Gujarati News

Gujarati News

News of Sunday, 28th March 2021

' હમારે હિન્દૂ સમુદાયકો હોલિકી શુભ કામના ' : હોલી તહેવાર નિમિતે પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાન અને તેમના મંત્રીમંડળે હિન્દૂ સમુદાયને શુભ કામના પાઠવી


ઇસ્લામાબાદ : સરહદ ઉપરની તંગ પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર અને તેમના મંત્રીમંડળના વર્તનમાં પરિવર્તન આવી રહેલું જણાય છે.

આજરોજ હોલી તહેવાર નિમિત્તે તેઓએ હિન્દૂ સમુદાયને તહેવારની શુભ કામના પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં હિન્દૂ સહીત તમામ લઘુમતી કોમ સતત  ભયના ઓથાર હેઠળ જીવી રહી છે.છાશવારે તેમની સગીર અને પુખ્ત વયની દીકરીઓના અપહરણ કરી ફરજીયાત શાદી કરવાના બનાવો વધી રહ્યા છે. તેવા સંજોગોમાં પ્રાઈમ મિનિસ્ટર અને તેમના મંત્રીમંડળનું હૃદય પરિવર્તન આગામી દિવસોમાં સારા પરિણામો દર્શાવશે કે કેમ તે સમય બતાવશે.

 

(8:00 pm IST)