Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

" તુલસી વિવાહ " : અમેરિકાના શિકાગો નજીક આવેલા કેરોલ સ્ટ્રીમમાં 24 નવે.ના રોજ ભારતીય સિનિયરો દ્વારા ઉજવાઈ ગયેલો ઉત્સવ : ઢોલ,નગારા,તથા લગ્નગીતોની રમઝટ સાથે કરાયેલી ઉજવણીથી 700 ઉપરાંત સિનિયરો ખુશખુશાલ

શિકાગો : 24 નવે.2018 ના રોજ ભારતીય સિનિયરોએ  શિકાગોના નજીક આવેલ કેરોલ સ્ટ્રીમ ના પરગણાંમાં તુલસી વિવાહ ના પ્રોગ્રામ નું આયોજન લગભગ ૭૦૦ સીનીઓરોની હાજરીમાં કરવામાં આવેલ પ્રોગામની શરુઆત ભારતીય સીનીયરના સેક્રેટરી શ્રીમતી રક્ષિકા અંજારિયા ના ગણેશ વંદનાના શ્વલોક થી કરવામાં આવેલ. ત્યારબાદ બપોરના ૩ વાગે વર્ગોડા ની શરૂઆત ઢોલ, નગારા, લગ્ન ગીતો ગાતા ગાતા મંડપમાં શ્રીક્રુષ્ણના ની પધરામણી કરાવવામાં આવેલ . બધાજ સીનીયરો ઇન્ડિયન ટ્રેડીશનલ ડ્રેસ પહેરીને આવેલ .

બપોરના ૩:૩૦ વાગે શિકાગોના પ્રશીધ્ધ જ્યોતિષ ડૉ. અનંતભાઈ રાવલ દ્વારા લગ્નની વિધીની શરુઆત કરવામાં આવેલ. દેવી તુલસી ના યજમાન તરીકે શ્રી ભરત અને જસુ પટેલ તથા શ્રી કૃષ્ણના યજમાન અજય અને ઇલા પટેલ હતા. આ પ્રસંગે લાઈવ લગ્ન ગીતો, ઈન્ડિયાથી આવેલ ગૃપ તથા લગ્ન ફટાણા મયૂરી પટેલ દ્વારા રજૂઆત કરેલ. ડૉ. અનંત રાવલે  ફેરા, ક્નશાર જમાડવાની વિધી , આરતી ,ચાંદલા ની વિધી ઘણી સારી રીતે કરાવવામાં આવેલ. ભારતીય સીનીયરોએ ચાંદલો સારા એવા પ્રમાણમાં કરેલ ત્યારબાદ રાસ ગરબા નો  લાઈવ પ્રોગ્રામ રાખવામાં આવેલ જેણે સીનીયરોએ પેટભરી માણેલ. અંતમાં ભારતીય સીનીયર ના પ્રમુખ શ્રી હરિભાઈ પટેલએ યજમાનોનો આભાર તથા ભારતીય સીનીયરના ટ્રસ્ટી શ્રી પરસોતમભાઈ પંડ્યા એ સૌનો આભાર માનેલ આ પ્રસંગે ફોટોગ્રાફીની સેવા વિના મુલ્યે ન્યુજ મીડિયાના ફોટો જર્નાલીસ્ટ શ્રી જયંતી ઓઝાએ આપેલ.

  પ્રોગ્રામના અંતે લગ્નનો ભોજન સમારંભ રાખવામાં આવેલ જેમાં પડવાળી રોટલી, હલવો, મોહનથાળ, કચોરી, ખમણ, મિક્ષ શાક, ફુલાવર, ટામેટા, વતાના, બટાકા, કાળાચણા, ભાત, દાલ,પાપડ, છાશ ની વ્યસ્તા કરવામાં આવેલ તેવું શ્રી જયંતિ ઓઝાની યાદી જણાવે છે.

(1:00 pm IST)