Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

યુ.એસ.માં IACFNJ ના ઉપક્રમે ૧૯ ઓગ. ર૦૧૮ ના રોજ ભારતનો ૭ર મો સ્‍વાતંત્ર્ય દિન ઉજવાશેઃ શ્રી સ્‍વામિનારાયણ હિન્‍દુ ટેમ્‍પલ, મોનમાઉથ જંકશન, ન્‍યુજર્સી મુકામે થનારી ઉજવણીમાં ડી.જે. મ્‍યુઝીક, સાંસ્‍કૃતિક કાર્યક્રમો, તથા દેશભકિત સભર ગીતોની રમઝટ બોલશે.

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સી :  યુ.એસ.માં ઇન્‍ડો અમેરિકન કલ્‍ચરલ ફાઉન્‍ડેશન ઓફ સેન્‍ટ્રલ જર્સીના ઉપક્રમે આગામી   ૧૯ ઓગ.  ર૦૧૮  રવિવારના રોજ ભારતનો ૭ર મો સ્‍વાતંત્ર્ય દિન ઉજવાશે.

શ્રી સ્‍વામિનારાયણ હિન્‍દુ ટેમ્‍પલ ૩ર૯  કલ્‍વર રોડ, મોન માઉથ જંકશન, ન્‍યુજર્સી ( 732-930-1008)   મુકામે થનારી ઉજવણીનો સમય સવારે ૧૧ વાગ્‍યાથી  બપોરે  ર વાગ્‍યા સુધીનો રહેશે.

ઉજવણી અંતર્ગત ડી.જે. દર્શનના મ્‍યુઝીકની રમઝટ બોલશે હેના ટેટુ, ફ્રી ફુડ સેમ્‍પલીંગ, દેશભિકત સભર સાંસ્‍કૃતિક કાર્યક્રમો  તથા ડાન્‍સ, બાળકો માટેની વિવિધ પ્રવૃતિઓ સહિતના આયોજનોમાં જોડાવવા સહુને જાહેર આમંત્રણ પાઠવાયું છે.

સ્‍પોન્‍સરશીપ તથા બુથ માટે કોન્‍ટેકટ ન.ં 848-391-0499  દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

ભારતના આ સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણીમાં સામેલ થવા IACFNJ એકઝીકયુટીવ કમિટી મેમ્‍બર્સ શ્રી હિતેષ પટેલ, ડો. તુષાર પટેલ, શ્રી મહેશ પટેલ, શ્રી દેવેન પટેલ, શ્રી મહેશ શાહ, શ્રી રાજેશ પટેલ, સુશ્રી સુરભિ અગરવાલ, શ્રી રાઓજીભાઇ પટેલ, શ્રી મુર્થ યેરામિલ્લી, શ્રી રેવા નાવાથી, તથા જાધવ ચૌધરીએ આમંત્રણ પાઠવ્‍યું છે. તેવું ડો. તુષાર પટેલની યાદીમાં જણાવાયું છે.

(11:21 pm IST)