Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018
ટંકારા હીરાપરના મણીબેનનું ૧૦૭ વર્ષની વયે અવસાન

ટંકારા : તાલુકાના હીરાપર નિવાસી મણીબેન રૂડાભાઇ ફેફર (ઉ.વ. ૧૦૭)નું અવસાન થયેલ છે.

મણીબેને ફેફરે પાંચ પેઢી જોયેલ છે. પરિવારના નાથાભાઇ રૂડાભાઇ ફેફર તથા ત્રીભોવનભાઇ રૂડાભાઇ ફેફરે, મણીબેનના મૃત્યુને મહોત્સવ ગણાવેલ છે. મણીબેનનું જીવન, સાદુ, સરળ અને પરોપકારી હતું. જીવનના અંત સુધી બીજાને ઉપયોગી થયેલ.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ અગ્રણી સુમનભાઇ પારેખનું નિધન

ભાવનગર તા ૪ : રા.સ્વ. સંઘના પહેલી પેઢીના વરિષ્ઠ સ્વયંસેવક અને જનસંઘના ગુજરાતના સ્થાપક પૈકીના  વરિષ્ઠ અગ્રણી સુમનભાઇ છગનભાઇ પારેખનું ૯૦ વર્ષની ઉંમરે નિધન થતા સંઘ પરિવારે ખોટની લાગણી અનુભવી છે. તેઓ ૧૯૪૮ માં બીએસસી પૂર્ણ કર્યા બાદ ૧૯૪૮ થી ૧૯૬૦ આર.એસ.એસ. ના પ્રચારક રહ્યા હતા. દરમ્યાનમાં જ ૧૯૫૫ થી ૬૦ દરમ્યાન ગુજરાતમાં જનસંઘના સંગઠન મંત્રીની જવાબદારી નીભાવી હતી. આ સમયમાં જ એલએલબીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. મુળ મહુવામાં જન્મેલા તેઓએ પંડિત દિનદયાળ ઉપાધ્યાય, રા.સ્વ. સંઘના સરસંઘ ચાલક પૂ.ગુરૂજી શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી, અટલબિહારી બાજપાઇ, એલ.કે અડવાણી ઉપરાંત ક્રાિંતવિર સરદારસિંહ રાણા, વકીલ સાહેબ, નાનાજી દેશમુખ વગેરે સાથે રહીને વર્ષો સુધી સંઘ-જનસંઘનું કાર્ય કરેલ હતું હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમનું માર્ગદર્શન અચુકપણે મેળવતા હતા.રાષ્ટ્રમાં સો પ્રથમ બોટાદ નગરપાલિકામાં જનસંઘનું શાસન હતું ત્યારે ેસોૈ પ્રથમ ચીફ ઓફિસર રહ્યા હતા. બાદમાં હાઇકોર્ટ રોડ ઉપર  વકીલાતની પ્રેકટીસ સાથે સાથે વકીલ મંડળમાં, યુનિવર્સિટી સેનેટ મેમ્બર્સ તરીકે અને વર્ષો સુધી ભાવનગર આરએસએસમાં સંઘ ચાલક તરીકે વિવિધ જવાબદારીઓ સંભાળી હતી. તેમનું બેસણું ૪-૫-૧૮ શુક્રવાર સાંજે પ થી ૭ દિપક હોલ,સંસ્કાર મંડળ, ભાવનગર ખાતે રાખેલ છે.(૩.૧૪)

જામનગરના ધીરજલાલ બદિયાણીનું આજે સાંજે ઉઠમણુ

જામનગર : જામનગર જીલ્લાના 'અકિલા'ના બ્યુરોચિફ અને જાણીતા એસ્ટ્રોલોઝર શ્રી મુકુંદભાઇ બદિયાણીના કાકાનું અવસાન થતા ઘેરો શોક છવાયો છે.

મુળ પડાણા હાલ જામનગર નિવાસી ધીરજલાલ પરસોત્તમભાઇ બદિયાણી તે સ્વ. મોહનલાલ તથા સ્વ. જેઠાલાલના નાનાભાઇ તથા ધર્મેશ અને સમીરના પિતાશ્રી તેમજ મગનલાલ ગોવિંદજીભાઇ જીવરાજાનીના જમાઇ ગઇકાલે બુધવારે મોડીરાત્રીના જામનગરની જી.જી.હોસ્પિટલમાં શ્રીજી ચરણ પામેલ છે.  તેમનું ઉઠમણું તથા સાસરા પક્ષની સાદડી તા.૪ ને શુક્રવારે સાંજે ૫ થી પ-૩૦ કલાકે પાબારી હોલ તળાવની પાળ જામનગર ખાતે  ભાઇઓ  તથા બહેનો માટે રાખેલ છે.

એસ.બી.આઇ.ના નિવૃત્ત મુગટલાલ જોષીનું અવસાન : કાલે પ્રાર્થનાસભા - બેસણું : મુખ્યમંત્રી કાર્યાલયના હિતેશભાઇ જોશીના પિતાશ્રી

રાજકોટ : સૌરાષ્ટ્ર બાજખેડાવાળ બ્રાહ્મણ મુગટલાલ જે. જોષી (એસ.બી.આઇ. રાજકોટ) (ઉ.વ.૯૫) તે કમળાબેન મુગટલાલ જોષીના પતિ તેમજ શૈલાબેન મહેતા, નયનાબેન જોષી (યુ.એસ.એ.), દીપકભાઇ (આર.એન.એસ.બી.), અક્ષયભાઇ (એસ.બી.આઇ.), હિતેશભાઇ જોષી (મુખ્યમંત્રીશ્રીની કચેરી) ના પિતાશ્રીનું તા. ૩ ના દુઃખદ અવસાન થયેલ છે. તેમની પ્રાર્થના સભા-બેસણું કાલે તા. ૫ ના શનિવારે સાંજે પ થી ૭ રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર ચોક, એરપોર્ટ રોડ, રાજકોટ (મો.૯૪૨૮૨ ૫૩૪૨૬, મો.૯૬૦૧૪ ૭૧૧૭૭, મો.૯૪૨૬૪ ૭૨૩૫૦) ખાતે રાખેલ છે.

સી.એલ. સંઘવીના ધર્મપત્નિ ચંદ્રીકાબેનનું અવસાનઃ કાલે ઉઠમણું

 રાજકોટઃ ચંદ્રીકાબેન સંઘવી (ચંદનબેન) (ઉ.વ.૮૦) તે સ્વ. ચંદ્રકાંતભાઇ   લક્ષ્મીદાસભાઇ સંઘવી (સી.એલ.સંઘવી)નાં ધર્મપત્નિ તે સંજયભાઇ સંઘવી તથા નીતાબેન શેઠના માતુશ્રી તે સાધનાબેન સંઘવી તથા ધનીશભાઇ શેઠનાં સાસુ તે નિરંજનભાઇ તથા નરેશભાઇ સંઘવીનાં કાકી તે સ્વ. પ્રભાશંકર રાઘવજી દેસાઇ (કલકતા) ના પુત્રી તા.૩ ગુરૂવારનાં રોજ અરીહંતશરણ પામેલ છે. સ્વર્ગસ્થનું ઉઠમણું તા.૫ શનિવારનાં રોજ સવારે ૧૦ વાગ્યેે પારસધામ જૈન દેરાસર, નિર્મલા સ્કુલ રોડ, ફાયરબ્રિગેડ પાછળ રાખેલ છે.  લોૈકીક વ્ યવહાર બંધ  છે.

અવસાન નોંધ

ટંકારા બ્રહ્મસમાજના ઉપપ્રમુખ શશીભાઇ આચાર્યના માતુશ્રીનું અવસાન

રંગપર બેલાઃ સ્વ.શાંતિલાલ હરિલાલ આચાર્યના ધર્મપત્ની તથા પ્રવિણચંદ્ર, શશીકાંતભાઇ (ઉપપ્રમુખ બ્રહ્મસમાજ ટંકારા તથા રાઇટર હેડ ટંકારા પોલીસ સ્ટેશન) સ્વ.દીપકભાઇ તથા તરૂણભાઇના માતુશ્રીનું તા.૩ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૭ સોમવારે સાંજે ૪ થી પ, બેલા (રંગપર) મુકામે રાખેલ છે.

કોડીનાર ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ નિતીનભાઇ રૂપારેલનું અવસાન

કોડીનાર : કોડીનાર ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અને લોૈહાણા મહાજન સમાજનાં ઉપપ્રમુખ અને કોડીનારના સમાજ જીવનનાં અભ્યાસું રચનાત્મક વ્યકિતત્વ ધરાવતા નિતીનકુમાર લક્ષ્મીદાસ રૂપારેલ (ઉ.વ.૬૨) કિર્તી મશીનરી વાળાનું દુઃખદ અવસાન થતા કોડીનાર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ હરીભાઇ વિકલાણી અ સમગ્ર શહેરીજનો વતી સદગત ના પરિવારને સાંત્વના પાઠવી- શોક વ્યકત કર્યો હતો. સદગત નું બેસણું તા.૫ ને શવિારે સવારે ૧૦ થી ૫ સુધી મોઢ મહાજન વાડી કોડીનાર ખાતે રાખવામાં આવેલ છે.

કેશુભાઇ બારોટ

રાજકોટઃ કેશુભાઇ રાણીંગભાઇ બારોટ (સોઢાતર) (ઉ.વ.૭ર) નિવૃત આસી. સબ ઇન્સ્પેકટર તે કરસનભાઇ તથા નકુભાઇના નાનાભાઇ તથા રાજુભાઇ તથા દિલીપભાઇ બારોટના પિતાશ્રી તથા મહેશભાઇ બારોટ (પ્રમુખ બારોટ સમાજ ગુજરાત) ઇશ્વરદાન બારોટ નિવૃત એસ.ટી.ના મામાશ્રીનું તા.૩ના અવસાન થયેલ છે. સ્વર્ગસ્થશ્રીનું બેસણું તા.પને શનીવારે સાંજના પ થી ૭, શકિતનગર શેરી નં.પ, મવડી ચોકડી પાસે ડો. કથીરીયાવાળી શેરી ખાતે રાખેલ છે.

જેંતીભાઇ વૈઠ્ઠા

રાજકોટઃ જેંતીભાઇ કાંન્તીલાલ વૈઠ્ઠા (ઉ.વ.૭૦) તે દિનેશભાઇ, મનોજભાઇ તથા રૂપેશભાઇના પિતાશ્રી તથા મનહરભાઇ, કીશોરભાઇ, તથા કૌશીકભાઇ પાલાના બનેવીશ્રીનું તા.૩ના અવસાન થયેલ છે. સ્વર્ગશ્રીનું બેસણું તા.પને શનીવારે સાંજના ૪ થી ૬, અનમોલ પાર્ક-૪, આજીડેમ ચોકડી, માંડા ડુંગર રોડ, તુર્કીબાપુની દરગાહ પાછ રાખેલ છે.

કંચનબેન વાસાણી

ખીરસરા : મેટોડા નિવાસી વાલજીભાઇ અરજણભાઇ વાસાણીના પત્ની સ્વ. કંચનબેન વાસાણી તે મહેશભાઇ વાલજીભાઇના માતૃશ્રી તા. રનાં અવસાન થયેલ છે. બેસણું મેટોડા તા. ૪ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

સાદડી (પ્રાથનાસભા)હરેશકુમાર હિરાચંદ પુજારા

જુનાગઢ : જામનગર નિવાસી કરવેરના સલાહકાર હરેશકુમાર હિરાચંદ પુજારા જે.એચ.જી. પુજારાના પુત્ર, તેમજ મીનાબેન પુજારાના પતિ તથા જુનાગઢ રહેવાસી સ્વ. ધીરજલાલ વિઠલાણીના જમાઇ, સ્વ. દિપકભાઇ વિઠલાણી તથા ચેતનભાઇના બનેવી તેમજ મનીષભાઇ વિઠલાણીના ફુુવાનું નિધન તા.૨૮-૪-૨૦૧૮ ના રોજ થયેલ છે. સ્વર્ગસ્થ ની સાદડી (પ્રાથનાસભા) તા.૪-૫-૨૦૧૮ને શુક્રવારે સાંજે ૫ થી ૬, પાલા હોલ, લોઢિયાવાડી, જુનાગઢ ખાતે રાખેલ છે.

ઇન્દુબેન રાઠોડ

રાજકોટ : ઇન્દુબેન બાબુભાઇ રાઠોડ (ઉ.વ.૭૮) તે નીતાબેન શાહના માતુશ્રી તેમજ શીલાબેન ડોડીયા, જોષનાબેન મહેતા, રાજેશભાઇ રાઠોડ અને અરૂણાબેન પીઠડીયાના માતુશ્રીનું તા. ૩ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૫ ના સાંજે ૪ થી ૬ રાજરાજેશ્વરી પાર્ક શેરી નં.૧, રાજરાજેશ્વરી મહાદેવ મંદિર, નાણાવટી મેઇન રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે રાખેલ છે.

ભુપતલાલ લાઠીગરા

ગોંડલ : સોની ભુપતલાલ પ્રેમચંદ લાઠીગરા (ઉ.વ.૭૮) તે સ્વ. નગીનભાઇ, સ્વ. કનકરાય, મહેન્દ્રભાઇ ના ભાઇ ગોપાલભાઇ, નન્દકિશોરભાઇ નાપિતા નું તા.૩ ના રોજ અવસાન થયું છે. બેસણું તા. ૪ને ગુરુવારે સાંજે ૪ થી ૬, સોની વાડી, ગોંડલ રાખેલ છે.

ઇન્દુબેન બોસમીયા

અમરેલી : બગસરા (ભાયાણી) નિવાસી કરશનદાસ ગાંગજી જોગી ( રાકેશ સાડી સ્ટોર્સવાળા) ના દિકરી ઇન્દુબેન બોસમીયાનું તા.૨ ના રોજ દામનગર ખાતે અવસાન થયેલ છે. રાજેન્દ્ર(બાલા) ભાઇના બહેન તથા જગદીશભાઇ અને રાકેશભાઇના ફઇબાની (પિયરપક્ષની) સાદડી બગસરા- ખત્રીવાડ સ્થિત બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ ની વાડી (જુની) ખાતે તા.૫ ને શવિવારે સાંજે ૪ થી ૬ રાખવામાં આવી છે.

લલિતાબેન ભટ્ટ

જુનાગઢઃ ઔ.સ.ચીભડીયા બ્રહ્મસમાજ મુળ વિસાવદર હાલ જુનાગઢના ગં.સ્વ.લલિતાબેન કાંતિલાલ ભટ્ટ (ઉ.૮પ) તે સ્વ. કાંતિલાલ અંબારામ ભટ્ટના તેમજ મહેશભાઇ ભટ્ટ (રીટા બીઓઆઇ રાજકોટ), રૂકેશભાઇ ભટ્ટ (એસ.ટી. કંડકટર જુનાગઢ), ભારતીબેન ચિમનલાલ જોષી, રાજકોટ, જયશ્રીબેન બળવંતરાય જોષી-જામનગર, વીણાબેન રાજેશભાઇ જોશી, હાલ અમદાવાદના માતુશ્રી તથા ડો. દર્શનભાઇ ભટ્ટ-રાજકોટ, નીરવભાઇ, ધવલભાઇ-અંકેલેશ્વરના દાદીમાં, તથા ડો. સેજલબેન ભટ્ટ (સિવિલ હોસ્પિ.રાજકોટ), કોમલબેન ભટ્ટના દાદીજી સાસુનું તા. ર ને બુધવારે અવસાન થયેલ છે.બેસણું શનિવારે સાંજે ૪ થી ૬ કલાકે શાંતેશ્વર મંદિર, શાંતેશ્વર મેઇન રોડ, જોષીપરા, જુનાગઢ રાખેલ છે

કંચનબેન કાનાબાર

વેરાવળઃ લક્ષ્મીદાસ મનજીભાઇ કાનાબારના પત્ની કંચનબેન (ઉ.વ.૮૫)તે હરેશભાઇ (નિલમ પ્રોવીઝન સ્ટોરવાળા)ના માતૃશ્રી તથા ચીંતન, માધવના દાદીમાં તા.૩ના રોજ અવસાન પામેલ છે.

કુવાડવાના નર્મદાબેન જયંતીલાલ પાંઉનુ દુઃખદ અવસાનઃ કાલે ઉઠમણુ

કુવાડવાઃ સ્વ. જયંતીલાલ નાથાલાલ પાંઉના ધર્મપત્ની નર્મદાબેન જયંતીલાલ પાંઉ (ઉ.વ.૮૮) તે નવીનભાઈ, રાજેષભાઈ, પ્રવીણભાઈ, ભરતભાઈ, દિનેશભાઈ તેમજ ભૂપતભાઈ પાંઉના માતુશ્રી તેમજ ભાવેશભાઈના દાદી તેમજ ભીખાલાલ પાંઉના કાકી તા. ૪ ના શ્રીજીચરણ પામેલ છે. તેમનુ ઉઠમણુ તા. ૫ ના શનિવારે સાંજે ૫.૩૦ વાગ્યે સદગુરૂ લોહાણા મહાજનવાડી, કુવાડવા ખાતે રાખેલ છે.

 લાભુબેન

 રાજકોટઃ મચ્છુકઠીયા સઇ સુથાર (દરજી) ગં.સ્વ. લાભુબેન (ઉ.વ.૮૩) તે સ્વ. વાલજીભાઇના ધર્મપત્નિ તથા કનકભાઇ, હસમુખભાઇ  (અશોક) તથા અશ્વીનભાઇ તથા મંજુબેન પ્રદીપકુમાર પીઠડીયાના માતુશ્રી તથા પાર્થભાઇના દાદીમા તા.૩ને ગુરૂવારના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. તેમનું બેસણું તા.૫ને શનિવારે સાંજે ૫ થી ૬ તેમના નિવાસ સ્થાન સામે, રામેશ્વર મહાદેવ મંદીર, બ્રહ્મસમાજ પાસે, જીવનનગર-૪, અનિલ સ્કુલવાળી શેરી, રૈયા રોડ ખાતે રાખેલ છે.

જેન્તીભાઇ ભોગાયતા

 રાજકોટઃ આણંદપર (નવાગામ) રાજકોટ નિવાસી પ્રફુલભાઇ જે. ભોગાયતા (શ્રી સમર્પણ એજયુંકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ - નવાગામ) ના ટ્રસ્ટી તથા ભાવેશભાઇ જે. ભોગાયતા તથા રસીલાબેન ના પિતા તથા હેમતભાઇ જેશંકરભાઇ લાબડીયા અને રામકૃષ્ણભાઇ જેશંકરભાઇ લાબડીયા (જુનાગઢ) બનેવી તથા નરેશભાઇ કે. આર્યનના (બરોડા) સસરા જેન્તીભાઇ ભગવાનજીભાઇ ભોગાયતા (ઉ.વ.૭૫) નું તા. ૩ને ગુરૂવાર દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૭ સોમવાર સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

 ઇન્દુમતીબેન ભટ્ટ

 રાજકોટઃ  સ્વ. ડાયાલાલ મંગળજી ભટ્ટ, (મોરબી) ના પુત્ર સ્વ. લાલશંકરભાઇ ભટ્ટના ધર્મપત્નિ શ્રીમતી ઇન્દુમતીબેન બાલશંકર ભટ્ટ જેઓ સ્વ. ચંદશંકર બેચરલાલ જાનીના સુપુત્રીનો સ્વર્ગવાસ તા.૨૬ના ગુરૂવારે લંડન ખાતે થયેલ છે. તેઓનું બેસણું તા.૬ના રવિવારે સાંજે ૫ થી ૬ સુધી ગીતામંદીર જંકશન પોલીસ ચોકી સામે રાજકોટ ખાતે રાખેલ છે.

 હંસાબા ઝાલા

 રાજકોટઃ ઝાલા હંસાબા જાલુભા (ઉં.વ.૮૦) ગામ પંચાસર હાલ રાજકોટનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા.૭ને સોમવારે સાંજે ૫ થી ૭ રાજકોટ ખાતે  તેમના નિવાસ સ્થાન રાખેલ છે. ઉત્તરક્રિયા તા.૧૧ને શુક્રવારના રાખેલ છે.