Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019
કકકડ ગૃહ ઉદ્યોગવાળા શૈલેષભાઇ કકકડની આજે સાંજે પ્રાર્થનાસભા

રાજકોટઃ જુની પેઢીના જાણીતા કકકડ બ્રધર્સ વાળા સ્વ.મણીલાલ વિઠ્ઠલજી કકકડના સુપુત્ર શૈલેષભાઇ (ઉ.વ.૬પ), જે સ્વ.કૃષ્ણકુમાર, સ્વ.મગનલાલ, લલિતભાઇ, હરીભાઇ અને વિજયભાઇના નાનાભાઇ તેમજ રવિભાઇ અને બાલકૃષ્ણભાઇનાં પિતાશ્રી તા.૧ના રોજ અક્ષરવાસી થયેલ છે, સ્વ.ની બંને પક્ષની પ્રાર્થનાસભા આજે ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે, યોગી સભાગૃહ, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, કાલાવાડ રોડ રાજકોટ ખાતે રાખવામાં આવી છે.

જસદણ શિવશકિત મંડળના સ્થાપક પ્રવિણભાઇ કલ્યાણીનું અવસાનઃ કાલે સાદડી

જસદણ તા. : દશા મોઢ માંડલિયા વણિક પ્રવીણભાઈ શશિકાન્તભાઈ કલ્યાણી (ઉ. વ. ૭૨ ) તે નટુભાઈ (જસદણ), બળવંતભાઈ (અમદાવાદ), સ્વ. જગદીશભાઈ (અમદાવાદ), તેમજ દિલીપભાઈ (જસદણ) ના ભાઈ તેમજ આશીષભાઈના પિતાશ્રીનું તા. ૦૧-૧૦ ના રોજ અમદાવાદ ખાતે અવસાન થયું છે. તેમની સાદડી તા. ૪-૧૦ ને શુક્રવારે સાંજે ૪ થી ૫ મોઢ વણિક સમાજની વાડી, શાક માર્કેટ રોડ, જસદણ ખાતે રાખેલ છે.

સ્વર્ગસ્થ પ્રવીણભાઈ કલ્યાણી જસદણ ના વતની હતા અને અમદાવાદ સ્થાયી થયા હતા. જસદણ ના ટાવર ચોકના વાજસૂરેશ્વર મહાદેવ મંદિર ના શિવ શકિત મંડળ ના સ્થાપક હતા. દાયકાઓ પહેલા તેમણે જસદણ ના વાજસુરેશ્વર મંદિરે જન્માષ્ટમી ઉપર આકર્ષક ફ્લોટ બનાવવાની શરૂઆત કરેલ હતી. તેઓ જસદણ પંથકમાં સારૂ મિત્ર વર્તુળ અને વિશાળ શુભેચ્છક વર્ગ ધરાવતા હતા.  વર્ષોથી અમદાવાદ સ્થાયી થયા હોવા છતાં દર વર્ષે જન્માષ્ટમી અને મહા શિવરાત્રી ઉપર જસદણના વાજસુરેશ્વર મંદિરે અચૂક સેવા આપવા માટે આવતા હતા અને એ તેમની આજીવન આવવાની ટેક પણ હતી. જસદણ ના છત્રી બજારના આદ્યશકિત અંબાજી માતાજી મંદિરના મંડળ સાથે પણ સંકળાયેલા હતા. તેમની વિદાય થી જસદણ પંથકમાં શોકની લાગણી ફેલાણી છે.

મૂળ ધોરાજીના દાનવીર હાજી ઈબ્રાહીમભાઈનું કરાંચી (પાકિસ્તાન)માં દુઃખદ અવસાન

ધોરાજી :. મૂળ ધોરાજીના વતની, અગ્રણી ઉદ્યોગપતિ અને દાનવીર દાતા તથા તૈલી પરિવારના મોભી હાજી ઈબ્રાહીમ હાજી કરીમ તૈલી (ઉ.વ. ૯૦)નું કરાંચીમાં અવસાન થયેલ છે. તેઓ અનેકવિધ શૈક્ષણિક, સામાજિક તબીબી સંસ્થાઓ સાથે કાર્યરત હતા. તેમની ઝીયારત ધોરાજી ખાતે ફારૂકી મસ્જીદમાં તા. ૩ ઓકટોબરે ઈશાની નમાઝ બાદ રાત્રે ૮ વાગ્યે રાખવામાં આવેલ છે.

અવસાન નોંધ

બાલમુકુંદ ધરાઇના મુખ્યાજી ગુલાબભાઇ જોષીનુ અવસાનઃ કાલે બેસણુ

ગોંડલઃ બાબરા તાલુકાના ધરાઇ (બાલમુકુંદ) મુખ્યાજી ગુલાબભાઇ નટવર લાલ જોષી (ઉ.વ.૬૬) તે વિરલભાઇ તથા જેભાઇના પિતાશ્રી તેમજ જનકભાઇ (એસ.ટી.)ના નાનાભાઇ તેમજ મિતુલભાઇ સરપંચ ના કાકા તેમજ અશ્વિનભાઇ, રાજુભાઇ, અશોકભાઇ, પ્રકાશભાઇ તથા વિરેન્દ્રભાઇના મોટાભાઇનું તા.૨ને બુધવારના રોજ ધરાઇ મુકામે અવસાન થયેલ છે.

બેસણું તા.૪ને શુક્રવારના રોજ સાંજે ૩ થી ૬ તેમના નિવાસ સ્થાન ધરાઇ મુકામે રાખેલ છે.

ભરતભાઇ પંડયા

રાજકોટ :ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મુળ ગૌરીદડ હાલ રાજકોટ સ્વ. દલસુખરાય ઉમિયાશંકર પંડ્યાના પુત્ર ભરતભાઈ (ઉંમર વર્ષ ૭૧) તે દલપતરામ પોપટલાલ પાઠક (જોડીયાવાળા)ના જમાઈ તે કમલભાઈ અને અભયભાઈના પિતાશ્રી તે ઉષાબેન ભટ્ટ, મીનાબેન ભટ્ટ અને વિભાબેન ભટ્ટના ભાઈનું તારીખ ૨/૧૦ને બુધવારે અવસાન થયું છે. તેમનું ઉઠમણું તથા બેસણું બંને પક્ષનું તા. ૪ને શુક્રવારે સાંજે ૪ થી ૬ મેઘાણી રંગભવન, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ ખાતે રાખ્યું છે.

હરીશભાઈ બદાણી

રાજકોટઃ સ્થાનકવાસી જૈન સ્વ.ભીમજીભાઈ વેલજીભાઈ બદાણીના પુત્ર, હરીશભાઈ ભીમજીભાઈ બદાણી (ઉ.વ.૭૧), તે નિરૂબેનના પતિ, વિપુલાબેન રાજેષ શાહ, નિશીતાબેન અલ્પેશ ડગલી, ભાવનાબેન આનંદ શાહના પિતાશ્રી, સ્વ.રમણીકભાઈ, સ્વ.નાગરભાઈ, સ્વ.રસિકભાઈ, સ્વ.હેમતભાઈ, ઈન્દુભાઈ બદાણી, અ.સૌ.જયશ્રીબેન, સુરેશભાઈ દોશીના ભાઈ, તે અમીચંદભાઈ દફતરીના જમાઈનું તા.૩ ગુરૂવારના રોજ અરિહંત શરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૪ને શુક્રવારે સાંજે ૪:૩૦ કલાકે સદર ઉપાશ્રય, સદર બજાર રાજકોટ ખાતે રાખેલ છે.

મનુભાઇ સાગલાણી

જેતપુરઃ મોટી કુંકાવાવ નીવાસ હાલ જેતપુરવાળા મનુભાઇ મણીલાલ સાગલાણી (ઉ.૭૮) તે જયેશભાઇ, પુનમબેનના પિતાશ્રી, વત્સલભાઇના દાદા, કિરણબેન, વિજયભાઇ સુબાના સસરા, સ્વ. મથુરભાઇ, સ્વ. નારણભાઇ, સ્વ. પ્રભુદાસભાઇ (ગોવા) મુકુંદભાઇ (ભવાની સેલ્સ)ના ભાઇ સ્વ. પ્રભુદાસભાઇ કાનજીભાઇ સાદરાણી (બીલખા)ના જમાઇ તા.૩ના રોજ શ્રીજીચરણ પામેમલ ઉઠમણું તેમજ સસરાપક્ષની સાદડી તા. ૪ શુક્રવારના સાંજે ૪ થી પ નવી લોહાણા મહાજનવાડી, નવાગઢ મેઇન રોડ જેતપુર ખાતે રાખેલ છે.

વાલજીભાઇ જેઠવા

જેતપુરઃ વાલજીભાઇ નાગજીભાઇ જેઠવા (ઉ.પપ) જોષીબાપાના વૃદ્ધાશ્રમમાં રહેતા તેનું તા.ર૭ ના અવસાન થયેલ છ.ે

કાન્તાબેન સુથાર

ઉના  : ગજ્જર સુથાર કાન્તાબેન (ઉ.વ.૮૨) તે સ્વ. વનમાળીભાઇ બાઉભાઇ દેવળીયા ના ધર્મપત્ની તથા પ્રદિપભાઇ, જનકભાઇ દેવળીયાના માતુશ્રી તા.૦૧ ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.૩ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન શ્રીજીપાર્ક-ર વરસીંગપુર રોડ, ઉના રાખેલ છે.

વિજયાબેન ધોળકિયા

મોરબીઃ મૂળ કંકાવટી હાલ મોરબી વિજયાબેન રતિલાલભાઇ ધોળકીયા તે રતિલાલભાઇ કાનજીભાઇ ધોળકીયાના પત્ની તેમજ જીતેન્દ્રભાઇ અને કિશોરભાઇના માતાનું તા. ૦૧ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૦૩ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે વાણંદ જ્ઞાતિ વાડી, લખધીરવાસ, મોરબી ખાતે રાખેલ છે.

વિજયાબેન ધોળકિયા

મોરબીઃ મૂળ કંકાવટી હાલ મોરબી વિજયાબેન રતિલાલભાઇ ધોળકીયા તે રતિલાલભાઇ કાનજીભાઇ ધોળકીયાના પત્ની તેમજ જીતેન્દ્રભાઇ અને કિશોરભાઇના માતાનું તા. ૦૧ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૦૩ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે વાણંદ જ્ઞાતિ વાડી, લખધીરવાસ, મોરબી ખાતે રાખેલ છે.

જનાર્દનભાઇ મેવચા

રાજકોટ : જુનાગઢ નિવાસી કંસારા જનાર્દનભાઇ કેશવલાલ મેવચા ઉર્ફે જનાબાપા (ઉ.વ.૭૧) તે કાકુભાઇ સોનીના પુત્ર તેમજ ઇશ્વરભાઇ મેવચાના મોટાભાઇ તા. ૨ ના શ્રીજીચરણ પામેલ છે. તેમની દરેક ઉત્તરક્રિયાઓ ઘરમેળે રાખેલ છે.

નરેશભાઈ રાઠોડ

રાજકોટઃ નિવાસી સ્વ.નરેશભાઈ લાલજીભાઈ રાઠોડ (રેલ્વે નિવૃત કર્મચારી) જે હિતેશભાઈ, સિધ્ધાર્થભાઈ, હિનાબેન કલ્પેશકુમાર રાઠોડના પિતાશ્રી અને બિપીનભાઈ જી.રાઠોડના કાકાનું અવસાન તા.૩૦ના થયેલ છે. તેમનું બેસણું તા.૪ શુક્રવારના સાંજે ૪ થી ૬ શ્રી ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર, સાધુવાસવાણી રોડ, ગંગોત્રી ડેરીવાળી શેરી જનકપુરી, અજન્તા પાર્ક રાજકોટ ખાતે રાખેલ છે.

રાજેશભાઈ મહેતા

રાજકોટઃ મુ.દેરાળા હાલ વાંકાનેર ચા.મ.કા.મોઢ બ્રાહ્મણ સ્વ.ફૂલશંકર જે.મહેતાના પુત્ર રાજેશભાઈ (ઉ.વ.૫૪) તથા અશ્વિનભાઈ મહેતા તથા રસીલાબેન કે.પંડયા ભરતભાઈ ડી. મહેતા (મોરબી)ના ભાઈ તથા ઋતિક તથા વિશાલના પિતાશ્રીનું તા.૨૯ના રોજ દુઃખદ અવસાન થતા તેમનું ઉઠમણું / બેસણું તા.૩ ગુરૂવારના રોજ ૪ થી ૫ ચા.મ.કા.મોઢ બ્રાહ્મણ બોર્ડિંગ ભાટિયા સોસાયટી, વાંકાનેર ખાતે રાખેલ છે.

હિતેશભાઇ માંડલીયા

ઉપલેટા : નિવાસી સ્વ.સોની મોહનલાલ રસોતમલાલ માંડવીયાના પુત્ર હિતેશભાઇ તે જગદીશભાઇ, ભરતભાઇ વિમલભાઇ (રાજકોટ) ના ભાઇ તથા હરેશભાઇ અને ધર્મેશભાઇના બનેવી તા.ર/૧૦ બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે બન્ને પક્ષનું બેસણું તા.૩/૧૦ ગુરૂવારે ૪ થી૬ સોની મુળજી ભીમજી વાડી, બડાબજરંગ રોડ, ઉપલેટા મુકામે રાખેલ છે.

રાધાબેન દત્તાણી

પોરબંદરઃ રાધાબેન ગોરધનદાસ દત્તાણી (ઉમર.૮૩) તેવો સ્વ ગોરધનદાસ નથુભાઇના પત્ની અને બાબુભાઇ તથા અશોકભાઇ એલાઇટ સર્જીકલના માતૃશ્રી તેમજ ચિરાગ અને અંકિતના દાદીનું તા.૨ના રોજ અવસાન થયેલ છે સદ્દગતની પ્રાર્થના સભા તેમજ મોશાળ પક્ષની સાદળી તા.૩ ગુરૂવારના  બપોરે ૩:૩૦ થી ૪ વાગ્યે ભાઇઓ થતા બહેનોની સંયુકત પ્રાર્થના સભા હોલ લોહાણા મહાજન વાડી પાસે રાખેલ છે.

મુકતાબેન જોશી

ઉના  : આમોદ્રા નિવાસી ગીરીનારાયણ બ્રાહ્મણ ગં.સ્વ. મુકતાબેન નાથાલાલ જોશી (ઉ.વ.૯૧) તે સ્વ. નાથાલાલ શીવશંકર જોશીના પત્ની તથા મધુકરભાઇ, કોૈશીકભાઇ, પદમાબેન (ઘોઘલા), હંસાબેન (ઘોઘલા), ઉષાબેન (ભાવનગર) ભારતીબેન (ભાવનગર) ના માતુશ્રી તથા યતીનભાઇ, વિમલભાઇ જોશીના દાદીમાં તા.૦૨ ના રોજ કૈલાશવાસી થયા છે. તેમનું બેસણું તા.૩ ને ગુરૂવારે તેમના નિવાસ સ્થાને ૩ થી પ  આમોદરા મુકામે રાખેલ છે.

શાંતાબેન દુધરેજીયા

જામખંભાળીયા : રતનદાસ જીવણદાસ દુધરેજીયા (વિજલપર વાળા) ના પત્ની શાંતાબેન (ઉ.વ.૭૫) તે નરેન્દ્રભાઇ, મુકેશભાઇ, વિષ્ણુભાઇના માતુશ્રી તથા હરીદાસ, સુરેશકુમાર તથા વલ્લભદાસના સાસુમા, તેમજ મેહુલ તથા પ્રિન્સ ના દાદીનું તા. ૦૨ ને બુધવારે અવસાન થયેલ છે.

શૈલેષભાઇ ઉપાધ્યાય

આટકોટ  : જસદણ ઓૈદીચ્ય સાડા ચારસો બ્રાહ્મણ શૈલેષભાઇ રમેશભાઇ ઉપાધ્યાય (ઉ.વ.૫૨) તે પ્રતીક, કરણ,હિતાર્થી, કિંજલના પિતાશ્રી તથા વિનુભાઇ રામશંકરભાઇ જાનીના જમાઇ તેમજ વર્ષાબેન ઉદયકુમાર માંકડ, રીટાબેન હર્ષદભાઇ (રાજકોટ) ચંદ્રકાન્તભાઇ અનિરૂધ્ધભાઇ (ગોંડલ) ના ભાઇનું તા.૦૧ ના અવસાન થયેલ છે. બેસણું તા.૦૪ ને શુક્રવારે સાંજે ૪ થી ૬, ગાયત્રી મંદિર, નવા બસસ્ટેન્ડ સામે જસદણ ખાતે રાખેલ છે.

ઈશ્વરલાલ સુર

ધોરાજીઃ રાજગોર બ્રાહ્મણ ઈશ્વરલાલ રમણીકલાલ સુર (ઉ.વ. ૭૪) (કે.ઓ. શાહ કોલેજ કર્મચારી) તે રોહિત પ્રિન્ટવાળા અનંતરાય સુરના મોટાભાઈ તેમજ ખુશાલીના દાદાનું તા.૧ રવિવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા. ૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન અક્ષરધામ એપાર્ટમેન્ટ બંબાગેટ પાછળ સ્ટેશન પ્લોટ-ધોરાજી ખાતે રાખેલ છે.

કૃણાલ મહેતા

રાજકોટ : હરીષભાઇ રમણીકભાઇ મહેતાના પુત્ર કૃણાલ (ઉ.વ.૩૯) તે નિશાંતભાઇના ભાઇ તેમજ ખ્યાતિબેનના પતિ તેમજ રાજેન્દ્રભાઇ ત્રંબકલાલ ધુલીયાના જમાઇ તેમજ જયોતિષભાઇ અને ઇલેશભાઇના ભત્રીજાનું તા. ૩ ના ગુરૂવારે અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા. ૪ ના શુક્રવારે સાંજે ૪ વાગ્યે ઇન્દ્રપ્રસ્થ ઉપાશ્રય, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, હેમુ ગઢવી હોલની પાછળ રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે.