Gujarati News

Gujarati News

News of Wednesday, 26th December 2018

''વી હેલ્પ ઇચ અધર'': તમામ પ્રકારના વ્યાવસાયિકોને એક છત્ર હેઠળ સંગઠિત કરી મદદરૃપ થતાં ''સેન્ટ્રલ જર્સી બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (CJBO)''ની વેબસાઇટનું લોંચીંગ કરાયું: ૧૦૦ ઉપરાંત મેમ્બર્સ તથા સમર્થકોની ઉપસ્થિતિ

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ તાજેતરમાં ૨૧ ડિસેં.૨૦૧૮ શુક્રવારના રોજ યુ.એસ.માં સેન્ટ્રલ જર્સી બિઝનેસ ઓર્ગેનાઇઝનના ઉપક્રમે કિક ઓફ તથા વેબસાઇટ લોંચીંગ પ્રોગ્રામ યોજાઇ ગયો.

અંબર રેસ્ટોરન્ટ, સાઉથ બ્રન્સવીક,ન્યુજર્સી મુકામે યોજાઇ ગયેલા આ પ્રોગ્રામમાં ૧૦૦ ઉપરાંત બિઝનેસ માલિકો તથા સમર્થકો જોડાયા હતા.

''વી હેલ્પ ઇચ અધર સકસીડ'' સૂત્ર સાથે ૨૦૧૭ની સાલથી કાર્યરત CJBO તમામ પ્રકારના વ્યવસાયીઓને એક છત્ર હેઠળ રાખવાનું ભગીરથ કાર્ય કરે છે. જે અંતર્ગત સહુ અરસ પસ નેટ વર્કીગ, કોચીંગ, મેન્ટોરીંગ, એજ્યુકેશન, તથા નવા આઇડીયાસની આપલે કરે છે. તથા સ્થાનિક વ્યવસાયીઓના વ્યવસાયના વિકાસ માટે તેમજ તેમના પ્રશ્નો હલ કરવામાં મદદરૃપ થાય છે તથા વ્યવસાય ક્ષેત્રે નવી તકો પૂરી પાડે છે. જેની વાર્ષિક મેમ્બરશીપ ૧૦૦ ડોલર છે.

ઉપરોકત કિક ઓફ તથા વેબસાઇટ લોંચીંગ પ્રસંગે સાઉથ બ્રન્સવીક મેયર ચાર્લ્સ કાર્લે, વેસ્ટ વિન્ડસર મેયર શ્રી હેમંત મરાઠે, સાઉથ બ્રન્સવીક કાઉન્સીલ વુમન એન્ન ગ્રોવર, સહિતના અગ્રણીઓએ હાજરી આપી 'CJBO'ની પ્રવૃતિઓને બિરદાવી સમર્થન ઘોષિત કર્યુ હતું. તથા બંને શહેરના મેયરએ www.cjbousa.com ઉપર કિલક કરી વેબસાઇટનું લોંચીંગ કર્યુ હતું.

આ તકે માર્ક સિરટોનએ સહુ ઉપસ્થિતોનું સ્વાગત કર્યુ હતું. તથા દરેક વ્યવસાયીઓને આ ઓર્ગેનાઇઝેશનમાં જોડાવા અનુરોધ કર્યો હતો.  CJBO ફાઉન્ડર્સ વતી ડો.તુષાર પટેલએ ઓર્ગેનાઇઝેશનના હેતુ તથા કામગીરી વિશે માહિતી આપી હતી. તથા બોર્ડ ઓફ ડીરેકટર્સનો પરિચય આપ્યો હતો. તથા યુવા વ્યવસાયી શ્રી કિશન પટેલએ પોતાના અનુભવોનું વર્ણન કરી ઓર્ગેનાઇઝેશનનું મહત્વ સમજાવ્યું હતું.

ઓર્ગેનાઇઝેશનનું એડ્રેસ ૪૧૯૧, રૃટ ૧ સાઉથ મોનમાઉથ જંકશન, ન્યુજર્સી છે તથા કોન્ટેક નં.૬૦૯-૨૪૦-૫૦૧૪, ૮૪૮-૩૯૧-૦૪૯૯, ૭૩૨-૭૧૮-૫૨૩૮, તથા ૬૦૯-૬૧૦-૧૯૨૦ છે. ભ્ર્ીક્કર્ષ્ટીશ્ર દ્વારા પેમેન્ટ કરવા રૃરૃરૃ.ણૂસ્ત્ર્ણું્યર્સ્ની.ણૂંૃ નો સંપર્ક સાધી ઓનલાઇન મેમ્બર બની શકાય છે. તેવું ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર્સ ડો.તુષાર પટેલ, શ્રી હિતેશ પટેલ, શ્રી મહેન્દ્ર ઝેડ પટેલ, તથા શ્રી પિનાકીન પાઠકના અહેવાલ દ્વારા ડો.તુષાર પટેલની યાદીમાં જણાવાયું છે.

(9:35 pm IST)