Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023
અવસાન નોંધ

 

 

વેલજીભાઈ ડોડીયા

રાજકોટઃ સ્‍વ.વેલજીભાઈ કેશવજીભાઈ ડોડીયા (ઉ.વ.૭૯)નું તા.૩ના રોજ રામચરણ પામેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા (પાણીઢોળ)  મંગળવાર તા.૧૪ના રોજ રાખેલ છે. તેમજ બેસણું તા.૬ સોમવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. રોહિતભાઈ વેલજીભાઈ ડોડીયા, વિજયભાઈ વેલજીભાઈ ડોડીયા, સ્‍થળ- કોઠારીયા મેઈન રોડ, હુડકો કા.એ/૩૯૨, શેરી નં.૭, દિનેશ પ્રોવિઝન વાળી શેરી, રાજકોટ. મો.૯૯૨૪૪ ૦૫૮૯૦/ મો.૯૯૦૯૦ ૪૯૨૨૨

ભારતીબેન  ખજુરીયા

રાજકોટઃ શાન્‍તાબેન અને રતીભાઈ ખજૂરીયાના પુત્રી ભારતીબેન (ઉ.વ.૮૨) તે રમેશભાઈ (લંડન), લલિતભાઈ (મુંબઈ), કૌશિકભાઈ (લંડન) તથા જયોતિબેન અને વર્ષાબેનના મોટાબેન તા.૩ શુક્રવારના રોજ અરિહંત શરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક ઉઠમણું તા.૬ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. લલિતભાઈ ખજૂરીયા મો.૯૮૨૦૩ ૫૮૨૦૮, વર્ષાબેન ખજૂરીયા મો.૯૮૭૯૦ ૬૧૪૬૦

જમકુબેન ભુવા

રાજકોટઃ મુળ વાડલા હાલ રાજકોટ કનકરાઈ, પ્રકાશભાઈ તથા મનસુખભાઈના માતુશ્રી જમકુબેન કલ્‍યાણજીભાઈ ભુવાનું તા.૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૬ના રોજ સોમવારે રાજકોટ ખાતે સવારે ૮ થી ૧૦ અંબીકા ટાઉનશીપ મવડી, કસ્‍તુરી કેશલ ૧માં જુનાગઢ મુકામે સીધ્‍ધનાથ મહાદેવ મંદીર ઝાંઝરડા રોડ બપોરે ૩ થી ૫ અને વાડલા ખાતે સહકારી મંડળી ખાતે સાંજે ૮ થી ૯ રાખેલ છે. મો.૮૭૯૯૨ ૭૦૪૭૮

પ્રફુલચંદ્ર પારેખ

રાજકોટઃ પ્રફુલચંદ્ર જયંતિલાલ પારેખ (ઉ.વ.૮૪) (વેસ્‍ટર્ન રેલ્‍વેના નિવૃત કર્મચારી) તેઓ રજનીકાંત જે. પારેખના નાનાભાઈ અને રાજુભાઈ પ્રફુલભાઈ પારેખ અને રોહિણીબેન રાજેશભાઈ પુજારા (ધ્રાંગધ્રા)ના પિતાશ્રી જે હર્ષ તેમજ મિલન પારેખના દાદા તેમજ અશોકભાઈ નાથાલાલ અઢીયા (ડબલ્‍યુ.આર.)ના બનેવીનું અવસાન તા.૬ને સોમવારના રોજ સાંજે ૪ થી ૫ શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર, પુનિતનગર મેઈન રોડ (બજરંગવાડી) ખાતે રાખવામાં આવેલ છે. (મો.૯૯૧૩૦ ૦૨૮૨૦)

ડો.મનોજભાઈ ઠેસીયા

રાજકોટઃ ડો.મનોજભાઈ હિરાભાઈ ઠેસીયા (ઉ.વ.૫૭) તે સ્‍વ.હિરાભાઈ ઘેલાભાઈ તથા શાન્‍તાબેન હિરાભાઈ ઠેસીયાનાં પુત્ર તથા ડો.હર્ષ તથા કેશાનાં પિતાશ્રી તથા શ્વેતાબેનનાં પતિનું તા.૪ને શનિવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૬ને સોમવારે, સાંજે ૪ થી ૬, નંદનવન હોલ, શકિતનગર મેઈન રોડ, પંચાયત ચોક, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ગુણવંતભાઇ ટાંક

રાજકોટઃ સ્‍વ.શ્રી ગુણવંતભાઇ લવજીભાઇ ટાંક (ઉ.૭૦) જે પુષ્‍પાબેનના પતિ અને રાજ ટાંક તથા હેમાંશીબેન ઓમપ્રકાશભાઇ શુકલના પિતાશ્રીનું તા.૩૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૬ સોમવારના રોજ સાંજે ૪થી ૬ ચંદનપાર્ક મેઇનરોડ, ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદીર, રૈયારોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રામકુંવરબેન ગોવિંદીયા

 

અલ્‍કાબેન જુઠાણી

રાજકોટઃ ગોંડલ નિવાસી હાલ લંડન સ્‍વ.અલ્‍કાબેન (ઈલાબેન) ગુલાબભાઈ જુઠાણી તે સ્‍વ.ગુલાબભાઈ તારાચંદ જુઠાણીનાં ધર્મપત્‍નિ તે નિતેષભાઈ જુઠાણી તથા ભારતીબેન બારોટના માતુશ્રી, તે તનુબેન જુઠાણી તથા રાજેશભાઈ બારોટનાં સાસુજી, તે સ્‍વ.ગીરધરભાઈ, સ્‍વ.લાલભાઈ, સ્‍વ.હંસાબેન પારેખ તેમજ ઉષાબેન ઢેઢીના ભાભી, તે સ્‍વ.મોહીનીભાઈ અનોપચંદ કોઠારીના બહેન તા.૩ શુક્રવારનાં રોજ રાજકોટ મુકામે શ્રીજીચરણ પામેલ  છે. સ્‍વ.અલ્‍કાબેન (ઈલાબેન) ગુલાબભાઈ જુઠાણીનું ઉઠમણું તા.૫ રવિવારનાં સવારે ૧૦ વાગ્‍યે તેમજ પ્રાર્થનાસભા ૧૦:૩૦ વાગ્‍યે રોયલપાર્ક ઉપાશ્રય, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. સદ્દગતનું ચક્ષુદાન કરેલ છે. નિતેશભાઈ જુઠાણી, વ્‍હોટસએપ નંબરઃ- +૪૪૭૮૬૬૫૮૧૧૫૩

રામકુંવરબેન ગોવિંદીયા

ઉપલેટા : ઢાંક નિવાસી ગુર્જર સુથાર પરસોતમભાઇ લાલજીભાઇ ગોવિંદીયાના પત્‍ની રામકુંવરબેન (ઉ.વ.૯ર) તે ગીરધરભાઇ, નવીનભાઇ, રમેશભાઇ, પ્રકાશભાઇ, સુરેશભાઇ તથા રાકેશભાઇના માતુશ્રી તા. ૩ ને શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. બેસણું તા. ૬ ને સોમવારે આખો દિવસ તેમના નિવાસસ્‍થાને ઢાંક મુકામે રાખેલ છે.

હિતેશભાઇ દવે

ચિરાગભાઇ પંડયા

રાજકોટ : નિરંજનાબેન ભાનુપ્રસાદ દવેના જયેષ્‍ઠ પુત્ર હિતેશભાઇ દવે (નિવૃત રાજકોટ મ્‍યુ. કોર્પો. કર્મચારી) (ઉ.વ.૬ર) તથા ગં. સ્‍વ. ઉષાબેન અશોકભાઇ પંડયાના જયેષ્‍ઠ પુત્ર ચિરાગભાઇ પંડયા (આર.આઇ. એલ.-જેએમડી) (ઉ.૩૦) તા. ર ના સ્‍વર્ગવાસી પામેલ છે. બન્ને સદ્‌્‌ગતનું બેસણું તા. પ ને રવિવારે બપોરે ર થી પ શિવશકિત કૃપા, કાશી વિશ્વનાથ પ્‍લોટ, સાયલાના ઉતારામાં રાખેલ છે.

ચંદ્રીકાબેન રાચ્‍છ

રાજકોટ : ગૌ. વા. વાડીલાલ દ્વારકાદાસ રાચ્‍છ (શ્રીનાથજી ટ્રેડર્સ)ના પુત્રવધુ ગૌ. વા. ચંદ્રીકાબેન (ઉ.વ.૬૮) તે અશોકભાઇ વાડીલાલ રાચ્‍છના ધર્મપત્‍ની તે (પુનીત ભજન સમાજ, પુનીત સદ્‌્‌ગુરૂ ધુન મંડળ, આનંદ ભકિત મંડળના ભજનીક) તે દેવચંદ ભાણજીભાઇ રાશની પુત્રી તા. ૩ ના શ્રીજીચરણ પામેલ છે. તે વિવેક (લાલો), ભાવિનીબેન ભાવેશકુમાર મગેચા, ફાલ્‍ગુની પંકજકુમાર નગેચાના માતુશ્રી તથા નયનાબેન વિવેક રાચ્‍છના સાસુ તે કમલેશભાઇ, હેતલ, મંજૂબેન, કપીલાબેન, જયોતિબેન, મનીષાબેન, આશાબેનના ભાભી તથા કૈયા અને ધ્‍યેયના દાદીને કાર્તીક, પાર્થના ભાભુની પ્રાર્થના સભા તથા પીયર પક્ષની સાદડી તા. ૪ ના સાંજે ૪ થી ૬ શનીવારે ધારેશ્વર મહાદેવ મંદિર ભકિતનગર સર્કલ ખાતે રાખેલ છે.

નિર્મલાબેન ખખ્‍ખર

જુનાગઢ : નિર્મલાબેન ખખ્‍ખર (ઉ.વ.૭પ) તે સ્‍વ. હરસુખભાઇ ગિરધરલાલ ખખ્‍ખરના પત્‍નિ તથા મનિષભાઇ, માયાબેન અને રાજેશભાઇના માતુશ્રી તેમજ મંજૂલાબેન છોટાલાલ રાચ્‍છ (રાજકોટ) દિલીપભાઇ, સ્‍વ. અજયભાઇ અને નિલેશભાઇના ભાભીનું તા. ૩ ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણુ તા. ૪ ના રોજ સાંજે ૪ થી પ કલાકે કોટેશ્વર મહાદેવ મંદિર, પોલીસ હેડ કવાર્ટર, નવા નાગરવાડા, જુનાગઢ ખાતે રાખેલ છે.