Gujarati News

Gujarati News

News of Thursday, 27th December 2018

ઇન્ડિયન્સ ફોર કલેકટીવ એકશન (ICA): ભારતના પ્રજાજનોના સામાજીક વિકાસ સાથે નવરચના માટે વિવિધ ૨૫ પ્રોજેકટ ચલાવતી અમેરિકાની સંસ્થા ICAના ૫૦ વર્ષની ગોલ્ડન જ્યુબિલી ઉજવાઇઃ સેવાકાર્યમાં વિશિષ્ટ યોગદાન આપનાર ઇન્ડિયન અમેરિકન શ્રી નગિનચંદ્ર જગડા સહિત પાંચ કાર્યકરોને એવોર્ડ આપી સન્માનિત કરાયા

કેલિફોર્નિયાઃ છેલ્લા ૫૦ વર્ષથી ભારતના પ્રજાજનોના સામાજીક વિકાસ સાથે નવરચના માટે વિવિધ ૨૫ પ્રોજેકટ ચલાવતી અમેરિકાની સંસ્થા ''ઇન્ડિયન્સ ફોર કલેકટીવ એકશન (ICA)ના ૫૦ વર્ષની ગોલ્ડન જ્યુબિલી ઉજવાઇ ગઇ.

૨૦ ઓકટો.૨૦૧૮ના રોજ કરાયેલી ઉજવણીમાં ૫૦૦ ઉપરાંત લોકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ICAની કામગીરીમાં વિશિષ્ટ યોગદાન આપનારાઓનું એવોર્ડ આપી બહુમાન કરાયું હતું. જેમાં ભારતના ડો.ભરત વટવાની તથા ડો.ગિરીશ કુલકર્ણી અને યુ.એસ.એ.ના સુશ્રી લત્તા ક્રિશ્નન, શ્રી અજય શાહ, તથા શ્રી નગિન જગડાનો સમાવેશ થતો હતો.

ઉલ્લેખનીય છે કે  ICAની ૫૦ વર્ષની યાત્રા દરમિયાન ૧૦ મિલીયન ડોલરનું ફંડ એકઠુ કરી સેંકડો પ્રોજેકટ માટે વાપરવામાં આવ્યા હતા. ICAને અપાતું ડોનેશન સો ટકા ટેકસ ફ્રી હોવાથી ૩૧ ડિસેં. પહેલા ડોનેશન આપી ટેકસ મુકિત મેળવી શકાય છે ઓનલાઇન ડોનેશન આપવા માટે www.icaonline-org/donate દ્વારા પ્રોજેકટ પસંદ કરી ડોનેશન આપી શકાય છે. તેવું ICA પ્રેસિડન્ટ શ્રી રેશ્મા નિગમ, વાઇસ પ્રેસિડન્ટ તથા ફન્ડ રેઇઝીંગ ચેર-૨૦૧૮ શ્રી અભય ભૂષણ પાલો આલ્ટો કેલિફોર્નિયાના અહેવાલ દ્વારા શ્રી નગિનચંદ્ર જગડાની યાદી જણાવે છે.

(8:28 pm IST)