Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018
ઝવેરચંદ મેઘાણીના પુત્રવધુ અને પિનાકીનભાઇ મેઘાણીના માતુશ્રી કુસુમબેનનું અવસાન

રાજકોટ : રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના પુત્રવધુ અને શ્રી પીનાકીનભાઇ મેઘાણીના માતુશ્રી શ્રીમતી કુસુમબેન નાનકભાઇ મેઘાણીનું અવસાન થયેલ છે. આજે તા. ૬ ને મંગળવારે દુઃખદ અવસાન થતા ઘેરો શોક છવાયો છે. અંતિમ યાત્રા એમના નિવાસ સ્થાથી ૯૦૩-કાન્હા ટાવર, પાર્થ સારથી એવન્યુ, બીલેશ્વર મહાદેવની સામે, સીટી ગોલ્ડ સીનેમાના ખાંચામાં, શ્યામલ ચાર રસ્તા, સેટેલાઇટથી બપોરે ર વાગે નીકળી વી. એસ. સ્મશાન ગૃહ જશે. 'અકિલા' પરિવારે ર મીનીટ મૌન પાળીને સ્વ. કુસુમબેન મેઘાણીને શ્રધ્ધાંજલી પાઠવી હતી.

રાજકોટનાં કોંગ્રેસના પુર્વ સાંસદ અને ધોરાજી લેઉવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટનાં પ્રમુખ અરવિંદભાઇ પટેલનું અવસાન

ધોરાજી, તા., ૬: ધોરાજી લેઉવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટના પ્રમુખ અને કોંગ્રેસના પુર્વ સાંસદ અરવિંદભાઇ પટેલનું અવસાન થતા ઘેરો શોક છવાયો છે.

ધોરાજી લેઉવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટના પ્રમુખ અને રાજકોટના પુર્વ સાંસદ અરવિંદભાઇ પટેલનું આજે સવારે અચાનક હ્ય્દયરોગનો હુમલો આવતા તાત્કાલીક હોસ્પીટલે લઇ જતા તબીબોએ મૃત જાહેર કર્યા હતા.

અરવિંદભાઇ પટેલના અવસાનના સમાચાર વાયુ વેગે પ્રસરતા પટેલ સમાજમાં ઘેરો શોક છવાયો હતો. અરવિંદભાઇ પટેલની સ્મશાન યાત્રા સાંજે ૪ વાગ્યે એમના નિવાસસ્થાનેથી નીકળશે.

ભરવાડ સમાજનાં સંત પૂ. ટાટમ ગીરીબાપુનો દેહવિલય

આટકોટ તા.૬: ભરવડા સમાજના સંત પૂ. ટાટમ ગીરીબાપુનો તા.પ ને સોમવારે દેહવિલય થયો છે.

પ.પૂ. સંત શ્રી ટાટમ ગીરીબાપુનો જન્મ મૂળ ગુજરાતના મુંધવા શાખના ભરવાડ સમાજમાં થયો હતો અને બાળપણથી જ ભકિતભાવમાં તેમજ ગાયોની સેવા ચાકરી કરતાં હતા અને અમુક વર્ષો પછી બાપુ ઘરબાર છોડીને કયાં ચાલ્યા ગયા કોઇને ખબર નહોતી. અમુક વર્ષો પછી ગુજરાતમાંથી ગોકુળ-મથુરા ધજા ચઢાવવા ગયેલ પરહાળીયા શાખના ભરવાડને પહેલી જાણ થઇ હતી કે બાપુ ગોકુળ-મથુરામાં આશ્રમ બાંધી ગાયોની સેવા કરે છે.સમાજના સંત ટાટમગીરી બાપુ સંસાર છોડીને સાધુ બની ગયા છે અને ગાયમાતાઓ માટે તેમનું જીવન સમર્પિત કરી દીધું છે. પછીથી અનેક માલધારી સમાજ તેમજ અઢારેય વર્ષના લોકો બાપુના આશ્રમે દર્શને તેમજ સેવા કરવા આવતાં હતા. ટાટમ ગીરીબાપુએ અનેક ભકતોના કામ કર્યાં હતા અને અનેક પરચાઓ પણ આપ્યા હતા.

અવસાન નોંધ

નલિનભાઇ વડોદરીયા

રાજકોટઃ મોઢ વણીક, નલિનભાઇ રમણિકભાઇ વડોદરીયા, તે સ્વ.ગિરધરલાલ મહેતાના જમાઇ, શિરીષભાઇ, જયેનભાઇ, યતિનના ભાઇ તથા હરિન અને હિરલના પિતાશ્રી તા.૧ના બેંગ્લોર મુકામે શ્રીજી ચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૧૦ને શનીવારે સાંજના ૪ થી પ, રંગ ઉપવન સોસાયટીના સત્સંગ હોલ, હનુમાન મઢી, ખાતે રાખેલ છે.

કુંવરબેન માવાણી

ધોરાજીઃ કુંવરબેન દેવરાજભાઇ માવાણી (ઉ.વ.૭૦) તે દેવરાજભાઇ ખીમાભાઇ માવાણીના ધર્મપત્ની અને શિલ્પાબેન (અંજનાબેન) યજ્ઞેશભાઇ ઠુંમર (જેતલસર જં હાલ ગોંડલ)ના માતા અને યજ્ઞેશભાઇના સાસુ અને દિગીશાબેન અને નીલકુમારના નાનીમા તા.પને સોમવાર, ધનતેરસના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૮ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે નિવાસસ્થાને સ્ટેન પ્લોટ બ્રાહ્મણ બોર્ડીંગ સામે ધોરાજી મુકામે રાખેલ ેછ.

રમણીકલાલ કાનાબાર

માળીયા હાટીના : અમરાપુર ગીરવાળા રમણીકભાઇ ભગવાનજીભાઇ કાનાબાર ને નિલેશભાઇ તથા વિજયભાઇ અને કીર્તીબેનના પિતાશ્રી તેમજ વસનજીભાઇ ત્રિકમજીભાઇ કારીયાના જમાઇ તથા સુરેશભાઇ કારીયાના બનેવીનુ તા. પ ના રોજ તાલાળાગીર ખાતે અવસાન થયેલ છે. ઉઠમણુ તથા સાદડી તા. ૬ ને મંગળવારે સાંજે ૪ થી પ લોહાણા મહાજન વાડી તાલાળાગીર ખાતે રાખેલ છે.

ગોકળદાસ ઠકરાર

માળીયા હાટીના : પોરબંદર નિવાસી ગોકળદાસ ગોપાલદાસ ઠકરાર (ઉ.૭૦) તે હિતેશભાઇ તથા હસમુખભાઇના પિતાશ્રી અને પ્રભુદાસભાઇ, વૃજલાલભાઇ તેમજ નંદલાલભાઇના ભાઇનું તા. પ ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૭ ને મંગળવારે  તેમના નિવાસ સ્થાન-૧ શ્રીહરી એપાર્ટમેન્ટ જલારામ શેરી નંબર ૧ ઇન્દીરા સર્કલની બાજુમાં યુનિવર્સિટી રોડ ખાતે બપોરે ૩.૩૦ થી ૪.૩૦ સુધી તેમના નિવાસસ્થાને રાખેલ છે.

જગજીવનભાઇ ચૌહાણ

રાજકોટ : ધોબી જગજીવનભાઇ ભુરાભાઇ ચૌહાણ (ખડીયાવાળા) તે મનુભાઇ જે. ચૌહાણ, અમુભાઇ જે. ચૌહાણ, રમેશભાઇ જે. ચૌહાણના પિતાશ્રીનું તા. ૫ ના સોમવારે અવસાન થયેલ છે. તેમની ઉત્તરક્રિયા તા. ૧૬ ના શુક્રવારે તેમના નિવાસ સ્થાન હસનવાડી શેરી નં.૧ ના છેડે, 'બ્રહ્માણી કૃપા', રાજકોટ ખાતે રાખેલ છે. (૧૬.૪)

 

પ્રફુલપરી ગોસ્વામી

રાજકોટઃ મુળ ખરેડી હાલ રાજકોટ નિવાસી પ્રફુલપરી હીરાપરી ગોસ્વામી (ઉ.વ.૫૪) તે સંદિપપરી, વિમલપરી અને અર્જુનપરીના પિતાનું તા.૫ને સોમવારના રોજ અવસાન થયેલ છે. તેમનું શકિતપુજન તા.૧૨ સોમવાર રાત્રે ૮ કલાકે રાખેલ છે. બેસણું તા.૯ શુક્રવાર સાંજે ૪ થી ૬, સીતારામ સોસાયટી, શેરીનં.૭, કોઠારીયા સોલવન્ટ, ફાટક પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.(૩૦.૧૦)