Gujarati News

Gujarati News

News of Thursday, 27th December 2018

બ્રિટનમાં મિડલેન્ડ શીખ લંગર સેવા સોસાઈટીના ઉપક્રમે ક્રિસમસની અનોખી ઉજવણી : બર્મિંગહામ સ્ટેશન પાસે રહેતા 200 નિરાશ્રિતોને ભોજન કરાવ્યું

બર્મિંગહામ : બ્રિટન સ્થિત મિડલેન્ડ  શીખ  લંગર સેવા સોસાઈટીના ઉપક્રમે ક્રિસમસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.જે અંતર્ગત  બર્મિંગહામ સ્ટેશન પાસે રહેતા 200 નિરાશ્રિતોને ભોજન કરાવ્યું હતું

ખરા અર્થમાં ક્રિસમસની ઉજવણી કરવા માટેના આ ઉમદા કાર્યમાં શીખ અગ્રણીઓ શ્રી રણધીરસિંઘ હીર,શ્રી પરમજીત સીંઘ ,સહિતનાઓએ સેવાઓ આપી હતી.તથા સાન્ટા ક્લોઝના હાથે ગિફ્ટ પણ અપાવી હતી.તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(8:25 pm IST)