Gujarati News

Gujarati News

News of Wednesday, 26th December 2018

''શોર બિલ્ડર્સ એશોશિએશન ઓફ સેન્ટ્રલ ન્યુજર્સી (SBACNJ)': ૧૯૪૫ની સાલમાં સ્થપાયેલ ઓર્ગેનાઇઝેશનના બોર્ડમાં સ્થાન મેળવતા ઇન્ડિયન અમેરિકન બિલ્ડર શ્રી દિપલ પટેલઃ નેશનલ એશોશિએશન સાથે જોડાયેલા આ ઓર્ગેનાઇઝેશનમાં સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન બોર્ડ મેમ્બર તરીકે સ્થાન મેળવવાનો વિક્રમ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.સ્થિત Hexa બિલ્ડર્સ LLCના પ્રેસિડન્ટ તથા ceo ઇન્ડિયન અમેરિકન શ્રી દિપલ પટેલની ગયા મહિને શોર બિલ્ડર્સ એશોશિએશન ઓફ સેન્ટ્રલ ન્યુજર્સી (SBACNT) બોર્ડ ઓફ ડીરેકટર્સના મેમ્બર તરીકે નિમણુંક થઇ છે.

૧૯૪૫ની સાલમાં સ્થપાયેલ આ ઓર્ગેનાઇઝેશન નેશનલ એશોશિએશન ઓફ હોમ બિલ્ડર્સનું ચાર્ટર્ડ લોકલ ચેપ્ટર છે. શ્રી પટેલ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ તથા રૃટગર્સ યુનિવર્સિટીના પૂર્વ સ્ટુડન્ટ છે.તથા BAPS ઓર્ગેનાઇઝેશનમાં ગૌરવપૂર્વક સેવાઓ આપે છે. વિશ્વના અદભૂત ગણાતાં બાંધકામોમાં તેઓનું મહત્વનું યોગદાન છે. SBACNJ બોર્ડમાં સ્થાન મેળવનાર તેઓ સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન છે.

ન્યુજર્સીમાં રોબિન્સવિલ્લે ખાતે આવેલી અક્ષરધામ સાઇટ પાસે તેમણે બાંધેલ ''રાજીપો'' માટે તેઓને ''કોમ્યુનીટી ઓફ ધ ઇયર'' એવોર્ડ એનાયત થયેલો છે. તેઓ ન્યુજર્સીમાં સૌથી મોટા હોમ બિલ્ડર તરીકે નામના ધરાવે છે. તેમની ઉપરોકત બોર્ડમાં નિમણુંક થતા ઇન્ડિયન અમેરિકન કોમ્યુનીટી ગૌરવ અનુભવે છે. તેવું ડો.તુષાર પટેલની યાદી જણાવે છે.

(8:16 pm IST)