Gujarati News

Gujarati News

News of Thursday, 27th December 2018

ગરીબ મા-બાપથી તચ્છોડાયેલા અનાથ બાળકો માટે યુગાન્ડામાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનું ડોનેશનઃ આચાર્યશ્રી પુરૂષોતમપ્રિયદાસજી સ્વામીજીના હસ્તે પંચાવન મિલીયન શિલીંગનો ચેક અર્પણ કરાયો

યુગાન્ડાઃ ''ધ જેવેલ ઓફ આફ્રિકા'' થી એક સમયને વિષે જેની ઓળખ હતી એવા યુગાન્ડા રાષ્ટ્રમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ આધ્યાત્મિક-ધાર્મિક વિચારણાર્થે પધાર્યા હતા. મીઠા પાણીના મહેરામણ-લેક વિકટોરીયાના કાંઠે વસેલા યુગાન્ડા દેશની રાજધાની કંપાલામાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રિત શ્રી વેલજીભાઇ ઝીણાભાઇ ગોરસીયાના આર્થિક સહયોગથી THE GOOD SAMARITANS AND PRISOND DEPARMENT KAMPALA ARCHDIOCESE ને ૫૫,૦૦,૦૦,૦૦૦ મિલિયન શિલિંગ ડોનેશનનો ચેક સેવામૂર્તિ પરંતપઃ આચાર્ય શ્રી પુરૂષોતમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના કરકમળોથી Joseph Yigh,managing director of Steel & Tube industries તથા ચેરિટીના કાર્યકરોને અર્પણ કરવામાં આવ્યો હતો.

ગરીબ,મા બાપથી તરછોડાયેલા, અનાથ બાળકોના જીવન ઉત્થાન-જરૂરિયાત માટે ચેરીટી દ્વારા ધનનો ઉપયોગ કરવામાં આવે છે. વળી, નૈતિક અને આધ્યાત્મિક બાબતે પણ આર્થિક સહયોગ પણ આપે છે.

(8:26 pm IST)