Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018
અવસાન નોંધ

બાબુલાલ તન્ના

કોડીનારઃ ઉનાના ગોરખમઢી વાળા બાબુલાલ હરજીવનદાસ તન્ના (ઉ.વ.૯૩) જે રસીકભાઇ તન્ના, ઉના, સ્વ.દલસુખભાઇ તથા મનસુખભાઇ સુરતવાળાના પિતાશ્રી તેમજ સ્વ.મોરારજી હંસરાજ રાયચુરાના જમાઇ મોહનલાલ તથા હરીભાઇના બનેવીનું તા.૩૦ના રોજ સુરત ખાતે અવસાન થયુ છે. સદ્દગતનું બેસણું તથા સસરા પક્ષની સાદડી તા.રને શનીવારે સાંજે ૪ થી ૬ ઉના જલારામ વાડી ખાતે રાખેલ છે.

રંભાબેન મોડીયા

ધોરાજીઃ રંભાબેન મગનભાઇ મોડીયા (ઉ.વ.૮૭) તે સ્વ.વિનોદભાઇ તથા મહેન્દ્રભાઇ તેમજ રસીકભાઇ મોડીયાના માતુશ્રીનું તા.૩૧ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧ના રોજ સાંજે ૪ થી ૬, ઠે. કડવા પાટીદાર સમાજ ધોરાજી ખાતે રાખેલ છે.

મલીબેન પટાર

માળીયા હાટીનાઃ ભંડુરી નિવાસી મલીબેન લાખાભાઇ પટાર (ઉ.વ.૮પ) તે ભીખાભાઇ, રામસિંહભાઇ, કેસુરભાઇ તથા રાણાભાઇના માતુશ્રી તથા માજી સરપંચ રામભાઇ પટારના કાકીનું તા.૩ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર શનિવારે આહીર સમાજ ભંડુરી ખાતે રાખેલ છે.

પ્રવિણચંદ્ર ત્રિવેદી

રાજકોટઃ ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ રાજકોટ નિવાસી પ્રવીણચંદ્ર છેલશંકર ત્રિવેદી (નિવૃત-પી.જી.વી.સી.એલ.) (ઉ.વ.૬૧) તે પડધરી મોવૈયા વાળા સ્વ.છેલશંકર નરભેરામ ત્રિવેદીના પુત્ર અને યશવંતરાય તથા શશીકાંતભાઇ તથા હંસાબેનના લધુબંધુ તથા રચના તથા કિશનના પિતાશ્રી તેમજ જયસુખલાલ નાનજીભાઇ ત્રિવેદીના જમાઇનું તા.૩૧ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા સ્વસુર પક્ષનું બેસણું તા.ર ને શનીવારે સાંજના ૬-૦૦ વાગ્યે કલ્યાણજી જાદવજી જાની કોમ્યુનીટી હોલ - ચંદન પાર્ક મેઇન રોડ, ચંદ્રમૌલેશ્વર મંદિર સામે, સરકારી કર્મચારી સોસાયટી, ૧પ૦ ફુટ રીંગ રોડ - રૈયા રોડ, ખાતે રાખેલ છે.

વિધીબેન વ્યાસ

મોરબીઃ ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ હલેન્ડાના ભીખુભાઇ છેલશંકરભાઇ વ્યાસના પુત્રવધુ વિધીબેન અલ્પેશભાઇ વ્યાસ (ઉ.વ.ર૮)નું તા.૩૧ના અવસાન થયેલ છે. બેસણું તા.રને શનિવારે સાંજે ૪ થી ૬ રૂદ્રેશ્વર મહાદેવ મંદિર હલેન્ડા ખાતે રાખેલ છે.

પ્રતાપસિંહ ઝાલા

મોરબીઃ મોટા ભેલાના મોરબી નિવાસી સ્વ.જામભા રમુભા જાડેજાના જમાઇ પ્રતાપસિંહજી ગોવિંદસિંહજી ઝાલા (ઉ.વ.૮૧) તે મહાવીરસિંહ તથા વનરાજસિંહના બનેવીનું તા.૩૦ના રોજ ધનાળા (તા. હળવદ) ખાતે અવસાન થયેલ છે. બેસણું તા.રજીએ શનીવારે સાંજે પ થી ૬ શ્રી જડેશ્વર મહાદેવ મંદિર રેલ્વે સ્ટેશન રોડ મોરબી રાખેલ છે.

દક્ષાબેન જાની

રાજકોટ : છારીયા ઉનેવાળ બ્રાહ્મણ મુળ ઉના નિવાસી હાલ રાજકોટ દિલીપભાઇ મહાશંકર જાનીના ધર્મપત્ની દક્ષાબેન (ઉ.વ.૫૮) તે ડો. ગીજુભાઇ (ઉના) વિશ્વનાથભાઇ, પ્રતાપભાઇ, અનંતરાય, હરેશભાઇ ના ભત્રીજા વહુ તથા કનકભાઇ ચંદ્રશંકર જાની(પત્રકાર) (ઉના) ના ભાભી તથા જયંતિલાલ બાવાલાલ વ્યાસ ની દિકરી તથા પન્નાબેન કરૂણાશંકર મહેતા, પૂર્ણિમાબેન જયંતિલાલ વ્યાસ, દિપ્તીબેન જયેશકુમાર જોષી ના બહેન તા. ૩૦ મીએ રાજકોટ માં અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧/૬ ને શુક્રવારે સાંજે ૫ થી ૬ ગાયત્રી શકિત પીઠ ૭, વૈશાલીનગર આઝાદ ચોક, રૈયા રોડ રાજકોટમાં રાખેલ છે.

પ્રતાપસિંહ ઝાલા

મોરબી : પ્રતાપસિંહ ગોવિંદસિંહ ઝાલા (ઉ.૮૧) તે સ્વ. જામભા રમુભા જાડેજાના જમાઇ તથા મહાવીરસિંહ જાડેજા અને વનરાજસિંહના બનેવીનું તા. ૩૦ ને બુધવારે ધનાળા (હળવદ) માં અવસાન થયેલ છે. બેસણું તા. ર ને શનિવારે સાંજે પ થી ૬ જડેશ્વર મહાદેવ મંદિર, રેલ્વે સ્ટેશન રોડ મોરબી ખાતે રાખેલ છે.

ભગવતીબેન રાઠોડ

મોરબી : મચ્છુ કડીયા સઇસુથાર ભગવતીબહેન અમૃતલાલ રાઠોડ તે સુનિલભાઇ અમૃતલાલ રાઠોડના માતા તથા મોરબીવાળા મુળજીભાઇ નરશીભાઇ ચૌહાણના બહેન, અમદાવાદ વાળા શારદાબેન, મુકતાબહેન, રાજકોટવાળા ચંદ્રીકાબેન અને પ્રભાબહેનના બહેનનું તા. ૩૧ ના રોજ અવસાન થયેલ છે. જેમનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા. ૧ ને શુક્રવારે સાંજના પ થી પ.૩૦ મચ્છુ કડીયા સઇસુથાર દરજી જ્ઞાતિની વાડી લખધીરવાસ મોરબી ખાતે રાખેલ છે.

ભારતીબેન ભટ્ટ

જુનાગઢ : કેશોદ નિવાસી ઓૈદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ ભારતી બહેેન (ભાવના) ભાલચંન્દ્ ભટ્ટ ઉ.વ. ૬૧ તે સ્વ.કેશવલાલ મુળજીભાઇ ભટ્ટ ના પુત્રવધુ  તથા સ્વ. શાંતિલાલ મણીશંકર ભટ્ટ (ભટ્ટ વાવડીવાળા) ના પુત્રી તથા શિલ્પાબેન અને હેમાબહેનના માતુશ્રી તા ૩૧ ને ગુરૂવારે કૈલાશવાસ થયેલ છે. પ્રાર્થના સભા રામેશ્વર મંદિર, એરોડ્રામ રોડ, વાયુદુતની ઓફિસ સામે, કેશોદમાં તા ૪ ને સોમવારે સાંજે પ થી ૫.૩૦ રાખેલ છે.

રમેશચંદ્ર ફોફરીયા

રાજકોટ : મુળ પોરબંદર નિવાસી હાલ અમેરીકા રમેશચંદ્ર ગુલાબચંદ ફોફરીયા (ઉ.વ.૭૭) તે સ્વ.છબીલદાસ ગુલાબચંદ ફોફરીયાના નાનાભાઈ તથા સ્વ. પ્રવિણચંદ્ર ભોગીલાલ વોરાના સાળા તે દિપકભાઈ તથા ચેતનભાઈના મામા તે દિનકરભાઈ જે. શાહના જમાઈનું તા.૩૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેની પિયર તથા શ્વસુર બંને પક્ષની સાદડી તા.૨ને શનિવારે સવારે ૧૦ થી ૧૧, ગોપાલનગર શેરી નં. ૧/૭ રોયલ તીર્થ એપાર્ટમેન્ટ, બ્લોક નં. એ-૩૦૧ જીવરાજ હોસ્પિટલ પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

વિધી બેન વ્યાસ

રાજકોટ : હલેન્ડા નિવાસી ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ ભીખુભાઇ છેલશંકર વ્યાસના પુત્રવધુ વિધી અલ્પેશભાઇ વ્યાસનું અવસાન થયેલ છે. બેસણું તા. ર ને શનિવારે સાંજે ૪ થી ૬, રૂદ્રેશ્વર મહાદેવ મંદિર હલેન્ડામાં રાખેલ છે.

શારદાબેન જોષી

રાજકોટઃ મુળગામ જસદણ હાલ રાજકોટ રાજગોર બ્રાહ્મણ સ્વ.શિવરાજભાઈ ભૂરાભાઈ જોષીના ધર્મપત્નિ શારદાબેન શિવરામભાઈ જોષી (ઉ.વ.૮૫) જે મહેન્દ્રભાઈ (વાયલેસ પી.એસ.આઈ) તથા મનોજભાઈ તથા કોકિલાબેન, હર્ષિદાબેન, ભારતીબેન, રેખાબેનના માતુશ્રીનું દુઃખદ અવસાન તા.૩૧ના રોજ થયેલ છે. જેનું બેસણું તા.૪ના સોમવારના રોજ ૫ થી ૭ તથા ઉત્તરક્રિયા તા.૧૦ના રોજ રાજકોટ ગાંધીગ્રામ મુકામે રાખેલ છે.

સુરેશભાઈ મકવાણા

રાજકોટઃ મુળ સાયલાના હાલ રાજકોટ સ્થ.સુરેશભાઈ ભુપતભાઈ મકવાણા (એસ.ટી.કર્લાક)  (ઉ.વ.૫૨) તે પૂજા અને કિષ્નાના પિતાશ્રી શીલાબેન ખોડીદાસ ચૌહાણ અને નીતાબેન મહેન્દ્રભાઈ મારૂના ભાઈનું તા.૧ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨ શનિવાર સાંજે ૪ થી ૬ જાગનાથ મંદિર, પ્રાર્થના હોલ યાજ્ઞિક રોડ ખાતે રાખેલ છે.