Gujarati News

Gujarati News

News of Thursday, 27th December 2018

અમેરિકન સોસાયટી ફોર એન્જીનીઅરીંગ મેનેજમેન્ટ ફેલો તરીકે ગુજરાતી અમેરિકન પ્રોફેસર મહિલા સુશ્રી હિરલ શાહની પસંદગી

મીન્નેસોટા : યુ.એસ.ની સેન્ટ ક્લાઉડ યુનિવર્સીટી મીન્નેસોટાના એન્જીનીઅરીંગ ડિપાર્ટમેન્ટના  ગુજરાતી  અમેરિકન પ્રોફેસર ડો હિરલ શાહની પસંદગી  સુપ્રતિષ્ઠિત અમેરિકન સોસાયટી ફોર એન્જીનીઅરીંગ મેનેજમેન્ટ ફેલો તરીકે થઇ છે.તેઓ યુનિવર્સીટીમાં એન્જીનીઅરીંગ ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ પ્રોગ્રામ ભણાવે છે.તેમને ઉપરોક્ત સુપ્રતિષ્ઠિત ગણાતો એવોર્ડ 19 ઓક્ટો  2018 ના રોજ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ પ્રસંગે એનાયત કરવામાં આવ્યો હતો.

તેઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી વડોદરાના ગ્રેજ્યુએટ છે.તથા તેમણે મિચીગન યુનિવર્સીટીમાંથી એન્જીનીઅરીંગ મેનેજમેન્ટ  ક્ષેત્રે માસ્ટર તથા ડોક્ટરેટ ડિગ્રી મેળવેલી છે.

(1:09 pm IST)