Gujarati News

Gujarati News

News of Thursday, 27th December 2018

યુ.એસ.માં કેલિફોર્નિયા સ્થિત ઇન્ડિયન અમેરિકન પોલીસ ઓફિસર રોનીલ સીંઘ ઉપર ગોળીબાર : તાત્કાલિક નજીકની હોસ્પિટલે લઇ જવાતા મૃતક જાહેર કરાયા : ન્યુમેન ટ્રાફિક સિગ્નલ ઉપર ફરજ બજાવતા હતા : હત્યારાને શોધવા પોલીસતંત્રની દોડધામ શરૂ

કેલિફોર્નિયા : યુ.એસ.માં કેલિફોર્નિયા સ્થિત ઇન્ડિયન અમેરિકન પોલીસ ઓફિસર રોનીલ સીંઘ  ઉપર ગોળીબાર થતા કરૂણ મોત નીપજ્યું છે.26 જાન્યુઆરી 2018 ની ઘટના મુજબ તેઓ : ન્યુમેન ટ્રાફિક સિગ્નલ ઉપર ફરજ બજાવતા હતા ત્યારે તેમના ઉપર ગોળીબાર થતા તાત્કાલિક નજીકની હોસ્પિટલે લઇ જવાયા હતા જ્યાં તેમને મૃતક જાહેર કરાયા હતા.CCTV ફુટેજના આધારે હત્યારાને શોધવા પોલીસ તંત્રએ તાત્કાલિક કવાયત શરૂ કરી દીધી છે.

 33 વર્ષીય સ્વ.રોનીલ સીંઘ 2011 ની સાલથી પોલીસ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા.તેમના પત્ની સુશ્રી અનામિકા તથા પુત્ર તેમની ચિર વિદાયથી નોધારા થઇ જવા પામ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:47 pm IST)