Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022
રેસકોર્ષ ઉકાળા કેન્‍દ્રવાળા દોલતસિંહ ચૌહાણનું અવસાન : સાંજે બેસણું

જીવદયા પ્રેમીને શ્રધ્‍ધાંજલી રૂપે ગૌમાતાઓને ૨૦ કિલો લાડવા અર્પણ કરાશે

રાજકોટઃ જય માતાજી અબોલ જીવ માનવ સેવા કેન્‍દ્રનાં દોલતસિંહ ચૌહાણ સ્‍વર્ગવાસ પામતા તેમનું બેસણું આજે તા.૭, સોમવારના સાંજે ૫ થી ૬ કલાકે રામેશ્વર મંદિર, રામેશ્વર ચોક, એરપોર્ટ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

તેમને શ્રધ્‍ધાંજલી અર્પણ કરતા જય માતાજી અબોલ જીવ માનવ સેવા કેન્‍દ્રના સભ્‍યો શ્રી મીતલભાઇ ખેતાણી, ચંદુભાઇ ગોળવાળા (૯૩૭૪૧૦૧૭૧૬), મનુભાઇ બલદેવ,  પ્રવિણભાઇ ભટ્ટ, પ્રદીપભાઇ બગડાઇ, મનુભાઇ કણસાગરા, શકિતસિંહ ચૌહાણ    (૯૮૯૮૦૧૧૦૩૭), ચીરાગ ધામેચા,  મહેશભાઇ જીવરાજાની, જનકસિંહ વાઘેલા, વલ્લભભાઇ પટેલ, ચંદુભાઇબાપુ વગેરે દ્વારા ખાસ જણાવવામાં આવેલ છે કે દોલતસિંહભાઇને શ્રધ્‍ધાંજલી રૂપે ગૌમાતાઓને ૨૦ કિલો લાડવા ખવડાવવામાં આવનાર છે અત્રે ચંદુભાઇ ગોળવાળા દ્વારા ખાસ જણાવવામાં આવેલ છે દોલતસિંહભાઇ ચૌહાણ છેલ્લા ૨૬ વર્ષોથી રેસકોર્ષ રીંગ રોડ લાઇફ બીલ્‍ડીંગ પાસે દરરોજ સવારે વોકીંગ કરવા આવતા નગરજનો ને આરોગ્‍ય વર્ધક ઉકાળા કરંજનું દાતણ, એક નવુ જ સુવાકય તથા રામનામ મંત્ર લેખન પોથી,  ઓમ નમઃશિવાય મંત્ર લેખન પોથીનું નિઃશુલ્‍ક વિતરણ સેવા કરવામાં  આવી રહી હતી,  ભર ઉનાળામાં કબૂતરો માટે કૅૂંડા, ચકલીના માળા, કાંગ વગરે પણ જીવદયાપ્રેમીઓને  વિતરણ કરાતું. કીડીઓ માટે કીડીયારૂ, ખીસકોલીઓને મકાઇનાં ડોડા તેમજ માછલીઓને લોટની ગોળી પણ સમયાંતરે વાર તહેવારે ખવડાવવામાં આવી રહી હતી. તેમના દ્વારા દરરોજના ૨૫૦ કુતરાઓને દૂધ તથા રોટલી તેમજ સવારે ૬૦ લીટર જેટલુ દૂધ કૂતરાઓને પીવડાવવામાં આવી રહ્યું હતું.

 આ સિવાય ભીમ અગિયારસ કહો કે પછી ગોપાષ્‍ટમી કે  અન્‍ય તહેવારો કે પછી  કોઇને તીથી સેવાકીય રીતે ઉજવવી હોય ત્‍યારે તેમના દ્વારા ભંડારો, ગાયોનુ લાડવાનું ભાવતુ ભોજન, હનુમાન ચાલીસાના સમુહ જાપનું પણ આયોજન કરવામાં આવતુ હતું. આ સિવાય વૃધ્‍ધોને ઘણી વખત તીર્થ સ્‍થાનોમાં જાત્રા પણ કરાવવામાં આવતી. સરકારી સ્‍કુલ  તેમજ પ્રાઇવેટ સ્‍કુલોના બાળકોને સવારે નિઃશુલ્‍ક  સ્‍વાસ્‍થયવર્ધક ઉકાળો પીવડાવવા ના ભગીરથ પ્રયાસો તેમનાં દ્વારા કરવામાં આવેલ હતા. રાજકોટ શહેરને શ્વાનપ્રેમી જીવદયાપ્રેમી દોલતસિંહભાઇ ચૌહાણ જીવદયાપ્રેમી, શ્વાનપ્રેમી વ્‍યકિતની હરહંમેશ ખોટ સાલતી રહેશે. (મો.૯૮૯૮૦૧૧૦૩૭/૯૩૭૪૧૦૧૭૧૬)

રાજકોટ : રંજનબેન મનસુખલાલ ખખ્‍ખરનું અવસાનઃ આજે બેસણુ

રાજકોટ : રાજકોટ નિવાસી લોહાણા મનસુખલાલ કસલચંદ ખખ્‍ખરના પત્‍ની રંજનબેન ખખ્‍ખર (ઉ.વ.૬૩) તે સ્‍વ. ભુપેન્‍દ્રભાઇ અને સુરેશભાઇના ભાભી, મયુરભાઇ અને સંદીપભાઇના માતુશ્રી તેમજ સ્‍વ. ચંપકલાલ મોહનલાલ બરછાના પુત્રી તથા વેપારી અગ્રણી અનિલભાઇ બરછા (વિંછીયા) અને સ્‍વ. રાજેશભાઇના મોટા બહેનનું તા. પાંચ ને શનિવારના રોજ અવસાન થયેલ છે. બેસણું અને પીયર પક્ષની સાદડી આજે તા. ૭ ને સોમવારે સાંજે ૪-૩૦ થી ૬-૦૦ કલાકે ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

લીલાવંતીબેન શાહ

રાજકોટઃ મોટી પાનેલી નિવાસી હાલ રાજકોટ સ્‍વ.છગનલાલ વિરચંદભાઈ શાહના પુત્ર સ્‍વ.મહાસુખભાઈના ધર્મપત્‍નિ લીલાવંતીબેન (ઉ.વ.૮૫) તે સ્‍વ.રમણીકભાઈ, સ્‍વ.નગીનભાઈ, સ્‍વ.નર્મદાબેનના નાનાભાઈના પત્‍નિ, સ્‍વ.હરસુખભાઈ, બિપીનભાઈ, દિનેશભાઈ (દિનુસાહેબ)ના ભાભી, તે ગિરીશભાઈ (વર્ધમાન સ્‍ટીલ, રાજકોટ), બીનાબેન કિરીટકુમાર દોશી (સુલતાનપુર), છાંયાબેન પંકજકુમાર કગથરા (જામનગર), વંદનાબેન કલ્‍પેશકુમાર વોરા (સુરેન્‍દ્રનગર)ના માતુશ્રી સોનલબેનના સાસુ તથા ઈવાનીના મોટા સાસુ, જીનેશ તથા રાજવી ભાવિનકુમાર મહેતા (જુનાગઢ)ના દાદી, તે હસમુખભાઈ વસા, કનુભાઈ વસાના બહેન, સ્‍વ.સૌભાગ્‍યચંદ તલકચંદ વસા (રાજકોટ)ની દિકરીનું તા.૫ને શનિવારના રોજ અરિહંતશરણ થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૧ને શુક્રવારે સવારે ૯:૩૦ કલાકે શ્રમજીવી કાચનું જીનાલય, ૩- શ્રમજીવી સોસાયટી, રાજકોટ ખાતે તથા પ્રાર્થનાસભા સવારે ૧૦:૩૦ કલાકે, પટેલ વાડી, જલારામ ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.

બિપીનભાઈ ફીચડીયા

રાજકોટઃ (સરાવાળા) સોની અ.ની. ગુલાબભાઈ ભગવાનજીભાઈ ફીચડીયાના પુત્ર બીપીનભાઈ તે જીતુભાઈ તથા જયશ્રીબેનના મોટાભાઈ, પાયલ મયુરકુમાર, હેતલ હાર્દિકકુમાર તથા રાધીકા, માધવના પિતાશ્રી તથા રમેશચંદ્ર ગાંડાલાલ ધોળકીયાના જમાઈ તથા અ.ની.ધનજીભાઈ, અ.ની.રમણીકભાઈ, જગદીશભાઈના ભત્રીજાનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બન્‍ને પક્ષનું બેસણું તા.૭ના વાઘેશ્રી વાડી યુનીટ-૩ રામનાથપરા બપોરે ૩ થી ૫ રાખેલ છે. મો.૮૮૬૬૧ ૬૮૫૫૦, મો.૯૪૦૮૫ ૯૧૦૯૩

સંજય બાલાસરા

રાજકોટઃ સ્‍વ.પુંજાભાઈ ખોડાભાઈ બાલાસરાના પૌત્ર તે સ્‍વ.મુળુભાઈ પુંજાભાઈ બાલાસરાના પુત્ર સંજય (સંજુ) (ઉ.વ.૩૭) તે હિતેશભાઈના નાનાભાઈ તે કરણ તથા શિવાયના પિતાનું તા.૫ને શનિવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૭ને સોમવારે સાંજે ૫ થી ૭ એમના નિવાસસ્‍થાને ૨/૨૦ કેવડાવાડી, મહાલક્ષ્મી મંદિર પાસે રાખેલ છે.

રંજનબેન શાહ

રાજકોટઃ સ્‍વ.હરિલાલ ભુરાભાઈ શાહનાં પુત્ર નરેન્‍દ્રકુમાર હરિલાલ શાહનાં ધર્મપત્‍નિ તથા બ્રિજેશ, બિંદુનાં માતુશ્રી તેમજ યોગેશકુમાર, શિલ્‍પાબેનનાં સાસુ તથા ધીરજલાલ, સ્‍વ.નવીનચંદ્ર, નીતીનભાઈ, વિજયભાઈનાં ભાભી અને ધ્‍યાનીનાં દાદી સ્‍વ.રંજનબેન નરેન્‍દ્રકુમાર શાહ (ઉ.વ.૭૭)નું તા.૫ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૭ને સોમવારે સવારે ૧૧ કલાકે દિગમ્‍બર જૈન મંદિર, પંચનાથ પ્‍લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

પીઠાભાઇ કરગઠીયા

રાજકોટઃ શાપુર હાલ રાજકોટ પરબતભાઇ લક્ષ્મણભાઇ કરગઠીયા તથા મેરામણભાઇ, કડવાભાઇનાં નાનાભાઇ જીનલભાઇ, અશ્વિભાઇ, મીનલભાઇનાં પિતા તથા રોમીતભાઇનાં કાકા પીઠાભાઇ એલ કરગઠીયા તા.૪નાં રોજ રામચરણ પામેલ છે જેની ઉતરક્રિયા બુધવાર તા.૯નાં રોજ રાખેલ છે મુ.શાપુર તા.માંગરોળ જી.જૂનાગઢ શારદાગ્રામની બાજુમાં વાડીએ  વેરાવળ રોડ

મુકેશભાઇ શિલુ

રાજકોટઃ મુકેશભાઇ પ્રભાશંકરભાઇ શિલુ મૂળગામ સાયલા હાલ રાજકોટ તે દર્શનભાઇ, જિંકલબેન, ખુશીબેન, મનાલીબેનના પિતાશ્રી તથા મુકેશભાઇ રવૈયા, રોહિતભાઇ રવૈયાના બનેવીનું તા.૫ શનિવારના રોજ અવસાન થયુ છે. સદગતનું બેસણું તા.૭/૧૧ સોમવારે સાંજે ૪થી ૬ નિવાસસ્‍થાન મોરબી રોડ, સેટેલાઇટચોક, રાધામીરા સોસાયટી, શેરી નં.૧ ખાતે રાખેલ છે. મો. ૮૮૬૬૮ ૦૦૫૯૮, ૮૩૨૦૫ ૦૬૨૦૮ પ્રફુલ્‍લભાઇ રવૈયા ૯૯૨૪૯ ૮૧૯૧૩

દેવેન્‍દ્ર ભટ્ટ

રાજકોટ : ગુજરાતી શ્રીગોળ માળવીય બ્રાહ્મણ સ્‍વ. વસંતરાય કાંતિલાલ ભટ્ટ (લોધીકા) હાલ રાજકોટના પુત્ર (ઉ.૪૬) દેવેન્‍દ્ર વસંતરાય ભટ્ટનું તા. ૬ ના રવિવારે અવસાન થયેલ છે. તે સ્‍વ. કમલેશભાઇ, ઉષાબેન, જાગૃતિબેનના ભાઇ તેમજ વિવેકભાઇ અને મોહિનીબેનના મામા તે સ્‍વ. પ્રાણલાલ અમૃતલાલ ત્રિવેદીના જમાઇ તથા સ્‍વ. બિપીનભાઇ, અનિલભાઇ, દિલીપભાઇ (બગસરા) ના બનેવીનું બન્ને પક્ષનું ઉઠમણું - બેસણું તા. ૧૦ ગુરૂવારે સાંજે ૪-૩૦ થી ૬.૩૦, ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ, રાજકોટ ખાતે રાખેલ છે.

દેવેન્‍દ્ર ભટ્ટ

રાજકોટ : ગુજરાતી શ્રીગોળ માળવીય બ્રાહ્મણ સ્‍વ. વસંતરાય કાંતિલાલ ભટ્ટ (લોધીકા) હાલ રાજકોટના પુત્ર (ઉ.૪૬) દેવેન્‍દ્ર વસંતરાય ભટ્ટનું તા. ૬ ના રવિવારે અવસાન થયેલ છે. તે સ્‍વ. કમલેશભાઇ, ઉષાબેન, જાગૃતિબેનના ભાઇ તેમજ વિવેકભાઇ અને મોહિનીબેનના મામા તે સ્‍વ. પ્રાણલાલ અમૃતલાલ ત્રિવેદીના જમાઇ તથા સ્‍વ. બિપીનભાઇ, અનિલભાઇ, દિલીપભાઇ (બગસરા) ના બનેવીનું બન્ને પક્ષનું ઉઠમણું - બેસણું તા. ૧૦ ગુરૂવારે સાંજે ૪-૩૦ થી ૬.૩૦, ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ, રાજકોટ ખાતે રાખેલ છે.