Gujarati News

Gujarati News

News of Wednesday, 26th December 2018

"સદાય આપનો સબંધ શ્રીજી સાથે સધાય તે ખુબ જરૂરી " : અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા ઇર્વિન મુકામે નવનિર્મિત હવેલીમાં પ્રથમ અન્નકૂટ મહોત્સવ ઉજવાયો : ગોસ્વામી શ્રી તિલકરાયજી મહારાજશ્રીના મનનીય ઉદબોધનથી વૈષ્ણવો ભાવવિભોર : સોવેનિયરનું વિમોચન કરાયું

કેલિફોર્નિયા : વૈષ્ણવ સમાજ, સર્ઘન કેલિફોર્નિયા ઇર્વિનમાં નવિ સ્થપાયેલ શ્રીનાથજી હવેલીમાં પ્રથમ અન્નકુટ મહોત્સવ-પાટોત્સવ ઉજવાઈ ગયો. શ્રી ૧૦૮ ગોસ્વામીશ્રી તીલકરાયજી મહારાજશ્રીની ઉપસ્થિતિમાં પ્રથમ પટોત્સવ સાથે અન્નકુટ મહોત્સવનું આયોજન ખૂબજ સુંદર રીતે આ સંસ્થાના આગેવાન 

 શ્રીમતિ હંસાબેન તથા શ્રી નરેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન નીચે તથા સ્વયંમસેવકોની અથાગ મહેનતના કારણે ખૂબજ સુંદર રીતે ઉજવાઈ ગયો..

                પ્રારંભમાં બપોરના 3-૦૦ કલાકે શ્રીમતિ હંસાબેન દ્વારા સૌને ભાવભીનો આવકાર આપવામાં આવ્યો, ત્યાર બાદ વ્યાસપીઠ પર શ્રી તીલકરાય મહારાજશ્રીએ સ્થાન ગ્રહણ કર્યુ, પ્રથમ પાટોત્સવ નિમિત્તે બનાવાયેલ '' સોવિનિયાર '' નું શ્રી તીલકરાયજી ના હસ્તે વિમોચન કરવામાં આવ્યું.. આ તબક્કે ગુરુજીએ જણાવ્યું કે '' સદાય આપનો સંબધ શ્રીજી સાથે બંધાય તે ખુબજ જરુરી છે... સોવિનિયર નું વાંચન કરી , સમજીને તેને અનુસરસો  તો  જ પુષ્ટીમાર્ગીય સંપ્રદાયની પરંપરાને જીવનમાં ઉતારી શકશો.. તેમણે સંસ્થાની પ્રગતિ માટે, વ્યવસ્થાપકોની સેવા માટે તથા સર્વ વૈષ્ણવો ની ઉન્નતી માટે શ્રીજી બાવાને પ્રથના કરી આશિર્વાદ પાઠવ્યા હતાં. ત્યાર બાદ અન્નકુટ દર્શન સર્વ વૈષ્ણવો માટે ખુલ્લા મુકાયા હતા.... વચ્ચે વચ્ચે ભજનનો ની સંગત પણ માણવામાં આવી હતી.... સ્વયંમસેવકો નિશિત શાહ, નિશિત પટેલ,ચિંતન પરીખ,હિતેશ હાંસલિયા અને અન્ય કાર્યકર બહેનોએ ખૂબજ આનંદ પૂર્વક કાર્યને સંભાળીને સફળતા પુર્વક પ્રસંગને દીપાવ્યો આરતી બાદ સૌએ મહા પ્રસાદ આરોગી શ્રીજી બાવાની નવી હવેલી પ્રત્યે ગુણાનુંભાવ વ્યક્ત કર્યો...

 તેવું  માહિતિ શ્રી હર્ષદરાય શાહ અને તસ્વિર શ્રી કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા દ્વારા જાણવા મળે છે.

(11:30 am IST)