Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020
પૂર્વ કેબીનેટ મંત્રી બાવકુભાઇ ઉંધાડના માતુશ્રીનું ૧૦૧ વર્ષની વયે અવસાન

રાજકોટ : અમરેલી જિલ્લાના વડીયા નિવાસી નંદુબેન નાથાભાઇ ઉંધાડ (ઉ.૧૦૧) તે ડાયાભાઇ નાથાભાઇ ઉંધાડ (મો. ૯૪ર૭૪ ર૮૮ર૮) રાજયના પૂર્વ કેબિનેટ મંત્રી અને વડીયા, બાબરા, કુંકાવાવના ભાજપના પૂર્વ ધારાસભ્ય તથા અમરેલી જિલ્લાના ભાજપ અગ્રણી બાવકુભાઇ ઉંધાડ (મો. ૯૭ર૩૭ ૧૭ર૧૦) કેશુભાઇ નાથાભાઇ ઉંધાડ (મો. ૯૯૭૮૩ ૩૪૧૦૦) અને મનસુખભાઇ નાથાભાઇ ઉંધાડ (મો. ૯૮રપ૮ ૩૯૮૦૦) ના માતુશ્રીનું તા. પ ના રોજ વડીયા ખાતે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિના કારણે સદ્ગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે.

એસ.એન.કે. સ્કુલનાં શિક્ષિકા માધુરીબેનનું દુઃખદ અવસાનઃ ગુરૂવારે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ એસ.એન.કે. સ્કુલનાં શિક્ષીકા  માધુરીબેન (ઉ.વ.૩૮) તે આકાશભાઇ પરમાર (વાસ્તુ માર્કેટીંગ, સિમેન્ટ-સ્ટીલ ડીલર)ના ધર્મપત્ની અને રૂદ્રાક્ષનાં માતુશ્રીનું ગઇકાલે તા.પ ને સોમવારે દુઃખદ અવસાન થયું છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૮ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. (ફોન નં. ૯૮૭૯૬ ૧૬૪પ૦ તથા ૯૮૭૯ર ૦૬૭૪૭)

ભાવનગરના સિનીયર પત્રકાર, કવિ મહેન્દ્રભાઇ ગોહિલનું અવસાન : દેશભરમાં સૌ પ્રથમ સ્થાનિક ચેનલ શરૂ કરી હતી

ભાવનગર તા. ૬ :.. ભાવનગરનાં સીનીયર પત્રકાર-કવિ મહેન્દ્રભાઇ ગોહીલનું નિધન થતાં મીડીયા જગતમાં શોકની લાગણી ફેલાઇ છે. દેશભરમાં સૌ પ્રથમ સ્થાનિક ચેનલ કરનાર મહેન્દ્રભાઇ ગોહિલ છે.

ભાવનગરનાં વરિષ્ઠ પત્રકાર, શો ટાઇમ ન્યુઝ ચેનલ શરૂ કરનારા શ્રી મહેન્દ્રભાઇ ગોહીલનું નિધન થયું છે. અમદાવાદની હોસ્પીટલમાં ટૂંકી સારવાર બાદ મહેન્દ્રભાઇએ અંતિમ શ્વાસ લીધો હતો. મહેન્દ્રભાઇનાં નિધનથી ભાવનગર મીડીયા જગતમાં આઘાતની લાગણી ફેલાઇ છે. મહેન્દ્રભાઇએ સૌરાષ્ટ્ર સમાચાર, ગુજરાત સમાચારમાં ફરજ બજાવી હતી અને પત્રકાર ઉપરાંત કવિ તરીકે પણ જાણીતા હતાં.

દુરદર્શન પછી પ્રથમ ઓનએર ચેનલ 'ઝી' કહેવયા છે. પરંતુ 'ઝી' પહેલા શો ટાઇમના નામથી ભાવનગરમાં સ્થાનિક ચેનલ મહેન્દ્રભાઇ ગોહીલએ શરૂ કરી છે. આજે સવારે મહેન્દ્રભાઇનું નિધન થતાં તેઓને ભાવનગર લાવવામાં આવી રહ્યા હોવાનું કિરણભાઇ ગોહીલએ જણાવ્યું છે. ભાવનગર પત્રકાર આલમે દુઃખની લાગણી અનુભવી છે.

નિવૃત એએસઆઇ રવુભા ચુડાસમાનું દુઃખદ અવસાનઃ ટેલિફોનિક બેસણું : ભોમેશ્વર સોસાયટી અને ચુડાસમા પરિવારજનોમાં શોક

રાજકોટઃ ભોમેશ્વર  મંદિર પાસે જાગૃતિ શ્રમજીવી સોસાયટી સોસાયટીમાં રહેતાં નિવૃત એએસઆઇ રવુભા જામસિંહ ચુડાસમા (ઉ.વ.૬૮)નું તા. ૫-૧૦ના દુઃખદ અવસાન થયું છે. તેઓ આશા રોડવેઝવાળા હિતેન્દ્રસિંહ અને અજયસિંહના પિતા થતાં હતાં. સ્વ. રવુભા ચુડાસમાએ રાજકોટ શહેરમાં કોર્ટમાં અને પોલીસ હેડકવાર્ટરમાં ફરજ બજાવી હતી. હાલ નિવૃત જીવન ગાળતાં હતાં. તેમના અવસાનથી ભોમેશ્વર સોસાયટી અને પરિવારજનોમાં શોક છવાઇ ગયો છે. હાલની કોરોનાની સ્થિતિને ધ્યાને રાખી સદ્દગતનું ટેલિફોનીક બેસણું (મો. ૭૮૭૮૦ ૧૧૧૧૧, ૭૫૭૫૦ ૧૧૧૧૧) રાખેલ છે.

લીંબડી ખત્રી સમાજના આગેવાન કોંગી અગ્રણી દિલીપ વલેરાનું અવસાન

વઢવાણ, તા., ૬: લીંબડી ખત્રી સમાજના આગેવાન કાર્યકર શ્રી દિલીપભાઇ વલેરાનું દુઃખદ અવસાન. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતેના કોંગ્રેસના પીઠ કાર્યકર તેમજ ખત્રી સમાજના આગેવાન દિલીપભાઇ વલેરાનું દુઃખદ અવસાન થતા લીંબડી કોંગ્રેસી કાર્યકરોમાં ભારે શોકની લાગણી છવાઇ જવા પામી હતી ત્યારે દિલીપભાઇ વર્ષોથી કોંગ્રેસના કાર્યકર રહેલા છે જેઓ સોનીયાગાંધીથી લઇને અને કોંગ્રેસી નેતાઓ સાથે સંબંધ ધરાવતા હતા ત્યારે તેમના દુઃખદ અવસાનથી લીંબડી સુરેન્દ્રનગર અને જીલ્લાના તાલુકા મથકમાં ભારે મોટી ખોટ પડી ત્યારે પરીવારમાં પણ શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે.

અવસાન નોંધ

ખંભાળીયાના નિવૃત સબ રજીસ્ટ્રાર પ્રમોદભાઇ પંડયાનું અવસાન

ખંભાળીયાઃ બ્રાહ્મણ જ્ઞાતીના સ્વ. રમણીકભાઇ રેવાશંકર પંડયાના પુત્ર પ્રમોદભાઇ પંડયા (ઉ.વ.૭૦) તે સ્વ. શિવલાલભાઇ, સ્વ.બળવંતભાઇ તથા કિશોરભાઇ પંડયાના નાનાભાઇ તથા દીક્ષીતભાઇ પંડયા (એસ.બી.આઇ. જામનગર) હાર્દિકભાઇ (પ્રા.શિ. ખંભાળીયા)ના પિતા નિવૃત સબ રજીસ્ટ્રાર કર્મચારી તા.પ ના રોજ કૈલાશવાસી થયેલ છે.

હંસાબેન પારેખ

રાજકોટ : સ્વ. છોટાલાલ રવજીભાઇ પારેખના પુત્ર અશ્વિનભાઇ (રીટાયર્ડ-બેંક ઓફ ઇન્ડીયા)ના પત્ની હંસાબેન (ઉ.વ.૭૧ વર્ષ) તે મનીષભાઇ તથા કેતનભાઇના માતુશ્રી, કુંજલબેન તથા મીનલબેનના સાસુ તેમજ ગુલાબભાઇ જુઠાણીના બેનનું તા. ૦પ-૧૦-ર૦ર૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સદ્ગતનું ટેલીફોનિક ઉઠમણું તા. ૮-૧૦-ર૦ર૦ ગુરૂવાર બપોરે ૪ થી ૬ કલાક રાખેલ છે. અશ્વિનભાઇ ૯૪ર૭૮ ૬૮૭૮૯, કેતનભાઇ ૯૪૮૧૬ ર૯ર૮૦, મનીષભાઇ ૯૯૦૪૦ ૩૩૦૪૯.

મેમુનાબેન ટીનવાળા

જસદણ : દાઉદી વ્હોરા મેમુનાબેન ઝ.ફખરૂદ્દીનભાઇ ટીનવાળા (ઉ.૮૫) તે તાહેરઅલી યુસુફઅલી ભારમલ રાજકોટવાળાના પુત્રી, મોહસીનભાઇ ટીનવાળાના ભાભી, બિલકિસબેનના દેરાણી, મુનવરભાઇ, નુરૂદ્દીનભાઇ, રેહાનાબેન (અમરેલી)ના માતા, યાસ્મિનબેન, ફાતેમાબેનના સાસુમા તા. પ ઓકટોબર સોમવારના રોજ ભાવનગર મુકામે વફાત પામેલ છે. શોક સંદેશા માટે મો. ૯૭૧૪૬ ૦૨૩૫૨ મુનવરભાઇ મો. ૯૭૧૪૫ ૭૯૫૫૨ નુરૂદ્દીનભાઇ.

 લતાબેન ગાવા

રાજકોટઃ ભાવસાર લતાબેન પ્રવિણચંદ ગાવા તે સ્વ. પ્રવિણચંદ પ્રાણલાલ ગાવાના ધર્મપત્નિ તેમજ સ્વ. દિપક તેમજ સ્વ. વિપુલ તેમજ તુપ્તીબેન સંજયકુમાર રાઠોડના માતુશ્રી અને દર્શીત, કાલીન્દી, ધન્વી તેમજ પ્રીન્સના દાદીમાં તા.૫ને સોમવારે અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૮ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ સુધી રાખવામાં આવેલ છે.   દિલીપભાઇ ૯૬૨૪૮ ૧૪૪૨૪, દર્શીત ૯૮૨૫૭૫૩૮૦૦, ગાયત્રી ૭૮૭૪૨ ૦૨૭૧૦, ચીરાગ ૭૮૭૪૮૪૭૭૭૬ નો સંપર્ક થઇ શકશે.

શારદાબેન ગોહેલ

રાજકોટઃ સોરઠીયા દરજી થોરડીવાળા હાલ રાજકોટ રણછોડભાઇ હરિભાઇ ગોહેલના ધર્મપત્ની શારદાબેન રણછોડભાઇ તે વિજયભાઈ(વી.આર.ટેઇલર) તથા નિલેશભાઇ (વેલકમ ટેઇલર) વાળાના માતૃશ્રી તથા ચરખડીવાળા સ્વ. નરશીભાઇ દામજીભાઇ ડાભી, પ્રેમજીભાઇ દામજીભાઇ ડાભી રાજકોટવાળા નટુભાઇ દામજીભાઇ ડાભીના બેન તા. ૫ ને સોમવારે ઠાકોરજી ચરણ પામેલ છે તેમનું બેસણું તા.૮ને ગુરુવાર સાંજના ૪ થી ૬ તેમના નિવાસસ્થાને શ્રી હરિકુપા જીવનતીકાનગર ૧ કષ્ટભંજન મેઇન ગાંધીગ્રામ રાજકોટ ખાતે હાલની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખી ટેલીફોનીક બેસણું રાખેલ છે. વિજયભાઈ મો નં ૯૯૦૪૦ ૮૬૨૩૦ નિલેશભાઇ મો.નં૯૭૨૩૬ ૪૮૪૯૪

મુકતાબેન ભટ્ટ

રાજકોટઃ સ્વ. હરિલાલ વૃજલાલ ભટ્ટના ધર્મપત્ની મુકતાબેન હરિલાલ ભટ્ટ રાજકોટ નિવાસી (ઉ.૮૦) તેઓશ્રી ડો.દમયંતીબેન, દિલીપભાઇ, અજયભાઇ, કુસુમબેન, મધુબેનના માતુશ્રી તેમજ મહેશકુમાર ઠાકર, ભરતકુમાર પોકરણે અને હીનાબેન દિલીપભાઇના સાસુ તથા હર્ષના દાદીમા અને હસમુખરાય શંભુલાલ ખેતિયાના વેવાણનું  તા.પ/૧૦/ર૦ર૦ ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું તા.૮ને ગુરૂવારે સાંજે ૪ થી પ રાખેલ છે. દિલીપભાઇ ભટ્ટ મો.૯૭૧૪ર ૦ર૮ર૯, અજયભાઇ ભટ્ટ મો.૯૮ર૪૭ ર૮ર૭૬, ડો. દમયંતીબેન ભટ્ટ મો.૯૮૯૮૬ ર૪ર૯૩ ઉપર શોકસંદેશો પાઠવવો.

યશવંતબા રાણા

જામનગર :.. મુળ ખેરાળી હાલ જામનગર નિવાસી સ્વ. પ્રવિણસિંહ મહિપતસિંહ રાણાના પત્ની યશવંતબા, ઉ.વ.૭૮ તે વિજયસિંહ (જી.પં. જામનગર) ના માતુશ્રી તેમજ મોનાલીબા, દિવ્યજીતસિંહના દાદીમાનું તા. ૪ ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૮ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી પ વાગ્યા સુધી ૬ પટેલ કોલોની, ટેલીફોન એકસચેન્જની સામે, જડેશ્વર મહાદેવના મંદિર પાસે, જામનગરના નિવાસ સ્થાને રાખેલ છે.

નિર્મળાબેન માંડલીયા

વેરાવળ : હાલ મસ્કત સોની નિર્મળાબેન વૃંદાવનભાઇ માંડલીયા (ઉ.૭૪) તે વંદાવનભાઇ રતનજીભાઇ માંડલીયાના ધર્મપત્ની, મનિષભાઇ, વિનેષભાઇ, નિમેષભાઇ, હેમાંશુભાઇના માતુશ્રી, અમરેલીવાળા સોની હરીભાઇ જગજીવનદાસ ઝીંઝૂવાડીયાના પુત્રી તા. ૪ ને રવિવારે મસ્કત મુકામે શ્રીજીચરણ પામેલ છે.

હાલની પરિસ્થિતિ અનુસાર સદગતનું ટેલિફોનિક બેસણુ તા. ૮ ના રોજ રાખેલ છે. (મો. ૮૧પ૪૦ ૭પ૩૪ર), મો. ૯૪ર૮૮ ૩પ૬૯૩

હસમુખલાલ જોષી

અમરેલી :.. ધરાઇ નિવાસી મુખ્યાજી હસમુખલાલ નવનિતલાલ જોષી તે ગૌ. વા. મુખ્યાજી પ્રવિણભાઇ તથા ભરતભાઇના લઘુબંધુ તેમજ ગૌ. વા. મુખ્યાજી બળદેવભાઇ તથા મુખ્યાજી ઇન્દુભાઇ તથા મુખ્યાજી અનિલભાઇ તથા મુખ્યાજી ભાયલાલભાઇના મોટાભાઇ તેમજ મુખ્યાજી ગોપાલભાઇના પિતાશ્રીનું તા. ૪ ને રવિવારના રોજ ગૌલોકવાસી થયેલ છે. ટેલીફોનીક બેસણુ ૮ મીએ ને ગુરૂવારના રોજ ધરાઇ રાખેલ છે.

મુકતાબેન વોરા

અમરેલી : રાજુલા નિવાસી સ્વ. બાબુભાઇ શામજીભાઇ વોરાનાં ધર્મપત્ની મુકતાબેન વોરા (ઉ.૮પ) જે ધીરેન્દ્રભાઇ વોરા, બકુલભાઇ વોરા, મીનાક્ષીબેન જયકૃષ્ણભાઇ દોશીનાં માતુશ્રી તેમજ મીતાબેન ડી. વોરા, જયશ્રીબેન બી. વોરાના સાસુ તેમજ અંકિત-રોશન, હાર્દિક-ફોરમ, ચાર્મી, મનાલી, વિવેકના દાદીમા તા. ૩ જીએ અવસાન થયેલ છે.

નારણભાઇ ચૌહાણ

ઉપલેટાઃ કડિયા નારણભાઇ વશરામભાઇ ચૌહાણ (ઉ.વ.૭૬) તે હિતેષભાઇ તથા ભાવેશભાઇના પિતાશ્રીનું તા.૪ને રવિવારના રોજ અવસાન થયેલ છે.  સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૯ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. હિતેષભાઇમો. ૯૮ર૪૮ ૬૮પ૯૩, ૯૯૦૯૧ ૮૬૭૮૮ છે.

ચંપકભાઇ સોલાણી

મોરબીઃ સ્વ.જગજીવન પોપટલાલ સોલાણીના પુત્ર ચંપકભાઇ (ઉ.વ.૮પ) તે હિનાબેન જસ્મીનભાઇ શાહ, શૈલાબેન વિનયભાઇ મહેતા અને હિરેનભાઇના પિતાશ્રી તથા પ્રેમના દાદા તા.૪ રવિવારે અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ગીતાબેન સોની

રાજકોટઃ સોની ગીતાબેન નવિનચંદ્ર કાત્રોડિયા તે સોની નવિનચંદ્ર અમૃતલાલ કાત્રોડિયાના ધર્મપત્ની તથા યોગેન્દ્ર, કિરેન્દ્ર, તથા મયુરના માતુશ્રીતથા સોની સ્વ.ફુલચંદદાસ વલ્લભદાસ લાઠીગરાની પુત્રી તા.પના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા.૮ને ગુરૂવારે બન્ને પક્ષ તરફથી બપોરના ૪ થી૬ રાખેલ છે. નવિનભાઇ મો. ૯૮રપ૮ ૭૮૩૧૭, ૯૯૦૪ટ ૦૦૩૧૩, કલ્પેશભાઇ ૯૯૭૮૯ ૧ર૦૩૪, ભરતભાઇ ૯૮ર૪૯ ૪૯૭ર૪.

પુષ્પાબેન નિર્મલ

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય મૂળ ધોરાજી હાલ રાજકોટ નવીનચંદ્ર ભગવાનજી નિર્મલ (નિવૃત નાયબ કાર્યપાલક ઇજનેર પા.પુ. બોર્ડ)ના પત્ની પુષ્પાબેન (ઉ.વ.૬ર) તે કેતનના માતુશ્રી તે દિશિતા અને અંશના દાદીમાનું તા.૪ના અવસાન થયું છે. તેમનું ટેલિફોનિક બેસણું તા.૮ને ગુરૂવારેસાંજના ૪ થી ૬ રાખવામાં આવ્યું છે.

ધનસુખભાઇ નિર્મલ

રાજકોટઃ ધણફુલિયા વાળા શાંતિલાલ મેઘજીભાઇ નિર્મલ (હાલ રાજકોટ)ના સુપુત્ર ધનસુખભાઇ નિર્મલ (ઉ.વ.પ૯) તે હેતલબેન, ઉમંગભાઇ, ઉત્સવભાઇના પિતા તથા અશોકભાઇ, રસીકભાઇ, શૈલેષભાઇ તથા ઉર્મિલાબેન નથવાણીના ભાઇ તથા સાવરકુંડલા વાળા સ્વ.બાઉચંદભાઇ માધવજીભાઇ નથવાણીના જમાઇનું તા.૪ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક  ઉઠમણું તા.૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. તેમજ સસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે.

દાતારામભાઇ મોરે

રાજકોટઃ કોઠારીયા રોડ હુડકો કવાર્ટર નવનીત ડેરીવાળી શેરીમાં આશાપુરા મંદિર પાસે રહેતાં દાતારામભાઇ શંકરભાઇ મોરે (ઉ.વ.૭૫) તે દેવેન્દ્રભાઇ, સુનિલભાઇ અને કનૈયાભાઇના પિતાશ્રીનું તા. ૫ના અવસાન થયું છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું (૮૯૮૦૨ ૫૫૧૯૩) તા.૮ના ગુરૂવારે રાખેલ છે.

ગુણંવતભાઇ બદાણી

રાજકોટઃ કાલાવડ મોટા વડાલા નિવાસી ગુણંવતભાઇ જેચંદભાઇ બદાણી તે સ્વ. શશીકાંતભાઇ, પ્રતાપભાઇ, સુરેશભાઇના મોટાભાઇ તેમજ નીલેશભાઇના મોટાભાઇ તથા ચિરાગભાઇના પિતાશ્રી તેમજ યોગેશભાઇ, જયેશભાઇ, સચીનભાઇ, પ્રતીકભાઇના કાકા તથા મીતના ભાઇજી તા.૪ના રોજ અરિહંત શરણ પામેલ છે.

અનંતરાય દેસાઇ

રાજકોટઃ સાવરકુંડલા નિવાસી હાલ રાજકોટ સ્વ. અનંતરાય અમૃતલાલ દેસાઇ (ઉ.વ.૭૭) પે પુષ્પાબેનના પતિશ્રી, ભાવિનભાઇ (સુરત), અલ્પેશભાઇ (આદિનાથ કોર્પોરેશન) તથા જીજ્ઞાબેનના પિતાશ્રી, તે હેમાબેન, પિન્કીબેન (પુજા) તથા વિપુલકુમાર હિરાણી ના સસરા તે નીતીનભાઇ (વસઇ), નિરૂબેન હસમુખરાય ઝાટકીયા, મંજુલાબેન સુનીલકુમાર શેઠ, સ્વ. જયવંતીબેન કિર્તીકુમાર પારેખ તે સ્વ. જયોત્સાબેન જયકાંતભાઇ ઘેલાણી તથા સ્વ. ભાવનાબેન પ્રદીપકુમાર શાહના મોટાભાઇ તે જગજીવન હિરાચંદ ઝાટકીયાના જમાઇ તે ચી. કરણ, કિંજલ, નમન દોશી તથા ખુશીના દાદાનું તા.૪ને રવિવારે અરિહંતશરણ પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૮ ગુરૂવારના રોજ બપોરે ૪ થી ૬ રાખેલ છે. ભાવિન દેસાઇ ૯૮૯૮૬ ૬૧૧૦૧, અલ્પેશ દેસાઇ ૯૮૨૪૪ ૦૦૮૮૪, વિપુલ હિરાણી ૯૮૨૫૯ ૯૯૭૨૫, પિન્કી દેસાઇ ૯૪૨૯૦ ૯૬૫૭૮ સદગતએ ચક્ષુદાન કરેલ છે.

રમેશભાઈ નીમાવત

રાજકોટ : ગામ - નીચીમાંડલ (મોરબી) નિવાસી રમેશભાઈ ત્રિકમદાસ નિમાવત તે નિર્મળાબેનના પતિ તથા યશવંતભાઈ તથા કિશનભાઈના પિતાનું તા.૪ના અવસાન થયુ છે. ટેલીફોનિક બેસણું તા.૯ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

શારદાબેન ગોહેલ

રાજકોટ : સોરઠીયા દરજી થોરડીવાળા હાલ રાજકોટ ગોહેલ રણછોડભાઈ હરીભાઈના ધર્મપત્નિ શારદાબેન રણછોડભાઈ ગોહેલ તે વિજયભાઈ (વી.આર. ટેઈલર્સ) તથા નિલેશભાઈ (વેલકમ ટેઈલર)વાળાના માતુશ્રી તથા ચરખડીવાળા સ્વ.નરશીભાઈ દામજીભાઈ ડાભી, પ્રેમજીભાઈ દામજીભાઈ ડાભી, નટુભાઈ દામજીભાઈ ડાભીના બેન તા.૫ના સોમવારના રોજ શ્રી પરમધામ પામેલ છે. તેમનું બેસણું તા.૮ને ગુરૂવાર સાંજના ૪ થી ૬ તેમના નિવાસસ્થાને 'હરિકૃપા' જીવંતિકાનગર - ૧, કષ્ટભંજન મેઈન રોડ, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે હાલની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને ટેલીફોનિક બેસણું રાખેલ છે. મો.૯૯૦૪૦ ૮૬૨૩૦, નિલેશભાઈ મો.૯૭૨૩૬ ૪૮૪૯૪.