Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020
સંત શરણદાસ (કુંદનદાસ) ઉદાસી વૈકુંઠવાસ પામ્યાઃ કાલે ઉઠમણું-(પઘડીયું)

રાજકોટઃ શ્રી તુલસીદાસ ધામ રાજકોટના પૂ. સંતશ્રી શરણદાસ (કુંદનદાસ) સીતલદાસ ઉદાસી તા.૩ વૈકુંઠવાસ થયા છે. સદ્ગતનું ઉઠમણું (પઘડીયુ) તા.૬ શુક્રવાર શ્રધ્ધાંજલી (સંતકીર્તન) સાંજે ૫ થી ૬ કલાકે પઘડીયુ (ઉઠમણું) સાંજે ૬ કલાકે બાબા તુલસીદાસધામ ૧, પરસાણાનગર, સિંધી કોલોની રાજકોટ ખાતે રાખેલ છે. (મો.૯૯૨૪૧ ૬૦૯૧૦)

અવસાન નોંધ

મોરબી રફાળેશ્વર મહાદેવના મહંતના પુત્રનું અવસાન

મોરબી : રફાળેશ્વર મહાદેવના મહંત ચંદુભારથી અમરભારથી ગોસાઇના પુત્ર પ્રણવભારથી ચંદુભારથી તે દક્ષિલ, શેલજાના પિતાશ્રી તથા ચેતનભારથી, સંદીપભારથીના ભાઇ, ઉમંગભારથીના કાકાનું તા. ૪ના અવસાન થયેલ છે.

બેસણું તા. ૬ ને શુક્રવારે સાંજે ૪ થી ૬, હાટકેશ્વર મહાદેવ મંદિર, ખત્રીવાડ પાસે, મચ્છુબારી રોડ મોરબી ખાતે રાખેલ છે.

દેવરાજભાઈ મકવાણા

રાજકોટઃ દેવરાજ કુકાભાઈ મકવાણા (નનકુભાઈ) (ઉ.વ.૭૪) (નિવૃત સેલ્સટેકસ ઈન્સપેકટર) જે સ્વ.તુલસીભાઈ કુકાભાઈ મકવાણાના નાનાભાઈ, મનસુખભાઈ (દુરદર્શન), જીજ્ઞેશભાઈ અને દિપકભાઈના કાકા તેમજ દિપ્તીબેન, નિશાબેન, જયશ્રીબેનના પિતાશ્રી અને રિતેશભાઈ, હેમાંશુભાઈ, અનીલભાઈના સસરા તા.૪ના અક્ષરધામ પામેલ છે. જેમનું બેસણું તા.૬ શુક્રવારે શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર, રવિરત્ન પાર્ક, યુનિ.રોડ, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

પ્રશાંત શુકલ

રાજકોટઃ જગદીશચંદ્ર હરીલાલ શુકલ (માણાવદરવાળા)ના નાના પુત્ર પ્રશાંત જગદીશચંદ્ર શુકલ તે નવોતિન્દ્રભાઈ, રાજેશભાઈ, દુષ્યંતભાઈ તથા કલ્પેશભાઈના નાનાભાઈનું તા.૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૬ને શુક્રવાર, બપોરના ૪ થી ૬, ગંગેશ્વર મહાદેવ મંદિર, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે રાખેલ છે. બન્ને પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

હરીશભાઈ ચોલેરા

કેશોદઃ હરીશભાઈ શરદચંદ્ર ચોલેરા (ઉ.વ. ૬૭) તે સ્વ. શરદચંદ્ર ભગવાનજીભાઈ ચોલેરાના મોટા પુત્ર તથા વિજયભાઈ, બીપીનભાઈ, હેમેન્દ્રભાઈ (મનુભાઈ), કેતનભાઇ, સંજયભાઈ (એગ્રીકલ્ચર) અને વિકાસભાઈના મોટા ભાઈનું તા. ૩ ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તેમજ પીયરપક્ષની સાદડી તા.૫મીએ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન, કાપડ બઝાર, આંબાવાડી, કેશોદ રાખેલ છે.

ત્રિભોવનદાસભાઇ સોની

રાજકોટઃ શ્રીમાળી સોની આડેસરા ત્રિભોવનદાસ ગોકળદાસ ધ્રોલવાળા તે સ્વ.ઘનશ્યામભાઇ આડેસરાના નાના ભાઇ તથા હર્ષદભાઇ તથા સ્વ.દિલીપભાઇના કાકા, તે માંડલીયા લીલાધર હરજીવનભાઇના જમાઇનું તા.૩ના અવસાન થયેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું તા.પને ગુરૂવારે સાંજે ૪ થી પ કોઠારીયા નાકા, શ્રી રામ ઝરૂખા મંદિર ખાતે રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)

સુરેશચંદરભાઇ દોશી

રાજકોટઃ મોઢ વણિક સ્વ.મનસુખલાલ વેલજી મણિયારના જમાઇ તથા મહેશ મનસુખલાલ મણિયારના બનેવી વિસાવદર વાળા સુરેશચંદ્ર નાગરદાસ દોશી તા.ર૭ના વિસાવદર મુકામે શ્રીજી ચરણ પામેલ છે.

રાજુભાઇ ગોંડલીયા

મેઘાવડઃ વાણંદ સ્વ.ચનાભાઇ કાળાભાઇના પુત્ર રાજુભાઇ ચનાભાઇ ગોંડલીયા તે બાબુભાઇ તથા મુકેશભાઇના નાનાભાઇનું તા.૪ના અવસાન થયેલ છે.

હિંમતલાલ છાંટબાર

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય સ્વ.કેશવલાલ ગોરધનદાસ વીંછી ટંકારાવાળા હાલ રાજકોટના જમાઇ તથા પ્રકાશભાઇ કેશવલાલ વીંછીના બનેવી હિંમતલાલ ધારશીભાઇ છાંટબારનું જામનગર મુકામે તા.ર૯ના અવસાન થયેલ છે. જેમની સાદડી તા.પને ગુરૂવારે સાંજે ૪-૩૦ થી પ-૦૦, બ્રહ્મસમાજ જ્ઞાતિની વાડી ખત્રીવાડ ખાતે રાખેલ છે.

દયાશંકરભાઇ કુકરવાડીયા

મોરબી : દયાશંકરભાઇ કેશવજીભાઇ કુકરવાડિયા તે મુકેશભાઇ અને અશોકભાઇના પિતા તા. ૦૧ના રોજ રામચરણ પામેલ છે સદ્ગતનું બેસણું તા. ૦૫ને ગુરૂવારે નિવાસસ્થાન ગામ ગોર ખીજડીયા તા. મોરબી ખાતે રાખેલ છે.

આશાબેન મહેતા

ઉના : આશાબેન જયસુખભાઇ મહેતા (ઉ.વ.પપ) તે દિવ્યેશભાઇ, હિતેષભાઇના માતૃશ્રી તથા ભીખાભાઇ (કેતનભાઇ)ના મોટા બહેન તા. ૩ના રોજ અવસાન પામેલ છે. સાદડી બેસણુ આજે તા. પ ગુરૂવારે સાંજે ૪ થી ૬ મોઢ જ્ઞાતિની વાડી લાઇબ્રેરી ચોક ઉના રાખેલ છે.

ઠા. ચીમનલાલ રાજા

વીરપુર (જલારામ) : ઠા. ચીમનલાલભાઇ રતનશીભાઇ રાજા (ઉ.વ.૮૭) તે રાજેશભાઇ, ભાવિનભાઇ, ચેતનાબેન કતીરા (ભાયાવદર) તથા ઇલાબેન કારીયા (જુનાગઢ)ના પિતાશ્રી તેમજ સ્વ.રસિકભાઇ, વલ્લભભાઇ, જસુમતિબેન કોટક (ગોંડલ)ના મોટાભાઇ તથા સ્વ. નારણદાસ માધવજીભાઇ ભીમજીયાણી (જુનાગઢ) તથા સ્વ. મનસુખભાઇના બનેવીનું તા. ૪ ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તથા શ્વસુરપક્ષની સાદડી બને સાથે તા.૬ને શુક્રવારના સાંજે ના ૪ થી પ, શ્રી હરિરામ જલારામ લોહાણા મહાજનવાડી, બસ સ્ટેન્ડ રોડ વીરપુર (જલારામ) મુકામે રાખેલ છે.

વનિતાબેન પોપટ

રાજકોટઃ વનીતાબેન (વર્ષાબેન) (ઉ.વ.૫૧) જે લતીપુર નિવાસી સ્વ.ત્રિભોવનભાઈ બેચરભાઈ પોપટના પુત્રવધુ, પ્રવિણભાઈના પત્નિ, અજય તથા હાર્દિકના મમ્મી, પડવલા નિવાસી સ્વ.મોહનલાલ જેઠાભાઈ રાડીયાના દિકરી, લલીતભાઈ, સંજયભાઈ તથા ધમાભાઈના બહેનનું તા.૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું (પ્રાર્થના સભા) તા.૬ શુક્રવાર સાંજે ૫ થી ૬ તેમના નિવાસ સ્થાન જાગૃતિદિપ હાઈટ્સ શીતલ પાર્ક સર્કલ, ૧૫૦ ફૂટ રીંગરોડ ખાતે રાખેલ છે. પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

અરૂણકુમાર પંડયા

વેરાવળ : સ્વ. અમૃતલાલ નારણજીભાઇ દીક્ષીતના જમાઇ અરૂણકુમાર પંડિતરાય પંડયા (ઉ.વ.૮ર) તે વિનોદરાય દિક્ષીત (ગાયત્રી ફરસાણવાળા)ના બનેવી તા.ર૯ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.પને ગુરૂવારે ૪ થી૬ માણેકપરા કેરીયા રોડ શેરી નં.૧૦-ર અમરેલી ખાતે રાખેલ છે.

તનસુખભાઇ દામાણી

વેરાવળ : પ્રભાસપાટણ નિવાસી દશા મોઢ માંડલીયા વણીક તનસુખલાલ (બાલુભાઇ વૈદ્ય) વૃજલાલ દામાણી (ઉ.વ.૮૦) તે મનહરભાઇ, હીતેષભાઇ, જયશ્રીબેન ભરતભાઇ ગાંધી, જયોતીબને હેતલભાઇ મેસવાણી, વર્ષાબેન પંકજકુમાર શાહના પિતાશ્રી તા.૪ના રોજ અવસાન પામેલ છે. ઉઠમણુ - પ્રાર્થનાસભા તા.પને ગુરૂવારે સાાંજે ૪ થી ૬ લોહાણા મહાજનવાડી પ્રભાસપાટણ ખાતે રાખેલ છે.

કુંદનબેન ઠાકર

રાજકોટઃ કુંદનબેન વાસુદેવ ઠાકર તે સ્વ.વાસુદેવ દુર્ગાશંકર ઠાકરના ધર્મપત્ની તથા ભારતી, તરૂણ, પ્રફુલ્લા, જયોતિ, હરેશના માતુશ્રી તેમજ પલ્લવીના સાસુ તથા ભૂમિ મનના દાદીજી તેમજ ભાનુશંકરભાઇ, અનીરૂદ્ધભાઇના મોટાભાભીનુ અવસાન તા.૪ના રાજકોટમાં થયેલ છે. બેસણું તા.૭ના રોજ સીદ્ધેશ્વર મહાદેવ મંદિર, રેલનગર-૧ ખાતે ૪-૩૦ થી પ-૩૦ સાંજના રાખેલ છે.