : ગુર્જર ક્ષત્રિય કડીયા હેમકુંવરબેન માવજીભાઇ ટાંક (જોડીયા) ઉ.વ.૮૮ નું તા. ૧૦-૯-૧૯ના રોજ અવસાન થયેલ છે. સ્વ. જેરામભાઇના બેન, સ્વ. હસમુખરાય, પ્રભુદાસભાઇ, હિતેષભાઇના ફઇબાની પ્રાર્થના સભા તા. ૧રને ગુરૂવારે સાંજે પ થી ૬ રંગનાથ મહાદેવ મંદિર, રંગ ઉપવન સોસાયટી, હનુમાન મઢી પાસે રૈયા રોડ ખાતે રાખેલ છે.

રમાબેન જાદવ

રાજકોટઃ મુળ કાગદડી (હાલ રાજકોટ) વાણંદ કિશોરભાઈ બાબુભાઈ જાદવના ધર્મપત્ની સ્વ.રમાબેન (ઉ.વ.૬૫) તે અલ્પેશભાઈ, વિપુલભાઈ, અંજુબેનના માતુશ્રી તથા દિનેશકુમાર ભાયાણીના સાસુ તથા રીધ્ધિ (દિપુ), પ્રિયાંશના દાદી તથા અશોકભાઈ દામજીભાઈ મારૂ (સોયલવાળા)ના બહેનનું તા.૧૦ મંગળવારના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૧૨ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે લક્ષ્મીનગર વાણંદ સમાજની વાડીમાં રાખેલ છે.

નરોતમભાઇ સોની

કેશોદ : સોની નરોતમભાઇ સવજીભાઇ લોઢીયા (મટીયાણાવાળા) હાલ કેશોદ (ઉ.૭ર) તે જમનભાઇ તથા પરેશભાઇના પિતાશ્રીનું તા. ૯ ના અવસાન થયેલ છે. જેમનું બેસણુ (ઉઠમણુ) તા. ૧ર ને ગુરૂવાર ગીરનારા સોની સમાજની વાડી કેશોદ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

વિભાબેન મહેતા

મોરબીઃ ટંકારા નિવાસી હાલ મોરબી સ્વ. ડાયાલાલ પરસોતમ મહેતાના પૌત્રી વિભાબેન (ઉ.વ.૫૪)તે રંજનબેન અનંતરાય મહેતાની પુત્રી તેમજ હરેનભાઇ મીતાબેન (મોન્ટુબેન),ડીમ્પલભાઇના મોટા બેન તા.૧૦ના રોજ અરિહંતશરણ પામેલ છે. સદગતના આત્મા શ્રેયાર્થે શ્રી શેત્રુંજયભાવ યાત્રા તા.૧૨, ગુરૂવારે સવારે ૯-૩૦ કલાકે દશાશ્રીમાળી વણીકજ્ઞાતીની વાડી, સરદાર રોડ, બરોડા બેંક સામે, મોરબી રાખેલ છે.

પંકજભાઇ પારેખ

રાજકોટઃ મુળ રાજકોટ નિવાસી હાલ મુંબઇ પંકજભાઇ રસિકલાલ પારેખ (ઉ.વ.૬૩) તા.૩ને મંગળવારના રોજ અરિહંત શરણ પામેલ છે. તે  સ્વ. રસિકભાઇ ધીરજલાલ પારેખ તથા સ્વ. દિનમણીબેનના પુત્ર, વિરેન્દ્રભાઇ , સ્વ.રેણુકાબેન શૈલેષભાઇ ગાંધી, દક્ષાબેન મધુકરભાઇ દેસાઇના ભાઇ તે સ્વ. રમણીકભાઇ ધીરજલાલ પારેખ, ત્રિભુવનદાસ કપુરચંદ ગાંધીના દોહિત્ર હતા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

મનહરબેન જાની

મોરબીઃમહારાજ શ્રી નથુ તુલસી ઔ. બ્રાહ્મણ હાલ મોરબી નિવાસી મનહરબેન ગુણવંતરાય જાની (ઉ.૮૨) (બાબરાવાળા) તે ભાનુબેન નૈનેશભાઈ મહેતા, ભારતીબેન કિરીટભાઈ જોષી, નીતાબેન કિશનભાઈ ઉપાધ્યાય, હેતલબેન કિશનભાઈ ભટ્ટના માતા તથા સ્વ.પ્રાણલાલ મંછારામ જોષીના દીકરી અને સુરેશભાઈ (પાલનપુર), ભરતભાઈ-મસ્કત, ભાસ્કરભાઈ મસ્કત, રાજુભાઈના કાકીનું અવસાન થયેલ છે બેસણું તા.૧૨ ને ગુરવારે સાંજે ૪ થી ૬ રામેશ્વર મંદિર, જીઆઈડીસી સામે શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે.પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

મોહીત જારીયા

રાજકોટઃ કારડીયા રાજપુત મોહીત ભાવેશભાઈ જારીયા તે ભાવેશભાઈના પુત્ર નરેશભાઈના ભત્રીજા તથા રાજ, હાર્દીક, નિરવના ભાઈ જે અજયભાઈના સાળાનું તા.૧૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૨ના રોજ સાંજે ૪ થી ૬ વાળંદ સમાજની વાડી લક્ષ્મીનગર શેરી નં.૨ ખાતે રાખેલ છે. રાજકોટ

ધીરજબેન ચૌહાણ

રાજકોટઃ શ્રી ગુજરાતી મચ્છુ કઠિયા દરજી જ્ઞાતિના સ્વ.ધીરજબેન ભોગીલાલ ચૌહાણ (ઉ.વ.૮૪) તેઓ નટુભાઈ ભોગીલાલ ચૌહાણ, બટુકભાઈ ભોગીલાલ ચૌહાણ તથા લીલમબેન, ઉષાબેન અને ઈન્દુબેનના માતુશ્રી તેમજ મનીષાબેન, નયનાબેન, પારૂલબેન, નમ્રતાબેન, હિરેનભાઈ, કેતનભાઈના દાદીમાંનું તા.૯ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૩ને શુક્રવારે સવારે ૯ થી ૧૦ ''સહયોગવાડી'' ભકિતનગર સોસાયટી, ગુરૂકુલ પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.

મંજુલાબેન ભટ્ટ

રાજકોટઃ મંજુલાબેન રતીલાલ ભટ્ટ (ઉ.વ.૮૫) તે શ્રીજ્ઞાનસરિતા પ્રા.શાળાના ગુણવંતભાઈ ભટ્ટ તથા ઘનશ્યામભાઈ ભટ્ટના માતુશ્રીનું તા.૮ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૨ ગુરૂવારના રોજ પરશુરામ ઉપવન, કે.કે.હાઈસ્કુલ રોડ, સાવરકુંડલા ખાતે બપોરના ૨ થી ૪ તેમજ તા.૧૪ શનીવારના રોજ ''આસ્થા'' બ્લોક નં.૬૧, નારાયણનગર સત્યસાંઈ હાર્ટ હોસ્પીટલ સામે કાલાવડ રોડ રાજકોટ ખાતે સાંજના ૪ થી ૬ રાખેલ છે.

કાનજીભાઈ વાજા

રાજકોટઃ ફટાણા નીવાસી હાલ રાજકોટ કાનજીભાઈ વેલજીભાઈ વાજા (ઉ.વ.૮૪)નું તા.૮ને રવીવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૨ને ગુરૂવારના રોજ તેમના નિવાસસ્થાને ''અન્નપુર્ણા'' રેલનગર, રામેશ્વર પાર્ક-૫, રાધીકા ડેરીની બાજુમાં રાજકોટ ખાતે રાખેલ છે.

નટવરલાલ લખતરીયા

રાજકોટઃ નિવાસી નટવરલાલ જીવરાજભાઈ લખતરિયા (નિવૃત આરએમસી) તે કેતનભાઈ લખતરિયા તથા હોમીનભાઈ લખતરિયા (આરએમસી) તથા અમિત લખતરિયા (જીલ્લા પંચાયત)ના પિતાશ્રી તથા સ્વ.દયાળજીભાઈ જીવરાજભાઈ લખતરિયા તથા મગનભાઈ જીવરાજભાઈ લખતરિયા (નિવૃત- આરએમસી) તથા સ્વ.કિશોરભાઈ લખતરિયાના ભાઈનું તા.૧૦ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૨ને ગુરૂવારના રોજ સાંજે ૪  થી ૬, વિનોદભાઈ શેઠ કોમ્યુનીટી હોલ, નિલકંઠ સિનેમા પાસે, દેવપરા, કોઠારિયા રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રવિણભાઈ વાળા

રાજકોટઃ મોચી પ્રવિણભાઈ બાબુભાઈ વાળા (ઉ.વ.૫૭) જે કાંતિભાઈના નાનાભાઈ, તરૂણભાઈ તથા મિતલબહેનના પિતાશ્રી, પરાગકુમારના સસરા તથા તીર્થના દાદા તા.૯ના રોજ શ્રીજીચરણ પામેલ છે. જેમનું બેસણું તા.૧૨ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. શ્રી રાધાકૃષ્ણની વાડી, મોચી મંદિર રાજકોટ

સુનિલભાઈ ચૌહાણ

રાજકોટઃ સુનિલભાઈ બાબુલાલ ચૌહાણ (ઉ.વ.૩૫) તે બાબુભાઈ રામભાઈ ચૌહાણ (મુળ શોભા વડલા હાલ- જુનાગઢ)ના દિકરા તે દિલીપભાઈ તથા સ્વ.જીતુભાઈના નાનાભાઈ તે જયંતિલાલ છગનલાલ મારૂ (રાજકોટ)ના જમાઈનું દુઃખદ અવસાન થયેલ છે. જેમનું બેસણું તા.૧૨ને ગુરૂવારે ભવનાથ મહાદેવ મંદિર, ઈન્દિરાનગર, કોઠારીયા રોડ, રાજકોટ મુકામે સાંજે ૪ થી ૬ રાખેલ છે તથા તા.૧૩ના શુક્રવારે સાંજે ૪ થી ૬ ધ્રુજટેશ્વર મહાદેવ મંદિર દુબડી પ્લોટ, પાણીના ટાંકા પાસે જુનાગઢ ખાતે રાખેલ છે.

ઈન્દુબેન અઢીયા

રાજકોટઃ ગં.સ્વ.ઈન્દુબેન વલ્લભદાસ અઢિયા (ધોરાજીવાળા) હાલ રાજકોટ નિવાસી, સ્વ.વલ્લભદાસ ભગવાનજીભાઈ અઢિયાના ધર્મપત્નિ તથા જીતેન્દ્ર અઢિયા, વિપુલ અઢિયા, મીનાબેન કૌશિકકુમાર દાવડા થતા કાશ્મીરાબેન જયેશકુમાર ઠકકરના માતુશ્રી તે સ્વ.સુરેશભાઈ ભગવાનજીભાઈ અઢિયા તથા જયંતિભાઈ ભગવાનજીભાઈ અઢિયાના ભાભી તે નાવડાવાળા સ્વ.લાલજીભાઈ જાદવજીભાઈ પાબારીના પુત્રી તા.૯ સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા ગુરૂવાર તા.૧૨ના રોજ સાંજે ૪:૩૦ થી ૬ કલાકે દરમ્યાન પારસ સોસાયટી કોમ્યુનિટી હોલ, નિર્મલા સ્કૂલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

મહેશભાઈ રાઠોડ

રાજકોટઃ કારડિયા રાજપૂત સ્વ.મહેશભાઈ રણછોડભાઈ રાઠોડ, તે રણછોડભાઈ (ચનાભાઈ)ના પુત્ર તથા સ્વ.જેમલભાઈ, બહાદુરભાઈ, દામજીભાઈ, ચંદુભાઈના નાનાભાઈ તેમજ જયના પિતાશ્રીનું તા.૯ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૨ ગુરૂવારના રોજ બપોરના ૪ થી ૬, શ્રી કારડિયા રાજપુત સમાજની વાડી, ૨- રજપુતપરા, રામજી મંદિર ખાતે રાખેલ છે.

પુષ્પાબેન જોષી

રાજકોટઃ પુષ્પાબેન રતિલાલ જોષી તેઓ રતિલાલ મણીશંકર જોષી (ખારચિયા વાંકુના વાળા)નાં પત્ની અને તનસુખભાઈ (આઈઓસી), જીતેન્દ્રભાઈ (ભવન મંડપ- જુનાગઢ) અને હરેશભાઈ જોષી (એસટી- ગોંડલ)ના માતુશ્રી કૈલાશવાસી થયેલ છે. તેમનું બેસણું તા.૧૨ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યે કષ્ટભંજન મહાદેવ, સિંચાઈનગર, એરપોર્ટ રોડ ઉપર, રાજકોટ ખાતે રાખેલ છે.

હરિલાલ લાલકીયા

રાજકોટઃ મોટીમારડ નિવાસી (હાલ રાજકોટ) હરિલાલ કુરજીભાઈ લાલકિયા (ઉ.વ.૮૯)નું તા.૯ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતે તેમની ઈચ્છાઅનુસાર ચક્ષુદાન અને દેહદાન કરેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૨ને ગુરૂવાર સવારે ૮:૩૦ થી ૧૦ કલાકે, નુતનનગર કોમ્યુનીટી હોલ, કોટેચા ચોક, કાલાવડ રોડ, રાજકોટ મોટી મારડ સાંજે ૩ થી ૫:૩૦ કલાકે, જુનો પટેલ સમાજ, મોટીમારડ ખાતે રાખેલ છે.

જીતેન્દ્રભાઈ પરમાર

રાજકોટઃ મુળ ધંધુકા હાલ રાજકોટ નિવાસી જીતેન્દ્રભાઈ જે.પરમાર (ઉ.વ.૬૬) તે તેજસભાઈ જે. પરમાર, પીન્કીબેન, દર્શનાબેનના પીતાનું તેમજ પરેશબાપુના ભાઈનું તા.૧૦ના રોજ અવસાન થયુંછે.  સદ્દગતનું બેસણું તા.૧૨ના સાંજે ૪ થી ૬ વિશ્વેશ્વરમંદિર મવડી રોડ ખાતે રાખેલ છે

છગનલાલ વ્યાસ

રાજકોટઃ છગનલાલ દુર્લભજીભાઈ વ્યાસ (નિવૃત કેનિશ્રી) (ઈન્દ્રોડિયા) (મૂળ- રફાળા, હાલ- રાજકોટ) તા.૧૦ને મંગળવાર કૈલાસધામ સિધાવેલ છે. સદ્દગતનું બેસણું  તા.૧૨ ગુરૂવાર સાંજે ૪ થી ૬ રણુજામંદિર કોઠારીયા રોડ ખાતે રાખેલ છે.

ગોવિંદભાઈ પરમાર

રાજકોટઃ કારડીયા રાજપુત ગોવિંદભાઈ શામજીભાઈ પરમાર (નિવૃતિ ગવર્મેન્ટ પ્રેસ કર્મચારી)નું રવિવારના રોજ દુઃ ખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૨ના ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે કારડીયા રાજપુત સમાજની વાડી, મવડી ચોકડી રાજકોટ ખાતે રાખેલ છે.

તારાબેન વ્યાસ

રાજકોટઃ ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ તારાબેન વ્યાસ (ઉ.વ.૯૪) તે પ્રદિપભાઈ વ્યાસ, હંસાબેન, જયોતીબેન, ગીતાબેનના માતુરી તેમજ સ્વ.ભરતભાઈ મહેતા, કિરીટભાઈ, ધીતેન્દ્રભાઈ તથા અશ્વિનભાઈ અને મીતાબેન વાગડિયાના મોટા બહેન તા.૮ના રોજ કૈલાસવાસી થયેલ છે. પ્રદિપભાઈ વ્યાસ તથા પીયર પરીવાર સ્વ.ભરતભાઈ મહેતા તેમજ અન્યભાઈઓ તેમ બન્ને પક્ષનું બેસણું તા.૧૪ના રોજ સાંજે ૪ થી ૬ જલારામમંદિર ભોજપરા-૧૨ ગોંડલ મુકામે રાખેલ છે.

પ્રકાશચંદ્ર તન્ના

ઉપલેટાઃ સ્વ. પ્રકાશચંદ્ર ગોકળદાસ તન્ના, તે સ્વ. ગોકળદાસ કેશવજીભાઇ તન્નાના સુપુત્ર, જયેશભાઇ ગોકળદાસ તન્નાના મોટા ભાઇ, કેવલ અને હાર્દિકના પિતાજી તેમજ સ્વ. કરશનભાઇ રામજીલાલ (ફુલવાડી વાળા) જામખંભાળીયાના જમાઇ શ્રીજીચરણ પામેલ છે. બેસણું તા. ૧રને ગુરૂવારે સાંજે ૪ થી પ લોહાણા મહાજન વાડી (સતીમાંની ડેરી) ઉપલેટા ખાતે રાખવામાં આવેલ છે તથા પિયર પક્ષની સાદડી તા. ૧૩ ને શુક્રવારે સાંજે ૪ થી પ જલારામ મંદિર જામખંભાળીયા ખાતરે રાખેલ છે.

નલીનીબેન ઝાલા

રાજકોટ : ગં.સ્વ. નલીનીબેન રતનજસિંહ ઝાલા (ઉ.વ.૮૦) તે દિનેશભાઇ જયશંકર જાનીના ભાભીનું તા. ૧૦ ના મંગળવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૧૨ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન પ્રભુકૃપા, અક્ષરનગર મેઇન રોડ, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે રાખેલ છે.

ઘનશ્યામભાઇ પંડ્યા

વાંકાનેરઃ ઘનશ્યામભાઇ પંડ્યા તા.૦૫ના રોજ અક્ષર નિવાસ થયા છે. બેસણું વાંકાનેર તેમના વડીલબંધુ પ્રા.ઇશ્વરભાઇ પંડ્યાના નિવાસ સ્થાને વાંકાનેર મુકામે ''હરિ ઓમ'' મનમંદિર પ્લોટ એસ.ટી.બસ સ્ટેશનની બાજુમાં તા.૧૨ને ગુરૂવારના રોજ સાંજના ૪ થી ૬ વાગ્યે રાખવામાં આવેલ છે.

મંજુલાબેન પંડ્યા

મોટા દેવળીયાઃ મંજુલાબેન જટાશંકરભાઇ પંડ્યા (ઉ.વ.૮૫) તે જેન્તીભાઇ તથા હસમુખભાઇ જટાશંકર પંડ્યાના માતૃશ્રીનું તા.૧૦ના રોજ અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા.૧૨ના રોજ દુધેશ્વર મહાદેવ મંદિર સાંજ ૩ થી ૫ રાખેલ છે.

ત્રિભોવનભાઇ લાખાણી

મોટી કુંકાવાવઃ (હાલ અમદાવાદ) ત્રિભોવનભાઇ જીંવરાજભાઇ લાખાણી (ઉ.વ.૮૫) તે સ્વ. પોપટભાઇ, સ્વ.વિરજીભાઇ, ત્થા દુલ્લભજીભાઇ, ત્થા નગીનભાઇના ભાઇ-તેમજ હસુભાઇ, ત્થા ઉધ્યભાઇના પિતાશ્રીનું તા.૮ના અમદાવાદ મુકામે અવસાન થયેલ છે. બેસણુ તા.૧૨ને ગુરૂવારના સાંજે ૩ થી ૬ તેમના નિવાસ સ્થાન ભગત શેરી મોટી કુંકાવાવ મુકામે રાખેલ છે.

વિપુલભાઈ જોષી

રાજકોટઃ છારીયા ઉનેવાળ બ્રાહ્મણ અરવિંદ છોટાલાલ જોષીના પુત્ર વિપુલભાઈ (ઉ.વ.૪૨) તે વસંતરાય બાલાશંકર જાની (બેંક ઓફ બરોડા) ઔદિચ્ય ગુજરાતી સાડાચારસોના જમાઈનું તા.૧૦ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. બેસણું બન્ને પક્ષનું તા.૧૨ને ગુરૂવારના રોજ જાગનાથ મહાદેવ મંદિર ખાતે સાંજના ૫ થી ૬ વાગ્યે રાખેલ છે.

ભુપતભાઇ મણીયાર

જેતપુરઃ સ્વ.બાબુલાલ ગીરધરભાઇ મણીયારના પુત્ર ભુપતભાઇ (કીરીટભાઇ) (ઉ.વ.૬૩) તે હરીશભાઇ (પરાગ પુસ્તકાલય)ના વડિલ બંધુ તેમજ સોનલબેન પામેલ છે ઉઠમણું તા.૧૨ ગુરૂવાર સાંજે ૪ થી ૫ જુની લોહાણા મહાજન વાડી, ફુલવાડી રોડ જેતપુર ખાતે રાખેલ છે.

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST

  • ગુજરાતભરમાં મેઘરાજા અનરાધાર : અતિવૃષ્ટિના એંધાણઃ ઝાપટાથી ૮ ઈંચ સુધીના વરસાદ સાથે ૧૧૭ ટકા વરસાદ નોંધાયોઃ ગોલ્ડન બ્રીજની સપાટી ૩૧ ફુટે... શહેરમાં પાણી ઘુસ્યા... કરજણ ડેમના ૭ દરવાજા ખોલાયા... ઉકાઈ ડેમમાંથી ૧.૨૫ લાખ કયુસેક પાણી છોડાતા તાપી ફરી બે કાંઠે.. access_time 11:28 am IST

  • બ્રાયન ટોલએ આર્ટિકલ 370 પર ભારતનું કર્યું સમર્થન : ગિલકિત ને બાલટિસ્તાનને ગણાવ્યો ભારતનો હિસ્સો : યુરોપીય આયોગના પૂર્વ નિર્દેશક બ્રાયન ટોલે જિનિવામાં કહ્યું કે આર્ટિકલ 370 હટાવવાથી કાશ્મીરના લોકોને સમાન આર્થિક અવસર મળશે : સરકારની માફક તેને પણ આશા છે કે કાશ્મીરીઓ માટે સારું પગલું સાબિત થશે access_time 1:19 am IST