Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

યુ.એસ.માં એડિસન ન્યુજર્સી સ્થિત ઈન્ડો અમેરિકન કાઉન્સિલ ઓફ સિનિયર્સના ઉપક્રમે દિવાળી ઉત્સવ ઉજવાયો : સ્નેહમિલનનું આયોજન કરાયું

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી :ઈન્ડો અમેરિકન કાઉન્સિલ ઓફ સિનિયોર્સ ઓફ એડિસન સંસ્થાની ૨૪ મી વાર્ષિક સામાન્ય સભાની સાથે દિવાળી આત્મીયસ્નેહમિલન  ઓક્ટોબર ૨૮ રવિવાર ના રોજ એડિસન હોટેલ માં યોજાયું.

બપોરના કલાક થી પ્રમુખશ્રી ,કારોબારીના સભ્યો  અને ટ્રસ્ટીઓ સૌના  સત્કાર અને સુવ્યવસ્થા માટે ઉપસ્થિત થયી ગયા હતા. શ્રીપ.કે.પટેલ દ્વારા સ્ટેજ  સુશોભન નું સુંદર કાર્ય કરવામાં આવ્યું હતુ. સાંજના કલાકથી સૌએ મિક્સ પકોડા ,ચિલિપનીર અને આલુ ટીકી સહીતના  એપેટાઈઝર નો સ્વાદ માણ્યો  હતો .અને પહેલેથીજ ફાળવાયેલ ટેબલ પર સૌ  ગોઠવાયી સૌએ રવિ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા રજુ થયેલા અવાર્ચીન પ્રાચીન  ગીતો,ગરબા- રાસ અને સનેડા ની મજા માણી  હતી .

 સંસ્થાના અધિસ્થાપક ,ટ્રરસ્ટીશ અને સંસ્થાની પ્રગતિમાં હરહંમેશ રસ લેનારા  શ્રી મંગલદાસ પટેલના થયેલ મૃત્યુ અંગે સૌને જાણકારી આપી. સૌએ ઉભા થઈને  મિનિટ નું મૌન પાડ્યું અને સદગતને શ્રદ્ધાંજલિ આપી.

 સંસ્થાના પ્રમુખ શ્રીમતી સુશીલાબેન પટેલે દાતાશ્રીઓ,જુદાજુદાઅસોસિએશનમાંથી પધારેલઅતિથિઓ,શુભેચ્છકો અને સભ્યોનું સ્વાગત કર્યું .પોતાના બે વર્ષના પ્રમુખ તરીકે ની ફરજ ખંત સુહ્રદભાવ અને સૌને સાથે રાખી સફળતાપૂર્વક પાર પાડી સંસ્થાના બંધારણ મુજબ સંસ્થાના ટ્રસ્ટીશ્રી વિષ્ણુભાઈ પટેલ દ્વારા સામાન્ય સભામાં સૌના સ્વીકારની અપેક્ષાસહ કારોબારી સભ્યો અને પ્રમુખશ્રીની વરણીની  જાહેરાત કરી ઉપસ્થિત સૌ સભ્યોએ સર્વાનુમતે શ્રી રતિભાઇ પટેલની પસંદગીને અનુમોદન સાથે  સ્વીકાર કરી તાળીઓના ગળગળાટ સાથે અનુમોદન આપ્યુ હતુ.

જેમ મોર તેના પીંછા થી રઢિયામણો લાગેછે તેમ સંસ્થા પણ સમાજના ભામાષાઓથી ઉજવલિત થાય છે.પધારેલા મહાનુંભાવો શ્રી અતુલભાઈ શાહ ( ANS  કન્સલ્ટન્ટ ),શ્રી કનુભાઈ પટેલ ( AMNEAL  ફાર્મસીયુટિકલ્સ ),શ્રી મુકુંદભાઈ  ( ARISTA કેર ),શ્રી દિપકભાઈ શાહ ( DMS  ફાર્મસી ),ઈન્ડ્સબેન્ક નાપ્રતિનિધિ ,ફુલ્ટોન બંકો  અને યુનિટી બેંક ના પ્રતિનિધિઓ , શ્રી બિમલ જોશી અને અજય પટેલ ( ગોલ્ડન  એરા),શ્રી જયંત પટેલ અને ગૌરાંગઅમીન ( આત્મીય એડલ્ટ ડેકેર)  ,  શ્રીમતી  નિરાલી પટેલ ( ફિજિકલથેરાપી ), ડો.સુનીલ પરીખ ,શ્રી બાબુભાઇ નાઈક  ,એડિસન કાઉન્સીલર શ્રી અજયભાઇ પાટીલ અને શ્રી સમીપ જોશી ,શ્રી સી.પી. પ્રસાદ ,શ્રી જોસેફ પરમાર ,શ્રી સુભાષભાઈ શાહ ( ગુજરાત દર્પણ),ટી.વી.એશિયા  પ્રતિનિધિ તેમજ જુદા-જુદા અસોસિએશન માંથી શ્રીબાબુભાઇ પટેલ  (બ્રિજવોટર ),શ્રી અમૃતભાઈ ગાંધી - શ્રી યાકુબભાઇ પટેલ ( પસૅક ) ,શ્રી  જિ.કે. પટેલ -શ્રી રમણભાઈ પટેલ(વુડબ્રિજ),ડો.મહેન્દ્રભાઈ શાહ (જર્સી ફ્રેંડ્સ),શ્રી પોપટભાઈ પટેલ(ફિસનાં),શ્રી ગોવિંદભાઇ શાહ- શ્રીસુભાષ દોશી  ( શેયરવીલ),શ્રીવિષ્ણુભાઈ પટેલ ( પાર્સીપેની) ,શ્રી ઇન્દીરાબેન હસમુખભાઈ પટેલ શ્રીમતી જિગીષાબેન પટેલ-શ્રીમતી લીલાબેન પટેલ ( સ્વર્ગસ્થ શ્રીમંગળદાસ પટેલ  - ફેમિલી) હાજર રહ્યા હતા

 સંસ્થા ના પ્રમુખ શ્રીમતી સુશીલાબેન પટેલ તરફથી સૌને અમૂલ્ય ભેટ નું વિતરણ  કરવામાં આવ્યું હતું. અને વાર્ષિક સામાન્ય સભાના અંતિમ ચરણમાં સૌએ પુરણપોળી ,મેથિમલાઈ મટર,ભીંડી મસાલા ,મિક્સ વેજિટેબલ પનીર ,મગની દાળ ,કઢી ,પાપડ-પાપડી અને આઈસક્રીમની મજા માણી સૌ ફરીથી સંગીતની મજા લૂંટવામાં વ્યસ્ત થયા.અને છેલ્લે ગરબા અને સનેડાનો આનંદ માણી સૌ વિદાય થયા હતા. તેવું શ્રી ગોવિંદભાઇ શાહની યાદી જણાવે છે.

(7:16 pm IST)