Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018
અવસાન નોંધ

છોટાલાલ કડેચા

રાજકોટ : સોની છોટાલાલ પીતાંબરદાાસ કડેચા (કાલાવડ) (ઉ.વ.૮૨) તે સ્વ.સોની મુલચંદદાસ, સ્વ.સોની વ્રજલાલભાઈ તથા સોની પ્રભુદાસ ગોરધનદાસ વઢવાણા (દડવીવાળા)ના બનેવી તા.૩ને રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તેમની સાદડી તા.૭ના ગુરૂવારના રોજ સવારે ૧૦ થી ૧૧ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર ચોક, ૩-સુભાષનગરના છેડે રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ધનંજયભાઈ લીડીયા

રાજકોટ : ભીલ જ્ઞાતિ અગ્રણી સ્વ.ભીખાભાઈ સવજીભાઈ લીડીયાના પૌત્ર તે સ્વ. દિનેશભાઈ તથા ગં.સ્વ. જશુમતીબેન (એલઆઈસી)ના પુત્ર ધનંજયભાઈ (ઈન્કમટેક્ષ કર્મચારી) (ઉ.વ.૩૯) તે પાયલબેનના પતિ તથા વૈભવી અને રૂદ્રાંશના પિતા તેમજ નિલેશભાઈ (સી.પી.ડબલ્યુ.ડી.), અમિતભાઈ (એલ. એન્ડ ટી.), સ્વાતીબેન ચૌહાણ, વાસુભાઈ (રા.મ્યુ.કોર્પો.), આનંદભાઈ (પીજીવીસીએલ ભીમાસર - કચ્છ)ના ભાઈ, ભાવનાબેન (એકલવ્ય એજ્યુકેશન)ના જેઠ અને રાજુભાઈ, વિજયભાઈ (યુકો બેંક), રમણીકભાઈ (સમાજ સુરક્ષા), હર્ષાબેન (પોસ્ટ ઓફીસ)ના ભત્રીજાનું તા.૨ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૭ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ ''શિવ'' ૪-તિરૂપતિનગર, હનુમાન મઢી, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે

લતાબેન મહેતા

રાજકોટ : મોઢવણીક સરા નિવાસી જમનાદાસ મણીલાલ મહેતાના પુત્ર ચંદ્રકાંતભાઈના ધર્મપત્નિ લતાબેન (ઉ.વ.૬૩)  તે સ્વ.હર્ષ (ટીનુ), હેમાલીના માતુશ્રી અને જીતેન્દ્રભાઈના નાનાભાઈના પત્નિ અમિતભાઈ, હેતલબેનના કાકી  તા.૩ને રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૭ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ મોઢ વણિક વિદ્યાર્થી ભવન, ૫- રજપૂતપરા, રાજકોટ ખાતે રાખેલ છે.

 બિનાબેન સોલંકી

 રાજકોટઃ શ્રી  ગુજરાતી મચ્છુકઠિયા દરજી સુતાર સ્વ. નવલચંદ રવજીભાઇ સોલંકીના સુપુત્રી તેમજ નીલેશભાઇ તથા મંજુલાબેનના બહેન બીનાબેન નવલચંદ સોલંકીનું તા.૩ના રોજ  દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૭ને ગુરૂવાર સવારે ૮ થી ૯ તેમજ શાંતિયજ્ઞ તે જ  દિવસે સવારે ૯ કલાકે '' શ્રી કૃષ્ણ કૃપા'' વિશ્વકર્મા સોસાયટી શેરી નં.૩ જુના જકાતનાકા પાસે ઢેબર રોડ (સાઉથ) રાજકોટ ખાતે રાખેલ છે.

 હકાભાઇ ભાલીયા

રાજકોટઃ સ્વ. હકાભાઇ રાણાભાઇ ભાલીયા તે ભરતભાઇ (સિંચાઇ વિભાગ) તથા સ્વ. કિરીટભાઇ તથા ધીરજભાઇ (બી.ટી.સવાણી હોસ્પીટલ)ના પિતાશ્રીનું અવસાન તા.૫ના રોજ થયેલ છે. તેમનું બેસણું તા.૭ ગુરૂવારના રોજ  રૂળેશ્વર મહાદેવ મંદીર, બજરંગવાડી, જામનગર રોડ, રાજકોટ ખાતે સાંજે ૫ થી ૬ કલાકે રાખેલ છે.

મધુબેન જાની

રાજકોટઃ શિહોર સંપ્રદાય ઔદીચ્ય અગીયારસો બ્રાહ્મણ ભાવનગર નીવાસી હાલ રાજકોટ સ્વ.ચંપકલાલ કાળીદાસ જાનીના ધર્મપત્ની મધુબેન ચંપકલાલ જાની (ઉ.વ.૮૬) તે ભાસ્કરભાઇ જાની નિવૃત પાણી પુરવઠા બોર્ડ, પ્રવિણભાઇ જાની નિવૃત સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા તથા નરેશભાઇ જાનીના માતુશ્રી તથા મેહુલ, નિરવ, શુભમ, દર્શનના દાદીમાંનો તા.૩ના સ્વર્ગવાસ થયેલ છે. તેમનું બેસણું તા.૭ને ગુરૂવારે ગંગેશ્વર મહાદેવ મંદિર એસ.કે. ચોક પાસે, ગાંધીગ્રામ ખાતે સાંજે ૪-૩૦ થી ૬-૦૦ રાખેલ છે.

વિનોદભાઇ મહેતા

રાજકોટઃ જામકંડોરણા નિવાસી હાલ મીરા રોડ, મુંબઇ સ્વ.રેવાબેન કાંતીલાલ પોપટલાલ મહેતાના પુત્ર વિનોદભાઇ (ઉ.વ.૮ર) તા.૩ને રવિવારે અરીહંતશરણ થયેલ છે. તે સ્વ.સુશીલાબેનના પતિ, કેયુર તથા જલ્પાના પિતાશ્રી, બિંદુ તથા પુનિતકુમારના સસરા તેમજ હસમુખભાઇ, ચંદનબેન નાગરદાસ મહેતા, જશવંતીબેન હસમુખભાઇ સંઘવી, નિર્મળાબેન જયંતીલાલ દોશી, કોકીલાબેન રમેશચંદ્ર બખાઇના ભાઇ, દેવાંશી તથા કેયાંશીના દાદા, હેતાના નાના અને સ્વ.પ્રાણલાલ મોનજીભાઇ મહેતા સુલ્તાનપુર વાળાના જમાઇ, લૌકિક વહેવાર બંધ રાખેલ છે.

દેવીસિંહ મહિડા

ગોંડલઃ દેવીસિંહ ખોડાજી મહિડા (ઉ.વ.૬૬) તે ભાવુભા તથા નાનભાના નાનાભાઇ તથા રવિરાજસિંહ તથા પ્રજીતસિંહના પિતાશ્રીનું તા.૩ના અવસાન થયેલ છે. બેસણું તા.૭ના સાંજે ૪ થી ૬ પટેલવાડી, ભગવતપરા ગોંડલ ખાતે રાખેલ છે.

વસુમતીબેન સચદેવ

રાજકોટઃ ગો. વા. વસુમતીબેન માધવદાસ (ઉ.વ.૬ર) તે ગોપાલદાસ પ્રાગજીભાઇ સચદેવના પુત્રવધુ અને પરેશ માધવદાસના માતુશ્રી તા.૩ના શ્રીજી ચરણ પામેલ છે એમનું ઉઠમણું તા.૭ના સાંજે પ-૩૦ ભીમનાથ મહાદેવ મંદિર, બોમ્બે હાઉસીંગ સોસાયટી, ધોળકીયા સ્કુલ સામે, યુનીવર્સીટી રોડ, ખાતે રાખેલ છે.સ્વ.નું બેસણું થાનગઢ લ.ક. લોહાણા મહાજનવાડી તા.૯ના શુક્રવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે.