Gujarati News

Gujarati News

News of Wednesday, 26th December 2018

અમેરિકાના શિકાગોમાં કડવા પટેલ પાટીદાર સમાજે દિવાળી ઉત્સવ ઉજવ્યો : નવા વર્ષના હોદેદારોની નિમણુંક કરાઈ : મ્યુઝિકલ નાઈટનું આયોજન કરાયું

 શિકાગો : નવેમ્બેર ૧૭,૨૦૧૮ ના રોજ કડવા પાટીદાર સમાજ ઓફ શિકાગોએ દિવાળી પાર્ટી નું આયોજન એલ્મષ્ટ નામના ટાઉનમાં 'વોટરફોર્ડ બેનક્વેટ હાલ માં કરવામાં આવેલ. પ્રસંગે ૪૨૫થી વધારે માણસોએ હાજરી આપેલ. પ્રસંગે KPS મ્યુજિકલ નાઇટ નું આયોજન શિકાગોના લોકપ્રીય ગાયકો સંજય અમીન, દર્શના પટેલ, પાર્થ પટેલ, ના બોલીવુડના નવા તથા જુના ગીતો દ્વારા મનોરંજન પૂરું પાડવામાં આવેલ. પ્રસંગે KPS ના હોદેદારો મનોજ પટેલ,સતીશ પટેલ,નરેન્દ્ર પટેલએ સ્પોન્સરોની તથા સ્વેચ્છાએ મદદ કરાવનારની ઓળખાણ આપવામાં આવેલ. તથા દીપ પ્રાગટ્ય ની વિધી કરવામાં આવેલ. KPS ના હાલના પ્રેસિડેન્ટ મનોજ પટેલએ વર્ષ ૨૦૧૯-૨૦૨૦ ના એક્જ્યુકેટીવ મેમ્બર્સ ના નામની જાહેરાત કરવામાં આવેલ. પ્રેસિડેન્ટ દિપકભાઇ પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ હરમીલ પટેલ, સેક્રેટરી વિજય પટેલ, જોઈન્ટ સેક્રેટરી હિમાંસુ પટેલ, ટ્રેઝરર સતીશ પટેલ, અને ભાગ્યેશ પટેલ , જોઈન્ટ ટ્રેઝરર હર્ષદ પટેલ

    જ્યારે ૨૦૧૯-૨૦૨૦ ના બોર્ડ ઓફ ડીરેક્ટર તરીકે નીચેના નામોની જાહેરાત કરવામાં આવેલ.

ચંદ્રકાંત પટેલ, ધર્મિષ્ઠ પટેલ, હિતેન પટેલ, મિતેશ પટેલ, તેજશ પટેલ, ઉપેન્દ્ર પટેલ, નિમેષ પટેલ, પરસોત્તમ (પી.ડી.), પ્રીતિ પટેલ, કીર્તિ પટેલ, નીલેશ ઠક્કર, વિનોદ પટેલ, મૌલીક પટેલ, ડૉ. હેમંત પટેલ

 

 તેવું માહિતી અને ફોટો શ્રી  જયંતી ઓઝા ના સૌજન્યથી જાણવા મળે છે.

(7:55 pm IST)