Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

અમેરિકાના કેલિફોર્નિયામાં ગુજરાતી સીનીઅર ફ્રેન્ડઝ સર્કલના ઉપક્રમે દિવાળી તથા દેવદિવાળી ઉત્સવ ઉજવાયો

કેલિફોર્નિયા :  સર્ધન કેલિફોર્નિયા સ્થિત સામાજીક સંસ્થા '' ગુજરાતી સિનીયર ફ્રેન્ડઝ સર્કલ ''(GSFC) ના સભ્યો ના સામુહિક નેતૃત્વ નીચે સુંદર રીતે દીવા-દેવદીવાળી ની ઉજવણી કરવામાં આવી . યોરબા રીજીયોનલ પાર્ક ના કુદરતી સાનિધ્યમાં તથા પૉન્ડના કીનારે ૧૦૦% સભ્યોની હાજરી સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપલે સાથે સવારે ૧0-વાગે શરુ થયો.

 સર્કલના વડીલ તથા માર્ગદર્શક શ્રી ગુણવંતભાઈએ સૌને આવકારી દીપાવલીની શુભેચ્છા પાઠવી.ત્યાર બાદ શ્રી હર્ષદ શાહે આ સંસ્થાની આગામી કાર્યવાહીની સમજ આપી હતી. શ્રી કાન્તિભાઈ મિસ્ત્રીએ આજના કાર્યક્રમની રૂપરેખા આપી. ત્યાર બાદ રચનાત્મક સ્પર્ધાનું સુકાન શ્રીમતિ ભારતીબેન પટેલે સંભાળ્યું હતું. પ્રથમ સ્પર્ધા ના વિજેતા છીતુંભાઈ પટેલ હતા જ્યારે બીજી સ્પર્ધા ના વિજેતા અનુંક્રમે ચંદ્રિકા મિસ્ત્રી તથા ડૉ.શરદચંદ્ર ઉપાધ્યાય હતા. તેઓ સૌને ઈનામ વિતરણ શ્રીમતિ લત્તાબેન શાહ અને હર્ષદરાય શાહના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

                      ભોજન માટે દરેક વ્યક્તિએ પોતપોતાના ઘરેથી બનાવીને લાવેલી વિવિધ વાનગી પીરસવાની વ્યવસ્થા ચંદ્રિકા મિસ્ત્રી,પ્રાણજીવન પટેલ,યોગેશ પટેલ,વગેરે એ સુંદર રીતે કરેલ. '' લાડવા,પુરી.વાલ અને રિંગણ-બટાકાનું શાક,ખમણી,દાળ-ભાત તથા ડીઝર્ટ માં ઘારી પીરસવામાં આવી હતી. સુંદર વ્યંજનોએ સભ્યોના મન મોહી લીધા હતા. તેવું માહિતી;- હર્ષદરાય શાહ અને તસ્વિર;- કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા દ્વારા જાણવા મળે છે.

(12:53 pm IST)