Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021
મોટી પાનેલીના સેવાભાવી નાનુંઅદાની ચિરવિદાય

મોટી પાનેલી, તા. ૮ :  સેવભાવી નાનુ અદાની ૯૦ વર્ષની વયે  ચિરવિદાય થતા શોકનું મોજુ ફરી વળ્યું હતુ.

પોતાની નેવું વર્ષની જીવનયાત્રામાં વીસ વર્ષની ઉંમરમાં જ પોતાની કપરી પરિસ્થિતિ વચ્ચે ભગવાન શિવજીની સેવા ભકિત અને માતાજીની લગની દિલમાં કંડારી દિન રાત ભકિત સાથે ગરબી સેવા ભુખ્યાને અન્ન મુંગા પશુ પક્ષીઓ માટે ચણ બાળકો માટે વિશેષ પ્રસાદ આજ એમનું જીવન બની ગયું હતું. ઇશ્વરની સેવા ભકિત અને પૂણ્યના કાર્યમાં ખર્ચી જીવનમાં પૂણ્યનું ભથ્થું ભેગું કરનાર પુજય નાનુંઅદા માખેચાની ચિરવિદાય થતા પાનેલી તેમજ આજુબાજુના ગ્રામજનો વિશાળ સંખ્યામાં સ્મશાન યાત્રામાં જોડાયા હતા અને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી સમાજના દરેક વર્ગને પોતાના ગણી ચાલનાર નાનુંઅદાનું દુઃખદ અવસાન થતા પાનેલીએ એક પવિત્ર આત્મા ગુમાવ્યાનો અહેસાસ હરકોઇના મુખે ચર્ચાતો હતો. બેસણું સોમવાર તા. ૮ ના રોજ સાંજે ચાર થી છ કલાકે લોહાણા મહાજનવાડી ખાતે નિર્ધારિત રાખેલ છે.

અવસાન નોંધ

આદિત્યાણાઃ ત્રિકમાચાર્યજીના નિર્વાણદિને કાર્યક્રમ મોકુફ

આદિત્યાણા તા.૮ : મહાશિવરાત્રી નિમીતે સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુના નિર્વાણદિન નિમિતે અને પત્રકાર સ્વ. ભીખુભાઇ પંડિતની પુણ્યતિથી નિમીતે વિવિધ સેવાકીય ધાર્મિક  અને આરોગ્ય સબંધી કાર્યક્રમો યોજવામાં આવે છે તે ચાલુ વરસે સરકારશ્રી કોરોના ગાઇડ લાઇન અનુસાર દરેક કાર્યક્રમો મોકુફ રાખવામાં આવેલ છે. તેમ સમસ્ત બ્રહ્મસમાજ અને સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુના સેવકોની એક યાદીમાં જણાવેલ છે.

અશોકભાઇ રાયજાદા

રાજકોટઃ અશોકભાઇ વનરાવનદાસ રાયજાદા (ઉ.વ.૬૧) તે સ્વ. વનરાવનદાસ ભીમજીભાઇ રાયજાદાના પુત્ર તથા સ્વ. હસમુખભાઇ, કિશોરભાઇ, સ્વ. જશવંતભાઇ, નવીનભાઇ, પરેશભાઇ, રાજુભાઇ તથા કોકીલાબેન, ઉષાબેન, શોભનાબેન, સ્વ. અનિલાબેનના ભાઇ તથા સીએ કિશન તથા સીએ શીવાનીના પપ્પા તથા રાજુભાઇ અને ભાવેશભાઇના બનેવીનું તા.૬ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક ઉઠમણું તથા પીયરપક્ષની સાદડી તા.૮ને સોમવારે સાંજે ૫ થી ૬ સન્યાસ આશ્રમ, ૩૩ કરણપરા રાજકોટ ખાતે રાખેલ છે. મો. નવીનભાઇ રાયજાદા ૯૬૨૪૭ ૨૭૧૭૧, કિશનભાઇ રાયજાદા ૯૭૧૪૦ ૦૮૪૯૬, પ્રણવભાઇ રાયજાદા ૯૯૦૪૧ ૯૬૯૩૩, પરેશભાઇ રાયજાદા ૯૯૨૪૦ ૯૨૬૭૮, ભાવેશભાઇ જીવરાજાની ૮૩૪૭૧ ૧૭૧૨૬, રાજેશભાઇ જીવરાજાની ૮૧૪૦૯ ૩૪૫૭૪

સારાબેન ઘનકોટ

રાજકોટઃ મહુવા નિવાસી સારાબેન નજમુદીન ઘનકોટ (ઉ.વ.૭૭ આશરે) તે મ. નજમુદીન ઇબ્રાહીમજી ઘનકોટના બૈરો, ઉસ્માઇલભાઇ-મુરતઝાભાઇ-ફાતેમાબેન અમરેલીવાળા-જુમાનાબેન (બગસરા) ના માતાજી, આબીદભાઇ (ચાખલી) મહમદભાઇ, ઇસુફભાઇ (તળાજા)ના બહેન, આજરોજ તા.૨૩મી રજબુલ અસબને તા.૬ને શનિવારના રોજ ખુદા તઆલાની રહેમતના પહોચ્યા છે. મર્હમની જિયારત (સુયુમ) તથા ચાલીસમાના ના સિપારા ૨૫મી રજબને તા.૮ને સોમવારે સવારમાં ૧૧:૩૦ વાગે કલીમી મસ્જીદ, તંબોલીની નળ મહુવા મુકામે રાખેલ છે. મો.૯૦૯૯૨૨૫૨૫૩, ૭૬૯૮૮ ૯૦૫૬૦ 

પ્રાણજીવનભાઇ સનાવડા

રાજકોટઃ મુળગામ જસમતગઢ હાલ રાજકોટ નિવાસી પ્રાણજીવનભાઇ મોતીભાઇ સનાવડા (ઉ.વ.૬૦) તે પીયુષભાઇના પિતાશ્રી તથા જઇતીભાઇ, રજનીકાન્તભાઇ, નીતેષભાઇના મોટાભાઇનું દુઃખદ અવસાન તા.૬ને શનિવારના રોજ થયેલ છે. તેમનું બેસણું તા.૮ને સોમવાર સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. મો.૯૫૭૪૨ ૮૨૨૦૧

હસમુખભાઇ જોષી

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ. હસમુખભાઇ મનસુખભાઇ જોષી તે સ્વ. મનસુખભાઇ જગજીવનભાઇ જોષી ઉપલેટાવાળા હાલ રાજકોટના મોટાપુત્ર તથા પ્રિતીષ એચ. જોષી, જીતેન એચ. જોષી, સુજય એચ. જોષીના પીતાશ્રી અને અર્થવના દાદા તેમજ મુકેશભાઇ એચ. જોષી, સ્વ. બકુલભાઇ એમ.જોષી અને હિતેષ એમ. જોષી અને દક્ષા અશ્વિનભાઇ પંડયા તેમજ જાગૃતિ દક્ષેેષ દવેના મોટાભાઇનું તા.૬ના રોજ દુઃખ અવસાન થયેલ છે. હાલના કોરોના સંજોગોને ધ્યાને રાખીને તેમનુ ટેલીફોનીક બેસણું તા.૮ ને સોમવાર સાંજના ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. પ્રિતીશ જોષી ૯૦૯૯૨ ૮૧૭૩૩, સંજયભાઇ જોષી ૭૭૭૮૦૩૨૯૩૯, મુકેશભાઇ જોષી ૯૯૨૫૨ ૧૯૩૭૫, જીતેનભાઇ ૯૬૮૭૬ ૧૪૩૮૯, હિતેષ જોષી ૭૦૧૬૮૧૧૦૫૦ તે ગુદાસરી વાળા સ્વ. નવતમભાઇ પંડયાના જમાઇ તથા રમેશભાઇ એન પંડયા, ભરતભાઇ એન પંડયા અને વિનોદભાઇ એન પંડયાના બનેવી

કિર્તીદાબેન દોશી

રાજકોટઃ સ્વ. મનહરલાલ જેઠાલાલ દોશીના પુત્ર હર્ષદભાઇના ધર્મપત્નિ કિર્તીદાબેન (કિતુબેન) (ઉ.વ.૬૬) જે પૂર્વીબેન તથા પૂર્ણાબેનના માતુશ્રી તથા જામનગર નિવાસી સ્વ. મનહરલાલ ઓતમચંદભાઇ દડીયાની પુત્રીનું આજરોજ નમસ્કાર મહામંત્રના જાપ કરતા કરતા સમાધી પૂર્વક અરિંહત શરણ પામેલ છે. તમામ લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. અરૂણ જયસુખલાલ દોશી ૯૮૨૪૨ ૩૯૦૦૪

સમીરભાઇ રાવલ

રાજકોટઃ હળવદ નિવાસી હાલ રાજકોટ સ્વ. શ્રી વસંતભાઇ જે. રાવલના પુત્ર તેમજ બાંકિમભાઇ વી. રાવલ (એલ.આઇ.સી.)ના નાનાભાઇ સમીરભાઇ (ઉ.વ.૫૧) નું તા.૬ના રોજ અવસાન થયેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તા.૮ના સોમવાર રોજ ૪ થી ૬ રાખેલ છે. મો.૯૭૨૫૭ ૮૩૨૦૫

કનકબેન વડગામા

રાજકોટ : ગુર્જર સુથાર જયંતભાઇ મોહનભાઇ વડગામા (મોરબીવાળા)ના ધર્મપત્નિ કનકબેન (ઉ.વ.૬૫) તે મનિષાબેન અનીલકુમાર ભારદીયા તથા અંકિતભાઇ જયંતભાઇ વડગામાના માતાશ્રી તથા સ્વ. પોપટભાઇ પુંજાભાઇ દસાડીયા (મોરબીવાળા) ના સુપુત્રી તથા રતિભાઇ (વાધજીભાઈ) શાંતિભાઇ, નાનુભાઇ, અને લીલાવંતીબેન અમૃતલાલ ધોરેચા ના બેનનું તા. ૭ ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૮ને સોમવાર સાંજે ૪:૩૦ થી ૬ રાખેલ છે. (પીયરપક્ષનું બેસણું સાથે રાખેલ છે.) જયંતભાઇ - મો. ૯૮૨૫૨ ૧૭૨૫૮, અંકિતભાઇ - મો. ૯૪૨૭૨ ૭૦૨૫૮, દેવેશભાઇ - મો. ૮૧૪૧૪ ૩૬૮૪૬, પુર્વિશભાઇ - મો. ૯૭૨૩૨ ૯૨૦૦૮, મનિષાબેન - મો. ૮૭૬૨૧ ૫૨૮૫૪, વાઘજીભાઇ - મો. ૭૦૪૮૮ ૭૧૭૦૦, શાંતિભાઇ - મો. ૯૮૨૪૮ ૨૦૦૦૫, નાનુભાઇ - મો. ૯૮૭૯૨ ૮૩૯૬૬, લીલાવંતીબેન - મો. ૯૯૧૩૨ ૫૯૩૮૩

પોપટલાલ માધવાણી

રાજકોટઃ સ્વ.  પોપટલાલ વલ્લભજી માધવાણી (ઉ.વ. ૯૨),મુળ જુનાગઠ હાલ રાજકોટ નિવાસી તે સ્વ. દિલીપભાઈ, ચંપકભાઈ, અશોકભાઈ, અતુલભાઈના પિતાશ્રી તથા વલ્લભભાઈ માધવાણીના મોટાભાઈ તેમજ દેવબાળા બેનના પતિ તા. ૭ને  રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છ સદગતનું ટેલીફોનીક બેસણું  તા.૮ ને, સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે તેમજ પિયરપક્ષનું સાદડી પણ સાથે રાખેલ છે. ચંપકભાઈ  વી. માધવાણી - ૯૨૨૭૫ ૭૩૦૦૩, અશોકભાઈ વી. માધવાણી - ૯૮૨૫૩ ૩૭૨૩૪, અતુલભાઈ વી. માધવાણી - ૯૨૨૭૬ ૦૧૫૭૫, શાન્તિકુમાર એ. માધવાણી - ૯૪૨૭૨ ૨૦૮૨૫, રવિકુમાર એ. માધવાણી - ૯૯૯૮૯ ૫૫૦૪૪

રમેશચંદ્ર બાવીશી

રાજકોટઃ જુનાગઢ નિવાસી જામકંડોરણાવાળા શ્રી રમેશચંદ્ર વનેચંદ બાવીશી (ઉ.વ. ૭ર) તે યોગેશ (મો. ૯૬૮૭૫ ૧૦૫૩૦) તથા ધર્મેશ (મોે. ૯૫૮૬૧ ૫૮૨૫૦)ના પિતાશ્રી, વિણાબેનના પતિ, સુભાષ બાવીશી (મો. ૯૪૨૮૨ ૫૭૫૫૭) (રાજકોટ), રંજનબેન ઘાટલીયા (જામનગર), રેખાબેન કામદાર (સુદાન)ના ભાઇ, અંજના તથા તૃષાના સસરા, સ્વ. પ્રાણલાલ ત્રિભોવન ગાઠાણીના જમાઇ તે કૃપેશ, અંશ, સુહાની, નિષ્ઠાના દાદા તા. ૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું : તા. ૮ ના સોમવાર, સાંજના ૪ થી ૬ કલાકે રાખેલ છે.

ચિરાગભાઇ પંચોલી

આટકોટ : ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો, સ્વ. પ્રહલાદભાઇ ગુલાબરાય પંચોલીના પુત્રને રાજેશકુમાર પ્રહલાદભાઇ પંચોલી (હાલ મુંબઇ) બિનાબેન જીજ્ઞેશકુમાર શુકલ (અમદાવાદ) હેતલબેન નિલેષકુમાર ભટ્ટ (રાજકોટ)ના નાનાભાઇ, સ્વ. ચિરાગભાઇ પ્રહલાદભાઇ પંચોલીનું તા.૬ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણુ તા.૧૧ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી પ વાગ્યે તેમના નિવાસસ્થાને રાખેલ છે. સ્વામીનારાયણ મંદિર વાળી શેરીમાં રાખેલ છેઃ

ઠા. રસિકલાલ વસાણી

આટકોટ : પાંચવડાના  ઠા. રસિકલાલ પોપટલાલ વસાણી (ઉ.વ.૭ર) તે સ્વ. પ્રાણજીવનભાઇ, સ્વ. અમૃતલાલભાઇ, હરીભાઇ, પ્રવિણભાઇ, અરવિંદભાઇ તથા અનસોયાબેનના ભાઇ સાગર, લીનાબેન, વૈશાલીબેન, બીનાબેન તથા અંજલીબેનના પિતાશ્રી તા.૬ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સદગતનું ઉઠમણું તા.૮ના રોજ સાંજે ૪ થી પ ગજાનંદ હોલ પાંચવડા - જીવાપર રોડ ગેલડીના પુલ પાસે પાંચવડા ખાતે રાખેલ છે.

રંજનબેન રાચ્છ

રાજકોટઃ જીયાણાવાળા હાલ રાજકોટ સ્વ. શાંતિલાલ ભુરાભાઇ રાચ્છના ધર્મપત્નિ  ગં.સ્વ.રંજનબેન (ઉ.વ.૮૪)તે સ્વ.રાજુભાઇ રાચ્છ સીંગદાળાવાળા પ્રફુલભાઇ રાચ્છ અમી પાન વાળા જયેશભાઇ રાચ્છ સુપ્રીટેન્ડન સેન્ટ્રલ જી.એસ.ટી રમાબેન વિઠ્ઠલદાસ સેજપાલ ટંકારા સોનલબેન સંજયભાઇ ઠક્કર ગાંધીધામના માતૃશ્રી સ્વ.કાંતિલાલ તુલસીદાસ કક્કડના સુપુત્રીનું તા.૮ના દુખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તથા પિયર પક્ષની સાદડી પ્રફુલભાઇના નિવાસ સ્થાને વાલકેશ્વર સોસાયટી શેરી નં.૯/૧૦ ગરબી ચોક રાજકોટ ખાતે તા.૮ને સોમવારે સાંજે ૫:૩૦ વાગ્યે રાખેલ છે. પ્રફુલભાઇ ૯૮૯૮૮૪૫૮૦૪, જયેશભાઇ ૯૧૦૬૭૨૫૪૬૩, દિવ્યેશભાઇ ૮૪૮૭૦૧૮૪૮૦, મનુભાઇ ૭૫૬૭૪૨૯૮૦૮ અરવિંદભાઇ ૯૪૨૮૨૨૭૨૨૨૩