Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

અમેરિકામાં વિદેશીઓને અપાતા H-1B વિઝા નિયમો 2019 ની સાલથી વધુ કડક બનશે : કંપનીઓએ પ્રિ-રજિસ્ટ્રશન કરાવવું પડશે :વર્તમાન કર્મચારીઓની વિગત ઉપરાંત નવા કર્મચારીઓ પાસે લેવાની થતી કામગીરી દર્શાવવી પડશે

વોશિંગટન : અમેરિકામાં વિદેશીઓને અપાતા H-1B વિઝા નિયમો 2019 ની સાલથી વધુ કડક બનશે જે મુજબ કંપનીઓએ પ્રિ-રજિસ્ટ્રશન કરાવવું પડશે એટલુંજ નહીં વર્તમાન કર્મચારીઓની વિગત ઉપરાંત નવા કર્મચારીઓ પાસે લેવાની થતી કામગીરી દર્શાવવી પડશે જેનો હેતુ સ્થાનિક નિયમોનું પાલન થાય છે કે કેમ તે ચકાસવાનો છે.જે મુજબ નક્કી કરેલી મર્યાદિત સંખ્યામાં જ વિદેશી કર્મચારીઓને સ્પોન્સર કરાય છે કે કેમ તથા તેઓનો ઉપયોગ અન્ય જગ્યાએ કરવાને બદલે કંપનીમાં જ કરશે કે કેમ તે ચકાસવાનો છે.જે પ્રક્રિયા જટિલ તથા લાંબી હોવાથી કંપનીઓ માટે શિરદર્દ સમાન બની રહેશે.જોકે આનાથી અમેરિકામાં આવનારા વિદેશીઓ તે માટે લાયક છે કે કેમ તેની પુરેપુરી ચકાસણી થઇ શકશે તેવું સરકારી તંત્રનું માનવું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:50 am IST)