Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020
વડાળીના રતુભા જાડેજાના ધર્મપત્નિનું દુઃખદ અવસાન

વડાળીઃ આનંદબા રતુભા જાડેજા તે કૃષ્ણસિંહ રતુભા જાડેજાના માતુશ્રી તથા ધ્વજરાજસિંહના દાદીમાનું તા. ૫ ફેબ્રુઆરીને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ ૪ થી ૬ શુક્રવાર તા. ૭-૨-૨૦ના રોજ તેમના નિવાસ સ્થાન ન્યુ પારસ સોસાયટી, શેરી નં. ૨, એંસી ફુટ રોડ, હુડકો ચોકડી રાજકોટ ખાતે રાખેલ છે.

જુનાગઢના વરિષ્ઠ પત્રકાર હરેશભાઇ દવેનું અવસાન

જુનાગઢઃ જુની પેઢીના પત્રકાર હરેશભાઇ દવેનું નિધન થતા જુનાગઢના પત્રકાર જગતને મોટી ખોટ પડી છે.

હાલ મુંબઇ સમાચાર અને રાજસ્થાન પત્રીકાના પત્રકાર હરેશભાઇ દવેએ આજે સવારે ૬૯ વર્ષની વયે તેમના જુનાગઢમાં નવા નાગરવાડા સ્થિત પ્રતિક્ષા એપાર્ટમેન્ટ  ખાતેના નિવાસ સ્થાને અંતિમશ્વાસ લીધા હતા.

વિપ્ર હરેશભાઇ દવેના નિધના સમાચાર મળતા તેઓના સગા-સ્નેહીઓ, સંબંધીઓ તેમજ મિડીયાકર્મીઓ વગેરે દોડી ગયા હતા.

પત્રકારીત્વક્ષેત્રે રાજકોટથી પ્રસિધ્ધ થતા ફુલછાબ દૈનિકના સ્વ. પત્રકાર ચંદ્રકાંતભાઇ શુકલની સાથે હરેશભાઇ દવેએ સમાચારો લખવાનું શરૂ કરેલ અને આ પછી વર્ષો સુધી ફુલછાબ દૈનિકના જુનાગઢ જિલ્લાના પ્રતિનિધિ તરીકે કાર્યરત રહીને તેઓએ સફળતા પુર્વક લેખનકાર્ય કરેલ.

પત્રકાર હરેશભાઇ દવેએ ગિરનાર સ્પર્ધા હોય કે પૌરાણીક જગ્યાઓનો પરીચય આપતા તેમના લેખોનું આલેખન કરેલ આ લેખો સદાય પત્રકારો ઉપરાંત વાંચકોને યાદ રહેશે.

હરેશભાઇ દવેની તબીયત થોડા સમયથી નાદુરસ્ત હતી. આજે સવારે તેઓનું અવસાન થતા ધર્મપત્ની તેમજ જતીનભાઇ સહીત બે પુત્રો અને પુત્રી વગેરેને વિલાપ કરતા છોડી ગયા છે. સ્વ.હરેશભાઇની અંતિમ યાત્રા આજે બપોર બાદ તેમના બંન્ને પુત્રો બહાર હોય તેઓના આવ્યા પછી તેમના નિવાસસ્થાન પ્રતિક્ષા એપાર્ટમેન્ટ નવા નાગરવાડા જુનાગઢ ખાતેથી નિકળશે.

અવસાન નોંધ

કચ્છ નાની પક્ષ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના આચાર્ય કાળધર્મ પામ્યા

ભુજ, તા.૬: કચ્છમાં વિચરી રહેલ આઠ કોટી નાની પક્ષ જૈન સંપ્રદાયના આચાર્ય પૂ. સુરજી સ્વામી સમાધિપૂર્વક કાળધર્મ પામતા તેમની પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ જોડાયા હતા. મુન્દ્રા તાલુકાના વડાલા ગામે કાળધર્મ પામેલા ૮૬ વર્ષીય પૂ. આચાર્યશ્રી સુરજીસ્વામીની વિદાયથી સંપ્રદાયએ એક યુગપુરુષ ગુમાવ્યા છે. તેમનું સંયમ જીવન ૬૫ વર્ષનું હતું. તેમણે ઇસ ૧૯૫૫ માં તત્કાલીન આચાર્ય પૂ. લાલજી સ્વામીના સ્વમુખે દીક્ષા અંગીકાર કરી હતી. ઇસ ૨૦૧૦ માં તેઓ નાની પક્ષ સંપ્રદાયના ૮ માં આચાર્ય તરીકે વિભૂષિત થયા હતા. તેમની પાલખીયાત્રામાં આઠ કોટી નાની પક્ષ સકળ સંદ્યના પ્રમુખ દામજીભાઈ એન્કરવાલા, પ્રવીણભાઈ છેડા સહિત સંદ્યના વિવિધ ગામોના શ્રાવક શ્રાવિકાઓ જોડાયા હતા

પ્રવિણભાઇ દવે

મોરબી : સ્વ. પ્રવિણભાઇ છોટાલાલ દવે (ઉ.વ.પ૯) તે સુરેશભાઇ અને અનિલભાઇના ભાઇ તથા શશાંતભાઇના પિતાશ્રીનું તા. પના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૬ ગુરૂવારે સાંજે પ વાગ્યે શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, નાની બજારના નાકે, મોરબી રાખેલ છે.

પુષ્પાબેન સેતા

મોરબી : કેશવલાલ રામજીભાઇ સેતાના ધર્મપત્ની પુષ્પાબેન તે સુરેશભાઇ, ચંદુભાઇ, રાજુભાઇ તથા અલ્કેશભાઇના માતુશ્રીનું તા. પના રોજ અવસાન થયેલ છે.

પ્રાગજીભાઇ જોગીયા

જુનાગઢ : પ્રાગજીભાઇ કેશવજીભાઇ જોગીયા હાલ જુનાગઢ(ભોડદરવાળા) ઉ.વ.૮૮ તે કાંતિભાઇ, હેમતભાઇ, રસીકભાઇના પિતાશ્રીનું તા.પના અવસાન થયેલ છે. બેસણું તા. ૬ ને ગુરૂવારે સાંજે ૪ થી પ-૩૦ રામેશ્વર મંદિર, ગીરીરાજ સોસાયટી, બસ સ્ટેન્ડ પાછળ જુનાગઢ ખાતે રાખેલ છે. (લૌકીક પ્રથા બંધ છે)

જયાબેન પોપટ

મોરબી : સ્વ. વાલજીભાઇ કલ્યાણજીભાઇ પોપટના પત્ની જયાબેન વાલજીભાઇ પોપટ (ઉ.વ.૯૬) તે સ્વ.ચંદુભાઇ, કિશોરભાઇ, સ્વ.મહેન્દ્રભાઇના માતા તેમજ મનીષ અને મિલનના દાદીમાં તથા સ્વ.ધીરજલાલ હીરાલાલ માણેકના બહેન તા. ૩ના રોજ રામચરણ પામેલ છે. ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા. ૭ ને શુક્રવારના રોજ સાંજે પ કલાકે શ્રી જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી રાખેલ છે.

કલ્યાણજીભાઇ પરમાર

ગોંડલ : કલ્યાણજી છગનભાઇ પરમાર (ઉ.વ.૬પ) તે સમીરભાઇ, સંજયભાઇ તથા રેખાબેનના પિતાશ્રીનું તા. ૩ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૬ ને ગુરૂવારના રોજ ૩ થી ૬, તેમના નિવાસસ્થાને રણછોડનગર કે.વી. રોડ રેલ્વે પાટા સામે ગોંડલ મુકામે રાખેલ છે.

અનસોયાબેન ઠાકર

મોરબી : અનસોયાબેન મયાશંકર ઠાકર (ઉ.વ.૯૦) તે સુરેશભાઇ, અનિલભાઇ (પુનમ કુરિયર)ના માતા, તથા મધુભાઇ, જનકભાઇ, કિશોરભાઇના ભાભી, તેમજ સાહિલના દાદી અને ભાવેશ રાવલના નાનીનું તા. પ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૭ ને શુક્રવારના રોજ સાંજે ૪ થી પ સહયોગ કોમ્યુનીટી હોલ, ગુજરાત હાઉસીંગ બોર્ડ, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.

રંજનબેન ભુપતભાઇ ચૌહાણ

રાજકોટઃ મચ્છુ કઠીયા સઇ સુતાર ભુપતભાઇ મુળજીભાઇ ચૌહાણના પત્ની રંજનબેન (ઉ.વ.૭૨) તે સંજયભાઇ ભાવેશભાઇ , હીમાદ્રીબેન  મીલનકુમાર જાખરીયા (ગાંધીનગર)ના માતુશ્રી તથા જામવણથલીવાળા સ્વ. પોપટલાલ સુંદરજીભાઇ ટંકારીયાની પુત્રી, ભુપતભાઇ ના બહેન તેમજ રીસીતા, પ્રિયાંશુના દાદીમાનુ તા.૫ને બુધવારના અવસાન થયુ છે. સદગતનું ઉઠમણુ અને પિયરપક્ષની સાદડી તથા તા.૭ને શુક્રવાર ના સાંજે ૪ થી ૫ વાગ્યે ધારેશ્વર મંદિર , ભકિતનગર સર્કલ , રાજકોટ ખાતે  રાખેલ છે.

શ્રી હેમતલાલ ખેતિયા

જામખંભાલીઆઃ શ્રી  રાજ્ય પુરોહિત બ્રાહ્મણ હેમતલાલ ઉમીયાશંકર ખેતિયા (ઉ.વ.૭૩) તે ચંદુલાલ ખેતિયાના મોટાભાઇ તેમજ રાજેશભાઇ, જીતુભાઇ , જયેશભાઇ (જય મેડીકલવાળા) તથા ચંદ્રીકાબેન દિપકકુમાર રાવલ (દમણ)ના પિતાશ્રી તથા બાબુલાલ કેશવજી ભટ્ટ(વસઇ)ના જમાઇનું તા. ૫ બુધવારે અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૪/૩૦ મુરલી મંદીર પાસે આવેલ શ્રી રાજ્ય પુરોહિત બ્રહ્મપુરી ખાતે ભાઇઓ તથા બહેનો માટે રાખેલ છે.

રૂપલબેન દત્તાણી

ખંભાળીયાઃ રૂપલબેન સુનીલભાઇ દત્તાણી ઉ.વ.૪૨ તે દામોદર તુલસીદાસ દતાણી (સાહેબ શો રૂમ) સલાયાવાળા ના પુત્રવધુ તે કુશ તથા કેવલના માતુશ્રી તા. ૫ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૬ ગુરૂવારે સાંજે ૬.૦૦ થી ૬.૩૦ જલારામ મંદિર પ્રાર્થના  હોલ ખાતે ભાઇઓ તથા બહેનો માટે સાથે રાખેલ છે.

રૂત્વી કોઠિયા

રાજકોટ : નીતીનભાઇ બટુકભાઇ કોઠિયાની પુત્રી રૂત્વી તે તથા મનસુખભાઇ, અશોકભાઇ, વિજયભાઇની ભત્રીજી તથા દેવની બહેનનુ અવસાન તા. ૫ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૭ને શુક્રવાર સાંજે ૪ થી ૬ કલાકે જોગેશ્વર મહાદેવ મંદિર, રવિપાર્ક, શેરી નં. ૪, કાલાવડ રોડ, પ્રેમમંદિર પાસે, રાજકોટ. ખેરડી મુકામે બેસણું તા.૮ને શનિવારે રાખેલ છે.

માયાબેન પુરોહિત

રાજકોટ : માયાબેન બિપીનભાઇ પુરોહિત (ઉ.વ.૪૮ મૂળ ગામ ધોકડવા હાલ રાજકોટ સિમ્બર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ)તે બિપીનભાઇ પ્રભાશંકર પુરોહિતના પત્ની અને સ્વ.પ્રભાશંકર ભોળાભાઇના પુત્રવધૂ, ભાનુશંકર ગાંડાલાલ રાજયગુરુના પુત્રી, રેખાબેન હિમતલાલ પંડ્યા (રાજકોટ), પ્રવીણાબેન નરેશભાઇ જોષી (રાયપુર), લતાબેન શૈલેષભાઇ રાજયગુરુ (રાજકોટ)ના ભાભી, કનુભાઇ ભાનુશંકર રાજયગુરુ,ઙ્ગ કુંદનબેન લલિતભાઇ જોષીના બહેનનું તા. ૪ના અવસાન થયું છે. બેસણું તા.૭ના સાંજે ૪ થી ૬ સોમેશ્વર મહાદેવ મંદિર, રવિરત્ન પાર્ક, ઇન્દિરા સર્કલ, રાજકોટ ખાતે રાખ્યું છે.

મિનાક્ષીબેન કાચા

રાજકોટઃ નવનીતભાઇ જગજીવનભાઇ કાચાના ધર્મપત્ની મિનાક્ષીબેન, તે માધવજીભાઇ માવજીભાઇ પરમારના પુત્રી, તે તૃપ્તીબેન અશ્વીનભાઇ ચૌહાણ-(પુના)નાં બહેન, તેમજ સાગરભાઇ કાચા, જતીનભાઇ કાચા તથા કવિતાબેન આનંદકુમાર સલાટના માતુશ્રી તા.૩ ને ગુરૂવારે અક્ષર નિવાસી થયેલ છે.

રસીકલાલ સાહોલીયા

રાજકોટઃ સ્વ. સોની અમૃતલાલ મોહનલાલ સાહોલીયાના જયેષ્ઠ પુત્ર રસીકલાલ અમૃતલાલ સાહોલીયા તે મહેન્દ્રભાઇ, સ્વ.ભુપતભાઇ, બકુલભાઇ, તથા સ્વ.રાજેશભાઇના મોટાભાઇ, તે ગૌરાંગભાઇના પિતાશ્રી, તેમજ અશોકકુમાર, નિલેષકુમાર, હર્ષદકુમાર, આશીષકુમારના સસરા, તે ગોંડલ નિવાસી હાલ રાજકોટ સ્વ. સોની મુલચંદ છગલાલ ધોળકિયા, સ્વ.જમનાદાસ, સ્વ.પાનાચંદભાઇ તથા સ્વ. હરકિસનભાઇના ભાણેજનું તા.પ ને બુધવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું બન્ને પક્ષનું સાથે તા.૬ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬, શ્યામકુંવરબાઇ વાડી, દરબારગઢ ચોક, હવેલી પાસે રાખેલ છે.

વિજયાબેન જોટાણીયા

રાજકોટઃ વરિયા વંશ પ્રજાપતી (મુળ રીબડા) હાલ રાજકોટ કુરજીભાઇ કેશુભાઇના ધર્મપત્ની તથા પ્રફુલભાઇ તથા હસુભાઇના માતુશ્રી વિજયાબેન કુરજીભાઇ જોટાણીયાનું તા.પના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૭ના શુક્રવારે ૪ થી ૬, નેહરૂનગર ૮૦ ફુટ રોડ શ્રીજી સો. શેરી નં.૧ શ્યામ હોલની સામે વિશ્વ મિલન વુડન ખાતે રાખેલ છે.

પ્રવિણચંદ્ર ભણશાલી

રાજકોટઃ પ્રવિણચંદ્ર જમનાદાસ ભણશાલી (ઉ.વ.૮પ) તે સ્વ.કુસુમબેનનાં પતિ તે મનસુખભાઇ તથા સ્વ.ધનસુખભાઇ અને નગીનભાઇનાં મોટાભાઇ તથા સુશીલાબેન અશોકભાઇ મહેતા (રાજકોટ) તથા મધુબેન ચંદ્રકાંત મહેતા (જામનગર)નાં ભાઇ તે સ્વ.તલકચંદ રામજીભાઇ શાહ (મુંબઇ)નાં જમાઇ તા.પના જૂનાગઢ મુકામે અરિહંત શરણ પામેલ છે.

ગોવિંદભાઇ ચૌહાણ

રાજકોટઃ મારૂ રાજપૂત ગોવિંદભાઇ પુંજાભાઇ ચૌહાણ (ઉ.વ.પ૪) તે ગં. સ્વ. અમુલાબેનના પુત્ર, પુષ્પાબેનના પતિ, જયદીપ તથા અંજુબેન નીરજકુમાર રાઠોડના પિતાશ્રી તે દાદુભાઇ, મનુભાઇ, રમેશભાઇ, ધીરૂભાઇ તથા ગીતાબેન મહેશભાઇ રાઠોડના ભાઇનું તા.૪ના અવસાન થયેલ છે. તેમનું બેસણું આજે તા.૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, ૪-ધારેશ્વર સોસાયટી, અંબા ખોડીયાર મંદીર પાસે, ઢેબર રોડ, ખાતે રાખેલ છે.

કમળાબેન દોશી

રાજકોટઃ લતીપુર નિવાસી હાલ રાજકોટ સ્વ. શાંતિલાલ પોપટલાલ દોશીના ધર્મપત્નિ કમળાબેન શાંતિલાલ દોશી (ઉ.વ.૯૦) તે મલુકચંદ કચરાભાઇ મહેતાના પુત્રી, તેઓ ધીરજલાલ, પ્રદિપભાઇ, અશ્વિનભાઇ, સ્વ. અનિલભાઇ, હર્ષદભાઇ, રાજેશભાઇ તથા વર્ર્ષાબેન અરૂણભાઇ પટેલ, અરૂણાબેન ભરતભાઇ શેઠ, સ્વ. મીનાબેન કીરીટભાઇ વસા તથા કિરણબેન જયેશભાઇ મહેતાના માતુશ્રી તેમજ જયપ્રકાશભાઇ મુલચંદભાઇ દોશી, સ્વ. વિજયભાઇ, સ્વ. દિનેશભાઇ તથા હિતેશભાઇ દોશીના કાકી  તા.૫ બુધવારે અરિહંત શરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તથા પ્રાર્થનાસભા તા.૭ને શુક્રવારે સવારે ૧૧ કલાકે નંદવાણા બોડીંર્ગ માસુમ પ્લેહાઉસની  સામે, ૫ જુના જાગનાથ રાજકોટ ખાતે રાખેલ છે.