Gujarati News

Gujarati News

News of Wednesday, 26th December 2018

યુ.એસ.માં મંગલ મંદિર, મેરીલેન્ડ મુકામે ૩૧ ડિસે. ૨૦૧૮ સોમવારે નવા વર્ષની ઉજવણી કરાશેઃ તરંગ ગ્રુપના લાઇવ ઓરકેસ્ટ્રા તથા ડિનર સાથે નવા વર્ષના આગમનને વધાવાશે

મેરીલેન્ડઃ યુ.એસ. મંગલ મંદિર ૧૭૧૧૦, ન્યુ હેમ્પશાયર એવ. એશટન મેરીલેન્ડ મુકામે ૩૧ ડિસે. ૨૦૧૮ સોમવારના રોજ નવા વર્ષની ઉજવણી કરાશે.

૧ જાન્યુ. ૨૦૧૯થી મંદિરનું પોસ્ટલ એડ્રેસ (City And Zip) એશટોન મેરીલેન્ડ થશે. ટેકસ મુકિત માટે ૩૧ ડિસે. ૨૦૧૮ પહેલા મંદિરને ઓનલાઇન ડોનેશન https://www.mangalmandir.org દ્વારા મોકલી શકાશે તેમ જણાવાયું છે.

૩૧ ડિસે.ના રોજ નવા વર્ષની ઉજવણી પ્રસંગે સુવિખ્યાત તરંગ મ્યુઝીક ગ્રુપના લાઇવ ઓરકેસ્ટ્રાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે.

આ દિવસે થનારી ઉજવણીની વિગતો નીચે મુજબ છે.

સાંજે ૭થી રાત્રિના ૮ વાગ્યા દરમિયાન સોશિયલ અવર.

રાત્રે ૮થી ૯ વાગ્યા દરમિયાન ડિનર.

રાત્રિના ૯થી ૧૧.૪૫ દરમિયાન મ્યુઝીકલ પ્રોગ્રામ.

રાત્રે ૧૧.૪૫ વાગ્યાથી નવા વર્ષનું કાઉન્ટ ડાઉન શરૃ.

વિશેષ માહિતી માટે મંદિરના પૂજારીનો કોન્ટેક નં. (૩૦૧) ૪૨૧-૦૯૮૫ દ્વારા અથવા શ્રી અરવિંદભાઇ પટેલનો Arvindpatel51@yahoo.com દ્વારા સંપર્ક સાધવા મંદિરની યાદીમાં જણાવાયું છે.

(6:28 pm IST)