Gujarati News

Gujarati News

News of Wednesday, 26th December 2018

" મ્યુઝીકલ નાઈટ 2018 " : યુ.એસ.માં યુનાઇટેડ સીનીઅર પરિવારના ઉપક્રમે 15 ડિસે ના રોજ યોજાઈ ગયેલો પ્રોગ્રામ : સલાહકાર સમિતિના શ્રી સુરેશભાઈ શાહ સહિતના હોદેદારોનું બહુમાન કરાયું : ક્રિસમસ તથા નવા વર્ષની શુભ કામનાઓ સાથે સિનિઅરોએ સંગીત સંધ્યા તથા ડીનરનો આનંદ માણ્યો

શિકાગો : ડીસેમ્બર ૧૫,૨૦૧૮ ના રોજ યુનાઇટેડ સીનીયર  પરિવારે  ઉજવેલી મ્યુજિકલ નાઇટ  ૨૦૧૮ નું શિકાગો ની નજીક આવેલ વિલિંગ ટાઉન માં આવેલ સ્વામિનારાયણના મંદિરમાં ૩૦૦થી વધારે સીનીયરો ની હાજરીમાં રાખવામાં આવેલયુનાઇટેડ સીનીયર  પરિવારના જનરલ સેક્રેટરી રમેશભાઈ ચોકસીએ USP ના ચેરમેન શ્રી મફતભાઈ પટેલ, એડવાઇઝરીના શ્રી સુરેશભાઈ શાહ, રોહિતભાઈ જોષી, શ્રીમતી ઉષાબેન કમારીયા, એરટુર ના હિતેશભાઈ દેસાઈ નુ સ્વાગત કરવામાં આવેલ. ત્યારબાદ  USP ના ચેરમેન  મફતભાઈ પટેલ, સલાહકાર કમિટીના સુરેશ શાહ, USP ના પ્રેસિડેન્ટ, વાઈસ પ્રેસિડેન્ટ છીતુભાઈ પટેલ, ખજાનચી હશમુખ સોની, સેક્રેટરી રમેશ ચોકસી, મ્યુજિક ગ્રપના  સૈલેન્દ્ર ભટનાગર, મિહિર આચાર્ય, જીજ્ઞા પાઠક, માંગલિક સ્વલોક દ્વ્રારા દીપપ્રાગટ્યની વિધી કરવામાં આવેલ

        પ્રસંગે  ભૂતપુર્વે USP ના સેક્રેટરી શ્રી સુરેશભાઈ શાહ માર્ચ ૨૦૦૮ થી મે ૨૦૧૪ ની ફ્રી કોમુનીટી માટે તથા USPની  શરુઆત ના પાયાના પથર અને હાલમાં એડવાઇઝર તરિકેની સેવાઓ આપી રહેલછે જેમને આઉટ સ્ટેન્ડીગ સેવાઓ બદલ USPના ચેરમન શ્રી મફતભાઈ પટેલ હસ્તે પ્લેક આપી બહુમાન કરવામાં આવેલ. જ્યારે USPના પ્રેસિડેન્ટ રમણભાઈ પટેલ તથા કાંતાબેન પટેલ દ્વારા સુરશભાઈ શાહને શાલ ઓઢાડીતથા ફૂલો આપી બહુમાન કરવામાં આવેલ. શ્રી સુરેશભાઈએ તેમનુ USP દ્વારા બહુમાન કરવા બદલ આભાર માનેલ. પ્રસંગે  USPના પ્રેસિડેન્ટ રમણભાઈ પટેલે જણાવેલકે સુરેશભાઈ અવારનવાર SSI તથા મેડીકેર અને મેડીકેર માં થતા ફેરફારો વિશે સીનીઓરો ને માહિત ગાર કરાવેછે તે બદલ અમે તેમના આભારી છીએ.

          USPના શ્રી રમેશભાઈ ટ્રેઝરર શ્રી હશમુખભાઈ સોની નો પરિચય આપતા જણાવ્યુકે તેઓ સંસ્થા સાથે ૨૦૧૦ થી જોડએલ છે તેઓ શ્રી ૨૦૧૦ થી ટ્રેઝરર તરીકેની સેવાઓ આપેછે USPના પ્રેસિડેન્ટ શ્રી રમણભાઈ પટેલએ શ્રી હશમુખભાઈ સોની ને પ્લેક આપીને તેમનું બહુમાન કરેલ. જયારે શ્રી રમેશભાઈએ ફૂલહાર તથા વાઈસ  પ્રેસિડેન્ટ શ્રી છીતુભાઇ પટેલ અને મંજુલાબેન,કનુભાઈ પટેલ,મફતભાઈ પટેલએ શાલ ઓઢાડી સ્વાગત કરેલ. ચેરમન શ્રી મફતભાઈ પટેલએ ક્રિસ્ટમસ અને નવા વર્ષની બધાને શુભ કામનાઓ પાઠવેલ. USPના ઉષાબેન ક્મારીયાએ વીરેન્દ્ર પટેલ, તથા મ્યુજિકલ ગ્રુપના સૈલેન્દ્ર ભટ, જીજ્ઞા પાઠક, મંગલજીનો મનોરંજન કરાવવા બદલ આભાર માનેલ. પ્રોગ્રામના અંતે સૌ સુ મધુર ભોજન લઈને વિદાય લીધી.

તેવું  ફોટો અને માહિતી શ્રી  જયંતી ઓઝા દ્વારા જાણવા મળે છે.

 

(12:44 pm IST)