Gujarati News

Gujarati News

News of Friday, 28th December 2018

'' યુનાઇટેડ રુદ્ર ફાઉન્ડેશન USA'' અમેરિકામા ભારતીય સંસ્કૃતિથી પ્રજાજનોને વાકેફગાર કરવા તથા સાઉથ એશિયન હિન્દુ કોમ્યુનીટીને સંગઠિત કરવા કાર્યરત ફાઉન્ડેશનઃ રર ડીસે. ર૦૧૮ ના રોજ ત્રીજો વાર્ષિક ડીનર તથા મ્યુઝીકલ મનોરંજન પ્રોગ્રામ યોજાયોઃ આમંત્રિત કોમ્યુનીટી અગ્રણીઓ સહિત ર૦૦ ઉપરાંત લોકોએ હાજરી આપી

         (દિપ્તીબેન જાની દ્વારા ) ન્યુજર્સી :  યુ.એસ.મા  ભારતીય સંસ્કૃતિ તથા શિક્ષણથી પ્રજાજનોને  માહિતગાર કરવા, સાઉથ એશિયન હિન્દુ કોમ્યુનીટીને સંગઠીત  કરવા તેમનો આર્થીક વિકાસ કરવા તેમજ મેડીકલ સેવાઓ આપવા સહિતના વિવિધ ક્ષેત્રે કાર્યરત યુનાઇટેડ રૂદ્ર ફાઉન્ડેશન યુએસએ નો ત્રીજો વાર્ષિક ગાલા ડિનર  તથા મ્યુઝીકલ મનોરંજન પ્રોગ્રામ તાજેતરમાં રર ડિસે. ર૦૧૮ ના રોજ ન્યૂજર્સી મુકામે યોજાઇ ગયો. જેમા આમંત્રિતો સહિત ર૦૦ ઉપરાંત લોકોએ હાજરી આપી હતી.

         પ્રોગ્રામમા લાઇવ ડી.જે. સંગીત ઉપરાંત સ્વાદિષ્ટ ડિનર, રેફલ ડ્રો, ગીફટસ, સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જે ભારત આવવા જવાની ટિકીટ પ્રથમ વિજેતાને આપવામા આવી હતી.

         ઓર્ગેનાઇઝેશન ફાઉન્ડર  તથા ચેરમેન શ્રી કૌશિક વ્યાસહએ યુનાઇટેડ રુદ્ર ફાઉન્ડેશન સ્થાપવાનો હેતુ તથા કામગીરી વિષે જાણ કરતુ ઉદબોધન કર્યુ હતુ.  તથા અત્યાર સુધી કરાયેલી કામગીરીનો અહેવાલ આપી આગામી પ્રોગ્રામ વિશે માહિતી આપી હતી.

         વાઇસ પ્રેસિડન્ટ સુશ્રી લીના ભટ્ટએ  સહુનુ સ્વાગત કર્યુ હતુ.  તમામ આમંત્રિતોનું પૂષ્પગૂચ્છથી સ્વાગત કરાયુ હતુ.  ઉપસ્થિત આમંત્રિતો પદ્મશ્રી એચ.આર. શાહ, શ્રી મુકુંદ ઠાકર, શ્રી સુનીલ નાયક, શ્રી નીતીન વ્યાસ, શ્રી ચંદ્રકાંત ત્રિંવેદી, શ્રી અભય શુકલ, શ્રી જયેશ પટેલ તથા અકિલાના પ્રતિનિધી સુશ્રી દિપ્તીબેન જાની સહિતનાઓએ ફાઉન્ડેશનની કામગીરીને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી.

         આ તકે શ્રી યોગેશ જોશી, શ્રી હરીશ દવેએ ફાઉન્ડેશન આયોજીત મેડીકલ તથા ધાર્મિક સહિત વિવિધ કાર્યક્રમોમા સહકાર આપનાર તથા પ્રોગ્રામને સ્પોન્સર  કરનારાઓ, કમીટી મેમ્બર્સ  તથા તમામ મેમ્બર્સનો આભાર માન્યો હતો. વિશેષ માહિતી માટે www.unitedRudraFoundation.com દ્વારા  સંપર્ક સાધવા ચેરમેનશ્રી કૌશિક વ્યાસ દ્વારા જણાવાયું છે.

(9:50 pm IST)