Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019
કુંડલીયા કોલેજના પ્રો.દિલીપસિંહ ડોડીયાના પિતાશ્રીનું અવસાનઃ કાલે જસદણમાં બેસણું

જસદણઃ પચ્છેગામના વતની હાલ જસદણ નિવાસી ઉદેસંગભાઇ ભગવાનભાઇ ડોડિયા (ઉ.૭૪)તેઓ રામસંગભાઇ  (વલ્લભીપુર), ભાવસંગભાઇ (સુરત), જયાબેન ડી.ચુડાસમા(ટાણા), રતનબેન વી.ચૌહાણ (સુરત)ના મોટાભાઇ તેમજ બાબુભાઇ ડી. (વલ્લભીપુર), કનુભાઇ, નારસંગભાઇ, બનેસંગભાઇ, (ભાવનગર) તથા કરણભાઇ, ચેતનભાઇ, મનીષભાઇ (વલ્લભીપુર)ના મોટાબાપુના દીકરા તેમજ કુંડલીયા કોલેજના  પ્રા.ડો. દિલીપસિંહના પિતાશ્રી, જાગૃતિબેન એમ.રાઠોડ (મેવાસા), ધર્મેન્દ્રસિંહ, ચંદ્રસિંહ (આર્મી) વિજયસિંહ, ઉર્મિલાબેનના બાપુજી, કિરણબેન તથા તીર્થરાજસિંહના દાદાનું તા.૭ ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ને રવિવારે જસદણ તેમના નિવાસ સ્થાને રાખેલ છે તેમજ તેમનો લૌકિક વ્યવહાર અને ઉત્તરક્રિયા તા.૧પ ને શનિવારે સીતારામનગર, ફુલવાડી-વલ્લભીપુર મુકામે રાખેલ છે.

સવિતાબેન ચાવડા

વઢવાણ : સુરેન્દ્રનગર સીડીકેટ બેંકના નિવૃત કર્મચારી રણજીતભાઇ ચાવડાના ભાભી સવિતાબેન જેસીંગભાઇ ચાવડાનું અવસાન થયું છે. ઉતરક્રિયા સોમવાર તા. ૧૦ના રોજ તેમના નિવાસ સ્થાન વિવેકાનંદ-૩, બ્લોક નં. ૧૬ ખાતે રાખવામાં આવેલ છે.

વ્રજધામ ગ્રુપના પ્રમુખ ગોવિંદભાઇ દાવડાના માતુશ્રી અમૃતબેનનું અવસાન

રાજકોટ : અમૃતબેન વનરાવન દાવડા (ચુર, તા. જામકલ્યાણપુર) (ઉ.વ.૯પ) તે સ્વ. વનરાવન ઓધવજી દાવડાના ધર્મપત્ની, તેમજ વલ્લભદાસ, વ્રજકિશોરભાઇ, રતિલાલ, ગોવિંદભાઇ દાવડાના માતુશ્રી તેમજ ભાનુબેન, વિજયાબેન, વીણાબેન, તારાબેનના માતુશ્રી તેમજ મથુરભાઇ દતાણી (રાજકોટ), મોહનલાલ કાનાણી (ભાટીયા), શશીકાંતભાઇ સચદેવ (નંદાણા), દિનેશભાઇ સચદેવ (જામનગર), દિલીપભાઇ મોદી (ખંભાળીયા)ના સાસુ તા. ૭ શુક્રવારે શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા. ૧૦ ના સોમવારે સાંજે પ થી પ-૩૦ ઇન્દ્રેશ્વર મહાદેવ, માસ્તર સોસાયટી-૧૦ શેરી નં. કસ્તુરબા હાઇસ્કુલની બાજુમાં રાજકોટ રાખેલ છે. તેમજ ચપરવાળા જમનાદાસ ખોળાના દિકરી - પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

અવસાન નોંધ

રામસીંગભાઈ રાઠોડ

રાજકોટઃ રામસીંગભાઈ જીવાભાઈ રાઠોડ (ઉ.વ.૬૦, (ગામ-જાલીયા દેવાણી હાલ રાજકોટ) જેઓ હાર્દિકભાઈ, કોમલબેન, પાયલબેનના પિતાશ્રી અજયકુમાર ચાવડા, સિધ્ધરાજસિંહ પરમારના સસરા તેમજ વાલજીભાઈ, હેમતભાઈ, નારદભાઈ, ભરતભાઈ, ભીખુભાઈ, દિનેશભાઈના નાનાભાઈનું તા.૭ શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૦ સોમવાર સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે.

ઘાંચી જમાતના પ્રમુખ હાજી મુન્નાભાઇની કાલે ઝિયારત

રાજકોટ : ઘાંચી જમાતના પ્રમુખ હાજી કાસમભાઇ આહમદભાઇ મોઢીયા (મુન્નાભાઇ ખુરશીવાળા) (સાહીલ ફર્નીચર જંગલેશ્વર મેઇન રોડ) તા. ૮ ના વફાત પામ્યા છે. તેમની ઝિયારત તા. ૧૦ ને રવિવારે સવારે ૯ વાગ્યે નૂરાની મસ્જીદ ત્થા મહિલાઓ માટે બાગે ઝૂબૈદા (નિલકંઠ પાર્ક શેરી નં. ૩) રાજકોટ ખાતે રાખેલ છે.

અશ્વીનભાઇ ટાંક

રાજકોટ : ગુજર ક્ષત્રિય કડિયા મુળ ગામ મેઘપર, હાલ રાજકોટ નિવાસી અશ્વીનભાઇ બાબુભાઇ ટાંક (ઉ.વ.૩૫) તા. ૬ ના અવસાન પામેલ છે તે બાબુભાઇ મોહનભાઇ ટાંકના પુત્ર (પેન્ટર) તે રાજેશભાઇ , રાકેશભાઇ ના ભાઇ તે અમીતભાઇ ના પિતાનું બેસણું તા.૧૦ ને સોમવારે સાંજે ૪ થી ૬ સહકાર સોસાયટી-૮ ના કોર્નરમાં, સહકારેશ્વર મહાદેવના મંદિરે રાખેલ છે.

જગદીશભાઇ આડેસરા

રાજકોટ : સોની પ્રણજીવનભાઇ દુર્લભજીભાઇ આડેસરાના પુત્ર, સોની જગદીશભાઇ પ્રાણજીવનભાઇ આડેસરાનું તા. ૦૬ ના શ્રીજીચરણ પામેલ છે. તે સોની બીપીનભાઇ તથા સોની કિશોરભાઇના મોટાભાઇ અને હિરેનભાઇ, ધર્મેશભાઇ અને નૈમિષભાઇના પિતાશ્રી નું બેસણું તા. ૦૮ ને શનિવારના રોજ સવારે ૧૦.૩૦ થી ૧૨ કલાકે રાખેલ છે. સ્થળ : સોની જ્ઞાતીની વાડી, પારેખ શેરી, મોરબી

પ્રમીલાબેન વડોદરીયા

રાજકોટ : મોઢ વાણિક પાળિયાદ નિવાસી પ્રમીલાબેન નવીનભાઇ વડોદરીયા (ઉ.વ.૬૮) તે સ્વ. છબીલદાસ પી વડોદરીયાના પુત્રવધુ, નવીનચંદ્ર છવબીલદાસ વડોદરીયાના ધર્મપત્ની તથા યશવંતભાઇ (ટીનુભાઇ), જયેશભાઇ, ભરતભાઇના મોટા ભાભી તા. ૦૬ ના અક્ષરવાસી થયેલ છે. સદ્ગતનું બેસણું  આજે તા.૦૮ ના શનિવારે સાંજે ૪ થી ૬, કામદાર શેરી, પાળિયાદ મુકામે રાખેલ છે.

જમનભાઇ લાધણોજા

આટકોટ : વાણંદ જમનભાઇ નાનજીભાઇ લાધણોજા ઉમર વર્ષ ૭૩, તે ભરતભાઇ, સ્વ. સુનિલભાઇ તથા  અતુલભાઇના પિતાશ્રી, ને મિહીરભાઇ તથા કિશન ના દાદા, તેે નાથાભાઇ ના ભત્રીજા એ દુર્લભજીભાઇ તથા જગદીશભાઇ ના મોટાભાઇનું તા. ૦૬ ના રોજ અવસાન થયેલ છે. એમનું બેસણું તા. ૮ ને શનિવારે સાંજે ૫ થી ૭ તેમના નિવાસસ્થાને ચોરા પાસે, આટકોટ ખાતે રાખ્યું છે.

વનમાળીભાઇ વસાણી

રાજકોટ : પ્રાંચવડા નિવાસી સ્વ. પ્રેમજીભાઇ હિરજીભાઇ વસાણીના પુત્ર વનમાળીભાઇ પ્રેમજીભાઇ વસાણી મુળ પાંચવડાના નીવાસી હાલ અડયાર (નાગપુર), (ઉં.વ.૯૦), તે સ્વ. શાંતિલાલ, સ્વ. મનસુખભાઇ, સ્વ. મનહરભાઇ તથા જગદીશભાઇ, સ્વ. સવિતાબેન રતિલાલ સોમૈયા (ગોંડલ), મંજુલાબેન કાંતિલાલ જસાણી, (વીછીયાવાળા) ના મોટાભાઇ તેમજ કિરણ, વીરેન્દ્ર, શિરીષ, જયેશ, પરેશના પિતાશ્રીનું તા.૦૫ ના અડયાર ખાતે શ્રીજીચરણ પામ્યા છે. સદગત આત્માની શાંતી માટે તા ૧૦ ના સાંજે ૫ થી ૭ '' ગણેશ્વર મંદીર'', પ, શ્રીનગર સહકાર મેઇન રોડ, કોઠારીયા રોડ ખાતે પ્રાર્થના સભા રાખેલ છે.

ગીરીશભાઇ મારૂ

રાજકોટઃ સ્વ. ગીરીશકુમાર નટવરલાલ મારૂ (મુ. બેરાજા પસાયા કાલાવડ વાળા) તે સ્વ. નટવરલાલ સીદીભાઇ ચારૂના મોટાપુત્ર તેમજ ભરતભાઇ, મીનાબેનના મોટાભાઇ તેમજ  નીલ, જયોત, જયના પિતાશ્રી તેમજ મગનલાલ રવજીભાઇ ભટ્ટીના જમાઇ તેમજ મહેરા એગ્રો કેમીકલ્સ-જુનાગઢ વાળા ગંજાનંદભાઇ, રાજુભાઇ, મહેશભાઇ ભટ્ટીના બનેવીનું અવસાન તા.૬ના થયેલ છે. સદ્ગતનું બેસણું તેમના નિવાસ સ્થાને તા.૧૦ના સોમવારે ૪ થી ૬  પિયરપક્ષનું તથા સાસરા પક્ષનું  સાથે રાખેલ છે. 'સૃષ્ટી એપાર્ટમેન્ટ', ૪૦૪, કાલાવડ રોડ રાજકોટ.

ઉદેસંગભાઇ ડોડિયા

જસદણ : પચ્છેગામના વતની હાલ જસદણ ઉદેસંગભાઇ ભગવાનભાઇ ડોડીયા (ઉ.વ.૭૪), તે રામસંગભાઇ (વલ્લભીપુર), ભાવસંગભાઇ (સુરત), જયાબેન ડી. ચુડાસમા (ટાણા), રતનબેન વી. ચોૈહાણ (સુરત) ના મોટાભાઇ તેમજ બાબુભાઇ ડી. (વલ્લભીપુર), કનુભાઇ નારસંગભાઇ, બનેસંગભાઇ (ભાવનગર), કરણભાઇ, ચેતનભાઇ, મનીષભાઇ (વલ્લભીપુર) ના મોટા બાપુના દિકરા તેમજ પ્રો. ડો. દિલીપસિંહ ના પિતાશ્રી, જાગૃતીબેન એમ. રાઠોડ (મેવાસા), ધર્મેન્દ્રસિંહ, ચંદ્રસિંહ (આર્મી), વિજયસિંહ, ઉર્મિલાબેન ના બાપુજી, કિરણબેન તથા તીર્થરાજસિંહના દાદાનું તા ૭-૬ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૯-૬ ને રવિવારે સાંજે ૪ થી ૬ ગાયત્રી મંદિર જસદણ ખાતે રાખેલ છે.

વ્રજલાલભાઇ મકવાણા

 રાજકોટ :  ગૂ.ક્ષ. કડિયા સ્વ. વ્રજલાલ વિરજીભાઇ મકવાણા (ઉ.વ.૮૦) નું તા ૬ ના રોજ શ્રીરામચરણ પામેલ છે. સ્વ.નું બેસણું તા.૧૦ સોમવારે સોમનાથ મંદિર, સાંજે ૫ થી ૭ રણુજા મંદિરની બાજુમાં રાખેલ છે.

સંતોકબેન સોલંકી

રાજકોટઃ (મુળ ખીરસરા રણમલજી) હાલ રાજકોટ ખાંટ સંતોકબેન મોહનભાઇ સોલંકી (ઉ.વ. પપ) તે મોહનભાઇ જશાભાઇ સોલંકીના પત્નિ તથા  કલ્પેશભાઇના માતુશ્રીનું તા. ૬ ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૯-૬-ર૦૧૯ રવિવારે સાંજે ૪ થી ૬, તેમના નિવાસસ્થાને ''જય વચ્છરાજ કૃપા'' બ્લોક નં. પ, ક્રિષ્ના પાર્ક શેરી નં. ર, સાધુ વાસવાણી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

કિર્તીબેન ટાંક

રાજકોટઃ  વિજયભાઈ મગનભાઈ ટાંકના ધર્મપત્નિ કિર્તિબેન ટાંક તા.૭ના અવસાન પામ્યા છે. તેમનું બેસણું તા.૧૦ના રોજ મહેશ્વરી સોસાયટી પાસે મનેશ્વર મહાદેવ મંદીરે સાંજે ૫ થી ૭ રાખવામાં આવેલ છે.