Gujarati News

Gujarati News

News of Thursday, 27th December 2018

અમેરિકાના આશ્રય કેમ્પમાં રાખવામાં આવેલા 2 બાળકોના મૃત્યુ : નિરાશ્રિત બાળકોની સુરક્ષા અંગે બોર્ડર સિક્યુરિટી શંકાના દાયરામાં

વોશિંગટન : અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ માટે આવતા વિદેશી પરિવારોના બાળકોને તેમના માતા પિતાથી છુટા પાડી અલગ કેમ્પમાં રાખવામાં આવે છે.પરંતુ કેમ્પમાં બાળકોની સલામતી અંગે સવાલો ઉભા થવા પામ્યા છે.જે મુજબ છેલ્લા 2 સપ્તાહમાં ગ્વાટેમાલાથી આવેલા ઈમિગ્રન્ટ્સના 2 બાળકોના કરુંણ મોત થયા હોવાનું જાણવા મળે છે.જેઓને કફ,ઓમિટિંગ,તથા ફીવર હોવાનું કહેવામાં આવ્યું હતું

પરંતુ આવા કેટલા બાળકો અત્યાર સુધીમાં મોતને ભેટ્યા છે.તેના આંકડા બહાર પાડવામાં આવ્યા નથી.મૃતક 2 બાળકો પૈકી એકનું 8 ડીસે તથા બીજાનું 25 ડીસે ના રોજ મૃત્યુ થતા અનેક સવાલો ઉભા થયા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:04 pm IST)