Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

યુ.એસ.ના DFW એકતા મંદિર ઇરવીનમાં 10 નવે.ના રોજ અન્નકૂટ ઉત્સવ ઉજવાયો : મંદિરને રોશની,અન્નકૂટ દર્શન,મહાપ્રસાદ,આરતી,તથા ઠાકોરજીને થાળથી ભાવિકોએ ધન્યતા અનુભવી

ઇરવિન :DFW (એક્તા) મંદિર ઈરવીનમાં તારીખ ૧૦ નવેમ્બરના રોજ બપોરે ૧૨ વાગે અન્ન્કુટ મહોત્સવ ઉજવવામાં આવેલ... આ ઉત્સવ છેલ્લા ૨૫ વર્ષથી ઉજવાઈ રહેલ છે... આ ઉત્સવમાં લગભગ ૮૦૦ થી વધુ જુદી જુદી સામગ્રી વૈષ્ણવ ભાઈ-બહેનો દ્વારા બનાવીને લાવવામાં આવેલ... શ્રી ગોપાલભાઈ તથા નિર્મળાબેન ના માર્ગદર્શન નિચે સુંદર ગોઠવણ તથા આયોજન કરવામાં આવેલ, શ્રીમતિ સ્વાતી ત્રિપાઠી પ્રમુખ DFW hindu temple દ્વારા સૌને નૂતન વર્ષાભિનંદન પાઠવેલ. આ અન્નકુટનું આયોજન કરવા બદલ કમીટી મેમ્બર પ્રદિપ દેસાઈ,મુકુંદ પટેલ તથા વૈષ્ણવ મંડળનો આભાર માનેલ.. મંદિરના પુજારીશ્રીઓ સર્વશ્રી ગોપાલભાઈ મહેતા,જનકભાઈ તથા અન્ય કાર્યકર્તાઓનો આભાર માનેલ.... મંદિરને રોશની કરવામાં આવેલ...બપોરે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ... પુજારી ગોપાલભાઈ દ્વારા ભજન કિર્તનનું પણ આયોજન કરેલ... અન્નકુટનો પ્રસાદ સૌને વહેંચવામાં આવેલ... મહાપ્રસાદ બનાવનાર તથા તેનું આયોજન કરનાર કમીટીનો આભાર માનેલ.. બપોરે મહા આરતી,થાળ આરતી કરીને સૌ એ ધન્યતા નો અનુંભવ કરેલ...તેમજ ઠાકોરજીના દર્શન કરી ભાવયુક્ત બની ગયા હતા  તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.     

(12:56 pm IST)